Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

અનોખું બંધન… By Samanvay:-શ્રીમતી ચેતના શાહ


 [ પ્રિય વાચક મિત્રો, આજ ઘણા દિવસે મારા વેબ બ્લોગ પર એક સુંદર લેખ મૂકી રહ્યો છું અને તે પણ આ એકવીસમી સદીની ટેકનોલોજીના માધ્યમથી મળેલી એક મિત્રતાનું ‘અનોખું બંધન’ છે.આ લેખના લેખિકા લંડન સ્થિત શ્રીમતિ ચેતનાબહેન શાહ છે. કહેવાની વાત તો એ છે કે હું જયારે આભાર જેવા શબ્દો લખું ત્યારે તેઓ કહેતા હોય છે કે ‘અનોખા બંધન’ માં આભાર કે સોરી હોય જ નહી…..જેના લાગણી-ભીના સ્પંદનને પ્રકાશિત કરતાં અમો આનંદ અનુભવ્યે છે. આપ વધુ માહિતી માટે સમનવયની સાઇટ પર જઇ લાભ મેળવી શકો છો..]
http://samnvay.net/anokhubandhan/?p=82
અનોખું બંધન …! ..કેટલું સુંદર અને પાવન નામ છે..? સાંભળી ને જ અલૌકિક અનુભૂતિ મહેસુસ થાય,જાણે કે પૂર્વ જન્મનું કોઇ ઋણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન….કે જે નિર્દોષ-નિ:સ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે… જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૌકિક બંધન છે..!
સાચા પ્રેમ ને ક્યારેય શબ્દોમાં સમજાવી શકાતો નથી, એ તો હ્રદયથી જ અનુભવ કરી શકાય છે..જે લાગણી ને આપણે હૃદયનાં ઉંડાણમાં થી મહેસુસ કરી શકીએ તે લાગણી-ભીનાં સ્પંદનોને બસ આપણે શબ્દોમાં દર્શાવવાની કોશિશ માત્ર કરીએ, પણ એ લાગણી સમજાવી શકીએ નહીં.. ! એવુ તો કંઇક જરૂર છે જે આપણું અસ્તિત્વ હચમચાવી જાય છે…કંઇક તો ઋણાનુબંધ હોય જ કે જેથી એક વ્યક્તિ ને બીજી વ્યક્તિ માટે હૃદયનાં ઉંડાણ થી કુદરતી મહેસુસ થતું હોય છે..ચાહે સામેની વ્યક્તિ બાળક હોય્, યુવાન હોય કે વૃદ્ધ હોય …પણ આપણે તેની સાથેનાં કુદરતી બંધનને ફક્ત અનુભવી જ શકીએ, દર્શાવી શક્તાં નથી..અમુક લોકો માટે આ સાચો પ્રેમ જ જિંદગી જીવવાની હિંમત હોય છે..એ હિંમતનાં સહારે એ જીવન વિતાવી લે છે..!..
સાચો પ્રેમ પણ ખૂબ જ મુશ્કેલી થી મળે છે.. જો કે એ પણ કુદરતી જ હોય છે..માનવી જન્મ લઇ ને પણ કેટલાં બધાં બંધનોમાં બંધાઈ જતો હોય છે..?.. તેમાં પણ સાચી લાગણીનું બંધન કંઇક અનેરું જ હોય છે..લોહીની સગાઇથી બંધાયેલું બંધન તો હોય છે જ અલૌકિક…જે અનમોલ છે..,પરંતુ સાથે સાથે લોહીની સગાઈ તથા સામાજિક કે કૌટુંબિક સંબંધોથી પણ પર છે આ અનોખી લાગણી..!…
જેમ કે મિત્રતા..! સહેલીઓ- મિત્રો વચ્ચે ની લાગણી… જેમાં કોઇ જ સ્વાર્થ રહેલો નથી…સહેલીઓનાં સ્નેહમાં બે બહેનો ની આત્મીયતા કે મિત્રો ની દોસ્તીમાં ભાઇઓ જેવા પ્રેમનું પ્રતિબિંબ નજર આવે છે..
આવો જ એક સંબંધ છે,ધર્મ નાં ભાઇ બહેન નો…જેમનું લોહી એક નથી છતાં પણ સગા ભાઇ બહેન જેવું જ ઋણાનુબંધ મહેસુસ કરે છે એક્બીજા વચ્ચેની લાગણીમાં….!
બીજી તરફ કોઈ બાળક પ્રત્યે હૃદય માં માતૃભાવ કે પિતૃભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે લોહીનો કે કૌટુંબિક કોઇ જ સંબંધ ના હોવા છતાં પણ એ ભાવની કુદરતી અનુભૂતિ જ કંઇક અનોખી જ હોય છે….!
એવી જ રીતે ગુરુ-શિષ્યનો સંબંધ..એ પણ એક અલગ જ પ્રકારનો હોય છે…અને આપણાં ભારતીય ઇતિહાસમાં તો સદીઓથી ગુરુભક્તિ વિષે અનેક પ્રસંગોનું નિરૂપણ થયેલું છે ..!
હજુ એક બીજો સંબંધ છે પ્રણય ..જેમાં પણ હૃદયમાં એકબીજા પ્રત્યે જે ભાવ ઉદભવે છે એ કુદરતી જ હોય છે.. જેમાં એકબીજાને પામવા કરતાં એકબીજા માટે ત્યાગની ભાવના વધારે રહેલી હોય છે..ઘણી વાર હૃદયમાં ભાવ હોવા છતાં તેઓ એક્બીજાને પામી શક્તાં નથી તો પણ ગમે તેવા સંજોગો હોવા છતાં પણ તેમનાં હૃદયમાં એ પ્રણય-લાગણી એવી જ પવિત્ર રહે છે.. આ બંધન પણ અનોખું જ હોય છે… જેમ કે મીરાં-કૃષ્ણ…એમનાં બંધનને આજ સુધી કોઇ પારખી શક્યું નથી.. પણ કૃષ્ણ ભગવાને જેટલું મહત્વ રાધાજીને અને રુકિમણીજીને આપ્યું છે એટલું જ મીરાંબાઈને પણ આપ્યું છે… મીરાંબાઈની પ્રેમ લક્ષણાંભક્તિથી પણ એક અનોખું બંધન બંધાયું છે શ્રીકૃષ્ણ ભગવાન નું…!
અમુક બંધનો ને આપણે નામ આપી શકતાં નથી ..એટલે જ એ અલૌકિક-અનોખું કહી શકાય ..દરેક બંધનમાં એક અનોખા માનની ભાવના સમાયેલી હોય છે..જે માનની નજરે આપણે સંબંધને મૂલવીએ એવી રીતે એકબીજાનાં બંધનમાં બંધાઈએ..
આ બધાં લાગણીભીનાં સ્પંદનો એવી રીતે હૃદય માં ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય..!!..અને આ અહેસાસને ફક્ત મહેસુસ જ કરી શકાય છે…જેને શબ્દો માં આલેખી શકાતું નથી..!
અંતે એ બંધન જ અલૌકિક હોય છે જેમાં સાચા પ્રેમની લાગણી હોય, જેને સામાજિક કે કૌટુંબિક નિયમો કે સંબંધો લાગુ પડતાં નથી એવા બંધનની વ્યાખ્યા ને એક જ શબ્દ માં સમજાવી શકાય…! અને તે છે…  ‘અનોખું બંધન’
**********
Advertisements

ઓગસ્ટ 13, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

10 ટિપ્પણીઓ »

 1. I am proud of having association with you May god bless U and help you to acvive your desired goal

  Regards

  Nitin Buch

  ટિપ્પણી by Nitin Buch | ઓગસ્ટ 20, 2010 | જવાબ આપો

  • ગ્રેટ નિતિનભાઇ
   આભાર ! આ તો બધું તમારા જેવા બેંકના મિત્રો નો ઉપકાર કે હું અહિં સુધી પહોંચી શક્યો છું. આ બધી 28 વર્ષની યાદોની સફર છે.
   લી. પ્રફુલ ઠાર

   ટિપ્પણી by prafulthar | ઓગસ્ટ 20, 2010 | જવાબ આપો

 2. PREM,MAITRI,BANDHAN
  TRANE SARI RITE TAME
  SAMJAVYA .AABHAR,jSk.

  ટિપ્પણી by manvant patel | એપ્રિલ 21, 2011 | જવાબ આપો

 3. Dear Mr. Patel

  I thanks for your comment.Please forward to friends and relatives.

  Regards

  Praful Thar

  ટિપ્પણી by Praful thar | એપ્રિલ 21, 2011 | જવાબ આપો

 4. આપનો ખુબ આભાર પ્રફુલ્લભાઇ, આપે આ લેખ અહી મુક્યો એ જ દર્શાવે છે કે કઇક તો ઋણાનુબંધ હશે જ મૈત્રીનું …! બાકી અત્યારના જેટ યુગમાં માનવીને ઈચ્છા હોવા છ્તા બીજા કોઇને યાદ કરવાની પણ ફુરસદ નથી મળતી…( Included me too.. :) ) Thanks Again ..!

  ટિપ્પણી by chetu | એપ્રિલ 21, 2011 | જવાબ આપો

  • યાદ કરવાની ફુરસદ બધાને જ છે પણ સમય નથી કહી બહાનું કાઢી એક ઢાંક-પીછોડો કરે છે.

   આભાર…

   પ્રફુલ ઠાર

   ટિપ્પણી by Praful thar | એપ્રિલ 24, 2011 | જવાબ આપો

 5. a lekh jane kalam ni shahi thi nahin parantu ankh na ashru ane nas mathi lohi nitartu hoy tevu dil sparshe chhe proud of you

  ટિપ્પણી by neena | એપ્રિલ 22, 2011 | જવાબ આપો

 6. Dear Nani

  Thanks for your comment. Plz. forward to all your friends and relatives.

  Jiju

  ટિપ્પણી by prafulthar | એપ્રિલ 22, 2011 | જવાબ આપો

 7. Tamaru lakhan hridaysparshi chhe.Avjo ! !

  ટિપ્પણી by manibhaip@yahoo.com | એપ્રિલ 24, 2011 | જવાબ આપો

 8. શ્રી મણીભાઇ

  પ્રતિભાવ બદલ આભાર!

  પ્રફુલ ઠાર

  ટિપ્પણી by Praful thar | એપ્રિલ 24, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: