Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

એક ઉમદાની મુલાકાત….પ્રફુલ ઠાર


એક ઉમદાની મુલાકાત….
આપણે બધા જ એકા બીજાને કહેતા ફરીએ છીએ કે ” ભઇ સમય કયાં છે ! બધા જ પોત પોતાના સંસારની ગડમથલમાં પડેલા છે, કોઇને કોઇની પડી નથી.” જો કે આ હૈયાની વાત તો સાચી જ છે. પણ એમાં પણ સિક્કાની જેમ બે બાજુ હોય તેમ અપવાદ રૂપે જયાં બધાં, બધાંના જ છે અને બધાંને બધાં જ માટે સમય છે એવા સેવાભાવીઓની મુલાકાત થઇ.
મારા બાજુનાં જ ફલેટમાં રહેતા શ્રી પ્રદિપભાઇ અને ઉષાબહેન રહે છે. એક દિવસે ઘરે આવીને મારા શ્રીમતીજીને તેઓએ કહયું કે ” અમે કાંદિવલી પશ્ર્ચિમમાં એક્યુપ્રેસર માટે જઇએ છીએ જયાં નિશુ્કલ સેવા આપવામાં આવે છે.” ” અમે તો જઇએ છે જો તમે અને પ્રફુલભાઇ આવશો તો કંઇક તમારા બંનેની તબીયતમાં સુધારો એક્યુપ્રેસરથી થઇ શકે.” મેં અને મારા શ્રીમતીજીએ તે સ્વિકારી લીધું.
એક શુક્રવારના રોજ અમે બધા સાથે ત્યાં લક્ષ્મિનારાયણના એક હોલમાં પહોંચી ગયા. જયાં જોયું તો કોઇક નસો પર દાબ આપી રહયું હતું તો કોઇક પોઇંટ લઇ રહયું હતું. વળી પાછું જે પોઇંટ આપી રહયું હતું તે બીજા પાસે પોઇંટ લેવા બેસી જતું અને જે પોઇંટ લઇ રહયું હતું તે પોઇંટ આપવા બેસી જતું..વળી એક સેવાભાવી શ્રી મહેન્ઢ્રભાઇ, કોઇક નવા આવનારના કેસ પેપર તૈયાર કરતા હતા કયાં તો વારાફરથી નામ બોલીને કોને કોની પાસે બેસવાનું તેની સૂચનાઓ આપતા. આ બધું કંઇ ખબર ન પડી એટલે હું શાંતીથી નિહાળી રહયો હતો. એટલામાં, શ્રી મહેન્ઢ્રભાઇ અમારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ” હમણાં બહેન આવશે એટલે તમને લોકોને બોલાવશે અને પછી તમોને શું ઉપચાર કે દવા આપવી તે કહેશે.”
અમે આ બધું નિહાળતા બેઠા હતાં ત્યાં એક બહેન કે જેના નામ પ્રમાણેના ગુણ હોય તેવા એક પ્રભાવશાળી શ્રીમતી મધુરીબહેન મધુરતાથી પ્રવેશ્યા જેને બધા પોત પોતાની રીતે નમન કરતા હતા તો કોઇક નિકટ આવીને પગે લાગતા હતા. મેં અને મારા શ્રીમતીજીએ પણ દૂરથી નમન કરી કુતુહલથી અમે અમારી જગ્યા ઉપર બેસી ગયા. પછી ક્રમશ પ્રમાણે એક પછી એક એમ બધા તેમની પાસે પોતાની બીમારી માટે મળતા ગયા અને પછી અમારો વારો આવ્યો ત્યારે પહેલા તો અમારા પાડોશીએ તેમની સાથે “અમારા પાડોશી છે” કહીને ઓળખાણ કરાવી. પછી શ્રીમતી મધુરીબહેને મારી અને મારા શ્રીમતીજીની શાંતિથી બધી જ વાતો સાંભળી અને બંનેને જોઇતી આર્યુવૈદિક દવાની અને સાથે કયા કયા પોઇંટ આપવા તેની નોંધ આપી. એવામાં મારા અચંબાની વચ્ચે પોઇંટ આપનારને બોલાવીને કહયું કે “આ કેસ બરાબર સારો થઇ જવો જોઇએ.” જો કે કુદરતની લીલા આગળ મનુષ્યનું કેટલું ચાલે છે એ તો ઇશ્ર્વરને જ ખબર પણ મને આ બધું ખુબ જ ગમ્યું અને હું અને શ્રીમતીજી પડોશીના સાથ સંગાથે જવા લાગ્યા.
બીજે અઠવાડિયે મેં શ્રીમતી મધુરીબહેનને પુછયું કે “આ બધું તમે કેવી રીતે કરો છો મારે જાણવું છે” વગેરે… વગેરે…તેણે મધુરતાથી કહયું કે “પહેલાતો તમને પહેલે માળનો દાદરો ન ચઢી શકતા હોવ તો હીતવર્ધકમાં નીચે જ છે તો તમે ત્યાં આવશો, તો તમને મારા મીસ્ટર પણ મળશે અને તમને જોઇતી માહીતી પણ મળી જશે. પણ તમારે ગુરુવારે આવવું પડશે.”
એ પછી, એક ગુરુવારે ત્યાં પહોંચી ગયા અને અમારો વારો પતી ગયા પછી થોડી નવરાશની પળોએ પતિ શ્રી ગજેન્ઢ્રભાઇ પાસે જઇને બેઠા અને શ્રીમતી મધુરીબહેને મારી અને મારા શ્રીમતીજીની ઓળખાણ કરાવી. થોડી ઘણી વાતો કર્યા પછી મેં તેને “આ સેવાની પ્રવૃતિ વિશે જાણકારી આપવા કહયું.” તેઓ રાજી થયા અને જે કંઇ ટુંકમાં જાણકારી સાથે એક પ્રવેશિકા આપી જેમાંથી મેં જાણકારી પ્રાપત કરી તે એક ગૌરવ ભરેલી કહી શકાય.
 શ્રીમતી મધુરીબહેન અને શ્રી ગજેન્ઢ્રભાઇ  ૭૨ વર્ષીય અને ત્રણ પૌત્રના દાદા દાદી શ્રીમતી મધુરીબહેન મહેતા અને શ્રી ગજેન્ઢ્રભાઇ જ્ઞાતિએ કપોળ છે. અને પોતાનો વ્વસાય, પેનમાં વપરાતી જોર્ટર રિફિલનો પરદેશમા નિકાશ કરવાનો છે. નિખાલસ અને સેવાભાવી યુગલો છેલ્લા ત્રણ દાયકાથી એટલે કે ૧૯૭૮ થી ‘જય ભગવાન એક્યુપ્રેસર સર્વીસ (આંતર રાષ્ટીય) મુંબઇ’ ની સંસ્થાના નિશુક્લ સેવા સંચાલક છે. આ સંસ્થાના પ્રણેતા સ્થાપક આદ્ય ગુરુદેવ સ્વ: શ્રી ચીમનભાઇ દવે હતા જયારે, સાંપ્રત ગુરુજી શ્રી બિપીનભાઇ શાહ જેઓ હાલ નેવુ વર્ષની ઉંમર ધરાવતા હોય અને આ સંસ્થાની સેવાનો કળશ ગુરુજીનું બિ્રૂદ આપી ૧૯૭૮ માં શ્રીમતી મધુરીબહેન ઉપર ઢોળ્યો. અને તરત જ ચાર મહિના પછી શ્રી ગજેન્ઢ્રભાઇ પણ પત્નિ શ્રીમતી મધુરીબહેન સાથે જોડાઇ એમ ફક્ત ચાર સહયોગીથી સૌ પ્રથમ મુંબઇના પરા એવા મલાડમાં શરૂ કરી. નાની વાત મોટી બની ગઇ હોય તેમ, એક દિવસ લંડનથી મી.કલેરવોયન્ટથી કોઇક સંબોધન માટે ભારત આવ્યા હતા જ્યાં સ્વ: ચીમનભાઇ પણ હતા અને મી.કલેરવોયન્ટે તેને ” હીલર ” તરીકે સંબોધ્યા. હીલર એટલે કે રોગ મટાડનાર. તેણે સ્વ:ચીમનભાઇને એટલું જ કહયું કે ” તમે જે દરદીને હાથ લગાડશો તે સાજા થઇ જશે.” જોકે ઘણી શાળાઓમાં મુખ્ય પ્રમુખ,પ્રદ્યાપક કે કુળપતિ તરીકેની ઉપાધી વાળાએ વિચાર્યુ કે તો પછી વૈજ્ઞાનિક ઢબે કેમ કાર્ય ન કરવું ? અને આ ચારેય સહયોગીઓએ એ અથાગ કાર્ય પોતાના બળ બુધ્ધિ અને સતત વાંચનનો અભ્યાસ કરી એક થેરેપીસ્ટ તરીકેની સારવાર માટેનું કેન્ઢ્ર ખડું કરી દીધું. જયાં આજે મુંબઇ સહિત આફ્રિકા, અમેરિકા અને લંડનમાં કેન્ઢ્રો સ્થાપીત થયા. આજે અંગ્રેજી,હિન્દી,મરાઠી અને ગુજરાતી ભાષામાં પ્રક્ષિશણ અપાય છે.
ખુ બીની વાત તો એ છે કે,દરદી સારવાર લે અને શીખીને પોતે નિ:શુક્લ સેવા અર્પણ કરી બીજાઓને સારવાર, કોઇપણ જાતની અપેક્ષાવગર નિસ્વાર્થે વર્ષોથી અપી રહયા છે.
જો કે ભારત દેશ પાસે જ્ઞાન વિજ્ઞાનનાં ક્ષેત્રે કે અધ્યાતમાં નો ઘણો ભંડાર છે પણ તેને યોગ્ય સ્થળે અને સમયે વાપરવો ઘટે  કદાચ એવું બની શકે કે ‘એક્યુપંચર’ અને ‘એક્યુપ્રેસર,’ નો તફાવત ખબર ન પણ હોય શકે.ઉદાહરણ તરીકે ‘એક્યુપંચર’ એ એક ચીનમાંથી આવેલી પધ્ધતિ છે જેમાં શરીરના નિશ્ર્ચિંત કરેલા ભાગો ઉપર સોયથી છેદ કરીને સારવાર આપવામાં આવે છે. જયાંરે ‘એક્યુપ્રસર’ પધ્ધતિમાં પગ કે હાથના દાબ બિંદુ ઉપર દાબ આપીને સારવાર આપવામાં આવે છે. આ પધ્ધતિ જાપાન અને અમેરિકાની છે જેને આપણે ભારતની વ્યાયામ પધ્ધતિમાં સમાવવામાં આવી છે. જે બધા જ અગ્રગણ્ય દેશોએ તેને એક થેરેપીની માન્યતા આપી જેથી સાધરણ માણસ પણ અભ્યાસ કરીને તેને ઉપયોગમાં લઇ શકે છે. શ્રીમાન અને શ્રીમતી મહેતા પરિવારના ત્રણ દાયકાના અનુબવો ઉપરથી તેઓ કહે છે કે અસાધ્ય રોગો પણ સાધ્ય થઇ જાય છે.
જોકે વધુ વીગતો તો તમે શ્રી મહેતા પરિવારના સાનિધ્યમાં આવો ત્યારે જ થાય કારણકે અહીં ત્રીસ વર્ષના ગાળા દરમ્યાનમાં કોઇ હોદદેદાર,અધિકારી,બંધારણ,લવાજમો,પરતંત્રતા, દાનપેટીઓ કે હુંસા તુંસી નથી અને જે છે તે સતત ત્રણ દાયકાથી ચાલતી માત્ર સેવા અને ઉમદા કાર્ય..
*******
Advertisements

માર્ચ 2, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: