Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘કોડીનારનું ગૌરવ’-પ્રફુલ ઠાર


સંબંધો એટલે દરેકો માટે જાણે કે મોટી સમસ્યા લાગે છે. જયારે કુટુંબમાં કે કોઇની સાથેના સંબંધોમાં જ જો મેઘઘનુષ જેવા વિવિધરંગી સંબંધો, સગપણ કે બહારથી દેખાડાતા ખોટા પ્રેમ અને લાગણીના સંબંધો  જયારે જોવા મળે છે ત્યારે આપણને દુ:ખ થાય છે, મને મારા સ્વર્ગસ્થ પિતાજી કહેતા કે “બહુ કોઇની નજીકના થઇ ને ન રહેવું કારણકે જયારે તેજ વ્યકતિ સાથે કંઇ આડુ પડે ત્યારે તેની સાથેના સંબંધોના વિચારોમાંથી આપણે બહાર નીકળી શકતા નથી.” પરંતુ મને થતું હતું કે આ બધી વડીલોની માન્યતા છે. બાકી આજ કાલની વાસ્તવિકતાના અનુભવો પરથી ખોટી અને ઉપર-છડી લાગણીના સંબંધો જયારે જોવા મળે છે ત્યારે આપણને દુ:ખ થાય છે  અને મને મારા સ્વર્ગસ્થ પિતાશ્રીની એ વાતો યાદ આવી જાય છે. કહેવત તો છે જ પણ અનુભવો જ સાક્ષી છે કે દૂરથી ડુંગર રળિયામણા લાગે તેમ દૂરથી બધું સારું લાગે. પાસે જઈએ તો ત્યાં પથરા જ પથરા હોય છે. જો કે જેમ સિક્કાની બે બાજુ જુદી જુદી હોય છે તેમ કયાંક અનુભવોમાં પણ અપવાદ તો જોવા મળે જ છે..
આવો જ કોઇ અપવાદ કોડીનાર સમાજ ના શ્રી પ્રભુદાસ જેઠાલાલ શાહ ના (માસા) જીવનની સફળતાના સંબંધોમાં અપવાદ રૂપે જોવા અને જાણવા મળ્યું. સબંધમા તેઓ અમારા કુટુંબનાં એક વડીલ અને એક શુભચિંતક છે. સમય અને સંજોગોના કારણે નિવૃત થયા છતાં સમયે સમયે તેઓની સલાહ સૂચન તો અમારા કુટુંબ માટે અનિવાર્ય જ હોય છે. અમારા માટે તેમના સ્નેહનો અને પ્રસંગે પ્રસંગે તન, મન અને ધનથી ઉભા રહેવાનો બદલો વાળવાના વિચાર સાથે એક દિવસ અમે તેમનાં ઘરે બેઠાં બેઠાં સહજ મેં પુછ્યું “માસા આમારે તમારા જીવનના અનુભવો અને વીતાવેલા વર્ષો વિષે અમારા વેબમાં પ્રકાશિત કરવું છે. તો કંઇ જણાવી શકશો ?” નિખાલસ ચહેરે તેને હસતાં હસતાં વળતો જવાબ આપ્યો “ઘણું બધું છે, ઘણું તો યાદ જ નથી રાખ્યું અને એમાં શું પ્રકાશિત કરવાનું?” “મારામાં એક જોમ અને હોંશ હતાં ત્યાં સુધી કર્યું એમાં શું ! ”
મેં તેમને કહ્યું કે “ના જે કંઇ થોડું ઘણું તમારા સ્મરણોની વિગતો આપી શકતા હોય તે જણાવો”. થોડી હા નાકાનીથી મેં તેમને મનાવ્યા. તેઓએ જે કંઇ રસપ્રિય વાતો આપી જેની અંદર પ્રણય, સમજ, સંસ્કાર, કુદરત, વ્યથા, ચિંતન, સંસારદર્પણ, જીંદગી અને સાચી પેટ છૂટી વાતની એક રસપ્રદ પ્રસંગોની યાદોં અમોએ તેનો થોડો સાર તેમના જ મુખેથી અને કયાંક કયાંક તેમના વિષે પ્રકાશિત થઇ ચૂકેલી પુસ્તકોમાંથી લીધેલું છે. જે અમો આજે આ લેખન ધ્વારા તેઓશ્રીને નવાજીને આ લેખન તેમને અર્પણ કરી ગર્વ અનુભવ્યે છીએ..
આંઠ દાયકાથી ઉપર વટાવી ચૂકેલા ૮૨ વર્ષીય શ્રી પ્રભૂદાસ માસાનો જન્મ તા૨૩/૦૧/૧૯૨૭ ના દિવસે સૌરાષ્ટ્રમાં આવેલા એવા કોડીનારમાં મોઢ સમાજમાં થયો. અભ્યાસર્થે ૧૯૪૧ માં મુંબઇ આવી ૧૯૪૫  માં મેટ્રીક પાસ કરી વાણિજ્યમાં અભ્યાસ કરતાં કરતાં કોલેજમાંથી છુટ્યા બાદ એમના વડીલ બંધૂઓ સ્વ:શ્રી ત્રીભોવનભાઇ, સ્વ:શ્રી વરજીવનદાસભાઈ, સ્વ:શ્રી કુમનદાસભાઇ અને સ્વ: શ્રીનાગરદાસભાઇએ જે ૧૯૪૧ માં મેસર્સ મનસુખલાલ ત્રીભોવનદાસ નામની કુપની શરૂ કરી હતી તેમાં તેઓ હાજર થઇ અનુભવ લેતા. ૧૯૪૯  માં મુંબઇની માટુંગાની કોલેજમાંથી ડીપ્લોમાં ઇન ફાર્મસીની ઉપાધી મેળવી ૧૯૫૨  માં મુંબઇના એક પરા એવા કૂર્લા વિસ્તારમાં ઇગલ ફાર્માસ્યુટીકલ વર્કસ નામની ફાઇન કેમીકલ્સ બનાવવાની ફેકટરીની સ્થાપના કરી. પરંતુ એક જ વર્ષનાં ટુંકા ગાળામાં તેમના વડીલ બંધુ સ્વ:કુમનદાસભાઇએ જેણે  BMPC નામની કુંપની કલકત્તામાં આવી સ્થાપીત કરી હતી તેને સારી રીતે વિક્સાવી શકાય તે આશયથી 1953 માં બંગાળના એવા કલકત્તા શહેરમાં આવી વસ્યા અને તેમના મોટાભાઇ સ્વ: શ્રી કુમનદાસભાઇ અને નાના ભાઇઓ સ્વ:પ્રાણજીવનદાસ અને સ્વ: વૃંદાવનદાસભાઇ સાથે કુટુંબના ધંધામાં જોડાયા કે જયાં BMPC કુંપની ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટસ બનાવતી હતી.
૧૯૫૩  થી ૧૯૭૧  ની ૧૮  વર્ષની કાર્કિદીની સફર કરી કલકત્તતામાં રાજકીય વાતાવરણ બદલાતા તેઓ મુંબઇમાં કાલબાદેવીમાં રહેતા બીજા ભાઇ સ્વ:શ્રી નાગરદાસ જેઠાલાલ શાહ સાથે મુંબઇના પ્રિન્સેસ સ્ટ્રિટ વિસ્તારમાં આવેલા દવા બજારમાં મેસર્સ મનસુખલાલ ત્રીભોવનદાસ નામની કુપનીમાં જોડાણાં જે ૧૯૪૧ માં સ્થાપીત થઇ હતી એ પછી સાથે સાથે કુર્લામાં ચાલતી ઇગલ ફાર્મસયુટીકલ નામની ફેકટરીને પણ આગળ ધપાવી વાપીમાં પણ ફેક્ટરી નાખી. ખાસ તો મહેનત અને એક પોતાની સુજ અને સમજણથી ભાઇ-ભાંડુળાનાં વસ્તારને ભણાવી ગણાવીને થાળે પાડવાનું તેની આકાંક્ષા હતી જેમાં તેને સફળતા મળી.
શ્રી પ્રભૂદાસ માસા કુટુંબ રચના સાથે સાથે કલકત્તા હતા ત્યારે કલકત્તામાં પણ સગા, સબંધી, સમાજના ભાઇ મિત્રો અને જાણતા અજાણતાનો પણ હાથ પકડી પોતાના પગ ઉપર તેમણે ઉભા કર્યા. મુ્બઇમાં પણ ઘણી વ્યકતિઓને મદદ કરતાં અને રાહ બતાવતાં અને કોઇક કોઇક વાર પૃચ્છા કરી લેતાં કેમ ચાલે છે બધું બરાબર છે ને ? અને હાં! એ કેમ ભૂલાય કે કોઇ કામ માટે પોતાની ઓફીસમાં આવે અને અનાયાસે તેઓશ્રી ન પણ હોય તો તેના ભત્રીજાઓને આપી દીધેલી રાહદોરીથી કામ પતી જાય અને કામ અટકતું નહી કારણકે ભત્રીજાઓ પણ આગંતુકને પ્રેમથી બેસાડતા અને કહેતાં કાકા તમારું કામ કહીને જ ગયા છે
૨૦૦૬  મા મુંબઇના વરલી વિસ્તારમા રહેતા પટનાના Shri Samprada Babu (Chairman of M/s Alkem Laboratories Ltd.) પોતાનું એક પુસ્તક ‘मेरी जिवन यात्रा’ નામનું પ્રકાશિત કરેલું છે જેમાં માસા શ્રી પ્રભૂદાસભાઇને પોતાની જીંદગીમાં સફળતાના એક ભાગ રૂપે બીરદાવી ને લખ્યું છે કે પોતે કલકત્તા તેમને મળ્યા હતા ત્યારે દવાઓના ઉત્પાદન માટેના પ્લાન્ટ નાખવા માટેની લાંબી ચર્ચા કરીને પુરતી મદદ કરી હતી અને રિસર્ચ ટીમને સલાહ સૂચન આપી દોર્યા હતા.
આ ઉપરાંત પશ્ર્ચિમ બંગાળમાં આવેલા એક ‘શ્રી રામકૃષ્ણ આશ્રમ નિમપીઠ’ માં તેઓ સક્રિય સેવા આપતાં. ‘સ્વામી બુદ્ધાનંદજીના જીવનમાં થયેલો મહાપુરૂષ તથા જ્ઞાની અને ગુણી વ્યલતિઓનો સંગાથ’ નામનું એક પુસ્તક પ્રકાશિત થયું હતું જેમાં શ્રી પ્રભૂદાસભાઇને તેમના મોટા ભાઇ સ્વ:કુમનદાસભાઇના સુચનથી આશ્રમમાં સહાયક મંત્રી બનાવ્યા હતાં. તેઓએ વધુમાં લખ્યું હતું કે તેઓ સાથેના બંધાયેલા સબંધોમાં તેઓના ધર્મપત્ની શ્રીમતી રમા બહેન પણ તેમના ઘરે આગતાસ્વાગતા હંમેશા કરતાં.. ખાસ વાત તો એ હતી કે તેઓ હંમેશા આશ્રમને કોઇને કોઇ રીતે મદદ કરતાં અને નીમ પીઠ આશ્રમમાં આવી ભેગા રહી જતાં.
૧૯૬૦  માં કલકત્તાના કાલિઘાટ મંદિરની નજદીક અને આદિ ગંગાજીને ચેતલાનાં એક ભાડાનાં મકાનમાં ગરીબ અને લાયકાતવાળા કોલેજ વિધાર્થીઓ માટે એક નિ:શુલ્ક છાત્રાલય બનાવવામાં સૌથી પહેલાં આગળ આવીને ખાટલા અને અન્ય રાચરચીલું વસાવી આપ્યું હતું.
૧૯૬૧ ના જાન્યુઆરીના ગાળા દરમ્યાન નીમપીઠ આશ્રમમાં એક ઝુપડું બનાવવા માટે જમીનની ખરીદી માટે વગર માંગ્યે સૌથી પહેલાં રૂ, ૧૦૦૦.૦૦  ની રકમ આપી હતી. અને આશ્રમને પ્રગતિના ઉંચા મિનારાના સ્થાને પહોંચાડમાં તેનું યોગદાન અણમોલ છે. તેઓ મુંબઇ રહેતાં હોવાથી તેમના વતી હાલ તેમનાં બનેવી શ્રી કૃષ્ણકાંતભાઇ અડાલજા સેવા આપી રહ્યા છે.
શ્રી પ્રભુદાસભાઇ આવી અનેકો સામાજીક સેવાના કામો માટે સંકળાયેલા છે જેમાં મુબઇની હોસ્પીટલ આશા પારેખ,કાંદિવલી હિતવર્ધક મંડળ અને ઉપનગર મોઢ વણિક સમાજ કે જેમાં તેઓ આજીવન આમંત્રિત માહેમાન તરીકે તેઓશ્રીનું બહુમાન કરેલું છે. આ ઉપરાંત તેઓ દેશના ભુતપુર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ શ્રી મોરારજીભાઇ દેસાઇ, સ્વર્ગસ્થ દાદા પાંડુરંગ શાસ્ત્રી, એક રાષ્ટ્રિયકૃત બેંકના દરેક વડાઓ કે બીજા અનેકો મહાનુભવો સાથે સપર્કમાં રહી ચૂકેલા શ્રી પ્રભૂદાસભાઇ મજાક કરતાં કહયું કે બારખડીના ‘ક’ એમના માટે શુકંનવંતો છે કારણકે કોડીનાર, કાલબાદેવી ,કેમિકલ્સ, કલકત્તા, કુર્લા, કુમનદાસભાઇ, કે,કે,કેમિકલ્સ, ઇગલ ફાર્માસ્યુટીકલ વર્કસના ભાગીદાર સ્વ:શ્રી કાંતિભાઇ દવે અને હાલ કાંદિવલી હેતવર્ધક મંડળ અને છેલ્લે કાંદિવલીનું રહેઠાણ જોકે આ બધાની સાથે સાથે પત્ની શ્રીમતી રમાબહેન તો ખરા જ….
જેમ એક શિલ્પિએ કોતરેલું શિલ્પ, તે શિલ્પાકારની કળાનું જેમ પ્રદર્શન કરાવી દે છે તેમ તેઓશ્રીએ પોતે પોતાની જાતને ઘડી અને એક આકાર આપ્યો છે કારણ કે જન્મ લીધો છે તો મરણ પણ નિશ્ર્ચિંત છે પણ સારા કાર્યો હંમેશા જીવંત રહેવાના છે.
********
Advertisements

જાન્યુઆરી 28, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

3 ટિપ્પણીઓ »

 1. Dear Prafulbhai and Manoramaben,
  we appreciate your site and wish all the best.

  ટિપ્પણી by Ajit Desai | ફેબ્રુવારી 14, 2010 | જવાબ આપો

  • શ્રી અજીતભાઇ

   જય શ્રી કૃષ્ણ..

   આપશ્રીના પ્રતિભાવો અમારી કલમને પ્રેરણા અને આશીર્વાદ આપતા રહે એ જ અભ્યર્થના.
   બની શકે તો વૈશ્ર્વિક પરિવારમાં ‘કોડીનારનું ગૈરવ’ આપ પ્રકાશિત કરી શકતા હોવ તો કરવા મહેરબાની.

   આભાર,

   આપના
   પ્રફુલ ગોરધનદાસ ઠાર
   મનોરમા અરવિંદ ઠાર

   ટિપ્પણી by prafulthar | ફેબ્રુવારી 15, 2010 | જવાબ આપો

 2. hi,it is very very in short .please write more in details,i love his specially K i enjoyed and remember my nacked eyes that he is at present.

  ટિપ્પણી by sheetal | એપ્રિલ 1, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: