Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

પતંગનું ઉડ્ડયન શું સૂચવે છે ? – મનોરમા ઠાર


માનવીને સંગઠીત કરવાનો ઉપાય એટલે તહેવારો. અને માનવી પણ એટલા જ ઉત્સવપ્રિય હોય છે. જીવનનો ફરફરતો ધ્વજ લઇને જિંદગી ઉત્સવ પાસે આવી ઊભી રહી જાય અને ઉત્સવ ઉજવી આશાની આંગળી પકડીને જિંદગી આગળને આગળ ચાલતી રહે! વેદકાલીન સમયથી માનવી ધાર્મીક, સામાજીક, રાષ્ટ્રિય કે ત્રશ્ર્તુવિષયક તહેવારો ઉજવતા આવ્યા છે.આજે ૧૪મી જાન્યુઆરી એટલે ‘મકરસંક્રાંતિ’ જેને આપણે ‘ઉત્તરાણ’ કહીએ છે.
આજનો તહેવાર એટલે પતંગપ્રેમીઓનો ઉત્સવ ! ગુજરાતના રાજ્યના દરેક સ્થળે અને ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા વગેરે સ્થળોએ ખૂબ જ મહિમા છે.અને હાં ! મુંબઇની ગગનચુંબીની અગાસીઓમાં પણ જાતજાતના રંગબેરંગી નાના-મોટા પતંગો, ફીરકીઓ અને તલ-ગોળના લાડુઓ કે ચીકી અને નાસ્તા-પાણીની મીજબાની સાથે કલબલ કલબલ કરતાં સોસાયટીની અગાસીમાં અડોશ-પડોશ, સગાવ્હાલા કે મિત્રોની વણજાર સાથે ડેશ નાખી પતંગોત્સવ માટે લોકો ખુશમિજાજમાં બેઠા હોય છે. અગાસીમાં પગ મૂકતાંની સાથે જ સૌ પ્રથમ પવનની દિશા પકડી પડાય છે.બસ પછી તો સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી નાના-મોટા દરેક પતંગ ઉડાડવાની ગેલમાં આવી જાય છે અને આકશ રંગબેરંગી પતંગોના કલરથી રંગાય જાય છે જાણે કે મેઘધનુષ….
તમને નથી લાગતું કે ઊંચે પતંગને મહેનત કરીને ઉડાડતા આપણે આપણાં જીવનના ધ્યેય સાથે ન સરખાવી શકાય ? હા ! સરખાવી શકાય કે માનવી પોતાનું ધ્યેય હંમેશા ઊંચુ પર્વતના શિખરની ટોચ જેવું રાખવું જોઇએ કે જે ઘણામાં આ જોવા મળે છે અને તેઓ જ જીવનમાં સફ઼ળ ઉડાણ કરી સાહસને પડકારતાં હોય છે.
ઊંચે ચગેલા પતંગને આકાશમાં સ્થિર રાખવો એ સૌથી અગત્યનું છે.પવન પ્રમાણે પતંગને માંજાથી કુશળતા પૂર્વક ચગતો રાખવાની જહેમત ઉઠાવવી પડે છે.પતંગ ઉડાડનારનો એક જ ધ્યેય હોય છે કે પોતાનો પતંગ ઉંચે ઉંચે ઉડતો રહે, માનવીએ પણ પોતાના હાથમાં લીધેલું કામ પોતે લીધેલો સંક્લપ સાથે પુરું કરે એ તેનું ધ્યેય હોવું જરૂરી છે. કેટલાયે સંકલ્પોને મન રૂપી દોરામાં પરોવીએ ત્યારે એક માળા બને જેને આપણે ધ્યેયની માળા ગણાવી શકાય અને એ ધ્યેય પૂરા થાય તેનું નામ સિધ્ધિ…
દરેક માનવીના દિલની ભીતરમાં કંઇક કરવાનો ખજાનો તો પડેલો જ હોય છે. પણ ઘણાંને તેની જાણ હોતી નથી.. સમય તો વહ્યાજ કરે છે અને બરાબર ન સાચવો તો જેમ ઊંચે સુધી ઉડાડેલી પતંગ કપાઇ જાય છે તેમ સમય પણ કપાઇ જાય છે. અને પછી થાકી જવાય કે પછી બીજું કામ હાથમાં લેવાની તાલાવેલી તૂટી જાય. જીવનમાં સંઘર્ષ અનિવાર્ય છે. પતંગને કાયપો છે તેનાથી બચાવવા જતાં હાથમાં માંજાથી જેમ કાતરા પડી જાય તેમ જીવનમાં પણ અડગ રહી તમારું ધ્યેય સીધ્ધ કરવા થોડા કાતરા સહન પણ કરવા પડે !
કોઇપણ ધ્યેય સિધ્ધ કરવા માનવીમાં એક પ્રકારની ધગસ અને કુશળતા હોવી જરૂરી હોય છે.પોતાના કાર્યમાં ઓતપ્રોત થઇને ઘડીભર પોતાની જાતને ખોઇ નાખવી પડે છે. જેમ આપણે બાળકને શિખામણ આપતા રહીયે છે કે રમવા ટાણે રમો, ભણવા ટાણે ભણો,,,
પતંગદૂતને માનવી પોતાની હસ્તકલાથી જેમ ઊંચે ઊંચે ચગાવી સૂર્યની સંક્રાંતિને બિરદાવે છે તેમ આપણાં ઊંચા ધ્યેય જે આપણાં શુક્રતારા છે અને આપણને જીવવાનું પ્રેરક બળ આપે છે તે મકરસંક્રાતિનો પર્વ એટલે ઉત્તરાણ….
********
Advertisements

જાન્યુઆરી 14, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

  1. manorama ben, i never knew abt ur blog. keep it up. :)

    ટિપ્પણી by p | જાન્યુઆરી 21, 2010 | જવાબ આપો

  2. પ્રિય પિંકીબહેન,

    આપના બે શબ્દના પ્રતિભાવ પણ મારા માટે ગર્વ ભરેલા અને પ્રેરણાના આશીર્વાદ રૂપ છે.

    મનોરમા ઠાર

    ટિપ્પણી by prafulthar | જાન્યુઆરી 22, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: