Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘લાફીંગ કલ્બ’-મનોરમા ઠાર


[ પ્રિય વાચક મિત્રો, કેવી છે આજની જીન્દગી ! આજના ફાસ્ટ ટ્રેક્ટના જીવનમાં સમયનો અભાવ હોય કે કોઇ ચિંતા કોરી ખાઇ જતી હોય ત્યારે આજનો માનવી કુદરતી હસવાનું ભૂલી ગયો છે અને તેથી જ ‘લાફીંગ ક્લબમાં’ જઇને હસવાનું શીખવા જાય છે. આજે અહીં ‘લાફીંગ ક્લબ’ વિષેનો એક માઁ-દિકરીનો કાવ્ય રૂપી સંવાદ રજૂ કરતાં આપ પણ થોડું લાફીંગ લઇ લેશો..]
‘ચાલ મમ્મી! લાફીંગ કલ્બમાં જઇને ટોનિક લઇ આવીએ’
‘પણ ત્યાં જઇને કરવાનું શું?’
‘ત્યાં તને હસતા શીખવશે
બધાં સાથે હસવાની કૈં ઔર મજા છે ઔર મજા છે’
‘પણ હસવું તે કંઇ શીખવાની વસ્તુ છે’ ?
‘હા મમ્મી ! રિધમેટીક હસતાં શીખવે તમને હાહાહા..હા….
જલ્દી કરને મમ્મી ! લાફીંગ ક્લ્બમાં જઇ ટોનિક લઇ આવીએ’
‘કિંતુ વહેલી સવારે કામ પડતાં મૂકી સઘળાં
શીદ તને જાવાનું ગોઠે’ ?
બેટા, વાંચો જ્યોતિન્ઢ્ર દવે કે વિનોદ ભટ્ટ હાસ્ય લેખકને
સાંભળો તારક મહેતા કે શહાબુદ્દીન રાઠોડને ,
વાંચતા વાંચતા એકલા એકલાય હસવું આવે
એવું આવે કે હસતાં હસતાં પેટ દૂ:ખી જાય..
જોને, આ નાનકડો પિન્ટુ ઘોડિયા પરનું ઝૂમ્મર હલતાં
કેવું હસે છે ખીલખીલાટ ! કોણે હસતાં શીખવ્યું એને ? ‘
‘ ભૈ મમ્મી ! આખા દિવસની ભાગ દોડમાં
ક્યાં ફુરસદ છે કોઇને હસવાની ?
ચાલ મમ્મી જલ્દી કરને પછી વાત કરશું સઘળી
વિજ્ઞાનની માલામાલમાં માણસ ભૂલ્યો હસવાનું
એ વિસ્મય સહ પૂછશે ક્યારેક..
ભલા આ હસવું તે વળી કઇ બલા છે ?
આપણે એ ભૂલતાં પહેલાં મમ્મી ! જલ્દી કરને
લાફી્ગ કલ્બમાં જઇ ટોનિક લઇ આવીએ’
 ********
Advertisements

જૂન 4, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: