Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘ભુલો ભલે, બીજું બધું, મા-બાપને’…-પ્રફુલ ઠાર


[ આ લેખ મેં જાણીતા એવા ‘મુંબઇ સમાચાર’ દૈનિકના ‘મુખ્બિરે ઇસ્લામ’ કોલામના કટાર લેખક-સંપાદક, હસી-ખુશી સામયિકના તંત્રી અને મારી લેખન યાત્રાના પ્રણેતા એવા શ્રી અનવરભાઇ વલિયાણીના પ્રકાશિત થઇ ચુકેલા પુસ્તક ‘રાહબર’ કે જેનો અર્થ થાય છે ‘રાહ બતાવનાર’ માં થી મેં તેમાંના શબ્દોનાં થોડા પડઘાં અહીં ઝિલેલા છે અને મેં પણ જે સાંભળેલા અને જોયેલા છે તેને આજે પ્રકાશિત કરી રહ્યો છું.]
દરેક ધર્મ અને સમાજ સાથે કોઇકને કોઇક ફરજો સંકળાયેલી હોય છે. કે જે ફરજો, સમાજની અને ધર્મની ઓળખ સમાન છે. પણ જ્યારે આ ફરજો જડ બની અમાનુષ બને છે ત્યારે તે માણસની પ્રગતીને રૂંધી નાખે છે. અને મોટામાં મોટી ફરજ એ છે કે તે તેના માત-પિતાનું ધ્યાન રાખે અને તેનું માન જાળવે. એટલે કે સરળ અર્થ એ જ થાય કે બાળક કયારેય માઁ-બાપની લાગણીઓની અવગણનઑ ના કરે. કે કદી પણ તેઓનું દિલ ન દુભાવે અને એમના મનને આઘાત પહોંચે એવું વર્તન કે વ્યવહાર ન કરે.
એક શાયરનો એક શેર વાંચેલો કે…..
‘દોસ્તો, માબાપ કી ખીદમદ તો કર કે દેખીયે,
ફીર દેખેં કી કિસ તરહ જન્નતો કા રાસ્તા મિલતા હૈ.’
માઁ-બાપની સેવા એ જીંદગીનું એક જમા પાસું છે. ભગવાનની નજરમાં એની ઘણી મહત્તા છે. પછી તે બાળક ગમ્મે તેટલી ઉંમરનો કેમ ન હોય ? આજે હજી પણ મેં ઘણાંને જોયા છે કે લગ્ન તો ઠીક પણ પોતે પણ પિતા બની ગયો હોવા છતાં નવરાશની પળોમાં માથામાં તેલ ઘસાવાને બહાને માઁ ના ખોળામાં માંથૂં નાખી સૂતો જોયો છે. તેના માટે તો તેલ ઘસાવવું એક બહાનું હોય છે પણ ખરેખર તો માઁ નો મીઠો હાથ ફરતાં તે એક મનની શાંતિ અનુભવતો હોય છે !
સંતાન નાનો હોય કે મોટો, જો તેને ઠેસ પણ લાગશે કે તરત જ માઁ ના અંતરમાંથી ખમ્મા મારા લાલને…લાગ્યું તો નથી ને ? જરા ધ્યાન રાખતો હોય તો ? લાગી જાત તો ? વગેરે..વગેરે કહી નાખશે.
જ્યારે કોઇ સંતાન, આફતમાં કે કોઇ મૂંજવણમાં ફસાય જાય, તો બાપને ચિંતા થવા લાગે છે અને તે એક આઘાતની લાગણી અનુભવે છે.
જે કોઇ બાળક પર માત-પિતાનો છાંયડો હોય છે તે બાળક દુનિયાનો સૌથી નસિબદાર માનવી ગણાય. એમની માટે તો ભગવાનની મોટી દયા એ જ ગણાય કે તે બીચારો નથી ગણાતો અને માઁ-બાપના પ્યાર માટે તેને વલખાં મારવાં પડતાં નથી પરંતુ તેને માઁ-બાપના હેતના હિંચકે હિડોળા લેવાનો લહાવો મળતો હોય છે કે જેના આશીર્વાદથી તેમને વેદના અને આઘાતોની લાગણી સહન કરવાની એક અજબ શક્તિ મળી રહે છે.
મને ગઝલ રચયિતા દિગીશા પારેખની એક ગઝલની પંકતિ ઉપરથી યાદ આવે છે કે…
‘માણસની હથેળીઓ તો જન્મ થી જ ખાલી છે,
છતા માઁ-બાપને જોઇને આશાઓ ઉભરાઇ જાય છે.
લાગણીઓ છે એમની ગુલાબના ફૂલો જેવી,
જ્યાં વેદનાઓ ત્યાં જઇને વિલીન થઇ  જાય છે..’
આજે ઘણી એવી વ્યક્તિઓ જોઈ છે કે જેના માત-પિતા નથી પણ એની આંખોના ખૂણા હંમેશા ભીના રહેતા હોય છે અને પોતાના પર માઁ-બાપનો પ્રેમ, લગણી અને મમતા મેળવવા એ અંદરો અંદર પોતાની જાતને સદા કોષતા રહેતા હોય છે.
દૂ:ખની વાત તો એ છે કે વર્તમાન જમાનો થોડા ઘણા અપવાદોને છોડી દુષિત, કઢંગો, બેશરમ, બેરહેમ, હૈયા વિહોણો અને શિસ્ત વગરનો થઇ ગયો છે કે જેને માઁ-બાપ હોવા છતાં તેની તેને દરકાર હોતી નથી અને તે પોતે અને પોતાની પત્નિ અને પોતાના બાળકમાં જ રચ્યો પચ્યો રહે છે. આજે યુગ એટલો બધો ઘર્ષણ અને ચિંતાઓના વિખવાદોથી ભરેલો છે કે તે ક્યારે માનવીને ઉંધા મોઢે ધુળ ચાટતો અને વખતના વહેણને બદલી નાખી કોઇક એવી ક્ષણોમાં ફેરવી નાખતો હોય છે કે તે માનવીને તેની ગંધ સુધ્ધા આવતી નથી અને તેથી કહી શકાય કે તે વહેણોથી બચવાનો ઉપાય એટલે માઁ-બાપનો પ્રેમ અને તેના અમી ભરેલા આશીર્વાદ, લાગણી, હેત અને મમતા જ છે કે જે સંતાનોની જિંદગીના ન માગ્યે તો પણ એક ચોકિદાર બની પોતાના અનુભવોનું માર્ગદર્શન આપતા રહે છે.
સમાજમાં ધણા ઘરે જોવા મળ્યું છે કે ઘરમાં યુવાન દિકરાઓ કમાતા ધમાતા હોવા છતાં આઘેડ વયે પણ પિતાએ પોતાનો શ્ર્વાસ ટકાવી રાખવા કે ઘરના પોતિકા પાસે પણ હાથ લાંબો ન કરવાના આશયથી બોલતા સાંભળ્યા છે કે ‘આ તો સમયનો સમય નીકળે અને બે પૈસાની આવક થાય અને આપણાં પૂરતો ખર્ચ નીકળતો રહે.’ ઉપરથી ઉમેરશે ‘ઘરમાં બધાને વચમા આવતા ટળીયે‘ કહીને મજૂરી કરવા જવું પડતું હોય છે કે ક્યાંક, કોઇ મંદિરને પગથિયે જઇને સમય પસાર કરવા બેસવું પડતું હોય છે કે જેઓ ખરેખર નિવૃતિ પછી કોઇ સંસ્થામાં કે હોસ્પિટલમાં દરદીઓ પાસે જઇને ભલે ધન નહી તો તન-મનથી બે શબ્દો વડે તેને હિંમત આપી શકે છે કે નાની-મોટી મદદ કરી શકે છે કે પોતાના જ સમાજની સંસ્થાઓને કામમાં દખલ પહોંચાડ્યા વિના મદદ કરી શકવાને શક્તિમાન હોવા છતાં અપવાદે, આવું નથી કરી શકતા કારણકે સંતાનો માત-પિતાનું અપમાન કરી કે તેને વાત વાતમાં તોડી પાડી કે હવે જમાનો બદલાય ગયો છે કહી તેની વાતો ટાળવામાં આવે છે અને એથી પણ વિશેષ, કુટુંબના અંદરો અંદરના વિખવાદોને લઇને સંકુચિત મન રાખતો થઇ જાય છે.
મેં જોયેલા, સાંભળેલા અને અનુભવેલા પ્રસંગો પરથી લખી શકું કે ઘણી વાર બે ભાઇઓ સંજોગ વસાત કે કુટુંબના કોઇ વિખવાદોના વમળોથી છૂટા પડેલા હોય અને તેમાંનો એક ભાઇ બધી જ રીતે સધ્ધર હોય, ઘર મોટું હોય, માઁ-બાપ માટે અલાયદો ઓરડો ફાળવી શકતો હોય અને માઁ-બાપને રાખતો હોય તો તે જાણે કે ઉપકાર કરતો હોય તેમ તેને લાગતું હોય છે અને તે સાધારણ અને અનગઢ ભાઇ ઉપર માઁ-બાપને સાથે ન રાખવાના અને પોતે પોતાના માઁ-બાપની ફરજ ઉપરથી દૂર ભાગે છે ના છાણાં પોતાના જ ઉપર, જાણતા અજાણતા મિત્રો, સગાસંબંધી કે સમાજની વ્યકતિઓ પર થાપતો રહેતો હોય છે. અને માઁ-બાપને વૃદ્ધા આશ્રમમાં પૈસા ભરી તેને પોતાના અને પોતાના કુટુંબથી દૂર રાખે છે. ઘણાં માઁ-બાપને તો પાંચ પાંચ દિકરાઓ હોવા છતાં ધ્ક્કે ચઢવું પડતું હોય છે. પણ તે સંતાનોને ખબર નથી કે માઁ-બાપ જ વિશ્ર્વમાં જન્નતની મહેંક પ્રસરાવતો એક મધુવનનો બગીચો છે કે જે અંતરની સુવાસ ફેલાવનાર ગુલાબ અને લાગણીઓની કળીઓ છે.
રચનાકારે ખરેખર સાચું જ ભજન રચ્યું છે ‘ભૂલો ભલે, બીજું બધું, માઁ-બાપને ભૂલશો નહી..અગણિત છે….. ઉપકાર એના…’ જો કે આવા સુંદર રચનાના શબ્દો, માઁ-બાપની પ્રાર્થના સભામાં કે કોઇ લોક સંગીતના ડાયરામાં સાંભળતા તો આવ્યા જ છે. પણ હ્યદયના કોમ્પ્યુટરમાં ખુલ્લા (ઓપન) રાખનારા કેટલા ?
**********
Advertisements

સપ્ટેમ્બર 8, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

 1. Tamari vaat 100% sachi chhe parantu samje kaun? koike kidhu chhe maa char santan ucchhere parantu char santan ek ma ne n rakhe ane biju bhagla vakhate dikrav be chij mate udar bane chhe jenu naam chhe “MAA BAAP”.Kahevat mujab:(Sansar ni be karunta – Maa vinanu ghar ane ghar vinani ni Maaaaa….)

  ટિપ્પણી by neena | સપ્ટેમ્બર 9, 2010 | જવાબ આપો

  • Dear Nani

   Thank u

   PGT

   ટિપ્પણી by Praful Thar | સપ્ટેમ્બર 9, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: