Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી’


લેખક: અજ્ઞાત
પ્રેષક: શ્રી ભરત અમિલાલ ભગત-અમદાવાદ
[પ્રિય વાચક મિત્રો, દરેક માનવીને થોડા ઘણાં અંશે સારા નરસા અનુભવો રોજે રોજ થતાં જ રહે છે. એમાના ઘણાં પ્રસંગો આપણાં હ્યદયમાં સ્પર્શી જતા હોય છે. આવો જ એક મેલ અમદાવાદમાં રહેતાં મારા સંબંધી શ્રી ભરતભાઇ ભગતને મળ્યો અને તેમણે અમને મોકલાવેલો છે. જેને અહિ અમે પ્રકાશિત કરી રહ્યા છે. ખરેખર તો જે માનવી પાસે ઘણું બધું છે છતાં તેને નથી નો અસંતોષ છે જયારે જેની પાસે કશું જ નથી પણ જે કંઇ તે સમય પૂરતું મળ્યું તેનો તેને સંતોષ તો છે પણ સાથે સાથે બીજાની ચિંતા કરે છે. ]
એક ખુબ જ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા જીવે છે…અને પ્રામાણિક્તા, દીર્ઘસંતોષ અને ગમ્મે તેવી હાલતમાં પણ ભગવાન ઉપરની શ્રધ્ધા માનવીની હજી રૂઠી નથી…એની આ વાત છે.
થોડાક દિવસો પહેલાં, માનેલી એક માનતા પુરી થયા પછી, તે માનતાને માન્યા પ્રમાણે તે અજ્ઞાત અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે…
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. અજ્ઞાત તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા,અને હજી તો સ્કુટરની કીક મારવા જાય છે તે પહેલાં પેલી ભિખારણે “ઓ…સાયેબ…અરે..ઓ..શેઠ” બુમો પાડીને અજ્ઞાતને રોક્યો. પાસે આવીને તેમને કહે કે
 “સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો છે ? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે. “અજ્ઞાતની આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી ?) છતાં એની પરીક્ષા કરવા માટે અજ્ઞાતે પુછ્યું કે, “જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગેતને ?. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે ? કે તું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?”…તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને અજ્ઞાતને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે,” શેઠ…સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી તે તો ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટલું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટલી અચલ શ્રધ્ધા છે તેનો આ એક દાખલો છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટલું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ !) જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો જ દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત….!!!” કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી, અને જેઓને ભગવાને એટલું બધું આપી દીધું છે કે તેઓને તે સાચવવાની ચિંતા છે…શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે ? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ… ૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીને આજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ…!!!
કોઇકે સાચું જ કહ્યું છે કે…
खबर नहीं है पलकी….
और बात करत है कलकी…
ओ बोलो तारा रा..रा..रा..रा…राम राम राम…! !
Advertisements

જૂન 14, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

4 ટિપ્પણીઓ »

 1. સરજી, મારી પાસે પણ આ લેખને મુલવવાની હૈસીયત નથી, ફુલ નહિ તો આ લેખના મુલ્ય રુપે એ અજ્ઞાતની માનવતા અને એ ગરીબ બેનની સમજણ થી મારા હૈયામાં સ્વર્ગીય ડુમા રુપે ખુશીથી ઉમટી પડેલા આસુઓ ઉપરવાળા મારફતે આપને ભેંટ આપુ છુ, એ સિવાય મારી પાસે પણ કંઈ નથી, જે છે એ બધુ સ્વાર્થી છે, નશ્વર છે. માનવતા ખરી રીતે તો આ ગરીબ બેનની અને એમના જેવાઓ રસ્તા પર, સડક પર, ઝુંપડપટ્ટીઓમાં રહેનારાઓ અને સડનારાઓની સેવા કરવામાં છે તો જ આપણે અમીર નહિ તો ____, તેએ ગરીબ છે કેમ કે આપણે એમના ભાગનુ જમણ, તેઓના ભાગના કપડા અને અન્ય વસ્તુઓ આપણે આપણી ઐયાશીમાં ઉડાવી દઈએ છીએ, એનુ ઘર-બાર, એના બાળકોનુ ભવિષ્ય ખુંચવીને આપણા બાળકોને આપીએ છીએ. આપણે કેટલા નીચા ગયેલા લોકો છીએ, ભારત ભણીગણીને સમ્રુધ્ધ ફક્ત બહારથી જ છે, અંદરથી-અંતરથી ખોખલુ જ છે,આપણે દયાળુ કે માયાળુ નથી. એ બેને શું પાપ કર્યા હશે? એના બાળકોએ કેવા પાપ કર્યા હશે? એક્પણ નહિ, કોઈ પાપ નથી કર્યા એ લોકોએ, એ તો આપણે ખોટી માન્યતાઓની બેડીથી બંધાયેલા છીએ, ગરીબ ગરીબ છે કેમ કે તેઓએ ગયા જનમાં કોઈ પાપ કર્યા હ્શે…આ માન્યતા તદ્દન ખોટી છે, એ બેન અને અમના જેવા હજ્જારો ગરીબ છે, કેમ કે આપણે તેઓના હક્ક છીનવી લીધા છે. જાગો ધનવાનો, આ ગરીબો આપને પુકારે છે, એમની અમીરી નહિ તોય એમનો હક્ક તો એમને આપો, એમના બાળકોને ગોદ લઈને ભણાવો-ગણાવો-વસાવો તો ખરા ધર્મી અને ધની કહેવાઈએ. ઉપરવાળો ખુશ થશે.

  ટિપ્પણી by rajeshpadaya | જૂન 14, 2010 | જવાબ આપો

  • શ્રી રાજેશભાઇ

   પ્રતિસાદ મોકલવા બદલ આભાર.

   ‘તેઓએ ગયા જનમાં કોઈ પાપ કર્યા હ્શે…આ માન્યતા તદ્દન ખોટી છે,’ હું પણ આ વાતને ટેકો આપું છું જે મેં ઘણાં બધા સાથે આ વાતની ચર્ચા કરેલી છે.

   પ્રફુલ ઠાર

   ટિપ્પણી by prafulthar | જૂન 15, 2010 | જવાબ આપો

 2. God has planned everything for every individual. Nothing materialises untill that time. So…..leave everyhting to him.

  ટિપ્પણી by MAnoj | જૂન 14, 2010 | જવાબ આપો

  • Dear Manojbhai

   Thank u for ur comment. Afterword God is Great ! However, every human have duty to look after others.

   Praful Thar

   ટિપ્પણી by prafulthar | જૂન 15, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: