Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

અમારા વેબ બ્લોગની એક વર્ષની યાત્રા…. પ્રફુલ ઠાર


આજે ૧૬ ઓગસ્ટ,૨૦૧૦ એટલે કે સ્વતંત્રતાની ઉજવણી પછીનો પહેલો દિવસ છે. http://www.prafulthar.wordpress.com પર આવ્યાને આજે અમારા વેબ બ્લોગને પા.. પા… પગલી કરતાં એક વર્ષ પૂરું થયું .. પરંતુ આજે તમારા માટે અમો ભાઇ-બહેન કશું નવું નથી લાવ્યા… કારણકે હજુ ઘણું લખવાની યાત્રા તો બાકી જ છે..
જીંદગીના ઘણાં વર્ષો આમ ને આમ નીકળી જાય છે  પણ છેવટે માણસ ત્યાં નો ત્યાં જ…. અમો જો કે વધુ લખી શક્યા નથી છતાં, જે કંઇ આપ્યું છે એ એક સંતોષ છે. અમોને એક સસલું અને કાચબાની દોડ હરીફાઇની બોધ વાર્તા યાદ છે કે ધીરે ધીરે પણ ઝડપથી પ્રગતિ કરી શકાય છે. ડેવિડ વિસ્કોટ નામના પ્રખ્યાત માનસશાસ્ત્રીનું મને ક્યાંક વાંચવામાં આવ્યુ હતું કે સુખી થવાનો અર્થ છે તમે જે ક્ષણે જેવા હો અને જે પરિસ્થિતિમાં હો એ સત્યનો સ્વીકાર કરવો જોઇએ કારણકે જો તમે સુખી થવા માટે અત્યારે જેવા છો એનાથી વધારે કશુંક થવા મથો છો ત્યારે સમજવું કે તમે તમારી જાત ઉપર સફળતા માટે અશક્યતાઓની શરતો ઠોંસી રહ્યા છો. જેમ કે એક ઘોડેસ્વારે ઘોડાના થાકને પણ ઓળખવો જોઇએ અને ઘોડાને સતત હાંફતા રાખવા માટે બાંધેલા ગાજરની ભ્રમણા પાછળની અવિરત દોટ મુકાવી તેને સફળતાની સાચી દોટ ન ગણવી જોઇએ..
એક વર્ષની યાત્રા દરમ્યાન અમોને એક અપવાદ રૂપી અભિપ્રાય બંધાઇ રહ્યો છે કે આજની હરણફાળ ટેકનોલોજીથી દરેકને ક્યાંકને ક્યાંક ફાયદો થયો જ છે. પણ ગુજરાતિ સાહિત્ય ક્ષેત્રે સર્વ પ્રથમ તો નવી પેઢી માટે આ વેબ બ્લોગો અસહાય રૂપ આલેખી શકાય. જ્યારે ખરેખર જે ઘણાં એવા વાંચનના ભોમિયા છે કે તેઓ કોમ્પુટરના માધ્યમનો લાભ લઇ શકતા નથી કારણકે તેને ચલાવતા આવડતું નથી. ત્યારે અમોને એક કહેવત યાદ આવે છે કે ‘ જુનું એ સોનું ‘ એ માન્યતાને ધ્યાનમા રાખી કહી શકાય કે ઘરની અંદર આવતા મેગેઝીનો,પુસ્તકો કે છાપાઓમાની પૂર્તિઓ ઘરના લગભગ હાલતા ચાલતા કે ઘરનાં કામમાંથી પરવારી ગયા પછી ઘણાં ખરા વાંચતા હોય છે જેથી તેની સંખ્યા કોમ્પ્યુટરના માધ્યમ કરતાં પણ વધુ જોવા મળે છે ઉપરાંત, આડોશી પાડોશીને પણ આજે ફલાણો ફલાણો લેખ, કવિતા કે વાર્તા ફલાણા ફલાણા પેપરમાં વાંચી એવા પ્રશ્ર્નો પૂછી એક બીજાનું ધ્યાન દોરતા સાંભળ્યા છે.
ઉપરના ઉલ્લેખ ઉપરથી કોઇએ નાસી-પાસ થવાનું નથી પણ આપણી સાહિત્યની કલમ ચાલતી રહે એવી પ્રાર્થના.અને દરેકની શૂભેચ્છા એકબીજા પર ઉભરાતી રહે અને જેવી રીતે આપણા ગરવી ગુજરાતના લાડિલા મુખ્ય મંત્રી શ્રી નરેન્ઢ્રભાઇ મોદીએ ‘સ્વર્ણિય ગુજરાત’ મહોત્સવમાં તરતા પુસ્તકનો વિચાર માટે આહવાન કર્યું છે કે લોકોએ ગુજરાતિ સાહિત્યને વાંચીને એકા બીજાના સંદેશાઓ અને વિચારો તરતા મુકવા જોઇએ જેથી તે બીજા સુધી પહોંચી શકે અને બીજો ત્રીજાને અને ત્રીજો ….આમ આપણાં ગુજરાતિ સાહિત્યને ઘરે ઘરે પહોંચતું કરે તેમ આપણા દરેક બ્લોગીસ્ટો પણ આપણાં બ્લોગો તરતાં મુકે એવી અમારી બીજા વર્ષના પ્રવેશ સાથે શુભકામના…
ચાલો, સાથે સાથે તમને અમારા બ્લોગની સફરમાની એક લેખની ઝલક વંચાવી દઇએ… કાશ પોસ્ટ કરેલા લેખો કે કાવ્યોમાંથી કઇં વાચવાનું ચૂકી ગયા હોય તો આજે સરસ મોકો છે..!! https://prafulthar.wordpress.com/2009/12/02/%e2%80%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a0%e0%aa%be%e0%aa%b8-%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4%e0%aa%b0%e0%aa%82/
*********
Advertisements

ઓગસ્ટ 16, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

4 ટિપ્પણીઓ »

 1. આપની એક વર્ષની બ્લોગ ઉપરની યાત્રા સફળ રહી છે અને આવનારા વર્ષોમાં પણ ખૂબ ખૂબ સફળતા મળે તેવી હાર્દિક શુભેચ્છાઓ !
  સ-સ્નેહ
  અરવિંદ

  ટિપ્પણી by arvind adalja | ઓગસ્ટ 16, 2010 | જવાબ આપો

  • શ્રી અડાલજા સાહેબ

   આભાર…આપના આશીર્વાદ.

   પ્રફુલ ઠાર

   ટિપ્પણી by prafulthar | ઓગસ્ટ 17, 2010 | જવાબ આપો

 2. 1 year is not a small period. it is not an easy task to continue such activity, specially in gujarati. i congratulate to you. I also support to you to continue the same.

  sandip

  ટિપ્પણી by sandip | ઓગસ્ટ 17, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: