Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

સૉરી, માફ કરશો….પ્રેષક:- પિયુષ જવાહર દામાણી


[ આ લેખ સામાજીક સામયિક ‘મોઢ મહોદય’ માંથી લીધેલો છે જેમાં ‘સોરી માફ કરશો’ કહી માણસ છટકતો ફરે છે તે વિષે ક્ષી પિયુષભાઇ દામાણીએ ટુંકી છણાવઠ કરેલી છે.]
થોડા મહિના પૂ્ર્વે શ્રી સૌરભ શાહે લખેલો એક સુંદર પ્રાસંગિક લેખ મારા વાંચવામાં આવ્યો હતો કે માણસથી કંઇ ભૂલ થાય કે કોઇને પોતાનાથી દુ:ખ થાય ત્યારે માણસ સૉરી કહીને છટકી જવાની કોશિષ કરતો હોય છે.
એક વાતને સ્વિકારી શકાય કે માણસ ભૂલ કર્યા વિના કે કોઇ અનુભવાયેલા ખરાબ અનુભવો વગર કંઇ શિખી શકતો નથી..પણ પ્રશ્ર્ન એ છે કે વારંવાર ભૂલ કર્યા કરે તો તેની ગણના કેમાં કરવી ?
કુદરતી રીતે જ નિયમ છે કે બાળક પોતાના પગ ઉપર ઉભા થતા શીખે તે પહેલા ગોઠણિયેથી હજાર વાર વળી જાય છે અને પડતો આખડતો રહે છે. જયારે બે પગે ઉભા રહી ધીરે ધીરે પહેલું ડગલું ભરે ત્યારે પણ એ પગલું ચૂકી જયા વગર રહેતો નથી. પણ ધીરે ધીરે શીખતો જાય છે જેને આપણે આ શીખવાની પ્રક્રિયાનું સમીકરણ હજી શરૂઆત છે કહીને છોડી દઇએ છે.
આવીજ રીતે નાનું બાળક એકડો ઘૂંટવાથી તે કકો શીખવા સુધી ભૂલ કરતો રહે, શીખે, વળી નવી ભૂલ કરે, વળી શીખે આ પ્રક્રિયાઓ ચાલતી રહેતી હોય છે. મોટેરાની બાબત માટે કહી શકાય કે જેટલી વધુ ભૂલો થાય તેટલું વધારે ને વધારે શીખવા મળે. પણ એકની એક ભૂલો જો વારંવાર કરતા જ રહીયે તો એ માણસ, ટેપ રેકોર્ડમા જેમ ટેપ ફસાય જાય છે તેમ તે ટેપની જેમ ફસડાઇ પડે છે.ભૂલો કર્યા પછી શીખ લેવી એ એક સારી વાત છે કારણકે માણસ છે તો ભૂલ થાય. પણ વારંવાર એજ ભૂલો થયા કરે અને પછી સહજતા થી સૉરી કહીને કર્કસ અવાજે કહે “કહયુંને કે ભૂલ થઇ ગઇ ! જાણી જોઇને થોડું કર્યું છે ? જો કે આવું બોલીને માણસ થયેલી ભૂલથી છટકવાની બીજી ભૂલ કરતો હોય છે.
“સૉરી” કે “માફ કરજો” જેવા શબ્દો આપણે સામે વાળાને જાણ્યે અજાણ્યે જે કંઇ નુકશાન કર્યુ હોય તે ભરપાય કરવા માટે કહેતા હોય છે. નવા વર્ષે શુભેચ્છા કે પજોસણ પુરા થયાને મિચ્છામિ ડુકડમ કહી દીધાથી કે કોઇનું જાણ્યે અજાણ્યે દિલ દુભાવ્યું હોય કે કંઇ નુકશાન કર્યું હોય તો તે કંઇ ભરપાય થઇ જતું હોતું નથી. જેવી રીતે આપણે કોઇની દુકાનમાં ગયા હોય અને આપણાંથી કોઇ વસ્તુની તોડ ફોડ થઇ જાય તો આપણે સૉરી તો કહેવું પડે છે પણ સાથે સાથે વળતર પણ ચુકવવું પડે છે. જયારે માણસનું દિલ તોડવાથી રૂપિયાથી વળતર ચુકવી શકાતું નથી પણ તમે એવા શબ્દોની બદલે કામ કરી આપશો તો તે શરમને મારે તમને તકલીફ આપી એમ સામેથી કહેશે અને તમને સૉરી બોલવાનો વારો નહી આપે.
ઘણી વાર સૉરી કહેવામાં પણ માણસ જબરજસ્તિથી કહેતા હોય એવો પણ અનુભવ થાય છે. કહેશે કે “સોરી કીધું, વાત થય પુરી”. પણ જો તમે દિલથી માફી માંગો અને તેની બગડેલી વાતને બમણું સુધારવાની કોશિશ કરશો તો સંબંધો વધુ મજબૂત થવાની શક્યતાને નકારી ન શકાય બાકી તો ઉપર છડું સૉરી કહી દેવાથી સંબંધો જેમ ઉતરાણના દિવસોમાં જેમ પતંગો કોઇ ઝાડમાં ફસાઇ જાય છે અને દિવસો જતા ફાટી જાય છે તેમ સંબંધો પણ જતે દિવસે ફાટી જવા જેવા થઇ જાય છે…ખરેખર તો અંગ્રેજોએ વારસામાં આપેલા થેંક યુ અને સૉરી જેવા શબ્દો હૈયાના સંબંધો માટે સારા જ છે પણ તે અંદરના હૈયામાંથી નીકળ્યા હોવા જોઇએ. ટુંકમાં, તમે માગી રહેલા માફીના શબ્દોમાં નિર્દોષતાનું નિખાલસતા પણું હોવું જોઇએ…
*******
Advertisements

મે 2, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: