Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

ફાગ, યુવા દિલનું પર્વ એટલે હોળી-ધુળેટી- શ્રી અનવર વલિયાણી


[ સુપ્રસિધ્ધ ‘મુંબઇ સમાચાર’ ના મુખબિરે ઇસ્લામના કોલમિસ્ટ અને ‘હસી ખુશી’ સામયિકના તંત્રી શ્રી અનવરભાઇ વલિયાણી એટલે કે સર્વ ધર્મ સમભાવ. આજે આ હોળીના શુભ ભાવના સાથે સંદેશો આપતા અમોને તેના પ્રકાશિત થયેલા પુસ્તક ‘આશીર્વાદ’ માંની એક કૃતિ પ્રકાશિત કરતાં આનંદ થાય છે.]
વસંતોત્સવ નો પ્રાંરંભ એટલે ફાગણ મહિનો. કવિ જયદેવે જ્યારે વસંત લહેરીને ‘લલિત લવંગલતા પરિશિલન…..કોમલ મલય સમિરે.’ ગાઇને આહવાન આપ્યું ત્યારે એમણે એક ઋતુનું વર્ણન નહોતું કર્યું. પણ એમણે એક એવા પર્વનો મહિમા ગાયો હ્તો કે જેને આખું જગત પોતાની પ્રિય ઋતુ તરીકે સ્વીકારે છે.
હોળી પર્વની ઉજવણી એટલે કે હિન્દુ સંસ્કૃતિને રંગોથી ભરી શ્રદ્ધા અને વિશ્ર્વાસનો સંદેશો રેલાવતા દ્રશ્યો ઠેરઠેર હોલીકા દહન વખતે જોવા મળતા હોય છે.. હોળીનું પર્વ એટલે વસંતનો  ઉમંગ અને ઉલ્લાસ..
સંસ્કૃત કવિઓ જેને વસંત તરીકે ઓળખે છે એ જ ઋતુને અરબી-પરશિયન-ઊર્દુ સાયરોએ બહાર કહીને લાડ  લડાવ્યા છે.આંગ્લ ભાષાએ સ્પ્રીગ કહીને એની બિરદાવલી ગાઇ છે. હિન્દીના કવિઓએ ફાગ રૂપે એને મોહબ્બત કરી છે.
દુનિયાની આ એક જ ઋતુ એવી છે જેને ધર્મ, ભાષા, પ્રાંત, પ્રદેશ, સંસ્કૃતિ, પંચ, વાદ, વિચારધારા કશું જ નડતું નથી. તમામે આ ઋતુને રંગો બહારની, મસ્તીની, મિજાજની અને નાની મોટી ભૂલોને અવગણવાનો દિવસ અને યુવા દિલના ધડકનની ઋતુ તરીકે સ્વીકારી છે અને એની અવનવી રીતે ઉજવણીના માર્ગો શોધી કાઢ્યા છે. ઊગતા સુર્યના દેશથી માંડીને બીજી દુનિયા તરીકે ઓળખાતો આથમણી દિશાના દેશ અમેરિકા સુધી વસંતના વધામણાં અનેક રીતે થાય છે.
જગતને માત્ર ભાઈચારો જ નહી પણ મૈત્રી, આનંદ, ઉત્સવ, સ્નેહ, મિલનનું આ પર્વ એક જ એવું પર્વ છે જે વિષાદો, વિવાદો, વૈમનસ્યો, વેર અને વિરોધાભાસના વિશ્ર્વની તમામ પ્રજાને એક કરીને નવા રંગે રંગાઇને દિલ-દિમાંગ પરના દુષણનાં પોપડાં ખંખેરવાનો સંકેત આપે છે.
વસંત એ નવા યુગનું પ્રતીક છે. પાનખર પછી નવા પર્ણની કુપળો ફુટવાનું પર્વ છે. એ જ રીતે આ પર્વ જાગતિકથી સામાજિક સુધીના સ્તરે આપણાં માથે નવા મૈત્રી સંબંધોનું પર્વ બની રહે એવી કલ્પના પણ આજની નથી. યુગાનું યુગોથી વસંતઋતુની મિલનની અને નિખાલસતાની ઋતુ તરીકે સાહિત્યકારો, કવિઓ, મહાકવિઓ, કલાકારો, ચિત્રકારોએ નવાજીસ  કરી છે.
આવી વસંત આપણાં અંગત, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં બહાર બનીને ફોરી ઊઠે એવી અભ્યર્થના !

*******

Advertisements

ફેબ્રુવારી 28, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: