Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

સ્વ:શ્રી પ્રવિણચંઢ્ર વી. ગાંધીને ભાવ ભરી શ્રધ્ધાંજલી..-પ્રફુલ ઠાર-મનોરમા ઠાર


દેના બેંક ના ભૂતપુર્વ અધ્યક્ષ અને ભારત સરકારે જેને પદ્મભૂષણથી નવાજેલા એવા મોઢ પોરેચા જ્ઞાતિના લાડકવાયા એવા સત્તાસી વર્ષના શ્રી પ્રવિણચંઢ્ર ગાંધીની મંગળવાર તા-૦૯/03/૨૦૧૦  ના રોજ ચિરવિદાયથી અમો ઠાર પરિવાર ઊંડા શોકની લાગણી અનુભવ્યે છીએ અને સહ હ્યદયથી શ્રધ્ધાંજલી આપી તેમના પત્નિ શ્રીમતી હંસાબેન ગાંધી તેમ જ  સમસ્ત પરિવારને પરમાત્મા હિંમત આપે એવી અમારી પ્રાર્થના.
શ્રી પ્રવિણચંઢ્ર ગાંધીની કાર્કીદીની શરૂઆત ૧૯૩૯ માં ભારત દેશની સૌ પ્રથમ ગુજરાતીની એવી દેના બેંક (દેવકરન નાનજી) જોડાઈને થઇ કે જેની સ્થાપના ૨૬/૦૫/૧૯૩૮ ને દિવસે થઇ હતી.એક ગર્વની વાત છે કે તેઓ શ્રીએ જ્ઞાતિના તેમજ લાગતા વળગતા ગુજરાતીઓને બેંકમાં નોકરી આપી પગપર કર્યા છે જેના સૌ કોઇ ઋણી છીએ.
મારા સ્વ: પિતાશ્રીની નિવૃતિ બાદ મને પણ દેના બેંકમાં નોકરી મળતા મને અવાર નવાર કહેતા કે “આજે જે કંઇ અન્ન આરોગીયે છીએ તે દેના બેંકનું જ છે કારણકે મેં પણ તેનો જ રોટલો ખવડાવ્યો અને આજે તું પણ તેનો જ રોટલો ખવડાવે છે. આ બધી મહેરબાની સ્વ: શ્રી પ્રાણલાલ દેવકરન નાનજી અને પ્રવિણચંઢ્ર ગાંધીની જ છે.” આ વાતનું ઋણ કેમ ભુલી શકાય ? હું તો શું પણ સમસ્ત જ્ઞાતિ અને લાગતા વળગતા દરેક ગુજરાતી પરિવાર તેના ઋણી હશું. તેમનું વ્યકતિત્વ અને કામ કરવાનું મનોબળ પણ એક અનોખુ હતું. તેઓના નેતૃત્વ હેઠળ કામ કરતા દરેકને તેઓ મદદ કરતાં તેઓનુ મનોબળ વધારતા અને શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ તેઓ ખૂબ જ સક્રિય રહેતા.
સ્વ: શ્રી પ્રવિણચંઢ્ર ગાંધી બેંકીગ ક્ષેત્ર સિવાય પ્રસિધ્ધ અખબાર જન્મભૂમી ગૃપ, ગુજરાતી નાટ્ય મંડળ, ઇન્ડિયન નેશનલ થીયેટર, એફ સી સી આઇ, પી. ટી. આઇ, ઇન્ડિયન મરચંટસ ચેમ્બર, પોર્ટ ટ્રસ્ટ અને ભારતીય વિદ્યાભવન જેવી અનેકો સંસ્થાઓમાં અધ્યક્ષ અને પ્રમુખ તરીકેનું આગવું અને મોભાનું સ્થાન ધરાવી ચુકેલા એવા નિરાભિમાની સ્વ:શ્રી પ્રવિણચંઢ્ર વી. ગાંધીને અમારા આ વેબ બ્લોગ ધ્વારા અમારી ભાવ ભરી શ્રધ્ધાંજલી..
કોઇકે સાચું જ લખ્યું છે કે ‘જિંદગી મહેકાવજો, છે જિંદગી ધૂપની સળી ! ને વરસજો હર પળે, થઇ જળ ભરેલી વાદળી ! !
*********
Advertisements

એપ્રિલ 15, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: