Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘નસીબની બલીહારી’-પ્રફુલ ઠાર


આપણે ઘણી એવી વ્યકતિઓને નિહાળ્યે છીયે જે પોતાના ભાગ્યને કારણે ખૂબજ ધન સંપતિ મેળવીને આગળ આવી જાય છે અને વિચારી ન શક્યે એટલી પ્રગતિ કરી નાખે છે અને ખૂબ મહેનત કરીને પોતે જ બધું મેળવ્યું છે સમજીને એક વેંત ઊંચા ચાલતા હોય છે અને બીજી વ્યકતિને મદદ તો કરવી એક બાજુ રહી પણ તેની સામે પણ જોતા નથી ખરી દુ:ખની વાતતો એ છે કે જો, જાણ્યે અજાણ્યે પણ કોઇકે તેઓને તેઓના ખરાબ સમયે હાથ ન પકડ્યો હોય તો તેઓ તેનો બદલો કોઇક નિર્દોષ માણસ ઉપર ઠાલવે છે.
 ધૂળની રજકણો વિષે મેં કયાંક વાંચ્યું હતુ કે જમીન ઉપર પડેલી કોઇક ધૂળની રજકણો પવનના કારણે ઊડીને કોઇ ઊંચા શિખર ઊપર પહોંચી જાય છે ત્યારે સહજ ખૂશ થતી હોય છે પણ ઉપર પવનનું જોર એટલું હોય છે કે તે ધૂળ એક સ્થળે સ્થિર રહી શકતી નથી અને પવન તેને ઉડાડતો જ રહે છે અને એજ ધુળની રજકણો અંદરથી તે પોતાની દશા પર મનોમન રડતી હોય છે. માનવીનું પણ ક્યારેક આવું જોવા મળતું હોય છે કે જ્યારે વંટોળિયો આવે ત્યારે ધરતી પરની ધૂળ એ વંટોળ ભેગી ઊંચે ચડે છે. વંટોળ વહેતો રહે ત્યાં સુધી એ રજકણો ઉપર અવકાશમાં ઘૂમ્યા કરે છે અને વંટોળ શમી જતાં એ જ રજકણોને પાછું પતન પામીને ધરાશાયી થવું પડે છે. આજનો માણસ પણ મોટે ભાગે આ રજકણોની જેમ જ પ્રતિષ્ઠા, ધન કે પ્રસિધ્ધિ પાછળ શુધ્ધ ભાવનાઓ વગર મોટે ભાગે  વંટોળિયાની રજકણોની માફક ઉડતો રહે છે અને પાછો કયારે નીચે આવી જાય છે તેની ખબર પણ તેને પડતી નથી અને છતાં દુ:ખની વાત તો એ છે કે આજનો માનવી આંખ મીંચીને દોટ મૂકે છે ! જે નસીબ જોગે અચાનક વળી કયાંક પાછળ પડી જાય એટલે મનોમન રડતો હોય છે. જોકે અપવાદ રૂપે ઘણી એવી વ્યકતિ પણ જોવા મળશે કે તેણે ઘર ચલાવવા કે આજની પરિસ્થિતીને પહોંચી વળવા કે ઘરના બે ટાંટ્યા મેળવવા રાત-દિવસ મહેનત કરીને ન છુંટકે અહિંથી ત્યાં ઉડવું પડે છે. પણ એમા તેનો શું વાંક કે ગુનો ?
થોડા દિવસ પહેલાં જ મેં સામયિક હસી-ખુસીમાં એક લઘુકથા વાંચી હતી કે પોતાના આશ્રમમાં વરસો સુધી અભ્યાસ કરીને સંસારમાં જઇ રહેલા શિષ્યને ગુરૂએ કહ્યું “ એક વાત સદા યાદ રાખજે, સુખ અને દુ:ખ બંને મનુષ્યમાં જન્મથી જ પરોવાયેલા હોય છે. ભૂખ્યાને સમયસર ભોજન મળે તો એ સુખી થાય છે. પરંતુ પોતાના માટેનું ભોજન જો કોઇ બીજાને મળે તો એ દુ:ખી થાય છે. તો આ સુખ દુ:ખની વ્યાખ્યા માનવી માટે કોઇ સ્પષ્ટ નથી માટે તને ક્યારેક દુ:ખની લાગણી થાય ત્યારે તારા કરતાં વધારે હેરાનગતી વાળા મનુષ્યને જોઇશ તો તું તારું દુ:ખ ભુલી જઇશ.”
આવો જ કંઇ બીજો પ્રસંગ સંતે શેખ સાદિનાના જીવન સાથે સંકળાયેલો છે તે તેને કહ્યો “એકવાર શેખ સાદિનાના પગના અંગૂઠાનો નખ જીવતો ઊખડી ગયો અને ખૂબ પિડા થવા લાગી અને સાથે સાથે લોહી નીકળવા લાગ્યું. શેખસાહેબ તે જ મીનીટે મસ્જીદમાં જઇને શિકાયત કરવા લાગ્યા: ઓ પરવરદેગાર, હું તો તારો નમ્ર બંદો છું. રોજ પાંચ વાર અચૂક નમાજ પઢું છું. રોજાના સમયે રોજા રાખૂં છું છતાં મને તકલીફ કેમ ? હૈયાવરાળ નીકળી જતાં નારાજગીથી શેખસાહેબ બહાર નીકળ્યા ત્યાં જ સામે ગોઠણથી બંને પગ કપાઇ ગયેલા એવા એક માણસને પૈડાંવાળા લાકડાના પાટિયા પર ઘસડાતો જોયો. આમ છતાં પેલો માણસ તો એની મોજમાં હતો.
શેખસાહેબને તરત જ તેના ભેજામાં અફસોસનો ચમકારો થયો. તેઓ તરત જ પાછા અંદર દોડયા અને અંદર જઇને અલ્લાહની માફી માગવા માંડયા : આ નાચીજને માફ કરી દો આ બંદાને પરવદેગાર. એક અંગૂઠાના નખ ઉખળી ગયો તેમાં મેં આપને આટલું બોલી નાખ્યું જયારે પેલાને તો બે પગ જ નથી તોય તે મસ્તીમાં જીવે છે. મને માફ કરી દો હું તારી દયાને ઓળખી ન શક્યો.
આજે માનવી ઘડિયાળને કાંટે સતત દોડ્યા જ કરે છે અને યંત્રની માફક કામ કર્યે જાય છે પણ દિલમાં તો છેવટે અજંપો જ હોય છે. આપણે અનુભવ્યે છીએ કે જો કોઇને લોકલ ટ્રેનમાં બેસવાની જગ્યા ન મળે તો તરત જ તે બબડવાનું ચાલુ કરી દયે છે પણ એવું નથી વિચારતાં કે નસીબ જોગે પંખા નીચે ઉભા રહેવાની જગ્યાતો મળી ગઇ ! પણ જે બીચારાને સમયસર કામે પહોંચવાનું હતુ તે બિચારાઓ હજી પ્લેટફોર્મ ઉપર જ ઊભા છે તેનુ્ શું ? તે વિચાર આવે છે ખરો ? ઘણાં. માણસો પૈસા ખર્ચીને ફિલ્મ જોવા જાય અને ફિલ્મ સારી ન નીકળે એટલે બડ બડ કરવાનું શરૂ કરી દે પૈસા તો પડી ગયા અને સમય બગડ્યો તે ખોટમાં એના કરતાં ઘરે બેઠા હોત તો પરસેવાના પૈસા તો બચી જાત !. જો કે ઘણી વાતો મનને સમજાવવી પડતી હોય છે. અનુભવીઓએ ખરું જ કહ્યું છે કે ઊંચુ જોઇને ચાલનારો રસ્તામાં પડેલાં પથ્થરા કે ખોદાયેલા ખાડાને જોઇ શકતો નથી અને છેવટે ઠેબું ખાય છે કાં તો ખાડામાં પડે છે. પણ નીચું જોઇને કે ધ્યાન રાખીને ચાલનારાને ભય રહેતો નથી.
પાડોશીને ત્યાં મોટર આવે તો દુ:ખી થવાની બદલીમાં લાખો માણસો દુ:ખી થઇને ટ્રેનમાં કે પગપાળે જાય છે તેનું શું તેનો વિચાર કેમ ન આવે ? આવી ઘણી વાતો વિચારવાની આપણી પાસે છે કે જેની પાસે કંઇ જ નથી તેનું શું ? જો કૈ જે કોઇની પાસે જે કંઈ છે તે બધું જ છે છતાં અપેક્ષા કરતાં ઓછું જ લાગવાનું અને છેવટે તો દુ:ખી જ થવાનો વારો આવે છે.
ઘણીવાર માણસ ખૂબ મહેનત કરી સફળતાના કિનારા સુધી પહોંચવાની તૈયારીમાં જ હોય છે કે જેની પોતાને પણ ખબર સુધ્ધાં હોતી નથી ત્યારે તે નાસીપાસ થઇને પ્રયત્ન છોડી દે છે અને આવેલી તક ને ગુમાવી દઈ તે જિંદગીભર પસ્તાતો રહે છે. એક કહેવત મેં વાંચી છે કે ‘જે પથ્થરો સતત ગબડયા જ કરે છે એવા પથ્થરો પર લીલ બાઝતી નથી.’ એવી જ રીતે માણસ પણ મુશ્કેલીઓમાં જેમ જેમ ગબડતો રહે તેમ તેમ તેના ઉપર પણ લીલ રૂપી મુશ્કેલીઓ બાજતી નથી અને તે માણસને વધારેને વધારે શકિતશાળી બનાવે છે. અને એક દિવસ તે પોતાના લક્ષને પ્રાપ્ત કરી શકે છે. આપણા વડવાઓ કહેતા આવ્યા છે કે જેમની પાસે કામ છે તેઓ નસીબદાર છે કામથી ગભરાયને તેનાથી દૂર ભાગવાથી કે છોડી દેવાથી સફળતા મળતી નથી.
આપણને એવું પણ જોવા મળશે કે માણસ નસીબને હાથમાં રાખીને રાત દિવસ મજુરી કરે છે પણ હંમેશા નસીબ પર આધાર રાખનારાને મુસીબતોના સમયે માણસની વાત તો બાજુ પર રહી પણ મુકદરની પણ મદદ મળતી નથી. નસીબ જયારે સાથ નથી આપતું ત્યારે પોતાના પણ પારકા બને છે અને જેને આપણે અપણાં પોતાના તરીકેની ઓળખાણ કરાવતા રહેતા હોય છે તે પણ દૂર અઘળા રહીને તમાશો જોતા બેઠા હોય છે. અને બીજાની મોઢે આપણી બુરાઇ કરતા હોય છે. અને કમનસીબે જો કોઇ નિષ્ફળ થાય કે કોઇ ભુલ થઇ જાય તો કહેતા ફરશે કે “મને પહેલા જ ખબર હતી ફલાણું ફલાણું થશે અને જો થયું.” હાં એક વાત કરવી ઘટે કે કોઇએ માર્ગ બતાવ્યા છતાં વ્યકતિ કયાંક થાપ ખાય પણ શકે છે. જોકે આમાં દોષ એ નિર્દોષ વ્યકતિનો હોતો નથી, પણ પેલું ભજન છે ને કે વિધીના લેખ લલાટે લખ્યા…રે……. ત્યારે મનમા થઇ જાય કે ભાગ્યના લેખ તો લલાટે લખ્યા છે….
**********
Advertisements

જૂન 21, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

5 ટિપ્પણીઓ »

 1. tamari vaat shudh kanchan jevi chhe samajie chhie cchhata sudharva tayar nathi etlu jarur kahish je thay chhe te karam adhin hoy chhe te pan 100% ni vaat chhe.Shun kaho chho? sachu ke khotu? Ek kutru gadima jatu hoy ane tame chalta.Ene tamara karta sara karam karya hashe mate.Matej kahish kudrat thi satat dari pagla bharvama maja chhe nahitar te rajkan ni jem fenkai jashu.

  ટિપ્પણી by neena | જૂન 22, 2010 | જવાબ આપો

  • પ્રિય નાની

   સૌથી પહેલાં તો પ્રતિભાવ બદલ આભાર ! કર્મ માટેની વાત માટે મારે ઘણાં બધાઓ સાથે ચર્ચાઓ થાય છે પણ છેવટે ????? કારણકે શાસ્ત્ર કે કહેનારાઓ કહે છે કે જેને ગયા જન્મે સારા કર્મો કર્યા હોય તેને જ મનુષ્ય દેહ મળે છે તો અને તે પણ ચોરયાસી લાખના ફેરા પછી માણસનો દેહ ધારણ થાય છે.અને જો ચોરયાસી લાખ ફેરામાં કોઇ કર્મની એન્ટ્રિઓ સામ સામે ઉડતી નથી ? જો કે છેવટે આ જન્મ, મરણ અને કર્મનું ગણિતનો તાળો કોઇ મેળવી શકે તેમ નથી એટલે જે સમજાય તે સાચું ! આમા કોઇ શોધખોળ થઇ નથી કે કોઇ વિજ્ઞાન પણ કામનું નથી.

   લી.પ્રફુલ ઠાર

   ટિપ્પણી by Praful Thar | જૂન 23, 2010 | જવાબ આપો

 2. Very nice.

  Every thing happens and exist due to cause and effect. Once we understand that it is easy to accept. Now there are times cause is there but no telling when the effect will be.

  I remember a story:

  A very learned, high monk was living his life for good of others. In due time the King acknowledge him and honored him and gave him a special place in his court. Monk felt good that finally some one has recognize what good he does. Few days later he developed a sore on his knee and that took a shape of a human head. The monk was in agony all the time.

  Finally some one advised him him to go and seek help of another great monk who lived in jungle.

  When he met this great monk and sat with him and ask him what is happening to him and why.

  After a little while this great monk said I know why you have this pain. In past life you killed a solder and he suffered but he could not take revenge as you always did good for others, he was waiting for an opportunity to find revenge.

  When King gave you honor for moment your ego took over and this solder found an opportunity to cause you pain like he felt.

  The high monk realized and became humble again.

  Just like the ‘rajkan thought she was on top of the mountain, wind brought her down.

  ટિપ્પણી by Pramila Dholakia | જૂન 22, 2010 | જવાબ આપો

 3. Dear Pramilabahen

  Thank you for your comment and story. Once we do agree that ‘Every thing happens and exist due to cause and effect.’ but it is in confussion ! Please refer my above reply given to “Nani”

  Regards

  Praful Thar

  ટિપ્પણી by Praful Thar | જૂન 23, 2010 | જવાબ આપો

 4. You are so true. Very nicely said. In childhood we came across one sentence
  “purusharth vina prarabdh pangalu Che.” please visit
  http://www.pravinash.wordpress.com

  ટિપ્પણી by pravina Avinash | જુલાઇ 20, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: