About- સંપાદકો-લેખકો અને બ્લોગ વિષે નો પરિચય
લેખક-પ્રફુલ ગોરધનદાસ ઠાર
પ્રિય વાચક મિત્રો,
નાનો-પણ થોડો અમારા વિષે પરિચય..
પ્રફુલ ઠાર - જન્મ દીવ મુકામે ૧૫/૧૨/૧૯૫૩ ને દિવસે થયો. કે જયારે તે પોર્ટુગીઝના હાથમાં હતું. જે પછી સંજોગ વસાત મુંબઇ આવી વસવાટ કર્યો. ૨૦૦૧ માં રાષ્ટ્રિયકૃત બેંકમાંથી ૨૮ વર્ષની નોકરીમાંથી સ્વેછિક નિવૃતિ લીધી.
લેખીકા અને કવિયત્રી મનોરમા અરવિંદ ઠાર
મનોરમા ઠાર - જન્મ દીવ મુકામે ૦૪/૧૧/૧૯૪૨ ને દિવસે થયો. કે જયારે તે પોર્ટુગીઝના હાથમાં હતું. જે પછી સંજોગ વસાત મુંબઇ આવી વસવાટ કર્યો. મુંબઇમાં SNDT માંથી બી.એ અને પછી STCની ઉપાધી પાસ કરી. ૧૯૯૫માં એક સાંતાકૃઝની નામાંકિત શાળામાંથી સ્વૈછિક રાજીનામું આપી સાહિત્યમાં સક્રિય રીતે જોડાઇ હાલ એક સ્ત્રીઓના ઉત્કર્ષ માટેની સંસ્થામાં સેવા આપુ છુ.
થોડું આ વેબ-સાઇટ વિષે….
૨૦૦૧ માં રાષ્ટ્રિયકૃત બેંકમાંથી ૨૮ વર્ષની નોકરી બાદ સ્વેછિક નિવૃતિ લઇ અને બેંકની નોકરીની સાથે હું ૧૯૯૩ થી જે એક સામાયીકમાં પત્રકાર તરીકે કામ કરતો હતો તેમાંથી અનુભવેલાં પ્રસંગો લોકો સામે મુકવાના એક ધ્યેય સાથે મેં અને મારા બહેન શ્રીમતી મનોરમા બહેને આ વેબ બ્લોગનો તા-૧૬/૦૮/૨૦૦૯ ને દિવસે બધાને આ વેબ બ્લોગ ધ્વારા મળતા રહેવાની એક તમન્ના સાથે પ્રારંભ કર્યો.
સંપાદન કરવાનું કાર્ય સહેલું હોતું નથી પણ એક અઘરું કાર્ય છે. અમોએ લખેલાં કે આવેલા લખાણોમાં સમાજ કે વાચકોને તેમાથી ઉપયોગી કે નિરુપયોગી કેટલું તેનું વર્ગીકરણ કરતાં રહેવું પડે છે કારણકે શબ્દોમાં રહેલાં ઘણાં અર્થો અનર્થ ઉપજાવી શકાતા હોય છે.
એક ગઝલસમ્રાટ શયદાસાહેબનો એક શે’ર છે:
એ સમયની વાત છે કે જ્યારે સમય બદલાય છે, શબ્દો તો એના એજ હોય છે પણ એના અર્થો જુદા જુદા થાય છે !
અમોએ જાણ્યે અજાણ્યે અનુભવેલાં પ્રસંગો સાથે કાવ્યો, ગઝલો, વાર્તાઓ,ફોટોગ્રાફસ કે કંઇક વાંચવા લાયક સાહિત્ય ભાઇ, મિત્રો કે સમાજ સામે અમોએ મુકવાનું નક્કિકર્યું કે જેથી લોકોને.. અમે કંઇક વાંચન આપી શકીયે. લખવું, તે અમારા ભાઇ-બહેન અને અમારા ઠાર કુટુંબના લોહીમાં વારસાગત જકડાયેલું છે.જો કે ભવિષ્યની સફરની તો અમોને પણ જાણ નથી પણ અમારી પરિભાષાનું સાહિત્ય આપ સર્વેના હ્યદયમાં એક મશાલની જેમ પ્રકાશ આપતું રહે તેવી અમારી ભાવના અને આપ સર્વેના મીઠા કે પછી આક્રોશ ભરેલા ભાવ-પ્રતિભાવોની પ્રેરણાથી અમારી કલમ ચાલતી રહે એજ અમારી પ્રાર્થના….
લી. આપના
લેખક અને સંપાદક
પ્રફુલ ગોરધનદાસ ઠાર
મનોરમા અરવિંદ ઠાર
-
Recent
- જીવીલે તું જીંદગી, મજાથી- પ્રેષક-દર્શક ભગત
- ‘નાતાલના અજવાળાની દંતકથા’ -પ્રફુલ ઠાર
- ‘મારી વાત મારા કોમ્પ્યુટરના કી બોર્ડ પરથી’- પ્રફુલ ઠાર
- જીવનમાં સૌથી ધનાઢ્ય કોણ ? -પ્રફુલ ઠાર
- ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ -પ્રફુલ ઠાર
- ‘દિપોત્સવ’- પ્રફુલ ઠાર
- ‘નવ જીવન’- લેખક- દુર્ગેશ બી. ઓઝા
- ‘સુગંધી ઝાકળ’– કુમાર મરચન્ટ-સાભાર: ‘હસી-ખુશી’
- ‘એક પરિવાર’ લેખક- શ્રી કૃષ્ણકાંતભાઇ ઉનડકટ- પ્રેષક: અનિલ વોરા
- ‘વર્ષામિલન’- પૂજનીય દાદા પાંડુરંગ શાસ્ત્રી
- ‘એક અહેસાસ સ્વતંત્રતાનો’ – પ્રફુલ ઠાર
- ‘આપની મૈત્રી છે જિંદગી થી અણમોલ’-પ્રફુલ ઠાર
-
Links
-
Archives
- February 2012 (1)
- December 2011 (3)
- October 2011 (3)
- September 2011 (3)
- August 2011 (3)
- July 2011 (1)
- June 2011 (5)
- મે 2011 (2)
- April 2011 (5)
- February 2011 (6)
- November 2010 (2)
- September 2010 (7)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS