Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘માણસે માણસમાંથી વિશ્ર્વાસ ગુમાવી દીધો છે’- શ્રી અનવર વલિયાણી


[ પ્રિય વાચક મિત્રો, છેલ્લા બે દાયકા ઉપર થઇ ગયા. હું હસી-ખુસીના તંત્રી શ્રી અનવરભાઇના સામયિકમાં પત્રકાર તરીકે સેવા આપું છું જે અગાઉના લેખોમાં હું તેઓશ્રી નો પરિચય આપી ચૂક્યો છું કે જેઓશ્રીએ મને એક લેખક અને પત્રકાર ક્ષેત્રે મારા લેખનને પ્રેરણા આપી છે. ‘આશીર્વાદ’ પુસ્તક તેમના વાંચનનો નિચોડ હોઈ, જેમાં કોઇ એક જ ધર્મ પ્રત્યેની કે સબંધોની વાતો નથી. પણ એક વાસ્તવિકતાના પ્રસંગોનું સંકલન છે. અહીંયા તેમાનો એક લેખ અમારા વેબ બ્લોગમાં મૂંકતાં અમો ગર્વ અનુભવ્યે છીએ.]
મોસમનો પહેલો વરસાદ આપણને એ યાદ કરાવે છે કે ગઇકાલ સુધીનો તાપ આપણી તપશ્ર્ચર્યા હતી. અને એ જ પહેલો વરસાદ આપણી તપશ્ર્ચર્યાનું ફળ છે. ખરેખર કુદરત મૂંગી મૂંગીય આપણાં પર ઋતુઓ દ્વારા અમીઓ વરસાવે છે. બાકી આજના યુગમાં જીવનનો આખોય તખ્તો નિરાશાજનક છે. આજે રાજખરણીઓ, પોલીસો, ગુંડાઓ, દાણચોરો, મિલમાલિકો વગેરે બધા વચ્ચે જાણે કે કોઇ જ ફેર દેખાતો નથી. કરોડો રૂપિયાની સંપતિના માલિક હોય તેવી વ્યકતિઓને પણ વધુ ને વધુ સંપતિની ભૂખ છે.
એક ફિલસૂફીના પ્રસંગની યાદ આવે છે. વિશ્ર્વવિજેતા બનેલા સિકંદરને જ્યારે અભિમાન આવ્યું ત્યારે તણે સિપાઇઓને હુકમ કર્યો કે કોઇ “રાજ્યમાંથી કોઇ ગરીબને શોધી લાવો મારે દાન કરવું છે.” સિપાઇઓ તો હૂકમ પ્રમાણે નીકળી પડ્યા. થોડે દૂર સિપાઇઓએ એક ગરીબ જેવા લાગતા ડાયોજિનસ નામના ફિલસૂફી પાસે આવી ને કહ્યું કે “રાજા બોલાવે છે”. ત્યારે તે ફિલસૂફે જવાબ આપ્યો કે “એને મારું કામ હોય તો અહીં આવે. મારે એનું કંઇ કામ નથી.” સિપાઇઓએ આ વાત સમ્રાટ સિકંદરને આવીને કહી. વાત સાંભળીને જ સિકંદરના અહંકારનો થોડો હિસ્સો ત્યારે જ ચકનાચુર થઇ ગયો. અને સિકંદર એને સામે ચાલીને મળવા ગયા. સિકંદર આ ફિલસૂફીની સામે આવતાં તરત જ તે ફિલસુફીએ સમ્રાટને પ્રશ્નો કર્યા “હું અહીં પડ્યો પડ્યો ક્યારનો સૂર્ય દેવનો તડકો ખાઉં છું જે તમે આપી શકશો ? રળિયામણાં ડુંગરોની પાછળથી વહી આવતો એ ઠંડા પવનોની લહેરકીનો આનંદ આપી શકશો ? મોસમના પહેલા વરસાદના આગમને ધરતીમાથી પ્રગટતી એ માટીના સોડમની મહેંક આપી શકશો ?” અને પછી કહ્યું કે “જો આમાનું કશું આપી શકતા ન હોય તો રાજન, મારાથી દૂર ઉભા રહો કારણકે સૌથી ભિખારી તો આપ છો કે દુનિયા જીતવા અને દાન કરવા નિકળ્યા છો !”
ઉપરના પ્રસંગ ઉપરથી કહી શકાય કે આજના શ્રીમંતોની પણ કલિયુગી સિકંદરો જ તરીકેની ગણતરી એ અતિશયોક્તિ ન ગણાય. કારણકે તેઓને સંતોષ જ નથી લખપતિને કરોડપતિ અને કરોડપતિને અબજોપતિ રળવાના અબળખા છે.
 જો કે, આ ચોમેરથી હતાશાજનક લાગતું વાતાવરણ જ કાશ આવતીકાલની ઉજળી આશા જગાડશે. કોઇક વિદ્વવાને સરસ વાત કરી છે કે અંધકાર જ્યારે વધુ ઘટ્ઠ અને ઘેરો થતો લાગે ત્યારે પરોઢિયાનો પ્રકાશ બહુ દુર નથી હોતો. કુદરત કોઇની દેખભાળ વગર પણ પોતાનું કામ સમયસર અને પ્રામાણિકતાથી  કર્યે રાખે છે.
કવિવર રવીન્ઢ્રનાથ ઠાકુરે જરા જૂદી રીતે આ વાતને સમજાવી છે કે ‘જ્યારે જ્યારે તે નવા જન્મેલા બાળકનું રૂદન સાંભળે છે ત્યારે તેને થાય છે કે ઇશ્ર્વરે હજુ માણસ જાત પરથી વિશ્ર્વાસ ગુમાવ્યો નથી.’ ખરેખર આ વાત ભલભલાને વિચારતા કરી દે તેવી છે કારણકે ખરેખર માણસે માણસમાંથી વિશ્ર્વાસ ગુમાવી દીધો છે જે ચોમેર ભ્રષ્ટાચાર, ચોરી, લૂંટફાટ, હત્યાકાંડ, દેખાદેખી, અદેખાઇ વગેરે જોતાં માણસને માણસમાં વિશ્ર્વાસ નથી એવું નથી લાગતું ?
**********  
Advertisements

જૂન 16, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

 1. માણસે માણસમાંથી વિશ્ર્વાસ ગુમાવી દીધો છે આપની વાત ૧૦૦ ટકા આ કલયુગમાં સાચી છે પણ આપણા સંતો , મહાત્માઓ ,ધર્મો અને સજ્જનોએ માનવતા ને મરવા નથી દીધી.
  http://rupen007.feedcluster.com/

  ટિપ્પણી by Rupen patel | જૂન 17, 2010 | જવાબ આપો

  • શ્રી રૂપેનભાઇ પટેલ

   પ્રતિભાવ બદલ આભાર.

   આપણા સંતો,મહાત્માઓ,ધર્મો અને સજ્જનોએ માનવતા ને મરવા નથી દીધી પણ સંતોનો એક પ્રસંગ મારા અગાઉનો લેખ ‘ક્ષમા’મા વર્ણવેલો છે તો તે આપે વાંચ્યો હશે.

   પ્રફુલ ઠાર

   ટિપ્પણી by Praful Thar | જૂન 17, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: