Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

કવિ શ્રી રાજેન્ઢ્રભાઇ શાહ ને ‘શ્રધ્ધાંજલી’- મનોરમા ઠાર


 
 
 
કવિ શ્રી રાજેન્ઢ્ર શાહ ને શ્રધ્ધાંજલી….
માનવીએ હરણફાળ દોટ મૂકીને વિજ્ઞાનને વિકસાવી અ..ધ…ધ..ધ. પ્રગતિ કરી નાખી. પરંતુ ઈશ્ર્વરે જન્મ, મરણ અને વિધીના લેખ લખવાનું તેમના હાથમાં રાખ્યું.
જેઓ શ્રીને જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજેલા છે તેવા કવિ શ્રી રાજેન્ઢ્રભાઇ શાહ અને ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિશ્રી શનિવાર તા-૦૨/૦૧/૨૦૧૦  ને દિવસે ચિરનિંઢ્રામાં પોઢી ગયા.
૯૭  વર્ષના સ્વ:કવિશ્રી રાજેન્ઢ્રભાઇ ૧૯૧૩માં ગુજરાત રાજ્યમાં આવેલા એવા નડિયાદ જીલ્લાના કપડવંજમાં જન્મેલા હતાં. ગાંધી યુગના આ કવિ નાની ઉંમરમાં જ આઝાદીની લડાઇ માટે અસહકારના આંદોલનમાં જોડાઇ ૧૯૩૦માં જેલની આકરી સજા ભોગવી હતી અને રાષ્ટ્રધ્વજને દિલને ચાંપીને એક ટાવર ઉપરથી ભુસ્કો માર્યો હતો.૧૯૪૨ ની ૩૯  વર્ષની વયે તેમણે પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વની’ પ્રકાશિત કર્યો હતો અને પછી અનેકો રચના બનાવી. મૌલિક કાવ્ય પ્રેમીએ સાત દાયકાની યાત્રા ‘ધ્વની’ થી શરુ કરી અને ૨૦૦૪માં  ‘પ્રેમના પર્યાય’ માં પુરી કરી.
સ્વ:શ્રી રાજેન્ઢ્રભાઇને પહેલો પુરસ્કાર ૧૯૪૭માં ‘કુમારચંઢ્રક’ થી સન્માનીત્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ શ્રીને ‘રણજીતરામ સુવર્ણ ચંઢ્રક’, ‘સાહિત્ય એકેડમી એવાર્ડ’, ‘નર્મદ ચંઢ્રક’, ‘અરવિંદો ચંઢ્રક’, ‘ભારતિયભાષા ચંઢ્રક’, ‘નર્મદ ચંઢ્રક’, અને મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે જેને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્ય ક્ષેત્રના દરેકે આવા એક આધ્યાતમિક કવિ ગૂમાવ્યા છે.
અમો આ ગુજરાતી વેબ બ્લોગ દ્વારા આ પૂણ્ય આત્માને શ્રધ્ધાંજલી અર્પેયે છીએ કે ઇશ્ર્વર તેના દેહને ચીર શાંતી બક્ષે.
www.prafulthar.wordpress.com
મુંબઇ તા-૦૪/૦૧/૨૦૧૦
Advertisements

જાન્યુઆરી 4, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

1 ટીકા »

  1. પરમ ક્રુપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતી અર્પે..!!! તેઓશ્રીના પહેલા કાવ્ય સંગ્રહ મા ની રચના ..ઇન્ધણા વિણવા ગઇ’તી …એ 60 વરસે પણ પ્રખ્યાત છે…

    ટિપ્પણી by chetu | જાન્યુઆરી 4, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: