Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘જીઁદગીની વાસ્તવિક્તા’-પ્રફુલ ઠાર


દરેક માણસો જિંદગીની કોઇ ને કોઇ પળોએ કંઇને કંઇક ગડમથલમાં પડ્યા જ હોય છે.પોતાની સાથે શાળામાં ભણતા કે સાથો સાથ જીવનમાં શરૂ કરેલી કારકિર્દીની શરૂઆત કે પછી ભલે એ મિત્રો હોય કે સગા સંબંધીઓ. કે કોઇ જાણીતા હોય. આપણે બધા જ માટે વિચારે ચઢી જતાં હોઇએ છીએ કે તેઓ શું કરતા હશે અથવા તો ફલાણી ફલાણી વ્યકિતએ તો મારી સામે જ કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે તો તે કેટલા ટોચના સ્થળે પહોંચી ગઇ અથવા તો ફલાણાં ફલાણાંનું બીચારાનું કેમ આવું થઇ ગયું હશે ? વગેરે વગેરે…..આમ છતાં દરેક વિચારોની ગડમથલોની વાતો તો અધૂરી જ રહી જાય છે અને આનો અંત તો આવતો જ નથી.
જયા્રે ઘણી લાગણીશીલ વ્યકતિઓ હશે કે એ બીજાની કે કુટુંબની સુખાકારીની ઉન્નતિની આકાંક્ષાઓ માટે ઇચ્છતા તેના હ્યદયની અને મનની ક્ષિતિજો ડંખતી હશે. સાથે સાથે પોતાને જે કંઇ જ્ઞાન રૂપી બક્ષીસોને માણી લેવા પણ પ્રયત્નો કરતા હશે.
ઘણી વ્યકતિઓને ભલેને કદાચ ધન-દૌલત કે વૈભવોની ક્ષિતિજો વધારવામાં સફળતા મળતી ન હોય પણ ક્ષણે ક્ષણે અનુભવોથી જ્ઞાનનો તો વિસ્તાર કરે જ છે. અને ન કરે તો એ એના નશીબ આડેનો દોષ ગણાય.
ઘણાં આશાવાદી જીંદગીમાં આગળ કોઇ મોટી ભાગ્યની ઘડી આવશે અને પોતાના કિસ્મતનું પાનું ખૂલી જશેની રાહ જોવામાં બેસી રહીને તે કિંમતી પળોને માણ્યા વગર જ કે તેનો સારી જગ્યાએ ઉપયોગ કર્યા વગર જ સમયને વેડફી નાખે છે. ખરું વિચારે તો દરેકે દરેક પળો તેના માટે ભાગ્યની ચીઠ્ઠી બરોબર જેવી હોય છે. આ લખવાનો અર્થ અહિંથી ત્યાં દોડધામ કે ફાંફાં મારવા એવું નથી પણ જીવમાં જીવ પરોવીને કામમાં રચ્યા પચ્યા રહીને લીધેલાં કામમાં સફળતા મેળવવાનું ધ્યેય સીધ્ધ કરવું જોઇએ. જો કે ઘણી વ્યકતિઓના હું પરિચયમાં છું કે જેઓને કામનો સુચકો પડતો નથી અને કામોનો ઢગલો ચઢતો જાય અને તે મહાશય બહુ કામ છે બહુ કામ છે કરીને ત્યાને ત્યાં ઓફિસના ટેબલ ઉપર પડ્યા રહે. આમ છતાં વર્ષને અંતે તો કમાણીનું સરવૈયું તળીયે જ હોય…ઉપરથી લોકોની નજરે ચઢે એ અલગ કે “ભાઇ નોટ છાપવામાંથી ઉંચો આવતો નથી.” “મોટો માણસ છે એને કયાં સમય છે !” વગેરે….વગેરે… આ સાંભળવાનું કારણ એજ કે તે માણસ કદી કયાંય વાર તહેવારે, સગા સંબંધી કે મિત્રોના સારા નરસા પ્રસંગે ઉભતો જોવા મળતો નથી. એવું પણ જોઇએ છીએ કે કોઇક વ્યકતિ વળી અતિશ્રમ કે અતિરેકથી કે કોઇ અણધાર્યા સંજોગોથી પોતાની જાતને હડસેલી ને બેઠો હોય તેવું બની શકે જે આવું અપવાદ રૂપે જોવા મળે છે.
કદાચ આપે જોયું હશે કે ઘણી વ્યકતિઓ માનસિક શકિતને કે પોતાની અમૂલ્ય પળોને ખાલીખમ રાખીને કંઇ જ ફાયદો નથી મને તો ભગવાને ઘણું આપ્યું છે કહીને બેસી રહે છે.
ઘણાં વળી નિવૃ્તિને નામે કે હવે તો પચાસ પૂરા કરી વનમાં પ્રવેશ્યો છે કહીને મગજની ચાંપ સ્વૈછિક રીતે બંધ કરી દે છે અને કોઇ અપવાદ રૂપે જો કામ કરતા હોય તો તેને પણ ઉલટિ શીખ આપતા કહેશે કે “તમને તો ઇશ્ર્વરે ઘણું બક્ષ્યું છે” કહીને આરામ કરવાનો કિમીઓ બતાવી નિરાંતે ઉંઘવાનું કહે છે. છેવટે…બીજા માટે તો શું ! પણ પોતાના કે પોતાના કુટુંબો માટે પણ પોતાનામાં રહેલી શક્તિનો ઉપયોગ કર્યા વગર સ્મશાને પહોંચી જાય છે
જે વ્યક્તિ ચિંતા, વ્યવહાર અને કર્મ બીજાની સેવાને માટે વાપરે છે તે વાસ્તવમાં અત્યંત નિખાલસ અને.સ્વાર્થત્યાગી હોય છે, તે દુનિયાને જીતી લે છે. જે પ્રગતિ અને સુખની કલ્પના પણ એણે કરી હોતી નથી પણ તેને અનાયાસે એને મળી જાય છે..
‘મારે બહુ કામ છે’, ‘બિલકુલ સમય નથી…’ કારણ? બધું જ લઇ લેવું છે. કોઈ પ્રવૃત્તિને ‘ના’ પાડવાની ઈચ્છા નથી. જિંદગી પર ભાર વધતો જ જાય છે. જાતજાતનાં રોકાણો, મુલાકાતો, પ્રવૃત્તિઓ વચ્ચે પોતાની જાતને પણ મળવાનો સમય બચતો નથી. એક જ અઠવાડિયા માટે વ્યસ્તતા થોડી ઓછી રાખવાનો પ્રયત્ન કરી જોવા જેવો છે. બાળકોનો ઉછેર, તેમનું શિક્ષણ, ઘરની સફાઈ, ચીજવસ્તુઓની ખરીદી, કપડાં ધોવાં, નોકરી પર જવું, મિત્રોના જન્મદિવસ યાદ રાખવા, રાંધવું, સમારંભોમાં જવું, વ્યવહારો સાચવવા, કારકિર્દી બનાવવી – સાચે જ એ ભૂલાઈ જાય છે કે આ આખરે આ જિંદગીની વાસ્તવિક્તા શું છે ?. પછી તો એ પ્રશ્ન ટાળવાની ટેવ પડી જાય છે.  અને એ ટેવ માફક પણ આવી જાય છે. પણ ઘણીવાર ખાલીપણું ધીરે ધીરે માથું ઊચકતું જાય છે. તેના તરફ આંખ આડા કાન કરવાની કોશિશમાં આપણે ખરીદી કરીએ છીએ, ઘર શણગારીએ છીએ, હરવા-ફરવાના કાર્યક્રમો ગોઠવીએ છીએ. પ્રેમની ઊણપ વર્તાય છે તો બમણા જોરે બીજી પ્રવૃત્તિઓ ઊભી કરીએ છીએ. વ્યસ્તતાના અંચળામાં પીડાને છૂપાવવાની કોશિશમાં પોતે જ ઊભી કરેલી જાળમાં પોતે ફસાતા જઈએ છીએ. દિવસ પૂરો થાય છે પણ કાર્યક્રમો પૂરા થતા નથી. છેવટે બીજા દિવસે કરવાનાં કામોની સૂચિ બનાવી આપણે સૂઈ જઈએ છીએ. વ્યસ્તતા ક્યારે વ્યસન બની જાય છે તે સમજાતું નથી. જો ક્યારેક કોઈ નિરાંતની પળો મળી જાય અને તે પળોનું અને પોતાની જાતનું શું કરવું તે સમજાય નહીં તો સમજી લેવું કે વ્યસ્તતાનું વ્યસન વળગ્યું છે. આત્મજાગૃતિની ઉપેક્ષા કરવાની ટેવ પડી ચૂકી છે. કઈ ચીજ એવી છે જે આપણને પોતાની તરફ જતા રોકે છે તેના પ્રત્યે જાગૃત થવા માત્રથી એક શક્તિનો સંચાર થાય છે.
માણસનો સ્વભાવ એવો છે કે તે જે જુએ અને સાંભળે તેનાથી પ્રભાવિત થાય. ટેલિવિઝનના પાત્રો, દશ્યો, અવાજો આપણા જીવનનો મોટોભાગ એવો તો રોકી લે છે કે ે સમજાતું પણ નથી. વધુ ને વધુ રસપ્રદ અને ઉત્તેજક બનવાની હોડમાં તંદુરસ્ત અભિગમ, માનવતા, આનંદ, પ્રેમ જેવાં તત્વોને સ્થાને સત્તાની સાઠમારી, ધિક્કાર, દાવપેચ, ગુનાખોરી મગજમાં રાજ કરવા માંડે છે. જો એક પળ રોકાઈ આપણે આપણી જાતને પૂછી શકીએ કે આ બધાંમાંથી આપણને આપણી જાતને શોધવામાં મદદરૂપ થાય તેવું કંઇ છે ખરું ? તો બીજી જ પળે ટી.વી.ની સ્વિચ ઑફ થઈ જાય. પણ એ મનમાં ચાલી રહેલી ગડમથળની સ્વિચ ઑફ થતી નથી. કારણ એનું વ્યસન થઈ ગયું હોય છે. જેવો છૂટકારો અને રાહત શરાબ કે નશીલી દવાઓ આપે છે તેવો જ છૂટકારો અને રાહત ટેલિવિઝન પણ આપે છે તે સ્વીકારવું મુશ્કેલ થઈ જાય છે. આને અજમાવી જોવું હોય તો ફક્ત એક દિવસ માટે ટેલિવિઝન બંધ રાખો. પોતાને શું કરવું તે જ નહીં સૂઝે. વ્યસનનાં મૂળ કેટલાં ઊંડાં છે તે દેખાશે. આવું જ બીજું તત્વ છે ઝડપ. આટલી ઝડપ શા માટે, શેને કારણે તે સમજવા પૂરતું પણ અટકાતું નથી… ગમતું કશુંક બીજા સાથે વહેંચીને માણવાનો કોઈ મોકો નથી. ઝડપ જીવનનો જ નહીં, સ્વભાવનો પણ હિસ્સો બની ગઈ છે. બદલાતી જીવનશૈલી સાથે તાલ મેળવવા ઝડપ જરૂરી છે. ઝડપનો એક આનંદ પણ છે. કોમ્પ્યુટર, ઝેરોક્સ મશીન, પ્રિન્ટર – આ બધાંએ માહિતીના આ યુગમાં ક્રાંતિ કરી છે એની ના નહીં પણ વિચાર, સંવેદના, માનવસંબંધો ઝડપની આ આંધીમાં ક્યાંક ખોવાઈ ગયાં છે. પોતાની જાત સાથેની દોસ્તી તૂટી છે. ‘સ્વ’ના ઊંડાણમાં જવાનું બનતું નથી.
ઘણાખરા એવું માને છે કે વાસ્તવિકતા દિવસે દિવસે વધુ ને વધુ કપરી બનતી જાય છે. એટલે તેને માટેના ઉપાયો પણ નવા નવા શોધવા પડે છે. વાસ્તવિકતા વધુ કપરી બની છે તે તો હું પણ માનું છું. એ વાસ્તવિકતા એવી હોવી જોઈએ કે નહીં તે સવાલ નથી પણ. સવાલ એ છે કે એનો સામનો કરવો યોગ્ય છે કે પછી કોઈ સમાજમાન્ય, સર્વસ્વીકૃત પ્રલોભન વડે તેને ઢાંકી દેવી ઠીક છે ? જેમ ભૌતિક પ્રગતિ વધતી જાય છે, તેમ અંદર-ખાડાઓ, શૂન્યો સર્જાતા જાય છે. તેના ઉપાયો શોધવાનું ઝનૂન પણ વધતું જાય છે. નશીલી દવાઓ કે વળી કોઇક શરાબ જેવા નશાથી બચતા નથી તેમ આપણે ટેલિવિઝન, ઝડપી જીવનશૈલી અને અતિવ્યસ્તતાથી પણ બચી શક્યા નથી. આપણા આંખ-કાન, ટેલિવિઝનના પડદા પરનાં ચિત્રો અને અવાજોથી ભરાઈ જાય છે. આપણા કલાકો અને દિવસો ઝડપ અને અતિવ્યસ્તતાથી ઘેરાતા જાય છે અને આંતરિક સંબંધોમાં હંમેશા નફો કે નુકસાન જોવા બેસી જવાય છે જેથી તે સંબંધો લાંબો સમય ટકી શકતા નથી. તર્કને ત્રાજવે કે નફા-તોટાનો ચોપડે માનવસંબંધોને જો ગણતા રહીએ તો સંબંધ પણ વ્યાપારની વસ્તુ જ બની જાય છે.
માણસના જીવનમાં બધા સંબંધો કંઈ ફક્ત પ્રોફેશનલ હોતા નથી બલકે અંતરંગ સંબંધોથી જ  જીવન જીવવાલાયક, લીલુંછમ અને આનંદીત બની શકે છે. એકલતા જેવો અભિશાપ જીવનમાં બીજો  એકેય નથી કેમ કે માનવી મૂળભૂત રીતે જ સામાજિક પ્રાણી છે એને બીજા માનવી સિવાય ચાલતું નથી અને ચાલવું પણ ન જોઈએ. અને એવા પણ પ્રસંગો આવે છે. જ્યારે સંબંધોમાં અનેક પ્રશ્નો ઊભાં થતા હોય છે અને એવા સમયે જ સંબંધોની પરિક્ષા થતી હોય છે અને તેમાંથી માનવી કઈ રીતે પાસ કે નાપાસ થાય છે તેના ઉપરથી  જ તેની સફળતા કે નિષ્ફળતા નક્કી થઇ શકે છે.જે ક્ષણે માણસ વિચારતો થઇ જશે, કે જેમ ફુલોના રંગો અને સુવાસ આખા વાતાવરણને રમણિય જો બનાવી શક્તું હોય તો માણસ એકા બીજાને ખપમાં આવીને પોતાની સુવાસ કેમ ન ફેલાવી શકે ? અને ત્યારે દુનિયાનો રંગ કંઇક જુદો જ હશે.અને જે બીચારો મરવાના વાંકે જીવતો હશે તે ઇશ્ર્વર પાસે ફરી ફરી મનુષ્ય દેહ માંગશે
*****
Advertisements

ઓગસ્ટ 20, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

6 ટિપ્પણીઓ »

 1. ameazing, its really touches the heart, from this we are learing how to live a good life and how to make changes for good. and its really true that most of people are living artificial life.for them they must to read this article
  thank you

  ટિપ્પણી by heena | ઓગસ્ટ 27, 2009 | જવાબ આપો

 2. Nice artical, depicting today’s routine and so called busy life.Have got inspired for changing the approach and way of thinking for day-to-day life. Awaiting more articles like this.
  Regards
  Megha

  ટિપ્પણી by Megha | ઓગસ્ટ 31, 2009 | જવાબ આપો

 3. praful bhai u r doing real nice job ilike y r artical keep it up sir thanks to u to send me this artical when u write another artical pls send me by

  ટિપ્પણી by amit | ઓક્ટોબર 5, 2009 | જવાબ આપો

  • Dear Amitbhai
   Thank you.You can read my post from the cliking on recent posts and also please forward to your friends and relatives and do not forget to comment of each.

   With Regards

   Praful Thar

   ટિપ્પણી by prafulthar | ઓક્ટોબર 5, 2009 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: