Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

વૃંદાવનની સંદિપની મુની શાળા -પ્રફુલ ઠાર


કેટલાંક અપવાદોને છોડીને કહી શકાય કે માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ બીજાનો નાશ કેવી રીતે કરવો તેમાં જ રચ્યાપચ્યા રહે છે. માણસ લડાઈ, ઝઘડા, અદેખાઇ, હુંસા-તુસી, લૂંટફાટ વગેરેમાંથી ઉંચો આવતો નથી. કોઇક જ્ઞાનીએ સાચું જ કહ્યું છે કે માનવીને પ્રેમ કે મદદ આપવા જેવી અધિક કોઈ સંપત્તિ નથી. આજે માનવી બિનઉપજાઉ કાર્યની પાછળ ભાગતો ફરતો રહે છે. માનવીએ તો બીજાને પ્રેમ અને મદદ કરવાની જરૂર હોય છે.
કહેવાય છે કે માણસ પોતે પોતાના મન નો રાજા ! તેને ગમે, તે જ સારું ! એક જુના જમાનાની કહેવત પ્રચલીત છે કે ‘રાજાને ગમે તે રાણી અને છાણા વીણતી આણી’હવે જેને સેવા જ કરવી છે એના માટે બધું જ નક્કામું હોય છે. આપણે ઘણાં માણસોને મળતા હોઇએ છીએ કે જેઓ સેવા કરતાં મેવાની અપેક્ષા વધારે રાખતા હોય છે અને સેવાનો દંભ દાખવી પોતાની વાહ વાહ બોલાવવામાં હોંશિયાર હોય છે. જો કે મારા દરેક લેખોમાં કયાંક ને ક્યાંક અપવાદો હું આપતો જ રહ્યો છું. આવો જ એક અપવાદ દાખલા રૂપી પ્રકાશિત કરતાં મને ગર્વ થાય છે કે જે સબંધોના ત્રાજવે ન તોલતા એક ખરા સ્વરૂપે લખી રહ્યો છું.
ખુશ્બુ એટલે કે સુગંધ અને એ સુગંધ છે કુમારી ખુશ્બુ પંકજકુમાર શાહ એક કહેવત છે કે નામ તેવા ગુણ. જો કે બધે જ આવું બનતું પણ હોતું નથી. દા.ત. એક ભાઇનું નામ આપેલું છે સંતોષ. પણ એ ભાઇના જીવનમાં કદી સંતોષ કે બીજાનું સારું થાય એ જોઇ જ શકતો હોતો નથી.
ખુશ્બુ નો જન્મ 1985 માં ભારત દેશના ભાવનાગર શહેરમાં થયો. સારા યોગે નાની વયે જ લંડનના સ્ટોનબ્રીજ વિસ્તારમાં જઇ સ્થાઇ થવાનું થયું અને બિઝનેસ મેનેજમેન્ટ અને એકાઉન્ટન્સીનો અભ્યાસ પુરો કરી જીવનમાં ગરીબો માટે કંઇક કરી છૂટવાની પ્રબળ ભાવના સાથે ખુશ્બુ 2008-2009 ના વર્ષ દરમ્યાન થાયલેન્ડના એક ગરીબ ગામડામાં બાળકોને અંગ્રેજી શિખડાવવા માટે ગઇ હતી. જોકે જોગાનુજોગે હું લંડનમાં જ હતો. પણ આ વાતની મને જાણ ન હતી પણ હું સમજેલો કે તેને ત્યાં નોકરી મળી હશે કે અનુભવ લેવા ગઇ હશે !
થોડા દિવસ પહેલાં અમારે ત્યાં મુંબઇમાં એક સબંધી આવ્યા હતાં વાત ઉપરથી વાત નીકળી કે “ખુશ્બુ હમણાં ઘણાં વખતથી ભારતમાં જ છે અને તે તેને ત્યાં મળીને જ આવ્યા છે.” “મેં તેને સહજતાથી જ પુછ્યું કે અહીં કેમ?” તેણે વળતો જવાબ આપતા કહ્યું કે “તે અહીં એક ગામડાંની શાળામાં બાળકોને ભણાવે છે.” મેં વળતો સવાલ પુછ્યો કે તેને અહીં ગમે છે? તો તેણે પ્રતિઉત્તર આપતા કહયું કે “તેને ભારતમાં જ ગમે છે.” મને થોડું આશ્ર્ચર્ય થયું! મેં તરત જ ખુશ્બુને ફોન લગાડવાનું કહયું અને પછી મે ખુશ્બુ સાથે થોડી ગસપસ કરી થોડા અનુભવોની વિગત મોકલવા કહયુ્ જે અહીં પ્રકાશિત કરી રહયો છું.
ખુશ્બુએ મને લખ્યું કે તે સ્વૈછિક પણે અંગ્રેજી શીખડાવવા આવી છે અને તે સંદિપની મુની શાળા કે જે વૃંદાવનમાં જીવન માટેનું અન્ન તરીકે જાણીતી છે તેમા સેવા અપી રહી છે. તેણે વધુ માહિતી આપતા જણાવ્યું કે તે વૃંદાવનની શાળા અને ત્યાંના બાળકોમાં  એટલી બધી ઓતપ્રોત થઇ ગઇ છે કે તેને ભારત છોડવાનું મન જ થતું નથી. જો કે તેમની નિખાલસ કામની નિષ્ઠા, સેવાની ભાવના અને બાળકો પ્રત્યેનો પ્રેમ જોઇને શાળાના સ્થાપક રૂપા રંગનાથને તેને પ્રયોજક વિભાગમાં તેને ઉચ્ચ અધિકારીની પદવી આપવાની રજૂઆત કરી જે તેણે સ્વીકારી લીધી છે.
સંસ્થા વિષે વધુ માહિતી આપતા તેણે જણાવ્યું કે તેઓની સંસ્થા ગરીબ બાળકોને ભોજન આપવાનું અને રસ્તાના રખડતા બાળકોને શીક્ષણ આપવાનું કાર્ય કરે છે. જેનો જસ સંચાલક રૂપા રંગનાથનને ફાળે જાય છે કારણકે તેણે વિશ્ર્વના અનેકો દેશમાં ફરી અભુતપુર્વ ભંડોળ એકઠું કરી બે પ્રાથમીક શાળાઓ બાંધી અને હજી હોસ્પીટલ તેમજ વ્રંદાવનના ગામડાની મહિલાઓનો સામાજીક વિકાસ સધાય તે માટેનાં વિભાગો, ગામડે ગામડે પાણી માટેના હાથ પંપો, સુંદર ઝાડપાન ઉગાડવાનો તેમ જ રોજગારી માટે નકામા થઇ ગયેલા કાગળોનો માવો બનાવી ફરી કાગળો બનાવવાના કારખાનાઓ, મહિલાઓ માટે શિવણકામ માટેનો ઉદ્યયોગ તેમ જ અનાથ આશ્રમો સ્થાપવાની યોજનાઓ છે.
વ્રંદાવનના ગામડાઓ એટલા ગરીબ છે કે સંચાલક રૂપા રંગનાથનની અથાગ મહેનત અને પ્રયાસોથી દેશ-વિદેશોથી બધા જ પ્રયોજનો માટે મદદ મળતી રહે છે અને તેનો મૂળ આશય ગામડાનો ગરીબ વર્ગ તેના પગ ઉપર ઉભો રહે અને ગરીબી દુર થાય. અને ઉઘરાવેલા ભંડોળમાંથી થોડો ભાગ મહિલાઓની કોલેજ ફી તેમ જ લગ્ન માટે પણ વાપરવામાં આવે છે.
ખુશ્બુ એ પોતાના વિચારો વ્યકત કરતાં જણાવ્યું કે તેનો અને સંસ્થાનો ઉદેશ્ય કે હજી પણ જુના જમાનાના રીતરિવાજો જે છે કે મહિલાઓને પુરતું ભણતર આપવામાં આવતું નથી અને કુમળી વયમાં પરણાવી દેવામાં આવે છે તેને રોકવાનો છે. તેમણે વધુમાં ભારત અને ભારતના મા-બાપ વિષે જણાવતા કહયું કે ભારતના મા-બાપ અને દરેક નાગરિકો પાસેથી જે અમને સારા પ્રતિભાવો અને જે સેવા કરવાની પ્રેર્ણા મળે છે તે અમને લંડનની શાળાઓના વાલીઓ કે નાગરિકો પાસેથી મળવાની આશા ઓછી હોય છે.
ખુશ્બુ એ છેલ્લે તેના રાજકોટમાં રહેતા દાદા પુજ્ય પાનાચંદ લીલાધર શાહ અને દાદીના આશીર્વાદનો આભાર માનતા કહયું કે તેને તેના મા-બાપ શ્રી પંકજ શાહ અને રેખા શાહ માટે ગર્વ છે કે જેણે વિના સંકોચે અને કોઇ પણ સ્વાર્થ વગર તેને સેવા કરવાની મંજુરી આપી.
મારા વાંચવામાં કયાંક મધર ટેરેસા ના શબ્દો આવ્યા હતાં કે વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે, એક તો આપનારાઓ અને બીજા લેનારાઓ. લેનારાઓ કદાચ સારુ લીધાનો સંતોષ માણી શકતા હશે. પરંતુ આપનારાઓ સારું આપ્યાના આનંદનો સંતોષ લેનારા કરતાં પણ બમણો માણી શકતા હોય છે. મે  કવિ શ્રી હરિન્ઢ દવેની પંકતિ વાંચી હતી..
સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ,
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મહાલવાનો મોકો મળ્યો
તો ભલે આઘો ઠેલાય તે કિનારો
http://fflvrindavan.org/index.php?S=1&Folder=7
Advertisements

એપ્રિલ 24, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

8 ટિપ્પણીઓ »

 1. આપના ભારત અને એક ગુજરાતી માટે એક ગૌરવ સમાન છે ખુશ્બુ …નવા જનરેશન માટે પ્રેરણા દાયક માહિતી ..!! આભાર પ્રફુલભાઈ ..!

  ટિપ્પણી by chetu | એપ્રિલ 25, 2010 | જવાબ આપો

 2. great.

  ટિપ્પણી by harishkumar | એપ્રિલ 26, 2010 | જવાબ આપો

 3. Thanks to all
  Praful

  ટિપ્પણી by prafulthar | એપ્રિલ 26, 2010 | જવાબ આપો

 4. hello dada nd dadi

  how r u hope u all r fine there. Thanks for sent me a article on khushbu that she does volunteer in a vrindavan school. i didnt know about that she is volunteer without any mean. its very good and we all should have to appreciate on her and Shri Pankajbhai and Rekhabhabhi that her daughter is doing such a noble work in India and they dont have any proud on it.

  Give my regards to dadi, bhai-bhabhi, lovely yashi. As you know that You plan to come London as well. Bye and please take care.

  Divya Damani

  ટિપ્પણી by Divya Damani | એપ્રિલ 26, 2010 | જવાબ આપો

 5. Hi Praful phua,

  This is a very nice article and I will show this to mom & dad soon.

  Kartik

  ટિપ્પણી by Kartik Shah | એપ્રિલ 29, 2010 | જવાબ આપો

 6. i surprise n very happy. keep it up. well done.

  ટિપ્પણી by sheetal | એપ્રિલ 29, 2010 | જવાબ આપો

 7. સમાજમાં જુદી જુદી રીતે અનેક લોકો આવા ઉમદા કામ કરે છે. પરંતુ એમના કાર્યોને કોઈ પ્રકાશમાં લાવતું નથી. તમે ખુશ્બુના સુંદર કાર્યને પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યું તે માટે અભિનંદન. એ વાંચી કોઈ અન્યને એ માટે પ્રેરણા – પથપ્રદર્શન મળશે.

  ટિપ્પણી by Daxesh Contractor | મે 14, 2010 | જવાબ આપો

 8. Hi Dad,

  Good job dad and “Hats Off to you” again … so nicely written. I took time to read it but finally completed the article and now i can read it fluently.Frankly this is my third time that I have read this and finally writing some comments.

  And Khushboo u r doing a great job.
  Trust me not everyone in this busy life would devote time in helping others. And its time to show people in India that we might change our country but we are still Indians and proud to be Indians.

  Wish u all the success and god bless to u and everyone who is doing job like you.

  May be if we can help you in any way please let us know.

  At the end both(Dad and Khusboo) of you keep it up..

  Love
  Nayan

  ટિપ્પણી by Nayan | મે 28, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: