Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘આપણે માનવો ખરા..’ શ્રી અનવર વલિયાણી


[આ લેખના લેખક શ્રી અનવરભાઈ વલિયાણી નો પરિચય….વર્ષો જુના એવા પ્રસિધ્ધ દૈનિક ‘મુંબઇ સમાચાર’ના ત્રણ દાયકાથી પણ વધુ એવા ’મુખ્બિરે ઇસ્લામ’ ના કોલમિસ્ટ અને ચાલીસ વર્ષોથી પ્રગટ થતું ‘હસી ખુશી’ના તંત્રી શ્રી અનવરભાઇ વલિયાણીના સંગ્રહિત લેખો ‘આશીર્વાદ’ પુસ્તકમાં પ્રકાશિત કરવામા આવ્યા છે. તેમાનો એક લેખ પ્રકાશિત કરતાં અમે ગર્વ અનુભવ્યે છીએ. અને હવે આગળ પણ તેમના બીજા લેખો અમે પ્રકાશિત કરતાં રહેશું. અમોને સૌથી વધારે આનંદ એ વાતનો છે કે અમોને લેખન કાર્યમાં પા પા પગલી કરાવનાર અને અમોને લેખક અને પત્રકારત્વ તરીકેના સ્થાને અને પ્રેરણા આપવામાં તેનો જ ફાળો પ્રથમ છે. શ્રી અનવરભાઇ ઇસ્લામીક કટાર લેખક હોવા છતાં બધા જ ધર્મ ને સમભાવ રાખીને પોતાના લેખો, બધા જ ધર્મો અને સમાજ માટે લખતા હોય છે. એક હસમુખા અને નિખાલસ લાગણીના શ્રી અનવરભાઇ વલિયાણી, કે જેઓ હક્કદાર હોય અને તેથી જ અમો આ બ્લોગમાં નવાજી તેમને અર્પણ કરીયે છીએ.]
 
 ‘આપણે માનવો ખરા, પણ લાગણીની બાબતમાં યંત્ર માનવો છે.’
આ વાત છે ૧૯૮૫ ના જુલાઇ મહિનાની એક સવારે ઊઠીને જોયું તો ચારેય બાજુ પાણી ! અગાઉ છેલ્લા બે દાયકામાં કદી ન ભરાયાં હોય તેવા સ્થળોએ પણ પાણી ભરાયેલાં જોવા મળ્યાં. લાખો લોકોને શહેરમાં લાવતી લઇ જતી લોકલ ટ્રેનો દિવસો સુધી બંધ થઇ ગઇ છતાં મુંબઇગરાના ચહેરા પર તાણની એક રેખાય ફરકી નહીં !
એર ઇન્ડિયાનું એક જમ્બો જેટ આયરલેન્ડનાં દરિયામાં પડી ગયું. ૨૫૦થી વધુ લોકો ડૂબી ગયાં. એમાં રસપ્રદ વાત એ હતી કે મોટા ભાગના ઉતારુઓ એરલાઇન્સના કર્મચારીઓ હતા જે લોકો વેકેશન માણવા નીકળ્યા હતાં. તેમને માટે તો જણે દુનિયામાંથી હંમેશનું વેકેશન થઇ ગયું. આ વિમાનમાં ત્રાસવાદીઓએ બોમ્બ મૂક્યો હતો એવી એક અફવા હતી પછી ભલે તે ખરી હોય કે ખોટી, વિમાનમાં જનારનો શો વાંક ?
દરિયામાંથી આ વિમાનના મળેલા અવશેષોમાંથી એક ઢીંગલી મળી હતી. કવિવર રવીન્ઢ્રનાથ ટાગોરે એક સુંદર વાત લખી છે કે નીત નવીન પુષ્પને મહોરતું જોતાં અને નવજાત શિશુનું રૂદન સાંભળતા લાગે છે કે માનવ ભગવાન ઉપરથી શ્રદ્ધા ગુમાવી બેસે છે પણ ભગવાન માનવજાત પરથી શ્રદ્ધા ગુમાવતાં નથી.
ઢીંગલી બાળકને રમવાનું રમકડું છે. ઢીંગલી અચેતન છે પણ એને હાથમાં લઇને પ્રભાતની તાજગી જેવું ખિલખિલ હસતું બાળક જીવનનું પ્રતીક છે. મુસળધાર વરસાદથી ચોમેર જળબંબાકાર, વિમાનની જળસમાધિ, વિમાનનાં ભંગારમાંથી મળેલી બાળકને રમવાની ઢીંગલી અને આ બધી બાબતો છતાં અલ્પિત રહીને જીવતો માણસ ! છાપામાં આ બધા સમાચારો વાંચતાં વાંચતાં આપણે ટાઢે કોઠે ગરમ ચાહ કે કોફી પીતા રહીએ છીએ. અને તેનો ગરમાવો માત્ર હોઠથી ગળા સુધી રહે છે. અને પછી રહી જાય છે એક અલિપ્તતા ! મોટા મોટા દેશો અલિપ્ત રહે કે ન રહે, પણ આપણે તો અલિપ્ત રહીએ છીએ એ એક નરી હકીકત છે. સારા કે માઠા સમાચારોથી આપન઼ે કશી અસર થતી નથી. સિવાય કે એ સમાચાર આપણને અંગત રીતે કોઇ અસર પહોંચાડતા હોય !
આપણે ઘણીવાર કાચબાની પીઠ કે ગેંડાની ચામડીની વાતો કરતા રહીએ છીએ. એ પ્રાણીઓની ચામડી તો કુદરતે જ પથ્થર જેવી સખત બનાવી છે. સમજવાની વાત તો એ છે કે માનવીની ચામડી તો કૂણી બનાવ્યા છતાં આ અલિપ્તતા એ એક પ્રકારની ગેંડાના જેવી ચામડી ન ગણાય ? કે જે માનવીના ઊર્મિતંત્રને સારી કે માઠી અસર થવા દેતી નથી. આપણે બધાં આવી ગેંડાની ખાલ ઓઢીને ફરીએ છીએ. સમાચારો, ઘટનાઓ, પ્રસંગો આપણને અસર કરતાં નથી. અને તેથી જ આપણે માનવો તો ખરા જ પણ ખરેખર લાગણીની બાબતો માં જાણે કે એકવીસમી સદીના યંત્ર માનવો થઇ ગયા હોય તેવું નથી લાગતું !..
(મુંબઇ સમાચાર-તા-૦૬-૦૭-૧૯૮૫)
**********
 

 

Advertisements

સપ્ટેમ્બર 17, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

5 ટિપ્પણીઓ »

 1. Lord Krishna says in Geeta that one of the qualities of a perfect person is one who “na sochati”, i.e. one who does not do “shok” i.e. “grief” (Chapter 12.17). One who is “shubh ashubham parityagi”, i.e. one who has given up (or has renounced)both, shubh and ashubh, i.e. good and evil, is the one liked by God. If our non reaction to such events is as a result of such bhavana, it is fine, because “the show must go on”. So, contribute to the best of your ability to those who have sufferred, learn lessons from your mistakes and Go On. To that extent I do not see anything wrong. But if you are indifferent to the miseries of others and you are deeply involved in your own “vilas”, you are not justifying your life as a “human” being on this earth.

  ટિપ્પણી by Yogesh Thar | સપ્ટેમ્બર 28, 2009 | જવાબ આપો

 2. Dear Yogesh

  Thank you

  I have translated your message in Hindi and hope that you will spare little time for us to read and comment on the
  same.

  Praful

  भगवान कृष्ण गीता में कहते हैं कि एक आदर्श व्यक्ति के गुणों में से एक है एक ‘ना जो sochati “, अर्थात् जो कर shok” नहीं “यानी” दु: ख “(अध्याय 12.17). जो ‘है शुभ parityagi ashubham “, अर्थात एक जो दिया है (या त्याग) है दोनों, शुभ और ashubh, अच्छाई और बुराई यानी, एक परमेश्वर की ओर से पसंद है. यदि हमारे इस तरह की घटनाओं को गैर प्रतिक्रिया ऐसी भावना का एक परिणाम के रूप में है, यह ठीक है, क्योंकि “शो पर जाना चाहिए.” तो, जो sufferred है अपनी पूरी योग्यता से योगदान देने के लिए, अपनी गलतियों से सबक सीखते हैं और आगे बढ़ो. हद तक है कि मैं कुछ भी गलत दिखाई नहीं करना है. लेकिन अगर आप दूसरों के दुख के प्रति उदासीन हैं और तुम गहरी अपने “विलास” में शामिल हैं, तो आप अपने जीवन के रूप में उचित ठहराना नहीं कर रहे हैं एक “मानव” इस धरती पर जा रहा है.

  ટિપ્પણી by prafulthar | સપ્ટેમ્બર 28, 2009 | જવાબ આપો

 3. પ્રફુલ ભાઈ
  એકદમ સત્ય લખેલ છે. પરંતુ આ અત્યારના સમય નું વહેણ છે જેમાં બધા તણાય છે. બધાને ઘેટા બનવું છે. કોઈ ને નવો માર્ગ કંડારાવો નથી.

  ટિપ્પણી by sandip | સપ્ટેમ્બર 29, 2009 | જવાબ આપો

  • Dear Sandipbhai
   Thanks for your comment and you can forward to your friends and relatives.
   Praful

   ટિપ્પણી by Praful Thar | સપ્ટેમ્બર 29, 2009 | જવાબ આપો

 4. This is very true, as long as it does not concern us . In my language we are becoming FLAT in the field of emotions. This is not Equanimacy. But if you are emotional people do not like that too. It is confusing.

  ટિપ્પણી by Pravina Avinash | ડિસેમ્બર 3, 2009 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: