Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘વાંચનની પરિભાષા’-પ્રફુલ ઠાર


વાંચનની પરિભાષા
વાચનની પરિભાષા એટલે કે જે જીવનને જીવતા શીખવાડી એક રાહ બતાવે કે પછી માણસના જીવન યાત્રાના તમામ પ્રસંગોના અનુભવોમાંથી સર્જાયેલી, સમજેલી, જોયેલી, સાંભળેલી કે વધતે ઓછે અંશે જાણેલી વાતો એટલે કે લેખકે પીરસેલું વાંચન…..
જેનાથી કોઇકના ને કોઇકના આ સંસારૂપી જીવનના વ્યવહારમાં કામ આવી શકે અથવા તો કોઇકને મુંજાઇ ગયેલા સંજોગોમાં માર્ગ અપનાવવાની શક્તિ આપે તે વાંચન કે જે, આપણામાં અંદર રહેલી શકતિને ગરમાટો આપે છે. અને સારુ-નરસુ ઓળખવાની શકતિ આપે છે અને બીજી કોઈ પણ વ્યકતિઓના બનેલા પ્રસંગોના વાંચનથી પણ વાચક માટે તે આશીર્વાદ રૂપે સાબીત થયા છે. જો કે ભલે એ જીવનમા બની ગયેલી ઘટના, કોઇ કથાકારની વાર્તા, નિબંધો કે કોઇકના જીવન વિષે પણ હોય શકે કે જે વાંચનારાની જિંદગીમાં દીવા દાંડીની જેમ રાહનો સંકેત આપી મનમાં રહેલા જડતા ઉપર તે હોંકારો કરીને તેને જાગતું અને ચેતનવંતુ કરી અંદર રહેલાં વિચારવાના જ્ઞાનતંતુઓને જાગ્રત કરે છે.
વાંચન જોયેલા,સાંભળેલા,કે અનુભવોનું સત્ય આપણી આંખ સામે આવીને જયારે ઉભે છે ત્યારે વિપરીત સંજોગોને આપણે એક ચારણીમાંથી ચાળીને નક્કામી વાતોને બહાર કાઢી કોઇક નવી દિશા કે નવો માર્ગ અપનાવીને સાચું ખોટું સમજવાની, કે ઝેરી વ્યકતિઓ સામે ઉભા રહેવાની ક્ષમતા આપી, દિલમાં વિચારોની સાંકળ બાંધીને જીવવા માટેનું માર્ગદર્શન આપે છે. ઘણી વખતતો હાથમાં આવી ગયેલું કોઇક વાંચન આપણા માટે સફળતા માટેનું પગથ્યું હોય છે. જેનાથી આપણાં વિચારો નક્કર બને છે. કોઇક વાર સારુ વાંચન કે કોઇક અનાયાસે પણ આંખે ચઢી ગયેલા શબ્દો માણસને રાહ બતાવે છે. જે વંચાયું તેને મગજમાં ઉતારી લઇ વિમાનના પાયલટની જેમ જો ચઢાવતા કે ઉતારતાં આવડી જાય તો સમજવું કે કોઇક જુદા જ સંજોગોની મુસાફરી પાર પડી.
 
જો કે દરેક કોમ કે ભાષાઓમાં સારું લેખન તો હોય જ છે પછી બાઇબલ, કુરાન, ગીતા, મહાભારત, રામાયણ કે પછી કોઇ પણ સાહિત્ય હોય જેમાં ઘણું બધું લખાયેલું વાંચવા મળે છે ! પણ જયારે અચાનક કંઇક સારું વાંચન હાથમાં આવી જાય અને જ્યારે વાંચીયે ત્યારે આપણે પોતે પણ કોઇક અચંબામાં ગરકાવ થઈ જઇએ છીએ..
મોટા ભાગના લોકોનું વાંચન રોજના વર્તમાનપત્રથી આગળ ભાગ્યે જ વધતું હોય છે. અને તે પણ આપણે પધ્ધતિસર અને નિયમિત વાંચતા નથી. વળી કોઇક વર્તમાનપત્રથી પણ એક ડગલું આગળ વધનારા લોકો કોઈક હાસ્યરસના માસિકનો અંક કે ફિલ્મી માસિકનો અંક વાંચતા હોય છે. અરે ! એ પણ કાળજી લીધા વિના માત્ર વાંચી જ જતા હોય છે
વાંચનથી ક્યારેક  કોઇક પ્રસંગો, વાચનારના દિલને ભીંજવી દે છે. તો ક્યારેક હાસ્યની પળોમાં પરોવી દે છે. જયારે કયારેક કયારેક કોઇ અનુભવેલી ઘટના કે માનવીની સંકુચીત નીતી અને બદલાતા વિચારોના સમય સાથે ચાલવાના વહેણમાં દોરી જાય છે તો કયાંક વળી, વિજ્ઞાન, ટેકનોલોજી અને યોગ-આરોગ્યની વાતોમા ધકેલી દે છે. અને કોઇક મહાપુરુષની આત્મકથાથી લઈને સાધારણ માનવીની સંવેદનાનો કોઇક વાંચેલા લેખોમાંથી સત્ય સમજવાની વાચા મળી જાય છે.
કયારેક કોઇક વાંચનોની પાંખોથી આપણને દેશ-પરદેશના દરેક સ્થળોએ કે કોઇ ધાર્મીક સ્થાનોમાં ફરી વળવાનો આનંદ પણ મળી જાય  છે. ક્યારેક કોઈ ગઝલ કે કાવ્ય ના શબ્દોથી હૃદયમાં રહેલી લાગણીઓનો સ્પર્શ પામ્યાનો કે વળી ક્યારેક આપણી ભાષાનો આપણને ગૌરવ અનુભવાય છે.
ઘણું વાંચન માણસને અંદરથી હચમચાવી મૂકે એવું હોય છે. અને વાચ્યા પછી પાછળ એવી તો છાપ ઉપજાવી જાય છે કે વ્યક્તિ પોતાના જીવન વિશે વિચારતો થઈ જાય છે અને વ્યક્તિને જીવનમાં સાચો આનંદ શોધવાની ચાવી બતાવતું જાય છે.
ઘણીવાર દિવસો સુધી જીવનમાં બની ગયેલા પ્રસંગો અને હતાશા પીછો છોડતા નથી. બધું ઊંધું જ પડતું જાય છે. કારણવગરની કે, અર્થ વગરના દિવસોની હારમાળાઓથી એવા તો ત્રાસી જવાય છે કે આવી જિંદગી શા માટે જીવવી જોઈએ એવું પૂછવાની પણ શક્તિ રહેતી નથી. પણ આવી જ અવસ્થામાં ઘણીવાર વાંચનથી પોતાને જાણવા-સમજવાનો એક મોકો મળી જાય છે, કારણ કે એવી નિરાશાની પળોમાં આપણે પોતાના હ્યદયને પાયાના એવા પ્રશ્નો પૂછવા માંડીએ છીએ જે સાધારણ આનંદના દિવસોમાં પૂછવાનું જે આપણે ટાળયું હોય છે. તેથી જ કપરા સંજોગોની પરિસ્થીતિમાં વાંચનની એક ઊજળી બાજુ એ છે કે આપણને વિચાર કરતા કરી મુકે છે, આપણી દષ્ટિને યોગ્ય આકાર આપે છે, કામની અને નકામી ચીજો વચ્ચેનો ભેદ શીખવે છે.
ઘણીવાર કોઇક વાંચન આપણને સમજતા અઘરું લાગે. પરંતુ અમુક પ્રસંગો કે વાતો તો કદાચ જાત ઉપર વીતે ત્યારે જ તે વાંચનની પરિભાષા જાણી શકાય. કોઈક વાતોનું વાંચન સાવ નકામુ લાગતું હોય છે પરંતુ મુખ્ય હેતુ – વગેરે બાબત પર બારીકાયથી વિચાર કરવામાં આવે તો તેમાંથી કંઈક ફાયદો થવા જેવું ચોક્કસ મળી રહે છે.
લખનારને આનંદની પળોની મજા તો ત્યારે આવે છે, કે દેશ-વિદેશના કોઇક ખૂણામાં બેસીને હજારો-લાખો વાચકોના હૃદયની સાદ-પ્રતિસાદોથી. કે પછી,, લેખકોને પણ વાચકોના ભાવોથી, સાહિત્ય જગતનાં વાચકોનાં વિપરિત સંજોગોમાં કોઈને કોઈ રીતે મદદરૂપ થવા કે સાથે આવનારી પરિસ્થિતિના પરિબળો સામે ઉભા રહેવાનો ટેકો મળે છે.
આજની પેઢી તમારી હોય કે મારી, ભલેને આંતરદેશિયના સ્થરની ભાષાઓ ભણે અને ભણીને બોલે, એનો અજંપો ન રાખતા, આપણી માતૃભાષા સમજાશે, ત્યારે એક ગર્વ અનુભવાશે. ઘણીવાર તો મને વિચાર પણ આવે છે કે આપણાં દરેક ગૌરવવંતા લેખકો,કવિઓ,સાહિત્યકારો કે પછી બધા જ સારા લખાયેલા વાંચનોનું અંગ્રેજી કે બીજી ભાષાઓમાં અનુવાદો કરી ઉગતી પેઢીઓ સામે આપણું સાહિત્ય મુકવું જોઇએ પછી ભલે તેઓ ‘નોવેલ ‘ વાંચે છે એમ વાગોળતા રહે….થોડા દિવસ પહેલાં જ મારા ઘરે મજાકની વાત થઇ ગઇ. મારા પુત્રએ અંગ્રેજીમાં ગઝલ લખી ઇમેલથી તેની ઓફિસમાંથી તેણે મને મોકલી અને મેં વળતા જવાબે તેના જ ગુજરાતીમાં શબ્દો ટાઇપ કરીને મોકલ્યા. ઘરે સાંજના આવતા મેં તેને સહજ પછયું “મેં પાછો સામે કરેલો ઇમેલ વાંચ્યો ?” મને વળતો જવાબ મળ્યો ” શું પપ્પા મને કયાંથી ગુજરાતી વાંચતા ફાવે ?” મને દુ:ખતો થયું પણ મેં તેને હળવાસની પળોમાં લઇ લીધું……
દરેક લેખકો,સાહિત્યકારો કે કવિઓ તો કાગળની કલમના પંખી છે કે. જેઓ શબ્દે શબ્દે સળગતા હોય છે અને લાગણીશિલ વ્યક્તિઓ હોય છે. લોકો નિર્ણય લેવામાં વાણિયાગતીનો કે સ્વાર્થ વૃતિનો ઉપયોગ કરે છે જ્યારે લેખકો તો લાગણી અને નિખાલસતાથી  નિર્ણય કરે છે
*******
Advertisements

માર્ચ 3, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

 1. I do not have Gujarati software so I take liberty to write in English my views on the superb educational article by Mr. Praful Thar. I am a new writer of stories and have just finished my first novel titled ‘RAKHI’. I look for presentable facts to new ethnic generation here in England when it comes to explaining the values of Gujarati Bhasha. My son aged 46 speaks a little Gujarati but can’t read or write it. He tries hard to learn it and slowley appreciate the value of the language. One person argued that there was no point in learning Gujarati language as the life of his and of many others in England would revolve round English medium. He asked,”where would one use Gujarati?”. I said that I act as an official interpreter for the Home office and Her Majesty’ Revenue and Customs departments. I
  I am very proud of my first language, Gujarati. I wrote stories for the school magazines while I was at schools in Bombay.
  I am surprised Mr. Praful Thar that your son cannot read Gujarati. Has he been brought up in exclusive English medium while resident in India? I do hope that he would take advantage of the superb Gujarati language knowledge.
  English peple are taking greater interest in our Gujarati culture. They want to know in detail about what is Holi, Ramayana and Mahabharat,Shivratri and so forth. They are keenly interested in our clothes we wear, food we eat,games we play,Garba dancing on Navratri and Diwali days etc. In 1955, when I came to England for study, the native people used to look at Indians and west Indians as ignorant black people coming to this country to rob natives of their jobs!Racialism was very much in prevalence. Today, things have improved a lot as the natives desire to know the cultural aspects of various communities. This is a multicultural country where the government of the day ensures fair justice to all people irrespectives of their ethnicity.
  My novel expresses some cultural aspects of Gujarati community. My story editor is well pleased with my first novel which I need to submit to an agent/publisher. I hope to have it published in India and in England.Regards.

  ટિપ્પણી by Ramanlal Morarjee | માર્ચ 4, 2010 | જવાબ આપો

 2. Nice. Enjoyed.

  ટિપ્પણી by પંચમ શુક્લ | માર્ચ 5, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: