Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘કાલ કોણે દીઠી છે….’-પ્રફુલ ઠાર


કાલ કોણે દીઠી છે….
દરેક માણસ આજની વાત કરે છે અને સાથે ઉમેરે છે કે કાલ કોણે દીઠિ છે.દરેકના મનમાં બે વિચારો આવતા હોય છે : એક તો એ કે આજની  ઘડી રળીયામણી છે તો માણી લઇએ. કાલે શું થવાનું છે તે કોને ખબર છે.બીજી વ્યકતિ કહેશે કે માણસે આવતી કાલનો વિચાર પહેલા કરવો જોઇએ.
જયારે કોઇક મજાકમાં કહેશે કે જીંદગી માણવી જ હોય તો આજે જ માણીલો. આવતી કાલ કોઇ ચમત્કાર થવાની આશા ન રખાય.માણસની આજ એ જ પ્રત્યક્ષ છે. આવતી કાલ એ તર્ક થઇ જાય તો ? જે આપણે 26/11 ના દિવસે જ અનુભવ્યું કે એ આતંકવાદીઓએ આપણા દેશના વીરલાઓને અને દેશના લોકોને છિન્નભિન કરી નાખ્યા અને શહીદ થયેલાના કુટુંબને તો શું પણ આખા દેશને તર્કમાં મુકી દીધો….
વળી કોઇ વ્યકતિ એવું પણ વિધાન કરશે કે આજ કે કાલ એના પર કોઇ આશા ન બંધાય. છેવટે બધા જ વિચારોમાં બધાની સામે પોતપોતાનું નશીબ આવીને ઉભે છે.
અરે ! એક માણસ પાસે પોતે સ્વૈછૈક નિવૃતિ લીધી એટલે તેને જીવન નિર્વા પુરતા રૂપિયા મળ્યા ને વિચાર્યું કે આ નાણાંને વ્યાજે મુકુંતો કુટુંબનો જીવન ખર્ચ ચાલશે. બાકીની ખાધ અહિં તહિંથી મેળવી લેશું. ખરેખર આ એક અજબનો આત્મવિસ્વાસ હતો.પરંતુ નશીબે બન્યું એવું કે કોઇ અણધારેલી પોતાની માંદગી તેમજ બીજી વ્યાધિમાં એના નાણાં બરફના ઓગળેલા પાણી જેમ વહેતા થઇ ગયા.સાથે સાથે પોતાનો આત્મવિસ્વાસ પણ ઓગળી ગયો. ખરેખર સૌ કોઇને પ્રશ્ર્ન થાય કે સુખના આનંદનો પાયો કયો ? નાના મોટા દરેકને થાય એ એક સહજ છે કે હાથમાં પૂરતું ધન હોય તો કંઇ વાંધો ન આવે. બ્રહમાંડમાં જેની પાસે ધન છે એજ બાદશાહ છે પણ સાધારણ માનવી માટે એ માન્યતા નઠારી છે અધુરામાં ઇશ્ર્વર પણ તેને સાથ આપતો નથી અને ડગલેને પગલે કસોટી લીધા કરે છે.ઘણાં ધનકુબેરો એમજ માનતા હોય છે કે તેનું નશીબ તેના હાથમાં છે પણ બીજાનો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે પોતાને  કોઇ મુશીબતોનો સામનો કરવો પડે છે. એટલું તો જરૂર કહી શકાય કે ભાગ્ય પર બધું છોડવુ અશક્ય છે પણ નિષ્ઠાપૂર્વક કર્તવ્ય કરી જીવન નૈયાને હંકારતા રહેવું પડે કારણકે મુખ પર ભલે સ્મિત હોય પણ હ્યદય પર ભયંકર ચોંટ લાગેલી હોય છે. જેમ અંધકારમા કોઇ જતું નથી પણ માણસે હ્યદયમાં આશાનો દીવો પ્રગટાવેલો રાખવો પડે છે કે કયાંક એ પ્રકાશના અજવાળામા રસ્તો સાંપડી જાય. માણસોએ જખમતો જોયા હોય છે અને એનો અનુભવ પણ જોયો હોય છે.અને એ જખમોને રૂઝવવા મલમ પણ હોય છે જયારે દિલમા ઠેસ આપીને જખમો પહોંચાડનારા ઘણાં હોય છે પણ તેને રૂઝાવનારા મલમ રૂપી માણસો મળવા મુશ્કેલ છે.
માણસ અનેક રીતે મોટો થતો જાય છે. કોઈ ફક્ત શારીરિક રીતે મોટો થાય છે. કોઈ જ્ઞાનમાં, કોઈ પૈસામાં, કોઇ ધંધામાં અને સમયની સાથે સાથે ઉંમર તો બધાની વધે છે. બાલ્યા, યૌવન, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા… સમયના આ ચક્રમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. કુદરતનો આ એક ક્રમ  છે. અને ક્રમનો હસીને સ્વીકાર કરવો જ પડે છે.. આપણે ઘણીવાર અનેક વૃદ્ધ યુવાનો કે અનેક યુવાન વૃદ્ધોના પરિચયમાં આવતા હોઈએ છીએ. પચાસ વરસ થાય અને કોઈ બોલી ઉઠે છે ‘હવે તો ઉંમર થઇ… વનમાં પ્રવેશ્યા… હવે તો થાક લાગે ને ? અને એ પોતાની જીવન શૈલીમાં વૃદ્ધત્વના વાઘા  પહેરવા લાગે છે.
જ્યારે ઘણી વાર સીત્તેરે પહોંચેલ કોઈ વ્યક્તિ એવું પણ બોલી શકે છે. “હજુ તો સિત્તેર થયા… બીજા ત્રીસ બાકી છે. આપણે તો જ્યારે મરીશું ત્યારે યુવાન જ મરવાના છીએ હોં.” આવી વ્યક્તિની શારીરિક ઊંમર તો કુદરતના કાનૂન મુજબ જરૂર વધે છે. શરીર તેનું કામ કરે… નાનાં મોટાં શારીરિક પ્રશ્નો પણ આવે… પરંતુ એ પ્રશ્નો તેને માનસિક વૃદ્ધત્વમાંથી બચાવી લે છે. જીવન પ્રત્યેનો તેનો અભિગમ તેને ખુશ રાખે છે. અને કોઈ તકલીફ થાય તો પણ તેમાંથી બહાર આવવાનું પ્રેરક બળ પૂરું પાડે છે. તે સંબંધો જાળવી શકે છે. સંબંધોમાં ઉષ્મા લાવી શકે છે. બાકી હવે ઉંમર થઈ… હવે મારાથી… જો કે આમાં અપવાદ હોઇ શકે કે જેને કોઇ આવી ચઢેલી સ્વાસ્થયની તકલીફ કે બીજી અણધારી આવી ચઢેલી તકલીફ કે જે કુદરતી જ નાસીપાસ થઇ જાય. મનુષ્ય એ બે પગાળું પ્રાણી જ કહેવાય પણ કુદરતે તેને થોડી સમજવાની શકિત આપી છે. એટલે જ વહી ગયેલી ક્ષણોને બાદ કરતાં કે છેલ્લે માંદગી કે મરણ પથારીએ પડયાં હોઇએ તે સમય ગાળા દરમ્યાન જ એકલા રહેવાનું તે પસંદ કરે છે. બાકી તો સતત કોઈકનો ને કોઇકનો સાથ, સંગાથ કે કોઇક હુંફની તેને જરૂર પડતી જ હોય છે. આજના આ યુગમાં આંધાધુંધી ભરેલા વાતાવરણમાં જિંદગી એવી ખીચડા જેવી થઈ ગઈ છે કે તેને બીજાની જાત સામે તો વાત એક બાજુ પર મુકી દઇએ પણ પોતાની જાત ઉપર પણ ઊંડાણથી જોવાનો, વિચારવાનો કે પોતાના આત્માને જાણવાનો કે સમજવાનો પ્રયત્ન કે વિચાર સુદ્ધાં નથી કરી શકતો. માણસ પોતાની જ મસ્તીમાં મસ્ત બનીને રમ્યા કરતો હોય છે. અને બીજાનો સાથ-સંગાથ મેળવવા અહીં તહીં એક વાવાઝોડાના તોફાનની માફક તેને આંબવા દોડા દોડ કરતો હોય છે જેને પોતાના કહી શકાય એવા સંબંધો પછી ભલે ને તે દોસ્તીના હોય, સગાં-સ્નેહીનાં, ધંધાકીય કે પડોશના કેમ ન હોય?
માણસની પાસે અણધાર્યે કોઇક એવી પળો આવી જાય છે કે ત્યારે જ પોતાની જાત ઉપર ડોકિયું  કરવા તેને સમય મળે છે ત્યારે તેને બીજાના સાથેના સંબંધોની જાણ થાય છે. અને મુસિબતો ના સમયે રડતું હૈયું તેને નરી આંખે જાત જાતના અનુભવો યાદ કરાવે છે.
આ અનુભવની વાત એ ફક્ત મારી કે તમારી જ નથી, પરંતુ પ્રત્યેક માનવીની છે. દરેક માણસ કોઈક એકાદી ક્ષણોમાં તો જરૂરથી કોઇકના સહવાસની ઝંખના કરતો જ હોય છે ! પછી ભલે ને તે સૌથી સફળ કહેવાતો સાધન-સંપન્ન, જે બહારથી બધી જ રીતે સુખી અને સમૃદ્ધ લાગતો હોય પરંતુ અંદરથી નિરાશ અને ભાવ વગરનો હોય છે. અને તેથી જ સાર વગરના જીવનથી કંટાળીને તેના અંદરના દિલમાં મલમ લગાડી શકે તેવી કોઈક વ્યક્તિની ઝંખના તે કરતો હોય છે;  કે જેથી તે તેના જીવનની કોઇક દવા બનીને તેના મનના જખમને રૂઝવે અને આનંદની અનુભૂતિઓનો અહેસાસ કરાવી શકે. પણ તે કોઇકને જ મળે છે અને એટલે જ જાવેદ અખતરજીએ લખ્યું છે કે
 ‘ઝખમ તો  હમને ઇન આંખો સે દેંખેં હૈં,
લોગોં સે સુના હૈ મરહમ તો  હોતા હૈ…..
લેકિન કોઇ લગાને વાલા ચાહિયે……
માણસની આ ભાવનાઓ દરેક વ્યક્તિમાં અંદરથી દબાયેલી જ હોય છે, જરૂર છે માત્ર તેની આંતરિક ભાવનાઓને બહાર કાઢવાની. આનું મંથન કરતી વખતે વ્યક્તિ ઘણી બધી વ્યક્તિઓ સાથેના સંબંધોને, વ્યવહારોને કે પોતાની લાગણીઓને પોતાની ઉપર ફંગળતો હોય છે પરંતુ જેને પોતાનો કહી શકાય અને જેના હ્યદમાં પોતાનું હ્યદય ઓગાળીને તેમાં વિલીન થઈ શકાય કે પછી જેનો સાથ અને નિ:સ્વાર્થ પ્રેમ દરેક વિટંબણાંઓમાં તેને શીતળતા અને છાયાઓનો અનુભવ કરાવે શકે તેવી કોઈ જ વ્યક્તિ તેને દેખાતી હોતી નથી ત્યારે તેનું દિલ અનાયાસે જ તેનામાં રહેલા આત્માનાં દર્શન કરે છે અને એવા સમયે, તેને અંદરના ઊંડાણમાંથી કોઇક અજબની શકિતની પ્રેરણા મળે છે કે જેને તે અંદર જ બેઠેલી શકિતને તે જે બહાર શોધતો ફરતો હોય છે ! અને કહેતો ફરતો હોય છે કે ‘કાલ કોણે દીઠી છે ?’
Advertisements

ડિસેમ્બર 19, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: