Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સંબંધોનો છેડો’-પ્રફુલ ઠાર


આપણાં દરેકથી જાણ્યે કે અજાણ્યે રણશીંગુ ફુંકાયા વગર રહેતુ્ નથી, કે ફલાણા ફલાણા સાથે અમારે ખુબ જ સારું છે. અરે! ઘર જેવો સંબંધ છે.અને કૌટુંબિક સંબંધો છેલ્લા…વર્ષોથી છે.જો કે એ વ્યકતિ માટે તમે વાર તહેવારે તન,મન અને ધનથી ભોગ પણ આપ્યો હોય પણ તમને કે તમારા કુટુંબીજનોને કદી દિલથી ઘરે આવવાનું આમંત્રણ તો એક બાજુ રહી જાય પણ તેઓના ઘરની વ્યક્તિઓ કે જે તમારું કે તમારા પરિવારનું નામ ઠેકાણું સુધ્ધા જાણતી હોતી નથી.

કદાચ કોઇ અપવાદોને છોડીને બધાનાં જ અનુભવો સાક્ષી આપતા હશે કે કોઇની પણ સાથેના સંબંધોમાં આપણને કયાંક શુધ્ધતા,પવિત્રતા કે નિસ્વાર્થતા જેવું જોવા મળ્યું હોય ! જો કે કયાંક વળી કોઇક પ્રેમના,મિત્રતાના કે નિસ્વાર્થની વાતો સાંભળતા રહિયે છીએ. પણ હકીકત કંઇ અલગ જ અનુભવવા મળે છે.

ખરી હકીકતની તો જાણ ત્યારે થાય છે કે જેને આપણે ખૂબ જ નિકટનાં સમજીને તેની પાસે આપણું કામ તો પછીની વાત છે પણ કોઇને મદદ લેવા મોકલ્યા હોય તો તે જયારે આપણી પાસે આવીને હૈયા વરાળ કાઢે કે મારું કામ તો ન કર્યું પણ મને પુરો સાંભળ્યો પણ નહિં અને ત્યારે જ ખબર પડે કે આપણે જેની સાથેના જે નિકટના સંબંધો રાખેલાં છે તેના સંબંધો ના છેડાનું મુલ્ય કેટલું છે ! કે જે અવાર-નવાર કહેતાં ફરતાં હોય છે કે કંઇ કામ હોય તો વિના સંકોચે કહેવું.

ઘણી વખત તો આપણે કોઇ આપણી માનેલી વ્યકતિને કોઇ અનિવાર્ય સંજોગોને લીધે કોઇ કામ માટે સતત ફોન કરતાં રહીયે તો ફોન ઉપર તો ન આવે પણ જો આજની સુવિધાને ધ્યાનમાં લઇને મોબાઇલ ઉપર મળવા કોશિષ કરી હોય તો કોલર આઇ ડી માં જોઇ ફોન કાપી નાખેં. વધારામાં દસ જગ્યાએ સંદેશા આપ્યા હોવા છતાં પણ સામેથી તેઓ કાળજી દાખવીને ફોનથી ખબર-અંતર તો ઠીક પણ શેને માટે ફોન કર્યો હતો તે પણ ન પૂછે ! અને અચાનક રૂબરું કે ફોન ઉપર સામે આવી જાય તો વળી કહેશે કે તમારા સંદેશાઓ મળતા હતાં પણ હું કામમાં એટલો વ્યસ્થ હોઉં છું કે મને તમને ફોન કરવાનો તો શું પણ જમવાનો પણ સમય મળતો નથી. ઘણી વાર તો આપણે સામેથી વાત ઉચ્ચાર્યે તો વળી ન્યાયાલયના ન્યાયાધીશની જેમ તારિખ આપી દે અથવા ફોન કરવાનું કહે છેવટે માણસ કંટાળીને તેને સંપર્ક કરવાનું જ છોડી દે છે. જો કે આવા અનુભવો આપણને ખુબ જ ભણેલા, અભિમાની કે કોઇ સમૃઘ કુટુંબોમાં અચૂક જોવા મળશે કે જેઓ બહુ બીઝી હોવાનો કે સમય નથી નો દાવો કરતા હોય છે.

સમય નથી મળતો તે ઉપરથી મને એક વાતનો પ્રસંગ યાદ આવી ગયો કે જે હું અહિં વર્ણવું છું મુંબઇના પરા એવા પારલામાં રાજપુરીયા હોલમાં એક લોહાણા વૈષ્ણવ એવા બહોળા વજાણી કુટુંબમાં ભગવત સપ્તાહ બેસાડેલી હતી જેમાં મારા મિત્ર પુજ્ય શ્રી ભુપેન્દ્રભાઇ પંડયા કથા કરવાનાં હતાં. જે દિવસે હું ગયો હતો તે જ દિવસે કોઇ પ્રસંગને ટાંકતા શ્રોતાઓ કહ્યું કે માણસને સમય નથી એવું કહેનારા ખોટા છે. માણસ પાસે સમય તો હોય જ છે પણ, માણસ સમયનો ગુલામ થઇ ગયો છે. માણસને આધુનિક જગતમાં બીઝી હોવાનો,ચેપી રોગ-ચાળો લાગુ પડેલો છે. માણસો સમય નથી કહીને સામે વાળાને કે તેની વાતને ટાળવા માંગતા હોય છે. છેલ્લે તેણે કહયું કે હકીકતમાં તો સમય કાઢવો તે પોતાનાં હાથમાં જ હોય છે કારણ કે સમય ના માલીક તો માનવી જ છે તો સમય કેમ ન નીકળી શકે? આ તો માણસને પોતાની મોટાઇ બતાવવાનું કે તેની પાસે બહુ કામ છે તેવું બતાવવાનો કિમયો મળી ગયો હોય છે.

મેં તેની વાત સાંભળીને મનોમન સંમંતી આપી કારણકે પુજ્ય શ્રી ભુપેન્ઢ્રભાઇ અને મેં એક બેંકમાં અને એક જ વિભાગમાં ઘણાં વર્ષો સાથે કામ કર્યુ હતું સાથે સાથે સાંસ્કૃતિક મનોરંજન માં પણ રંગમંચ ઉપર સાથે જ રહેતા. સારા નસીબે તેઓ ખુબ જ ટુંકા વર્ષોની બેંકની સેવામાં થી સ્વૈચ્છિક રાજીનામું આપી આજે એક સારા કથાકાર થયા. પણ સમય ઉપરના પ્રસંગના ઉલ્લેખ ઉપરથી કહી શકાય કે તે ફકત બોધ જ આપતાં નથી પણ પોતે પણ અમલમાં વાત રાખે છે. કે જેના ઉદાહરણ રૂપે હું અને મારા શ્રીમતીજી ગયા વર્ષે લંડન મારા સાળાને ત્યાં હતાં અને દસ મહિના ના રોકાણ પછી પાછું ભારત ફરવાનું હતું પણ હાથમાં ફક્ત ચાર દિવસ બાકી હતાં ત્યાં મને લંડનથી ફક્ત દર ગુરૂવારે પ્રકાશીત થતું ગુજરાત સમાચારમાંથી વાંચીને જાણવા મળ્યું કે કોઇ સંસ્થાએ શ્રી ભૂપેન્ઢ્રભાઇને ત્યાં બોલાવ્યા છે અને તે ત્યાં છે. મેં ગમ્મે તેમ કરીને તેનો સંપર્ક સાધ્યો. તેઓ ખૂબ જ રાજી થઇ ગયા અને પછી થોડી વાતો કરીને મારી પાસે ફકત ચાર દિવસ બાકી છે તો તમે મારા સાળાના ઘરે આવતી કાલે આવશો? તેવું મેં તેને જણાવ્યું. અને મારા માટે ખુસીની વાત એ થઇ કે તેઓ એ આમંત્રણ તરત જ કોઇ પણ જાતની આનાકાની વગર સ્વિકારી લીધું અને બીજે દિવસે ત્યાંના અનુયાયીઓને લઇને મારા સાળાને ત્યાં આવી પહોંચ્યા અને સાથે સાથે અમારા સારા સંબંધોની મિત્રતાની જાણ કરી અને ખરેખર તો તે સમયે મને શ્રી કૃષ્ણ-સુદામાની વાત યાદ આવી ગઇ જોકે તે પ્રસંગમાં સુદામાં શ્રી કૃષ્ણ ને ત્યાં ગયા હતાં જયારે અહિંયા શ્રી કૃષ્ણ સુદામાને મળવા આવ્યા હોય તેઓ આનંદ અનુભવ્યો. અને તે પણ સાળાને ત્યાં..આ પ્રસંગ લખવાની તાત્પર્યતા એ જ છે કે સંબંધો નો છેડો આને જ કહેવાય કે જેને ત્યાં કોઇ જગ્યાએ ગણત્રીના જ સમયમાં પ્રવચન આપવાનું હતું છતાં સમય કાઢીને મને મળવા આવ્યા કે જે સમય નથી નું બહાનું કાઢી શકતે.

હા, આજે માણસને સમય ઓછો પડે છે. કારણકે કામ છે અને કામ કરતાં પણ તેમાં ધાંધલ ધમાલ વધારે પડતી દેખાડાતી હોય છે.દિવસના ચોવીસ કલાકો પણ બધાને જ ઓછા પડે છે.કારણકે સવારે ધાંધલીયા જીવનમાં સવારે વહેલા નીકળવાનું,સાંજે ઘરે પાછા આવ્યા પછી થોડો સમય તો છે, પણ મન ની તૈયારી હોતી નથી, મૂડ હોતો નથી વગેરે..કારણકે આજ નો વેગ જ જુદો છે,ઉતાવળ છે, ભીડ અને ઉપરથી ઓફીસનો સમય સાચવવાનો. પણ જયારે સંબંધ સાચવવાનો વારો આવે છે ત્યારે પોતાના પાસેનો સમય અચાનક ગાયબ થઇ જાય છે..

ખરા અર્થમાં સમય તો બધા જ પાસે છે અને તે પણ પૂરા ચોવીસ કલાકનૌ અને તેની વહેંચણી પણ માણસના હાથમાં જ છે.પણ તે એમની મરજીની વાત છે અને તે તેની મરજી પોતાની ઇચ્છા પ્રમાણે વહેંચણી કરતો હોય છે બાકીના માટે સમય નથી એમ કહીને દિલગીરી દર્શાવી દે છે..જો કે એ પણ સાચું જ છે દરેક માનવી પોતે પોતાના મન નો રાજા. હાં ! જો કયાંક ફાયદો દેખાય તો કયાંયથી પણ સમય જડી આવે છે.

કયાંક ફાયદો બતાવતાં જો તમે કોઇને આમંત્રણ આપશો અને જો તે વંય્કતિને ગમશે તો સામેથી જવાબ આવશે કે તમારે ઘરે જરૂર આવીશ. એજ વખતે જો બીજે છેડે કોઇ આમંત્રણ કોઇ પણ ફાયદા વગરનું હશે તો કહેશે સમય નથી. એટલે કે ફાયદો છે ત્યાં સમય છે પણ જ્યાં ફાયદો નથી ત્યાં સમય નથી.

ઘણાં સંબંધો પોકળ હોય છે કે જે દૂરથી એકાબીજાનું સારું ઇચ્છતી હોતી નથી અને પીઠ જ શોધતી ફરતી હોય છે કે ક્યારે મોકો મળે અને સામે વ્યકતિને પાડું? અને જેઓ કોઇપણ સંજોગે કરી શકતા નથી કારણકે તે પહોંચી નહિ વળે અને વાર નિષ્ફળ જવાના ભય સાથે તેની સાથેના સંબંધોનો ભેદ ખુલી ન જાય તે માટે તે પોતાના દાવ પેંચ ને સત્ય હરિશચંઢ્ર તારામતી દણાવીને સારા સંબંધો નો દેખાવ કરે છે. જેનો લાગણીશીલ અને નિખાલસ માણસને અણસાર સુધ્ધા આવતો નથી. અને ઘણી વાર તો સામેની વ્યકતિના દિલમાં છૂપાય રહેલી કડવાશ ફકત તેની જીભ ઉપર દેખા દેતી નથી પણ તેનું વર્તન કે તે વ્યકતિના વિચારોમાં તેના મનમાં રહેલી છૂપી કડવાશ સામે ચાલીને વર્તાય આવે છે.

કોઇકે સાચું જ કહયું છે કે જે સંબંધોમાં કટૂતા,નારાજગી,અદેખાઇ,હુંસા-તુસી,મારું તારું કે કોઇ ઝનૂન જો મગજમાં સવાર થઇને બેઠું હોય છે ત્યાં સારા વિચારો કે અંતરની લાગણી હોતી નથી ત્યાં ધર્મ હોતો નથી અને જ્યાં ધર્મ હોતો નથી ત્યાં સંબંધોની બાંધ-છોડ હોતી નથી.

કોઇ વ્યકતિ વળી તમારી સાથે સંબંધો સારા છે એમ ઓળખાવી વિશ્ર્વાસનો એક હોઉ ઉભો કરે છે અને સહાનભુતિ કે નિકટતાનો માહોલ ઉભો કરેછે અને મોકો મળતાં જ પોતાનું પોત પ્રહાશમાં લાવે છે અને તમારી સચ્ચાઇ અને તમારી નિખાલસ લાગણીઓની છાપ બીજા સામે ભૂંસાવાની કોશીષ કરતાં હોય છે.જો કે આવા અનુભવોથી ગભરાઇને બધાં જ માટે અવિશ્ર્વાસના જગતમાં જીવવું તેવું જરૂર નથી પણ વર્ષોથી બાપ દાદાઓએ ઠાંસી ઠાંસીને જકડાવી રાખેલી માન્યતાને કે બધાં મારા છે,આપણાં છે કે આપણાં ખાસ છે તે માન્યતાઓને આજે ઘણાં લોકોએ તિલાંજલી આપી દીધી છે અને ઘણાંનાં હ્યદય સમા ખેતરની જમીન સાથે બાંધ-છોડ કરતાં શીખવાડી દીધું છે કે જે, આજે પણ, સ્વચ્છ કે સીધા માણસને આવું કરવાના વિચાર કરવા સુધ્ધા અઘરા લાગે છે.

બાકી તો સંસારના રંગમંચ ઉપરના નાટકમાં થોડું હસવાનું, કયાંક વધારે રડવાનું, થોડા ક્યાંક પુષ્પો બીછાવવાનાં કે વળી વધારે ખાસડાં ખાવાના હોય છે. અને છેલ્લે….રામ બોલો ભાઇ રામ !

Advertisements

ઓગસ્ટ 16, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

10 ટિપ્પણીઓ »

 1. hieeee kaku,
  it is very nice artical n we are very happy to read.

  regards,
  bansari

  ટિપ્પણી by Bansari Thar | ઓગસ્ટ 23, 2009 | જવાબ આપો

 2. fantastics

  ટિપ્પણી by harish | ઓગસ્ટ 23, 2009 | જવાબ આપો

 3. અરે વાહ, બહુ મજ્જા આવી ગઈ. ચાલુ રાખજો અને સચાઈ ના ચાબખા મારતા રહેજો.

  ટિપ્પણી by sandip | ઓગસ્ટ 24, 2009 | જવાબ આપો

 4. Dear PRAFUL BHAI, It Is Very Nice Artical. please send me all the time whenever possible.i was so happy to read it.i am proud of you.give my regards to hema bhabhi.

  ટિપ્પણી by shital | ઓગસ્ટ 24, 2009 | જવાબ આપો

 5. Hello Praful uncle,

  V.Nice article and good example for displaying time-management in today’s life.

  Keep on inspiring us. Awaiting more such articles.

  Regards
  Megha

  ટિપ્પણી by Megha | ઓગસ્ટ 27, 2009 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: