Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

“મીઠાસ ની ક્ષણોના સપ્તરંગો…..” -પ્રફુલ ઠાર


“કલમની સાક્ષીએ મારૂં સત્ય” 
“મીઠાસ ની ક્ષણોના સપ્તરંગો…..”
માણસના મોઢા ઉપરનું નિખાલસ અને પ્રેમ ભર્યું હાસ્ય, અને કોઇક કામના બદલામાં આભારના શબ્દો પણ ઘણી વાર સામી વ્યકતિને ભેટ જેવા લાગતા હોય છે. જે તેના હ્યદયમાં આનંદની પળો ભરી દે છે અને એજ આનંદ આપણા પોતાના માટે એક પ્રેરણા લઈને આવે છે, અને તે એક ફળ રૂપી જાણે કે વાવેલાં બિયારણ સાથે પાછું મળે છે. પત્રો કે કોઇ આભાર માટે લખાયેલી નાની અમથી ચબરખી પણ ઘણીવાર કોઇક ક્ષણે મદદરૂપ થતા જોવા મળે છે.
જીવનમાં એવું બનતું રહે છે કે ક્યારેક કોઈક રીતે દિલમાં ગુંથાય ગયેલી વ્યક્તિને કયારેક તમે પત્ર લખીને પણ યાદ કરો ત્યારે એ સંબંધો વિકસતા રહે છે જોકે આજના કોમ્પ્યુટર યુગમાં, ઇ-મેલ કે એસ એમ એસથી વધારે સરળ થઇ ગયું છે..જે પહેલા ટપાલીઓની કાગ ડોળે રાહ જોવાતી હતી અને કોઇના ખબર અંતરની ચિંતા થતી હતી કે કેમ ઘણાં વખતથી ફલાણાં…ફલાણાં નો કોઇ કાગળ પત્ર નથી ! બધા ખેરયત (મજામાં) તો હશે ને? વખતે વખતે કે પ્રસંગે પ્રસંગે નિખાલસથી બોલાયેલા કે વખાણેલાં બે સારા શબ્દો કે લખેલાં તે પણ એક ફુલોના ગુચ્છા જેવું જાદુઇ કામ કરે છે. જો કોઈ વ્યક્તિએ આપણા પ્રત્યે ભલાઇ કરી હોય, કે પ્રેમ આપ્યો હોય, તો તો તેને તેની એ ભલાઈ અને પ્રેમને બીરદાવવો જ જોઇએ. મારો જાત અનુભવ છે કે ડૉક્ટર ભલે પોતાની મોટી ફી લઇને આપણો ઇલાજ કરતાં હોય પણ કયારેક જો થોડા આભારના બે શબ્દો મોઢેથી બોલીને કે લખીને મોકલી જુઓ ! સાથે સાથે તેનામાં એક વિસ્વાસ મુકી તેની આપણાં પ્રત્યેની કાળજીની કદર કરી જુઓ તો બંન્નેની જિંદગીનો દિવસ સુધરી જશે… કોઈક હાથમાં આવી ગયેલું વાંચન ગમી જાય તો તેના લેખકને શુભેચ્છા પાઠવવાનું ન ચૂકાય તે પણ એક આનંદ છે કે જેના લખાણને કારણે તમારા જીવનમાં કંઇક ફાયદો થયો હોય.
ઘણીવાર એવું બનતું રહે છે કે કોઇ દુકાન બંધ કરવાના સમય દરમ્યાન કોઇકને આપવા માટે ભેટ લેવા ગયા હોય અને મનગમતી વસ્તુ ન મળે છતાં તે દુકાનમાં કામ કરતી વ્યકતિ મનગમતી વસ્તુ શોધવામાં મદદ કરે અને આમ છતાં પસંદ ન પડે તો તે પોતાની બીજી દુકાનમાં ફોન કરી પસંદગીની વસ્તુ દુકાનનો સમય પુરો થઇ ગયો હોવા છતાં રોકાઇને મેળવી આપે, તો આ વાતને ધ્યાનમાં રાખી ઘરે જઈને તરત જ તે દુકાનના માલિકને તમને મદદ કરી તે વ્યકતિ માટે શુભેચ્છા પાઠવતો પત્ર લખી જુઓ કે તેમણે આવી સરસ વ્યકતિને તેમની દુકાનમાં કામ પર રાખી છે કે જેણે પોતાનો સમય બગાડીને પણ પોતાને મનગમતી વસ્તુ મેળવી આપવામાં કોઇ કસર છોડી નહિ કે જે તમારા ગ્રાહકોની સાંજ અને રાતને સુંદર બનાવી શકે છે.
દરેક વસ્તુ રૂપિયા કે પૈસાથી તોલાતી હોતી નથી પણ કોઇ સહહ્યદયથી લખાયેલા બે શબ્દોના કાગળો એક ઉત્તમ ભેટની જગ્યા લે છે. આવી ક્ષણોને ન છોડી તેને પકડી લઇ તેમાં જીવી લો, અને બીજાને  જીવાડી લો. કોઈ પણ સંબંધ ટકાવી રાખવા સ્નેહ અને સમજ હોવાં જોઈએ. સામી વ્યક્તિની માન, મર્યાદા, લાગણી અને સંબંધ સચવાવો જોઈએ તે અગત્યનું હોય છે. હજી પણ કુટુંબની સંકુચિતતા ધરાવતી વ્યકતિઓ અને કેટલાંક માણસોનું એવું માનસ હોય છે કે પ્રસંગે કોઇકને ભેટ આપવાની વસ્તુ પસંદ કરવાનું કહે ત્યારે યાદ કરીને કે કોઇ ટપકાવેલી નોંધ પોથીમાંથી તે વ્યકતિએ આપણને આપણાં ઘરના પ્રસંગમાં શું અને કેટલી કિંમતનું આપેલું તેની નોઁધ જોશે અને પછી એનાથી થોડી ઉતરતી વસ્તુ આપવાની પસંદ કરે. ઉપરથી કહેશે કે સોના કરતાં ઘડામણ મોંઘુ પડે. આવું લોભી અને લાલચુ માનસ પ્રેમના બદલે અણગમો ઉત્પન્ન કરે છે, વસ્તુ તો પ્રેમનું પ્રતીક છે. એની રૂપિયા પૈસામાં કિંમત કરાતી હોતી નથી. શિક્ષિત અને સંસ્કારી વ્યક્તિને આવું લોલુપ માનસ શોભતું હોતું નથી. વ્યક્તિનું દિલ ઉદાર જોઈએ એમાં પેલાએ આપણાં ઘરે પ્રસંગમાં શું વ્યવહાર કરેલો તે ન જોવાય. જોકે ઘણીવાર સારી વસ્તુ વ્યાજબી ભાવે મળી જાય તે એક અપવાદ કહેવાય.
આવી જ રીતે એક એવી ક્ષણ છે જે ટેલિફોન પર વાત કરવી. જો કોઈ એવા મિત્રની યાદ સતત આવતી હોય અને તમારો અને તેનો સંપર્ક લાંબા સમયથી થયો ન હોય તો સમય વિતાવ્યા વગર તેને એક ફોન કરી દો, કહો કે ફોન કરવાનું કોઈ બીજું પ્રયોજન ન હતું પણ બસ તારી ખૂબ જ યાદ આવતી હતી એટલે મેં તારો સમય બગાડયો અને મને તારી સાથે છે. આવી ક્ષણોને પકડવી બહુ જરૂરી હોય છે અને તે પણ તાત્કાલિક.
મારી પાસે એવા ઘણા પ્રસંગો છે. પણ એક પ્રસંગ અહિ લખું છું કે મારા મિત્ર શ્રી વિનોદભાઇ સંઘવી કે જેણે ઘણાં દિવસે મને ફોન કર્યો અમે ધણા દિવસે જાણે પ્રત્યક્ષ મળ્યા હોઇએ તેમ ફોન ઉપર વાતોએ વળગી ગયા. અને લગભગ ખાસ્સો પોણા કલાકની આસપાસનો સમય વિતિ ગયો હશે 1 એટલે મારે તેને સામેથી કહેવું પડયું કે “ આજે તમારા ફોનનું બીલ વધી જશે હવે મુકો અને સમય મળે તો ઘરે આવવાનું રાખો. ” પોતાનો આનંદ વ્યક્ત કરતા વિનોદભાઇએ સરસ વિનોદ કરી લીધો કે “ જો હું ઘરે આવ્યો હોત તો અમે ઘરના બધાં આવ્યા હોત અને તમને બધાને સરાભરામાં નાખી દીધા હોત, ઉપરાંત આપણાં બધાંનો સમય બગડત.” મેં વળતો જવાબ આપ્યો કે તેમાં શું ! બધા બેસત અને મળત.”વળી વળતું વિનોદભાઇએ વિનોદ કર્યું કે અમે ચાર જણા, એટલે બે રિક્ષા કરવી પડે એટલે આવવા જવાનો ખર્ચ પણ થઇ જાય તેના કરતાં ફોનનું બીલ પોષાય.”તેની નીખાલસ મિત્રતાનો સ્પર્શે મને પણ આનંદિત કરી નાખ્યો. મને પણ આવી એક ક્ષણોનો અહેસાસ થયો  કે એક ફોનની મુલાકાત પણ કેટલી સુખદ હોય છે!
મોકળા થઇને, કોઈકની ગમી ગયેલી વસ્તુ કે તેના વ્યવહારને દિલથી શબ્દોમાં બિરદાવશો તો તે માનવીના દિલમાં એક આનંદ છવાઇ જશે. અને તેઓના જીવનમાં તમારી ગેરહાજરી કદી પુરાતી નથી. ઉપરના એક પ્રસંગ ઉપરથી થોડા વખત પહેલાં લંડનથી અમારા સાળાના ઘરેથી શ્રીમતી નયનાબહેન નો ફોન આવેલો અને એણે કંઇક અથાણાં બનાવ્યા હતાં એટલે વાત વાતમાં કહેવા લાગ્યા કે “તમને યાદ કરીને જ અથાણાં બનાવ્યા કે તમે ગયે વર્ષે અહિ હતા ત્યારે કોઇ પણ વાત હોય ત્યારે તમે બહુ મજા આવી કહેતાં તેથી અમે તમને ખૂબ જ યાદ કર્યે છિએ કે તમે હોત તો ખાઇને બોલત મસ્ત છે મજા આવી.” “બોલો હવે પાછા કયારે આવો છો?” વ્યક્તિને કહેવા માટે કાલની રાહ ન જુઓ. કાલ કદી આવતી નથી, જે છે તે આજ છે, અને એ જ ક્ષણ છે.ઘણીવાર જો તમે કોઇના ઘરે પ્રસંગમાં પણ જઇને આવ્યા હોવ તો ઘરે જઇને ફોન ઉપર આભાર વ્યકત કરીને “આનંદ આવ્યો” એટલું તો કહી જુઓ તો તરત જ સામે વાળી વળતો જવાબ આપશે “હવે પાછાં સમય લઇને આવો શાંતિથી બેસસું મજા આવશે.”
માણસ કોઇક સહહ્યદયે આભાર ભરેલા શબ્દોને મગજમાંથી પોતાના મોં તરફ જયારે તે રવાના કરતો હોય છે ત્યારે કોઇક જાદુનો અનુભવ થાય છે. સંમતિ માટે માથું હલાવવું, મલક મલક સ્મિત કે ચમકતી આંખોની રોમાંચક અસર સામે વાળી વ્યકતિ ઉપર થાય છે. પ્રેકશક સમુદાયમાં પણ કોઈ આવી જીવંત વ્યક્તિઓની હાજરીથી કલાકારોને ગજબનું પ્રોત્સાહન મળે છે. પણ આને માટેની આવી ક્ષણોને વ્યક્ત કરવાનું અનાયાસે ચૂકી જવાય છે. દરેક વખતે શબ્દોની જ જરૂર હોય છે તેવું પણ હોતું નથી. પણ   જ્યારે પણ આપણે સામે વાળી વ્યકતિ તરફ કોઇ નિખાલસતા દાખવતા હોઇએ છે અને જયારે એના થઇ જઇએ છીએ ત્યારે તેની અસર સામી વ્યક્તિ પર સારી અસર થાય છે. અને બંનેના સંબંધોના જવાબમાં સપ્ત રંગો બંનેની દુનિયાને તે ક્ષણોને રંગાવી દયે છે.
આવું જ કંઇક કુટુંબનું છે કે માણસ ભલે ગમે તેટલો ભણેલો હોય કે પૈસા પાત્રવાળો હોય કે પછી ભલે તે પોતાના જ કામમા પરોવાયેલો રહેતો હોય પણ જે વ્યકતિને પોતીકાની વ્યકતિઓને યાદ કરવાની કે તેની સાથે વાત કરવાની કે તેની પૃચ્છયા કરવાની કે ફકત ફોન ઉપર પણ વાત કરવાની ફૂરસદ ન હોય તેને તમે કોની હરોળમાં મૂકી શકો તે એક વિચારવાની વાત રહે છે. અને તેથી જ આજે પરદેશમાં સહ-કુટુંબ કે સહ-પરિવાર વિચારની થતી વાતો એ એક ભારત દેશની સંસ્કૃતિની ઓળખાણ છે. બધા જ દેશો પોત પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ અને તેની સમાજ વ્યવસ્થાથી ઓળખાય છે. આપણે ત્યાં સંયુક્ત પરિવારની પ્રથા અન્ય દેશોની તુલનાએ એક સ્થિર, સલામત જીવનવ્યવસ્થા તરીકે જાણીતી છે કે જે આપણી સંસ્કૃતિના શ્વાસ અને પ્રાણ બરાબર છે.
સહપરિવારના સૌ સભ્યો એકઠા થઇને સુખ-દુઃખમાં,વાર-તહેવારે કે કોઇ સારા નરસા પ્રસંગોની ઉજવણી વેળાએ એકાબીજાના સહકારની સમજથી બધું પાર પાડી દેતા હોય છે. આમ સહપરિવાર વ્યવસ્થા એ દરેક વ્યક્તિ માટે એક સુંદર અને સલામત સાબિત થતી દેખાણી છે.
જોકે આજના જમાનાના રંગીલા પરિવારને મન સંયુક્ત પરિવાર એક બંધનકર્તા બની રહ્યા છે. તેમના મતે તેમાં વ્યક્તિગત વિકાસ રુંધાઈ જાય છે એવું માનવામાં આવે છે, અને નાની નાની ખુશીઓ તથા ઈચ્છાઓ પૂરી કરવા સતત કોઇ દબાણ હેઠળ રહેવું પડતું હોય છે. વ્યક્તિ તથા વાણીસ્વાંત્ર્ય જુટવાતા હોય તેવું લાગે છે. સૌ સભ્યો વચ્ચે અનેક પ્રશ્ને તકરારો થાય છે જે તેમની વચ્ચેના લાગણીના પ્રવાહને સૂકવી નાખે છે ને અંતે પરિવારો તૂટવા લાગે છે. આ મૂંઝવણ પણ સાચી હોઈ શકે છે પણ છતાં આ બેઉ પ્રથા પોતપોતાની જગ્યાએ યોગ્ય હોય તો પછી તેનો ઉકેલ શો ? જો આ જ રીતે પરિવારો જો તૂટતા જશે તો પેલી બીજાને ઉભા કરવાની ભાવના પણ તૂટતી જઇ વિખેરાતી જશે.
જો કે એક આશ્વાસન આમાં પણ જરૂર છે કે ભલે દૂર કે પછી જુદા રહેતાં હોય તો પણ આપણો પરિવારપ્રેમી વ્યક્તિ સીધી કે આડકતરી રીતે તો સૌની સાથે સંકળાયેલો રહે જ છે. આટલી જોરદાર કૌટુંબિક લાગણીઓ તો આપણને ઘણી જગ્યાએ જોવા મળ્યા વગર રહેતી નથી. ખરું ને ! પછી ભલે ક્યારેક કયાંક કૌટુંબિક ગેરસમજો કે વિખવાદો સર્જાતો હોય, ક્યારેક થકવી નાખતા સંબંધોના મેળાવડા વિખરાઈ ગયેલા હોવા છતાં અન્ય દેશો હજુ પણ આપણી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોઈ મોંમાં આંગળા જરૂર નાખી દેતા હોય છે. તેઓને એ જ નથી સમજાતું કે આટલા બધા બે-ત્રણ પેઢી સુધીના આટલા બધાં લોકો લાંબા સમય સુધી સાથે રહી જ કેવી રીતે શકે ભઇ ! કેમ કે મોટા ભાગના દેશોમાં તો જ્યાં અઢારની ઉપર ઉંમર થતાંની સાથે જ તો કાં તો સંતાન મા-બાપને છોડીને પોતાની દુનિયા વસાવી લે છે કાં તો મા-બાપ ખુદ તેમને સ્વતંત્ર કરી દેતા હોય છે. આ હિસાબે તો આપણાં સંયુક્ત હોય કે પછી વિભક્ત પરિવારો લાગણીના જે તંતુએ જોડાઈ રહેતા હોય છે તે એક ધન્ય છે…. ગૌરવવંતી બાબત છે.
આપણા પારિવારિક સંબંધો પ્રેમના પાયા પર જ રચાયેલા – સિંચાયેલા હોય છે અને પ્રેમ જ માનવીની ભૂખ હોય છે એટલે વિવિધ સંસ્કૃતિની લાઈફસ્ટાઈલ ભલે આપણા દિલો-દિમાગને આંજી દેતી હોય, ક્યારેક ભ્રમિત પણ કરી દેતી હોય પણ છતાં થોડી અડચણો-ગેરસમજો ઉપરાંત આપણો પરિવારપ્રેમ ઓછો થવાનો નથી જ. આશા રાખીએ કે આ ઉત્તમ કુટુંબભાવના એના ખરા આદર્શો-મૂલ્યો સાથે ટકી રહે, વધુ ને વધુ મજબૂત બનતી જાય, તથા અન્ય દેશો માટે અનુકરણીય પણ બનતી જાય.
હા, પરિવારો તૂટવા પાછળ તેની મૂળભૂત રચનામાં કેટલીક ખામીઓ જરૂર હોય છે.આખરે પરિવારજનો માણસની ઓળખ હોય છે, તેની તે જ પહેલી પાઠશાળા હોય છે !!
 ‘‘ચાલો સંબંધોની ક્ષણોના આકાશમાં પંખી બનીને ઉડીયે, મળે જો શ્વાસ તો ક્ષણોને યાદ કરી પોતાના અને બીજાના જીવનમાં કોઇક સપ્ત રંગ જેવો રંગ ભરીયે…’’
Advertisements

ડિસેમ્બર 2, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

5 ટિપ્પણીઓ »

 1. ચાલો સંબંધોની ક્ષણોના આકાશમાં પંખી બનીને ઉડીયે, મળે જો શ્વાસ તો ક્ષણોને યાદ કરી પોતાના અને બીજાના જીવનમાં કોઇક સપ્ત રંગ જેવો રંગ ભરીયે…’’

  V nice ..!! શ્રી પ્રફુલ્લભાઈ , આપની સાઈટ પર પ્રથમ વખત આવી છું .. સુંદર લેખ છે .. આપને , શ્રી કૃશ્નાષ્ટક્મ- ભજે વ્રજેક નાન્દ્ન્મ … મારી વેબ સાઈટ સમન્વય પર નાં શ્રીજી વિભાગ માં મળી જશે ..http://samnvay.net/shriji/

  ટિપ્પણી by chetu | ડિસેમ્બર 6, 2009 | જવાબ આપો

 2. Dear Chetnabahen
  Thank you.
  Prafdul Thar

  ટિપ્પણી by prafulthar | ડિસેમ્બર 6, 2009 | જવાબ આપો

 3. નમસ્કાર પ્રફુલભાઈ….
  આપના પાકટ વિચારો અને ઠરેલી કલ્પનાઓને સાદર નમન.
  આખો ય આર્ટીકલ એક જ બેઠકે વાંચી ગયો…..ખૂબ ગમ્યું .
  મારી વૅબસાઈટ http://www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારી આપના પ્રતિભાવ જણાવવા સાદર નિમંત્રણ છે.
  સંબંધો બાબતે મારા ગઝલ સંગ્રહ ‘નવેસર’નો એક શૅર ટાંકવાનું મન થાય છે,આશા છે આપને ગમશે.

  નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે
  મનુષ્યો, હદ વિષે અનહદ વિચારે છે

  બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
  બધા,સંબંધની સરહદ વિચારે છે !

  -ડૉ.મહેશ રાવલ

  ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ | ડિસેમ્બર 14, 2009 | જવાબ આપો

 4. ડૉ.શ્રી મહેશભાઇ,
  આપના સુંદર પ્રતિભાવ બદલ આપશ્રીનો આભાર..આપની વેબ સાઇટ ઉપર પણ લટાર મારતો રહીશ.અને હા આપશ્રીની સંબંધો માટેની સુંદર ગઝલ વાંચી ને મજા આવી ગઇ..
  લી.પ્રફુલ ઠાર

  ટિપ્પણી by prafulthar | ડિસેમ્બર 14, 2009 | જવાબ આપો

 5. […] ચાલો, સાથે સાથે તમને અમારા બ્લોગની સફરમાની એક લેખની ઝલક વંચાવી દઇએ… કાશ પોસ્ટ કરેલા લેખો કે કાવ્યોમાંથી કઇં વાચવાનું ચૂકી ગયા હોય તો આજે સરસ મોકો છે..!! https://prafulthar.wordpress.com/2009/12/02/%e2%80%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a0%e0%aa%be%e0%aa%b8-%e… […]

  પિંગબેક by અમારા વેબ બ્લોગની એક વર્ષની યાત્રા…. પ્રફુલ ઠાર « Prafulthar's Articles | ઓગસ્ટ 16, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: