Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘માનવ મનની તમામ મૂંઝવણોની માસ્ટર કી એટલે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા’….-અનવર વલિયાણી


પ્રકાશક : પ્રફુલ ઠાર
 
 
 
શ્રી અનવરભાઇ વલિયાણી
મુંબઇની સડક પર ચાલ્યા જતા હજારો લોકોને કદી ધ્યાનથી નિહાળ્યા છે? ઉપનગરીય લોકલ ટ્રેનમાં બેઠેલા સહપ્રવાસીઓના ચહેરા પર થતી ભાવની ચડઉતર નીહાળી છે? બેસ્ટની બસોમાં પ્રવાસ કરતા મુંબઇગરાની સકલ પર નજર કરી છે? ઘરની અંદર કામવાળી બાઇ ન આવવાના એંધાણ હોય કે આવવાની જ ન હોય અને તેમાં જો  કોઇ અણધાર્યા મહેમાનો આવી પડે ત્યારે વહુ, દિકરી કે પત્નિઓના પડી ગયેલા ચહેરા સામે જોયું છે? શેરબજારમાં, શાક માર્કેટમાઁ, સિનેમાના થિયેટર પર કે સ્કૂલ કોલેજમાં કે કોઇ પણ જાણ્યા અજાણ્યા સ્થળે ફક્ત પાંચથી દસ મિનિટ ઊભા રહીને માત્ર નિરીક્ષણ કરશો તો કોઇ સ્ત્રી-પુરૂષ એકલા એકલા બડબડતા દેખાશે. કોઇ વળી હવામાં હાથ વીંઝતા દેખાશે. કે કોઇક વળી અણછાજતી દલીલો કરતાં દેખાશે.
ખરેખર માણસ સતત કોઇને કોઇ ટેન્સનમાં જીવતો દેખાય છે. કોઇને ચેન નથી. શાંતિ છે કહેનારાઓને પણ શાંતિ નથી. કોઇને નિરાંત નથી. પાછળ જાણે વાઘ પડયો હોય એમ સતત ભાગંભાગ કરતાં દેખાતા હોય છે. લોકલ ટ્રેનના સ્ટેશનો પર જોશોતો દિવસની છેલ્લી ટ્રેન હોય તેમ ઘસારો જોવા મળશે. આ બધાનું કારણ શું ?
તમે ડૉક્ટરી કે ઔશધીય સર્વેક્ષણ કરશો તો ખબર પડશે કે તન કરતા મનના રોગ માટેના દરદીઓની ભીડ જોવા મળશે. ઘણીવાર સહજ પ્રશ્ન થાય છે કે શરીરમાં મન છે ક્યાં ? વિજ્ઞાને હરણફ઼ાળ દોડ કરી પણ શરીરમાં મન ક્યાં છે તે દેખાડી શકે છે ? છેવટે બધી જ ઉપાધિઓ મનને કારણે જ શરૂ થાય છે. મનોચિકિત્સકોને ત્યાં મનોરોગીઓની કતાર જોવા મળે છે. ક્યાંક સ્વભાવ ચિડીયો થઇ ગયો છે, કોઇ વળી ટેન્શનને કારણે બેઠાં બેઠાં નખ ખરડે છે, કોઇ સતત હોથની આંગળીઓ મરડ્યા કરે છે, કોઇ સિગરેટનાં ધુમાળા કાઢ્યા કરે છે કે કોઇ તંબાકુ નાખેલું પાન ખાયા કરે છે વળી કોઇ એક સરખું મોટા અવાજો સાથે ટી,વી જોયા કરે છે વગેરે..વગેરે.. પણ છતાં ક્યાંય મનને ચેન કે શાંતિ મળતી નથી. સમયની સાથે બાથ ભીડવાની કે સુખ સંપત્તિ મેળવવાની બળતરામાં માનવી દુ:ખી થઈ જાય છે. છેવટે મેળવ્યા પછી તન અને મનથી એટલો થાકી જાય છે કે સુખ ભોગવવાને શક્તિમાન રહેતો નથી.
એક ચિંતકે બહુ સરસ વાત કરી છે: માનવી પાસે સોનાનાં કે ચાંદીના વાસણો અને છપ્પન ભોગ જેટલું ભોજન સામે હોય પણ ભૂખ જ જો ન હોય તો તે શું કામનું ? વિશ્ર્વનો સૌથી શ્રેષ્ઠ પલંગ તમારી પાસે હોય પણ પથારીમાં પડતાં જો ઊંઘ જ ન આવે તો શું કામનો તે પલંગ ? આ બધું કે વિચારશક્તિ કે યાદદાસ્ત પૈસાથી ખરીદી શકાય ખરી ? એને માટે શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં સરસ વાત કરી છે: मन : एवं मनुष्याणां कारणं बंधमोक्ष्यो: એટલે કે બંધન, મુક્તિ, સુખદુ:ખ એ બધાનું કારણ મન છે. જૂની રંગભૂમિના એક ગીતની બે સુંદર પંકતિઓ છે:
સુખી નથી કોઈ સંસારી એવી છે આ દુનિયાદારી
સુખ કહો કે દુ:ખ કહો એ બંને બંધન છે….
આ ચિતાઓથી, તાણમાંથી મુક્ત થવાનો માર્ગ એટલે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને એ જ ઉપદેશ આપે છે કે કોઇપણ કામ નિ:સ્વાર્થ ભાવે, મોહ કે આસક્તિ વગર કરો. પછી ભલે તે કામ તમારું હોય કે બીજાનુ પણ મગજ પર બોજો રાખીને એ કામ ન કરતાં મનથી અને પુરી નિષ્ઠાથી કરતાં આપોઆપ તાંણ ઘટી જશે. શાબાશીની ઝંખના ન કરો કારણકે શાબાશી આપનારા ક્યારેક ટીકા પણ કરે ! માનવી શાબાશીથી અચૂક રાજી થશે પણ ટીકા પચાવી નહી શકે. પણ સ્વસ્થતાથી અને મનથી કામ કર્યું હશે તો તે ટીકા પણ સહેલાઇથી પચાવી શકાશે.
શ્રીમદ્દ ભગવદ્દ ગીતાની આ જ માસ્ટર કી છે કે તમે રોજબરોજના તાણતણાવ વચ્ચે પણ સ્વસ્થ રહી શકો.- આ એવી માસ્ટર કી છે કે જેનાથી સમસ્યા નામનાં બધાં તાળાં ખૂલી જાય છે. ખરું પૂછો તો સમ્સ્યા હોતી જ નથી પણ ચક્રના આરામાં જેમ દરેક આરો વારાફરતી ઉપર-નીચે થયા કરે છે એમ સમસ્યા નામનો આરો પણ કામચલાઉ છે. એટલે જ સમસ્યાની સામે જાઓ અને તેમનો સામનો કરો. અને સમસ્યાને હંફ઼ાવે તે જ ખરો માનવી કહેવાય. સમસ્યાથી ડરી જાય એ માનવી સુખી થતો નથી કે કદી પ્રગતિ સાધી શકતો નથી કે બીજાને પણ સુ:ખથી જીવવા દેતો નથી અને બીજાની પ્રગતિને અવરોધ રૂપ બને છે.
એક બહુ સરસ શેર છે:
કદમ અસ્થિર હોય તો કદી મારગ નથી મળતો
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો
તમારા મનને જીતો તો હું માનું કે સિકંદર છો
નહીં તો દિગ્વિજય એમ બોલવામાં શ્રમ નથી પડતો…
ગીતા એ મન પર દિગ્વિજય (વિશ્ર્વવિજયી) કરવાનું શીખવતો ગ્રંથ છે. એટલે જ મહાત્મા ગાંધીજી કહેતા કે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા એ કંઇ ફક્ત હિંન્દુ ધર્મનો જ ગ્રંથ નથી પણ એતો માનવી માત્રનો ભોમિયો છે. માનવ મનની તમામ મૂંઝવણોની માસ્ટર કી એટલે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા….
 [પ્રિય વાચક મિત્રો, મારી અગાઉની એક પોસ્ટમાં મેં પ્રકાશિત કરેલું કે હું જે કંઇ પણ છું તેનો શ્રેય જાણીતા ‘મુંબઇ સમાચાર’ જેવા સુપ્રસિધ્ધ અખબારના ‘મુખબરે ઇસ્લામ’ના કટાર લેખક અને અમારા ‘હસી ખુશી’ સામયિકના તંત્રી શ્રી અનવરભાઈ વલિયાણીને જાય છે.આ તેમની કૃતિ તેમના જ ‘આશીર્વાદ’ નામની પુસ્તિકામાંથી લીધેલી છે.]
*********
Advertisements

જાન્યુઆરી 11, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: