Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

કયારે ઉજવશું આપણે પરિવાર દિન !-મનોરમા ઠાર


[ ૨૦૦૯ માં અમારી આ કૃતિ પ્રકાશિત કરવા બદલ ‘જન્મભૂમિ પ્રવાસી’ના તંત્રીશ્રીના અમો આભારી છીએ. ]
આજના યુગમાં આપણે કેટકેટલા દિવસો ઉજવતા હોઇએ છીએ.જેવા કે વેલેન્ટાઇન ડે, મધર્સ ડે, ચિલ્ડ્રન્સ ડે, વગેરે.વગેરે…તો ચાલો આજના ૨૦૧૦ ના ઊઘડતા નવા વર્ષે આપણે એક નવો ડે ઉમેરીએ ‘સ્વપરિવાર દિન’ અને એક નિશ્ર્ચિંત દિવસે આપણે પરિવારના સૌ ભેગા મળીએ.
આજના આ કોમ્પુટર યુગમાં પરિવારની વ્યાખ્યા એટલે પતિ-પત્નિ અને પોતાના બાળકો જ….આમાં દાદા-દાદી, મોટા બા-બાપુજી, કાકા-કાકી, ફોઇ-ફુઆ, મામા-મામી, માસા-માસી, નાના-નાની, વગેરે વગેરે…પરિવારો વધતા ઓછા અંશે દૂર થતાં ગયા છે. શું આ બધા સાથે આત્મિયતા સાધવા એવો નિયમ કરી ‘સહ પરિવાર દિન’ ન ઊજવી શકાય ?
કાકા-બાપાના ભાઇઓ અને તેમના છોકરા એટલે તમારા લોહીના સંબંધ ધરાવનારો વંશવેલો. આ વંશવેલાનું વૃક્ષ પ્રેમના સિંચનથી ફૂલીફ઼ાલી ઘટાદાર બની શીતળ છાંયડો આપે છે. વડીલો પર આખા કુટુંબની જવાબદારીઓ હોય છે. આથી તેઓ વ્યવહાર કુશળ હોઇ અને નાના-મોટાંને સમાન ન્યાયથી રાખે છે. સંબંધો જાળવવાની આ એક કલા છે. ઘણાં લોકો દરેક માનવી સાથે સારા સંબંધો નિભાવી જાણે છે અને લોકો સાથેના સંબંધોની મહેક તેમના જીવનને શોભાસ્પદ બનાવે છે. ઘણીવાર પૈસા આપીને પણ ધારેલું કામ કરાવી શકતા નથી તે જે હેતના બે શબ્દો બોલીને કામ કરાવી જાણે છે. અને તેથી જ આવી વ્યકતિઓ પોતાના વ્યવહારમાં હંમેશા બીજાના દિલમાં ધબકારા આપ્યા વિના રહેતા નથી.
માનવ સંબંધો ગતિશિલ છે. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ કુટુંબીજનો સાથેનો નાતો હુંફાળો અને ત્રશ્ર્ણાનુંબંધ હોય છે. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે એટલે સંબંધો વગરનું જીવન કલ્પી જ ન શકાય. બધા જ સંબંધો ક્યારેક મેઘધનુષી એવા ભાવભર્યા કે ક્યારેક જીવનને ઘડતર કરનારા હોય છે.
આજથી ૫૦-૬0 વર્ષો પહેલાં કાકા-બાપાના ભાઇ-ભાંડુળાઓ અને તેના પરિવારો એક સંયુક્ત કૂટુંબમાં એવી રીતે રહેતા કે કોણ કોના સંતાન કે ભાઇ-બહેન છે એ બહારથી આવેલા મહેમાનો વિચારમાં પડી જતાં ! અરે ! બધાઓ વચ્ચે પ્રેમની એવી ગાંઠ બંધાયેલી  રહેતી કે એકાબીજાની રાહ જોયા વિના ખાવા-પીવાનું તો ઠીક પણ પથારીએ પણ જતા નહી. પરિવારના સભ્યોની અનુકુળતા જોતાં વ્યકતિને પોતાના ઘર માટે નિજત્વ એટલે ‘મારું ઘર’ અને પોતાનો પરિવાર તો ખરો જ પણ સગાં સંબંધી માટે આત્મીય ભાવ હતો. અને એટલે જ બધાં વાર-તહેવારોની કે કોઇ સારા પ્રસંગોની રાહ જોઇને બેઠતા.પોતાના પરિવાર સાથે અદમ્ય ઉત્સાહથી સગા-સ્નેહીઓને પોતાના ઘરે આમંત્રતા સાથે સાથે કોને શું ગમે છે અને શું ભાવે છે તેનો ખ્યાલ રાખીને જ જાત જાતની વાનગી બનાવતા અને માનથી આગ્રહ કરી પીરસતા.
આજે પિરસતી વખતે ભઇ ‘મને આગ્રહ કરતા ન આવડે કોઇને ફાવે ન ફાવે કે તબીયત બગડે તે સારું નહી’ કહી લાગણીશુન્ય બની જાય છે.
આજે પ્રસંગોપાત બધા મળવાનું નક્કી જરૂર કરે છે, પણ ઘરમાં નહીં બહાર હોટલમાં ઊજવી બારોબાર જ પતાવી નાખે છે.ધણાં એવા તહેવારો છે જે ઊજવવાના હોય અને બધા ભેગા થવાના છે એ બહાને ઘરને પણ સ્વચ્છ કરાય થોડું ડેકોરેશન થાય અને ઘરનાં નાનાં મોટાં સૌ સામેલ થાય. બાળકો કિલ્લોલ કરતાં હોય, ધીમું સંગીત હવામાં લહેરાતુ્ હોય નાના-મોટા સૌ ઉત્સાહથી આવનારાઓની રાહ જોતા હોય, વેવાઇવેલા સૌ હોંશે હોંશે આવતા હોય તેવો કુંભમેળો મળે ત્યારે સ્વર્ગલોકથી પર એવું જાણે ‘પરિવાર સદન’ બની જાય. કેવો અદ્દભુત માહોલ !અને જેમ જેમ કુટુંબીઓ આવતા જાય તેમ તેમ જલસાનો માહોલ ગોઠવાતો જાય. એમાં જો આસોપાલવ અને ગલગોટાનાં તોરણ્યા બાંધ્યા હોય તો વળી તેની મહેક પરિવારનાં સંમેલનને આહલાદક બનાવે ! મુંબઇ શહેરમાં જગ્યાના અભાવે કે જગ્યા હોય તોય ઘરમાં ઘરમાં કડાકૂટ કરવી ગમતી નથી એટલે બધું બારોબાર હાયહુસ કરી પતાવી દે, કારણકે હોટલમાં પાછળ લાઇન લાગી હોય.અને મળ્યા ન મળ્યા નીકળી જાય કે એક ફોર્માલિટી પૂરી થાય.
સંબંધો બાંધવા સહેલા છે,પણ નીભાવવા અઘરા છે. સંબંધો નિભાવવા પરસ્પર હોંશ હોવી કે પોતાની જાતને બીજાનામાં ઓગળી નાંખવી કે દૂધમા સાકરની જેમ ઓગાળવી એ વધારે અગત્યની છે અને ત્યારે જ સંબંધો જળવાઈ રહે છે અને આત્મિયતા કેળવી મનદુ:ખ થયા હોય તો ભૂલી જવાના હોય છે.પરિવારના સભ્યો એકાબીજા સાથે લોહીની સગાઇના તાંતણે ગુંથાયેલા હોય઼ છે અને એકાબીજા માટે ફરજો બજાવવાની હોય છે.ઘણાં લોકો કહેવાતા મિત્રો સાથે તાદાત્મ્ય રાખે છે.
બાળક જન્મે ત્યારથી જ લોહીના સંબંધો નક્કી થઇ ગયા હોય છે. બાળક મોટું થતાં આપણે એને કોઇ દુકાનદારને કે રેલ્વેના ડબ્બામાં બેઠેલાં કોઇ ત્રાહિતને કે પાડોશીઓને સંબંધોના ત્રાજવે જોખી અન્કલ-આન્ટી કહેતાં શિખવાડ્યે છીએ બરાબરને ? તો પછી આપણી લોહીની સગાઇ સાથે બાંધેલાંને કાકા,કાકી,મામામામી,માસા,માસી,ફોઇ,ફુવા વગેરે સંબોધતાં કેમ ન શીખવાડી શકાય? આવા સંબંધોમાં એક મીઠાશ અને નિજીપણાંની હૂંફ સાથે મૃદુતા મળે છે. અને હ્યદયની ભાવના ખીલી ઊઠે છે.ગુજરાતીમાં એક કહેવત જાણીતી છે ‘ડાંગે માર્યા પાણી કદી છૂટાં ન પડે’
આમ, ‘સ્વપરિવાર દિન’ એ બધા ઉત્સવમાં એક અનોખું પર્વ છે જે પરિવારને એક તાતણે બાંધે છે
તો ચાલો, આપણે એવી ઊર્જા ઉત્પન્ન કરીયે કે પરિવારના પરતને તે દૂર કરે.અને ૨૦૧૦ ના વર્ષે ‘પરિવાર દિન’ નક્કી કરી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને ગૌરંવવંતા કરીએ…..
************
Advertisements

જાન્યુઆરી 7, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

4 ટિપ્પણીઓ »

 1. આપની વાત અને સુચન ખૂબ જ સુંદર અને તાત્કાલિક અમલમાં મૂકવા જેવું મને તો જણાય છે. આજની આ પાશ્ચાત્ય જીવન પધ્ધ્તિના આંધણા અનુકરણે પરિવારની ભાવના કે લાગણી લગભગ ખત્મ કરી નાખી છે ત્યારે અને આ ઝડપથી પરિવર્તન પામતા અને અંગ્રેજી માધ્યમ અને રહેણી કરણીથી કદાચ આવનારા દિવસોમાં પરિવાર સાથેના સંબંધોમાં કોઈ કાકા-કાકી મામા-મામી-ફઈ-ફુઆ-માસા-માસી વગેરે સગપણ માત્ર અંકલ અને આંટીથી ઓળખાતા થઈ જાય તે પહેલાં આવો દિવસ ઉજવવાનું નક્કી કરવુ ં જોઈએ. આમ તો આપણું દીવાળીનું પર્વ એ માટે જ ઉજવવાની પ્રણાલિકા હોવાની પૂરેપૂરી સંભાવના છે પરંતુ આજે આ તહેવારે પરિવાર એક્ઠો ના મળે કે કોઈ આપણે ઘેર નવા વર્ષમાં અભિવાદન કરવા ના આવે તે માટે બહાર ચાલ્યા જવાની ફેશનને ગૌરવપ્રદ બનાવવામાં આવી રહી છે જે ખૂબ જ શરમ જનક ગણાવું જોઈએ. તો આની સામે ક્રીસમસ આપણૉ તહેવાર ના હોવા છતાં આપણે દિલોજાનથી મનાવી રહ્યા છીએ જે સમાજમાં મોભો બની રહ્યું છે. આ લઘુતાગ્રંથીમાંથી બહાર નિકળી આપણાં પરંપરાગત તહેવારોને આધુનિક રીતે કેમ ના ઉજ્વી શકાય ? પરિવાર દિવસ તમામ પરિવારોએ વર્ષમાં એક વાર ઉજવવો જ જોઈએ એમ હું તો દ્રધ રીતે માનું છું ! અને આ વાચનાર તમામ વાચકોને સઋદય વિનંતિ કરું છું કે પરિવાર દિન ઉજવવાનો સૌ સંકલ્પ કરે ! અસ્તુ !
  આપને મારા બ્લોગની મુલાકાત લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું આપની અનુકૂળતાએ મુલાકાત લેશો અને પ્રતિભાવો પણ જણાવશો ! ચાલો આવજો ! મળતા રહીશું ! મારાં બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

  સ-સ્નેહ
  અરવિંદ

  ટિપ્પણી by arvindadalja | જાન્યુઆરી 7, 2010 | જવાબ આપો

  • શ્રી અરવિંદભાઇ
   આપનો ખૂબ જ સુંદર પ્રતિભાવ મોકલવા બદલ ધન્યવાદ !
   મનોરમા ઠાર

   ટિપ્પણી by prafulthar | જાન્યુઆરી 8, 2010 | જવાબ આપો

 2. પરિવાર દિવસ. ખૂબ સરસ સુચન છે. તૂટતા જતા પરિવાર ની હવામાં આવો દિવસ ચોક્કસ કડી સમાન પૂરવાર થશે.

  ટિપ્પણી by Bhajman Nanavaty | જાન્યુઆરી 7, 2010 | જવાબ આપો

  • શ્રી નાણાવટી સાહેબ
   આભાર !
   મનોરમા ઠાર

   ટિપ્પણી by prafulthar | જાન્યુઆરી 8, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: