Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સમાન સ્નેહ અને જવાબદારી સાચા સંબંધની પૂર્વશરત’ શ્રી ભૂપેન્ઢ્રભાઇ પંડ્યા


Posted by-પ્રફુલ ઠાર
[પ્રિય વાચક મિત્રો, ‘સાંવરી ’ એ એક ‘ હલ ચલ ‘ ગૃપનું કલકત્તાથી પ્રકાશિત થતું એક આપણું ગુજરાતી સામયીક છે.અમે સામયીકના તંત્રીઓના સાભારથી અને શ્રી ભૂપેન્ઢ્રભાઇના શબ્દમાં એક પ્રસિધ્ધ સંસ્કૃત સુભાપિતનો આધાર લઇને આજે થોડું ચિંતન કરેલું છે. સુભાપિતકાર કહે છે કે, ઘર્ષણ, છેદન, તાપ અને તાંડન એ ચાર વડે સુવર્ણની પરીક્ષા થાય છે.આજે સુવર્ણ નિમિત્તે સંબંધ વિષે પ્રાપ્ત થયેલો પ્રસાદ વહેંચતા  અમો આનંદ અનુભવ્યે છીએ.]
 
 
 
શ્રી ભૂપેન્ઢ્રભાઇ જણાવે છે કે..સમાન સ્નેહ અને જવાબદારી સાચા સંબંધની પૂર્વશરત છે…જીવનમાં ચાર પ્રકારના સંબંધો જોવા મળે છે.
(1) પથ્થર જેવા સંબંધો કે જે આપણને ઘાયલ કરી જતાં હોય છે.
(2) પાણી જેવા સંબંધો કે જે હંગામી અને પરિણામે લાંબે ગાળે બિનઅસરકારક હોય છે.
(3) તાંબા-પિત્તળ જેવા સંબંધો કે જે શરૂઆતમાં આકર્ષક હોય છે તે સમય જતાં વ્યર્થ પૂરવાર થતાં હોય છે.
(4) સુવર્ણ જેવા સંબંધો વ્યકતિની વિરાસત પૂરવાર થતાં હોય છે.
એટલે જ સંબંધ એટલે સમ-બંધ. બંને પક્ષે સમાન સ્નેહ અને જવાબદારી એ સાચા સંબંધની પર્વશરત છે. સંબંધો ક્યારે્ય એકપક્ષીય ન હોઈ શકે. કોઇ પણ એક પાત્ર ભોગ આપતું રહે અને બીજી વ્યકતિ પોતાને ફાવતું વર્તન કરે એ સંબંધો સમય અને સંજોગની દ્રષ્ટિએ કદાચ ટકે, પણ ખરેખર તો એ શોષણની યાતનાસભર પ્રક્રિયા જ હોય છે. સંબંધના સેતુથી જોડાયેલાં બે પાત્રો વચ્ચે ક્યારેક મતભેદ ઊભો થાય એ શક્ય છે, પરંતુ આ પરિસ્થિતિમાં ચાર મુદ્દા તપાસવાથી સંબંધના ઊંડાણ અને મહિમાનો અંદાજ આવી શકે.
 (1)     ઘર્ષણ : બંને પક્ષે દલીલો તો થાય જ, પણ એ કયા મુદ્દા પર થાય છે અને એ માનસિક સંઘર્ષની ફળશ્રુતિ શું છે ? દલીલો પૂરી થયા પછી બંને વચ્ચે સમજણ અને સ્પષ્ટતા થાય એ અત્યંત આવશ્યક છે.
(2)     છેદન : શારીરિક રીતે બે પાત્રો સતત સાથે ન જ રહી શકે એ સુવિદિત છે. બંને પાત્રો જ્યારે એકબીજાથી જુદાં હોય એ વિયોગની પળોમાં તેઓ એકબીજા વિષે શું વિચારે છે ? વિયોગ જો એકબીજાને વિસ્મરણ કરાવે તો સમજ્જો કે સંબંધ અત્યંત છીછરો છે. પણ જો વિયોગ સંયોગની ઉત્કટતાને વધારે અને પ્રેમને પરિપુષ્ટ કરે તો જાણવું કે એ સંબંધ સો ટચનો છે.
(3)     તાપ : જીવન હંમેશ માટે ફૂલોની સેજ નથી હોતું. સુખમાં સાથે રહેવું સહેલું હોય છે, પરંતુ દુ:ખનો તાપ જ્યારે સતાવતો હોય એ સંજોગોમાં હ્યદયનું સામીપ્ય વધે અને પરસ્પરનો આધાર બની રહે એ સંબંધ મૂલ્યવાન ગણાય છે.
(4)     તાડન : જીવન યાત્રાને માર્ગે ક્યારેક સમાજની નીંદા, બિનપાયાદાર આક્ષેપ કે આરોપ પણ સહન કરવાં પડતાં હોય છે.
જે કાર્ય આપણે સપનામાં પણ વિચાર્યું ન હોય એ આપણે કરી નાંખ્યું છે એવી અફવાઓ ફેલાવતા લોકોને કોઇ છોછ નથી નડતો. આ સંજોગોમાં બે પાત્રોની એકબીજા તરફની વફાદારીની પરીક્ષા થતી હોય છે.
ઉપર નિર્દેશેલી ચાર પરીક્ષાઓમાથી પાર ઉતરે એવા મુઠ્ઠી ઊંચેરા સંબંધો નિર્માણ કરવા એ આપણું જ કર્તવ્ય હોય છે અને વિશ્ર્વાસ જ પ્રેમનું પ્રથમ પગથિયું છે…
**********
Advertisements

ડિસેમ્બર 19, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: