Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘ચાલો ડૉ. યશવંત ત્રિવેદીના આનંદતીર્થમાં’-મનોરમા ઠાર


 
 
 
 
 
ડૉ.યશવંતભાઇ ત્રિવેદી
આપણે વાર-તહેવારે કે કોઇ સારા પ્રસંગે ભગવાનના મંદિરમાં ઓચ્છવ કરાવતા હોઇએ છીએ. પણ આ ઓચ્ચવનો ઉત્સવ કઇક અનોખો જ હતો અને તે પણ કોઇ મંદિરમાં નહીં પણ જમનાબાઇ નરસી સ્કૂલમાં તા-3 જી ડિસેમ્બર 2009 ની એક સમી સાજે.
ઓચ્છવ કરાવનાર હતા ડૉ. યશવંતભાઇ ત્રિવેદી કે જેને સાહિત્ય જગત જાણે જ છે કે જેણે વિજ્ઞાનના આનંદતીર્થ સમા એવા ‘આનંદોત્સવ’ નામની  સંસ્થા સ્થાપવાની પરિકલ્પના કરી કે જેમાં વ્યકતિ પોતાના વિચારો લેખન કે કાવ્ય દ્વારા અભિવ્યકતી કરી અને તે પોતાની કેડી કવિ, કવિયત્રી, લેખક કે લેખિકા તરીકે કંડારી શકે. આનંદોત્સવમાં આનંદની વાત એ હતી કે કિરણદેવી સરાફ ટ્રસ્ટના સૌજન્યથી ‘શ્રદ્ધા’ વિષેના કાવ્યો અને લેખોનું પઠન અને પુસ્તનું લોકાર્પણ ઉદ્યોગપતિ પ્રમુખ શ્રી મહાવીરપરસાદજીબજી સરાફ અને અને જાણીતા અનેક અતિથિવિશેષની હાજરીમાં કાવ્યો-નિબંધોના પઠન સાથે કરવામાં આવ્યું.
ગર્વ અને અનેરો આનંદ લેવાની વાત તો એ હતી કે ડૉ.યશવંતભાઇ ત્રિવેદી સર્જકોને પ્રમાણપત્રથી તાળીઓના ગળગળાટ વચ્ચે નવાજતા હતાં.
ડૉ. યશવંતભાઇ ત્રિવેદી કે જેણે મહાનુભવો જેવાકે પૂ. શ્રી મોરારિબાપુ, મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્ઢ્ર શાહ, સાહિત્યકારો ચંદુલાલ સેલારકા, શ્રી રાધેશ્યામ શર્માજી, પ્રો. પ્રિયકાંત પરીખ  જેવા ધણાં મહાનુભવોએ તેમના નિબંધો અને કાવ્યોની ક્રુતિઓને ફક્ત વખાણેલી જ નથી પણ  જાહેરમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ. યશવંતભાઇ ત્રિવેદીએ 100 થી પણ વધુ પુસ્તકો જુદા જદા વિષયો પર લખેલાં છે અને 3000 થી પણ વધુ પ્રવચનો દેશ-વિદેશોમાં આપી તેંત્રીસથી પણ વધું એવોર્ડસો, પારિતોષકો કે રાષ્ટ્રીય કે સાહિત્ય આકાદમીના પારિતષકો મેળવ્યા છે.જેની અનેક કૃતિઓની ગ્રીક,જર્મન,અંગ્રેજી,મરાઠી,હિન્દી,તેલંગ અને તામિળ ભાષાઓમાં અનુવાદો થયા છે અને જેમનું એક આકર્ષક તત્વ એ જે કે તેમની અમૃતમય જીવનદ્ષ્ટિ અને મધુર પ્રાસાદિક વાણી..
જેનું વ્યકતિત્વ આવું શ્રેષ્ઠ હોય અને જેઓ મારી કવિતાના પઠના હક્કદાર હોય તેને માટે મેં એક કાવ્ય પઠન કર્યું હતું જેને અહીં અમારા વેબ ગ્લોગમાં પ્રકાશિત કરતાં મને આનંદ થાય છે.
“આનંદોત્સવ”
મૌલિક કૃતિ પીરસવાનો મહિમા એટલે આનંદોત્સવ !
કવિતા મારી ઠાકુર સેવા ને શબ્દભોગ ધરતી રહું,
સ્વસ્થ વિચારનો દીપક પ્રગટાવી કરું મન ઝળાંઝળાં
ને પછી કાવ્ય પ્રીતને હૈયાની ક્યારીમાં રોપી દંઉ.
ભૈ આજ તો આનંદોત્સવ ! કલમવીરો કરે આનંદો.
નર્યો આંતર વૈભવ ! ઉજવે છલોછલ ઓચ્છવ રૂપે
શેરીફ અને સરાફ મહાનુભવોનાં પડે પગલાં અહીં,
પત્રકાર કલાકાર અને સાહિત્યકારનો સર્જાય ત્રિવેણી સંગમ અહીં
ઉદ્યોગપતિ અને સમાજરત્નો હોંશે હોંશે રહે ઉપસ્થિત અહીં
અત્ર તત્ર સર્વત્ર કરે સૌ ગોષ્ઠિ માતૃભાષા ને સાહિત્યકેરી
ભૈ આજ તો આનંદોત્સવ ! જણે શબ્દો છલકતી ગગરી !
હેમંતની સમી સાંજના શબ્દો ને કલ્પનોથી સર્જાતી જિંદગી !
વિચાર વાણી લેખન મહીં શભ્દની ઠીબો ફૂલો સમી ફોરે
સર્જકો હ્યદય ખડિયામાં કલમ ઝબોળી લખે પ્રેમથી શબ્દો
ડૉ.યશવંતભાઇ ત્રિવેદી મંચ આપી સર્જકોને નવાજે પ્રમાણપત્રથી
ભૈ આ તો આનંદોત્સવ ! અહીં તો સર્જકો પામે અમરતા….(2)
-મનોરમા ઠાર
**************
Advertisements

ડિસેમ્બર 23, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

  1. nice to read this..congratulations..very happy to know all this..

    ટિપ્પણી by nilam doshi | ફેબ્રુવારી 10, 2011 | જવાબ આપો

  2. શ્રીમતી નિલમબહેન

    આભાર…

    મનોરમા ઠાર.

    ટિપ્પણી by Praful thar | ફેબ્રુવારી 10, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: