Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

અર્વાચીન ત્રિકાળ સંધ્યા – પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી


પ્રકાશક: પ્રફુલ ઠાર-
 
 પૂજ્ય દાદા
 
મને યાદ છે કે અમો ૧૯૮૪ મા કાંદિવલી રહેવા આવ્યા તે પહેલાં વર્ષોથી મુંબઇના ફોર્ટ વિસ્તારમાં રહેતાં હતાં અને મારા સ્વર્ગસ્થ પિતાશ્રી સાથે દર રવિવારે માધવબાગ સ્વ:પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીનું પ્રવચન સાંભળવા હું જતો અને અનેકો સ્વાધ્યાયીના પરિચયમાં આવતો. ખાસ તો પ્રવચન પૂરા થયા પછી એ માધવબાગની ઠંડાઇ પીવાની તો ખરી જ,,…..
વિશેષમાં દર મહિને સ્વાધ્યાયી ભાઇઓને ઘરે વારા ફરતી સ્વાધ્યાય રાખવામાં આવતું અને તે એક અનેરો આનંદ મળતો. ઘણીવાર તો થાણા તત્વજ્ઞાન વિદ્યાપીઠની શિબીરમાં મારા સ્વ:પિતાશ્રી સાત સાત દિવસ સુધી જતાં અને ખાસ કરીને તે સમયે જ્ન્માષ્ટમીને દિવસે અમો પણ ઉત્સવ મનાવવા જતાં અને દાદા પણ સ્વાધ્યાયીઓ સાથે મજા માણતાં અને પ્રેમથી પ્રસાદ રૂપી ભોજન ખવડાવતાં. મને એ પણ યાદ છે કે ગુરૂપૂર્ણીમાંને દિવસે મુંબઇના પાર્થના સમાજ ખાતે આવેલા તેના નિવાસ્થાને આશીર્વાદ લેવા અચુક જતાં.
પૂજ્ય દાદાના મૂખ પર એક અનેરું તેજ તરી આવતું. તેઓના પ્રવચનમાં કોઈ સંસાર છોડીને ધર્મ ધ્યાન કરવાનું એવું કદી તેઓ કહેતા નહી પણ  ભાવપૂર્વક, કૃતજ્ઞતાથી ભગવાન યોગેશ્ર્વરને યાદ કરવા કહેતા.
આજે અક્ષરનાદ.કોમમાં તંત્રી શ્રી જીગ્નેશ ધ્યારૂ દ્વાવારા પ્રકાશિત થઇ ચૂકેલા તેના એક લેખનો રસથાળ પ્રકાશિત કરતાં અમોને આનંદ થાય છે.
પૂજ્ય દાદા કહેતા.માનવ બુધ્ધિશાળી પ્રાણી છે એમ આપણે કહીએ છીએ. પણ તે માત્ર બુધ્ધિશાળી જ નહિ, પરંતુ સાથે સાથે વિચારશીલ પણ છે. તેથી તેને વિચાર આવી શકે કે મારું જીવન કોણ ચલાવે છે ? આ શરીર કઈ શક્તિથી ચાલે છે? આ શરીર કેનું? કોઈ કહેશે કે આ શરીર મારુ છે. તો એને પૂછીએ કે, એમાંની કંઈ વાત તે નિર્માણ કરી? હાડકા તે બનાવ્યાં? લોહી તે નિર્માણ કર્યું? આંતરડા તે નિર્માણ કર્યાં? મગજ તે ચલાવ્યું? આ શરીરમાં તાંરુ કર્તવ્ય શું?
આપણે અંતર્મુખ થઈને વિચારીશું તો લાગશે કે, શરીર પર આપણી પોતાની કહી શકાય એવી કોઈ સતા નથી. શરીર ઉપર બીજા કોઈની સતા ચાલે છે, બીજા કોઈનો હક્ક પહોંચે છે. જેના ઘરમાં આપણે રહીએ તે ઘરમાલિકને આપણે ભાડુ ચૂકવવું જોઈએ. તે નૈતિક ફરજ છે. તેવી જ રીતે આ શરીર જેનું છે અને જેની પાસેથી ‘ભાડે’ લીધું છે તેને આપણે ભાડુ ચૂકવીએ છીએ ખરા? આ ભાડું ચૂકવવું એટલે જ ચૈતન્ય શક્તિની, ભગવાનની કૃપાથી આપણને માનવ શરીર મળ્યું તે ભગવાનને કૃતજ્ઞતાથી યાદ કરવા.
સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારે આપણને કોણ ઉઠાડે છે? કેવળ ઉઠાડતા નથી, જગાડે પણ છે. જગાડતાની સાથે સ્મૃતિ પણ આપે છે કે, તમે ફલાણાભાઈ, આ મારુ ઘર, પત્ની-બાળકો, કરવાના કામો, બેન્ક-બેલેન્સ વગેરે ઉંઘમાથી ઉઠ્યા પછી આ સ્મૃતિ ન થાય તો ? મોટો ગોટાળો થઈ જાય, લોકો આપણને ગાંડામાં ખપાવી દે. બપોરે જમું છું ત્યારે મારુ પાચનતંત્ર કોણ ચલાવે છે? ખોરાકનું લાલ લોહી કોણ બનાવે છે? જુદા જુદા પ્રકારના ખોરાક હોવા છતાં, પ્રત્યેક વ્યક્તિના લોહીનો રંગ માત્ર લાલ જ કેમ? તે કોણે કર્યું? મારુ લોહી લાલ છે તેમ, ઉસ્માનભાઈનું લોહી પણ લાલ જ છે, ખાધેલા ખોરાકનું લોહી બનાવીને જે જીવનશક્તિ આપે છે તેને ભાવપૂર્વક, કૃતજ્ઞતાથી યાદ કરવા જોઈએ.
રાત્રે પથારીમાં સૂતાં જ આપણને ઘસઘસાટ ઊંધ આવે છે. ઊંઘ કયારે ને કેવી રીતે આવે છે તેની આપણને કશી ખબર પડતી નથી. ઊંઘી ગયા પછી હું ફલાણાભાઈ, આ મારુ ઘર, પત્ની-બાળકો, કરવાના કામો, બેન્ક-બેલેન્સ વગેરે બધું જ ભૂલી જઈએ છીએ. કારણ કે, ભગવાન આપણને ઊંધમાં વાત્સલ્યથી સંભાળે છે. તેથી આરામથી ઊંઘી શકીએ છીએ અને ઉઠતા જ ઉત્સાહનો સંચાર અનુભવીએ છીએ. આપણ ઘેર કોઈ સંબંધી આપણને મળવા આવે તે વખતે બાજુમાં આપણો બાબો રમતો હોય અને તેને ચોકલેટ આપે અને બાબો તે વ્યક્તિ ને ‘ થેન્ક યૂ ‘ ન કહે તો તરત જ મમ્મી તેને ‘થેન્ક યૂ’ કહેવાનું કહેશે. એટલે આ મમ્મી ‘કલ્ચર’ પણ કૃતજ્ઞતાનો ગુણ પ્રગટ કરવાનુ શિખવાડે છે.
ત્યારે જે ભગવાન આપણા જન્મતાની સાથે જ મૃત્યું સુધીની જીવન ચલાવે છે. જેમકે શરીરમા રહેલી દૈવી શક્તિ ને કારણે ભોગવી શકુ છું, સાભળી શંકું છું. જોઈ શંકું છું. સૂંઘી શંકું છું. આ શક્તિમાં જે કંઈ અતિરિક્ત મૂલ્ય છે. તે પ્લસ વેલ્યુ છે. તેને ‘ભગવાન’ તરીકે માનવામાં આવે છે. આમ વિચારશીલ અને ચિંતનશીલ માનવને લાગે છે કે મારુ જીવન ભગવાન ચલાવે છે. એટલું જ નહિ, સૃષ્ટિનો સર્જનહાર મારામાં આવીને વસ્યો છે. અને જેના પ્રેમ અને વાત્સલ્યની વર્ષા નીચે હું સુખથી જીવન જીવું છું. તેના ઉપકારોનું કૃતજ્ઞતાપૂર્વક ભાવથી સ્મરણ ન કરુ તો કૃતઘ્ની કહેવાઉ. એટલે માનવ જીવનની ત્રણ મુખ્ય ક્રિયાઓ આ છે (1) સવારે વહેલા ઊઠવું (2) ભોજન કરવું (3) રાત્રે વહેલા ઉંઘવું. ટૂકમાં ટૂંકા નામે આ ત્રણ સમયે ભગવાનનું કૃતજ્ઞતાથી ભાવપૂર્વક સ્મરણ કરવું એનું નામ છે અર્વાચીન ‘ત્રિકાળ સંધ્યા’. ત્રિકાળ સંધ્યા કરવાથી પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતાનો ગુણ ખીલે છે. ભાવમયતા વધે છે, તેથી કૌટુંબિક ભાવ પણ વધે છે. આજે સમાજમાં, કુંટુંબમાં જે માનવી માનવી પ્રત્યેનું ભાવઝરણું સુકાઈ ગયું છે તે અર્વાચીન ત્રિકાળ સંધ્યાના આચરણથી જ ફરીથી વહેતું થશે.
પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી
Advertisements

જાન્યુઆરી 7, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

14 ટિપ્પણીઓ »

 1. jai yogeshwar

  ટિપ્પણી by yogi | ફેબ્રુવારી 17, 2010 | જવાબ આપો

 2. jai yogeshwar

  ટિપ્પણી by Nitesh patel | માર્ચ 18, 2010 | જવાબ આપો

 3. GHNU SARS RITE SMJAVYU CHE SARAL GYAN THANKS.

  ટિપ્પણી by pushpa r rathod | જુલાઇ 6, 2010 | જવાબ આપો

  • Dear Pushpabahen
   Thank you for your comment and visited my site.
   Praful Thar

   ટિપ્પણી by prafulthar | જુલાઇ 13, 2010 | જવાબ આપો

 4. hello jay yogeshwar ,i am dantreliya sanjay is study in the bsc.it in cours in by swadhyay parivatr in joint by last3 years in swadhyay in now work of 19,oct,2010 is dadaji in 90 years by festivel by priperetion in ma city is limbdiby surendranagar distriction.

  thank you
  jay yogeswar

  ટિપ્પણી by dantreliya sanjay h | ઓક્ટોબર 12, 2010 | જવાબ આપો

 5. Jay Yogeshwar

  Very nice article,
  its really helpful in bhav feri

  ટિપ્પણી by atul | ઓક્ટોબર 28, 2010 | જવાબ આપો

  • શ્રી અતુલભાઇ
   મારા વેબ બ્લોગમાં જવા બદલ અને પ્રતિભાવ બદલ આભાર…આપણા દરેક સ્વાધ્યાય ભાઇઓને જય યોગેશ્ર્વર અને વાંચવા જરૂર જણાવશો.
   લી.પ્રફુલ ઠાર

   ટિપ્પણી by prafulthar | ઓક્ટોબર 28, 2010 | જવાબ આપો

 6. બનાવ્યા તે સમર્થ ખભા હિમાલય સમ બની ઉભા,
  મુક્યો વિશ્વાસ અમ પર તે નીભાવીશુ અમે દાદા.
  થેંક્યુ દાદા તમે અમને આધ્યાત્મિક જ્ઞાન આપ્યુ તે બદલ.

  ટિપ્પણી by ankit prajapati | માર્ચ 3, 2011 | જવાબ આપો

 7. અમે એક બનીશુ નેક બનીશુ દાદાનુ કામ કરીશુ.

  ટિપ્પણી by Kalidas patel SARDHAV | એપ્રિલ 10, 2011 | જવાબ આપો

 8. jitni sase utna kam aaj kare abhi se

  ટિપ્પણી by kashyap | જૂન 7, 2011 | જવાબ આપો

 9. જય યોગેશ્વર ભાઈ…
  ખુબ સરસ…..હું પણ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલો છું…ખુબ મજા આવે છે… દર વખતે કઈક નવું જાણવા મળે છે…. તમને મારી સાઈટ પર મુલાકાત લેવા આમંત્રણ આપું છું.
  marizindginichetana.wordpress.com

  ટિપ્પણી by મારી જીંદગી ની ચેતના | સપ્ટેમ્બર 21, 2013 | જવાબ આપો

  • જય યોગેશ્ર્વર
   આપના પ્રતિભાવ બદલ આભાર અને તેનાથી વિશેષ આપ પણ સ્વાધ્યાયિ છો જાણી અતિ આનંદ થયો.
   આપના બ્લોક ઉપર મુલાકાત લઉ જ છું અને ખરેખર સુંદર છે. અને મને પણ એક જોગ સંજોગે ‘જિન્દગીની ચેતના’ મળી રેહે છે.
   આ સાથે બીજી એક લીંક પણ મોકલાવી રહ્યો છું જેની પણ મુલાકાત લેશોજી.
   https://prafulthar.wordpress.com/2011/09/08/varsha-milan-dada-pandurang-shastri/

   પ્રફુલ ઠાર.

   ટિપ્પણી by prafulthar | સપ્ટેમ્બર 22, 2013 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: