Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘આત્મવિશ્ર્વાસનું શસ્ત્ર એટલે શ્રદ્ધા’


[ રાજકોટથી પ્રસિધ્ધ થતું ‘જલારામ જ્યોત’ જે ધાર્મિક સામાયિક છે જે વર્ષોથી પ્રચલિત છે. અને તેના તંત્રી શ્રી સુરેશભાઇ ગણાત્રાને પણ સૌ કોઇ જાણે જ છે કે જે દર મહિને વાચકો માટે કોઇક ને કોઇક બાપાના પરચા રૂપી ઘરે બેઠા બાપાના દર્શન કરાવતા રહે છે. હમણાં જ એક સુંદર પ્રેણાત્મક વાર્તા જે તેઓશ્રી ને ઇન્ટરનેટથી મળેલી એક વાર્તા જે પ્રકાશિત થયેલી છે તે અહીં પ્રકાશિત કરતાં આનંદ અનુભવ્યે છીએ. ]
એક દેવાદાર વેપારીને વેપારમાં મોટું નુકશાન થવાથી ખુબ જ પરેશાન હતો.લેણદારો હેરાન કરી રહ્યા હતા તેથી તે તેના વિચારોમાંને વિચારોમાં એક બગીચામાં ચિંતાતુર થઇને એક બેન્ચ ઉપર માંથું ઢાળીને બેઠો હતો. ત્યાં જ એક જાજરમાન વૃદ્ધ માણસ એની પાસે આવીને બોલ્યો.,‘મને લાગે છે કે તમે કોઇ ચિંતા અને મુસીબતમાં લાગો છો…શું થયું છે?’ વેપારીએ તે અજાણ્યા જાજરમાન વૃધ્ધ સામે મનની વ્યથા ઠાલવી. વૃધ્ધે તે બિચારાની વ્યથા સાંભળીને એને એક ગંજાવર રકમનો ચેક લખી આપ્યો. અને સાથે કહ્યું ‘આ રકમ હું તને ભરોસા સાથે ઉધાર આપું છું જે બરાબર એક વર્ષ પછી મને અહીં જ મળી આપેલી રકમ પાછી આપશો…’ આટલી નાની વાત કહીને,તે વૃધ્ધ ચાલતા થયા.
માણસ માત્રનો સ્વભાવ છે કે અચાનક જ જો જોયતી કોઇ વસ્તુ મળી જાય તો તે નિશ્ર્ચિંત થઇ જાય છે. આવું જ આ વેપારીનું થયું. એક ધરપત સાથે તે વેપારીએ ચેક પરનું નામ વાંચ્યું તો એ ચેક શહેરના સૌથી ધનાધ્ય ઉદ્યયોગપતિએ આપેલો ચેક હતો. હવે તો તે વેપારી માટે કોઇ ચિંતાનું કારણ જ ન રહ્યું. વેપારી તો આનંદની પળોને લઇ ઓફિસમાં જઇ વિચારવા લાગ્યો કે હવે તો ચૂકવણી કરવા માટેના પૂરતા રૂપિયા છે તેથી ડરવાની કોઇ જરૂરત નથી. એણે હવે નક્કી કરી મનમાં ગાંઠ વાળી દીધી કે હવે ફરી ધંધામાં જંપલાવી દેવું અને લોકોની સામે ઉભા રહેવું અને જરૂર પડે તો જ તે અજાણ્યા વૃધ્ધે વિશ્ર્વાસે આપેલો ચેક બેંકમાં વટાવવો. અને ખરેખર જ, તેને તે ચેક વટાવવાની જરૂર જ ન પડી.પછી તો પૂર્ણ આત્મવિશ્ર્વાસ અને ડર વગર લેણદારો સાથે વાટાઘાટો કરતો.જોત જોતામાં તો તે ચેક વટાવ્યા વિના પાછો સદ્ધર થઇ પોતાના વેપારમાં બેઠો થઇ ગયો.
વરસ વીતી ગયું કે જે ચેક તેણે વટાવ્યો જ ન હતો તેથી તે ફરી તે ચેક લઇને પેલા બગીચામાં જઇ તે વૃદ્ધને ચેક પરત કરવા ગયો. પેલા વૃદ્ધ તો તેને દેખાણા પણ તે વૃદ્ધનું તેના ઉપર ધ્યાન જ ન હતુઁ પણ તે વેપારીએ તેને બોલાવીને રોક્યા અને ચેક પરત કર્યો. એટલામાં એક નર્સ ઝડપથી દોડી આવી અને વેપારી કશું સમજે તે પહેલાઁ જ નર્સ બોલી, ‘માફ કરજો, આ વૃદ્ધે આપશ્રી ને હેરાન તો નથી કર્યાને? શું છે કે આ અમારી હોસ્પિટલના દરદી છે અને અવારનવાર હું એમને આ બગીચામાં ફરવા લાવું છું.અને એમને મન એમ જ છે કે તેઓ શહેરના સૌથી મોટા પૈસાદાર વ્યકતિ છે. એટલે એમને રાજી રાખવા જ અમોએ તેમને શહેરના સૌથી પૈસાદાર વ્યકતિના નામની એક ચેક બુક બનાવી આપી છે અને તેમાંથી ચેક ફાડી તે જ્યારે બીજાને આપે છે ત્યારે રાજી થાય છે….કારણકે આ વૃદ્ધ મગજનું સમતુલન ઘણાં વર્ષોથી ગુમાવી બેઠા છે.’
નર્સ તો તે વૃદ્ધનો હાથ પકડી તેને લઇ ગઇ પણ તે વેપારી સ્તબધ રહી ગયો. કે જે ચેક તે બેંકમાં નાખત તો તે વટાવી શકત જ નહી……
બોધ તો એ જ કે ‘શ્રદ્ધા અને આત્મવિશ્ર્વાસ’ કારણકે એજ મનુષ્યની આંતરિક શક્તિઓને જાગૃત કરે છે. અને તેના એ આત્મવિશ્ર્વાસથી ભરેલી વ્યકતિઓમાં પણ બીજા બધા પણ આપોઆપ વિશ્ર્વાસ રાખવા લાગે છે. અને ખરેખર કોઇની પરેશાનીમાં જો હાથ પકડવામાં આવે તો તે વ્યકતિનો આત્મવિશ્ર્વાસ પુષ્ટ થાય છે અને મહાસાગર પણ પાર કરી જાય છે. કોઇક કવિએ સાચું જ લખ્યું છે કે…. ‘શ્રદ્ધાના દીપકને સદાય જલતો રાખજે, નિશદિન સ્નેહ કેરું ઊંજણ નાખજે; જોજે, મનના મંદિરીયામાં અંધારું થાય ના…’
જય શ્રી જલારામ
પ્રફુલ ઠાર
Advertisements

એપ્રિલ 13, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

4 ટિપ્પણીઓ »

 1. કોઈ પણ કપરા સંજોગો સામે આવે તો પણ આત્મશ્ર્ધ્ધા ગુમાવવી નહિ જોઈએ ! આત્મ શ્ર્ર્ધ્ધા જેણે ગુમાવી તેણે બધું જ ગુમાવ્યું અને પછી તો તે કોઈ ને કોઈનું અવલંબન શોધતો ફરશે અને આવું અવલંબન દેનારા સાધુ-સંતો કે ગુરૂઓ કે મહંતોના અનુયાયીઓ વિવિધ ચમતકારોની વાતો કરી પેલામાં રહેલા થોડા ઘણાં આત્મવિશ્વાસનો ખાત્મો બોલાવી પૂરેપૂરો કબજો મેળવી લેશે ! આત્મશ્રધ્ધા જ દરેક સમસ્યાનું સમાધાન હોય છે નહિ કે કોઈ ગ્રહ-કુંડળી કે સાધુ-સન્યાસીઓના ચમત્કારો !
  સ-સ્નેહ
  અરવિંદ

  ટિપ્પણી by arvind adalja | એપ્રિલ 13, 2010 | જવાબ આપો

  • વડિલ શ્રી અડાલજા સાહેબ,

   આપનો પ્રતિભાવ બદલ આભાર ! આભાર માનવામાં મોળો પડ્યો તે માટે ક્ષમા.ખાસ તો આપશ્રી જેવાના પ્રતિભાવો જ અમારા જેવાનો આત્મવિશ્ર્વાસ અને આત્મશ્રધ્ધા વધારે છે.

   પ્રણામ સાથે

   લી.પ્રફુલ ઠાર

   ટિપ્પણી by prafulthar | જૂન 26, 2010 | જવાબ આપો

 2. shri prafulbhai,

  while surfing on internet for literature for jalaram jyot i came across this article. am very happy to know about services you are rendering for our matrubhasha ‘GUJARATI’

  thanks putting this article on your blog…

  regards,

  suresh ganatra

  ટિપ્પણી by suresh ganatra | જૂન 26, 2010 | જવાબ આપો

  • શ્રી ગણાત્રા સાહેબ

   હું ભાગ્યશાળી છું કે આપના હાથમાં મારો વેબ બ્લોગ ઝડપાઇ ગયો ! જો કે મેં તમને ફોન ઉપર મળવા કોશિષ કરી હતી પણ મેળ ખાધો ન હતો. ખાસ કરીને હ્યદયને પ્રસન્ન કરી નાખે એવા લેખો જલારામ જ્યોતમાંથી મૂકીશ તે પણ મારે આપશ્રીને જણાવવાનું હતું. આપ પણ જે હરણફાળ સેવા આપો છો તે પણ એક ગુજરાતીઓ અને બાપાના ભક્તો માટે આશીર્વાદ સમાન છે.

   આપશ્રીને વિનંતી કરવાની કે આપશ્રી નો મોબાઇલ નંબર મારા ઇમેલ પર જણાવવા મહેરબાની જેથી અપશ્રીનો સીધો સંપર્ક કરી શકું.

   આભાર સાથે…

   લી. પ્રફુલ ઠાર ના
   જય શ્રી જલારામ

   ટિપ્પણી by prafulthar | જૂન 26, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: