Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘ हम है राहि दोस्त के ‘-પ્રફુલ ઠાર


દરેક માણસો જીવનકાળ દરમ્યાન કોઇ ને કોઇ પળોએ કંઇને કંઇક મનની ગડમથળમાં પડ્યા જ હોય છે. પછી ભલેને તે પોતાની સાથે ભણતા કે સાથો સાથ જીવનમાં શરૂ કરેલી કારકિર્દીની શરૂઆત હોય ! કે પછી ભલે એ મિત્રો, સગા સંબંધીઓ કે કોઇ જાણીતા હોય. આપણે આ બધા જ કોઇ ફુરદની પળોમાં વિચારે ચઢી જતાં હોઇએ છીએ કે તેઓ શું કરતા હશે અથવા તો ફલાણી ફલાણી વ્યકિતએ તો મારી સામે જ કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે તો તે કેટલા ટોચના સ્થળે પહોંચી ગઇ અથવા તો ફલાણાં ફલાણાંનું બીચારાનું કેમ આવું થઇ ગયું હશે ? વગેરે વગેરે…..આમ છતાં દરેક વિચારોની ગડમથલોની વાતો તો અધૂરી જ રહી જાય છે અને આનો અંત જ આવતો હોતો નથી.
જયારે ઘણી લાગણીશીલ વ્યકતિઓ જોવા મળતી હોય છે કે તે જાણતા અજાણતાની કે પોતાના કુટુંબની સુખાકારીની ઉન્નતિની ઉંચાઇ માટે ઇચ્છતા તે પોતાના હ્યદયની અને મનની ચાંપોને દુભાવતા હશે. અને સાથે સાથે પોતાને માટે પણ જે કંઇ જ્ઞાન રૂપી બક્ષીસો મળી હશે તેને માણી લેવા પણ પ્રયત્નો કરતા હોય છે.
મને બે મિત્રોના અનુભવની વાત યાદ આવે છે કે બે મિત્રો હતા એકનું નામ પ્રવિણ (નામ બદલ્યું છે) અને બીજાનું નામ ભારત (નામ બદલ્યું છે). બંને એકજ જગ્યાએ નોકરીમાં હતાં. પ્રવિણ તેના મિત્રોમાં એક નીખાલસ અને રાજા જેવો તરી આવતો અને તે બધા જ સાથે સારા સારી અને સંબંધો રાખે. અને દિલનો પણ ઉદાર બધા જ માટે તે મરી પડે. કોઇનું દુ:ખ કે કોઇ મુસીબતમા આવી પડે તો તે તેનાથી જોવાય નહી અને તે એના પડખે જઇ ખભે ખભા મિલાવીને સાથ આપવા ઉભો રહી જાય..પછી ભલેને એ વ્યકતિને કોઇ દિવસ મળ્યો પણ ન હોય !
આવું જ કંઇ વર્ષો પહેલાં બનેલી સત્ય ઘટનાની વાત છે કે પ્રવિણભાઇ અને ભારતભાઇ (બન્ને નામો કાલ્પનીક છે.) એક મિત્ર હતા અને સાથે જ સારી જગ્યાએ વર્ષોથી કામ કરતાં હતાં. એક દિવસ ખબર પડી કે તેના મિત્રનો ભાઇ કોઇ કારણસર ઘણાં વર્ષોથી પત્ની અને એક બાળકીને ઘર  છોડીને કયાંક ભાગી ગયો હતો અને એક દિવસ અચાનક કોઇકે વળી તે પ્રવિણભાઇના મિત્ર ભારતને સમાચાર આપ્યા કે તમારો ભાઇ મિલેશ (નામ બદલ્યું છે) ચંઢીગઢમાં કોઇક ઠંડા પિણા બનાવવા માટેની ફલેવરો બનાવતી કંપનીમાં કામ કરે છે અને હાલ તે ચંઢીગઢમાં રહે છે…વગેરે વગેરે…
ભારતભાઇએ તે વાત ખુબ જ આનંદમાં આવી જઇને તેના મિત્ર પ્રવિણભાઇને બુમ મારીને કહયું “એ પ્રવિણ્યા ! સાંભળ, જો મારો એકભાઇ વર્ષોથી ભાગી ગયો છે જેની ફલાણી ફલાણી વ્યકતિ ધ્વારા ભાળ મળી છે તો તું મારી સાથે ચંઢીગઢ આવીશ ?” પ્રવિણભાઇને તો જાણે પોતાનો ભાઇ મળ્યો હોય તેમ ખુશી થઇ અને પોતાના કામે રજા પાડી ગાંઠનો ખર્ચો કરી અને ઉપડયાં મિત્ર સાથે ચંઢીગઢ..બંને મિત્રોની વાત થયા મુજબ તેઓએ ઓચિંતા જ તેના ભાઇના પગેરા સુધી પહોંચી જવાનું હતું કારણકે રખેને તેને ખબર પડી જાય અને ત્યાંથી ભાગી જાય તો ? જો કે તેઓ પહોંચી ગયા અને પ્રવિણભાઇની સલાહ, સુચન અને વાતોથી તે નસીબદાર ભાઇ ઘરે તો આવી પહોંચ્યાં પણ તેની કે તેના કુટુંબની વાત તો એકવાર બાજુ પર મુકી શકાય, પણ મિત્ર ભારતે તેના મિત્ર પ્રવિણભાઇને આભારના બે શબ્દો પણ ન કહયા કે જેની સુજ બુધ્ધીની મહેનતથી તેનો ભાઇ ઘણાં વર્ષે ઘરે પાછો આવ્યો હતો. જો કે તે નિખાલસ પ્રવિણભાઇને એવી કોઇ અપેક્ષા પણ નહોતી.
આ વાતને થાડો સમય વિત્યો હશે ને વળી ભારતભાઇ આવ્યા પ્રવિણભાઇ પાસે અને કહ્યું “પ્રવિણ્યા એક કામ કરવાનું છે, કે મને મિલેશ (ભારતભાઇના ભાઇ) માટે ફલેટ ખરીદવો છે તો એક લાખ રૂપિયાની અતરીયાત સગવડ થાય તેમ છે ?” વળી તે પ્રવિણભાઇએ તે જ મિત્ર (ભારતભાઇ) માટે ફકત ફોન ઉપર કોઇકની સાથે વાત કરી એક જ કલાકમાં રૂપિયા અપાવ્યા. સમજવાની વાત એ હતી કે તેના મિત્રએ કે તેના ભાઇએ ઘર લેવાઇ ગયા પછી ન તો ઘરે આવવાનું આમંત્રણ આપ્યું કે કોઇ ખુશીની મીઠાઇ મોકલાવી કે વળી ન તો પહેલાંની જેમ આભાર વ્યકત કર્યો. છતાં પ્રવિણભાઇને કોઇ મન દુ:ખ નહિ…….કારણકે તેને મન તો દોસ્તી જ હતી.
કુદરતને પણ શું લેણા દેવી હશે કે વળી પાછા તે જ મિત્રના ભાઇ અને ભાભીનો મોટો અકસ્માત થયો અને પ્રવિણભાઇ વળી લાગી ગયા હોસ્પિટલનાં ધક્કા અને સેવામાં ….અને ત્રીજી વખતનો અનુભવ પણ તેવો જ ખરાબ રહયો…
એક દિવસ પ્રવિણભાઇએ નોકરીમાંથી સ્વૈછિક નિવૃતિ લીધી અને પછી તો દિવસે દિવસે પ્રવિણભાઇ અને ભારતભાઇની વચ્ચે દોસ્તીની ઉણપ આવવા માંડી કે જે ભારતભાઇનો મિત્ર પ્રવિણભાઇ કે જે વખતો વખત જેની માટે ઉભો રહેતો કે જેણે બીજું પણ તેના મિત્ર માટે ધણું કર્યું અને તે બીચારો લાંબી માંદગી અને આર્થિક પરિસ્થિતિમાં મુકાયો હોવા છતાં કે જે ભારતભાઇ પણ સ્વૈછિક રાજીનામું આપી પોતે  એક પૈસે ટકે સધ્ધર કક્ષામાં આવી ગયા હોવા છતાં તેણે તેના મિત્ર પ્રવિણભાઇની ખબર અંતર પણ કદી પુછ્યા નહી…….કોણ કરશે એ મિત્રતા ઉપર વિસ્વાસ ??
વાત એવી છે કે ઘણી વ્યકતિઓને ભલેને કદાચ ધન-દૌલત કે વૈભવોની ક્ષિતિજો વધારવામાં સફળતા મળી ન હોય પણ જે માનવી ‘हम है राही दोस्तके प्यारके‘ સમજીને રહે છે તેને ક્ષણે ક્ષણે અનુભવો અને જ્ઞાનનો વિસ્તાર થતો જ રહે છે.
જે વ્યક્તિ ચિંતા, વ્યવહાર અને કર્મ બીજાની સેવાને માટે વાપરતો હોય છે તે વાસ્તવમાં અત્યંત નિખાલસ અને. સ્વાર્થત્યાગી હોય છે, અને તે જ વિશ્ર્વને જીતી લે છે. કે જેણે પ્રગતિ અને સુખની કલ્પના પણ એણે કરી હોતી નથી પણ તેને અનાયાસે ઇશ્ર્વરની કૃપાથી ભેદી રીતે મળી જાય છે..
જે ક્ષણે મિત્ર વિચારતો થઇ જશે, કે જેમ ફુલોના રંગો અને સુવાસ આખા વાતાવરણને રમણિય જો બનાવી શક્તું હોય તો મિત્ર મિત્રના ખપમાં આવીને પોતાની સુવાસ કેમ ન ફેલાવી શકે ? અને ત્યારે દુનિયાનો રંગ કંઇક જુદો જ હશે..
********
Advertisements

માર્ચ 18, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: