Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘ આ સમય પણ જશે.’-પ્રફુલ ઠાર


મેં એક દિવસ પૂજ્ય શ્રી મોરારીબાપુની કથામાં સાંભળેલું કે ઘણી વાર કોઇ વ્યકતિ આપણાં પર ખુબ જ પ્રેમ દર્શાવતા હોય તેની સામે માણસે બહુ સાવધાન રહેવું પડે કારણકે નહી તો આપણને મનોમન અભિમાન આવવા લાગે છે કે ફલાણા.. ફલાણા… મને બહુ પ્રેમ કરે છે અને માન આપે છે. કારણકે મારામાં કંઈક વિશેષતા હશે. અને આ વિશેષતાપણાંનો વિચાર માણસને પતન તરફ દોરી જાય છે.પણ જો એવું સમજાય કે લાગણી આપનારો, પ્રેમ કરનારો કે આદર કરનારો, એ મહાન છે, કારણકે એના દિલમાં આપણી માટે જે છબી કે જે લાગણીનો પ્રવાહ વહયા કરે છે કે જેની શકતિ આપણને જીવવા માટે સતત પ્રેરણા કે એક જાતનું ઇંધણ આપતું રહે છે.
કોઇ મુસીબત આવે, ત્યારે ખરેખર કોઇને પણ એમ જ લાગે છે કે તેના ઉપર મૂશ્કેલીઓ તૂટી પડી છે. અને તે એના ભાર નીચે ચગદાઈ રહ્યો છે. અને એ એક સ્વભાવિક છે કે આ સ્થિતિમાં કોઇ પણ માણસ ચિંતીત્ બની જાય. જોકે અનુભવીઓ કહે છે કે વિપત્તિ અને મુશ્કેલીઓની સામે ઊભા રહીને સામનો કરતાં મુશ્કેલીઓ ચાલી જાય છે. જેવી રીતે મેં મારા ઘરની બારીની અટારીએથી જોયું છે કે કોઇ શ્ર્વાન (કૂતરો) જો ભૂકતોં ભૂકતો સામે આવે તો નાનું બાળક કે મોટી વ્યકતિ દોડવા માંડે અને જેમ દોડે તેમ વધારે વેગથી તે શ્ર્વાન પાછળ દોડે. પણ જો કોઇ અનુભવી બુમ મારીને કહે કે ‘ભાઇ દોડમાં ત્યાં જ ઉભો રહી જા’ અને આમ કરવાથી તે શ્ર્વાન પણ અટકી જશે અને થોડું ભૂકીને મોઢું ફેરવીને ચાલ્યો જશે.
આવો જ અનુભવ તમને માથેરાન કે મહાબળેશ્વર કે પછી મથુરામાં જશો અને તમારી પાછળ વાંદરા પડે અને દોડવા માંડશો કે તરત જ તમારી પાછળ તે વાંદરાઓ પણ તમારી પાછળ ઝડપથી દોડવા લાગશે અને ઘુરકવા માંડશે. દૂર આ દશ્ય જોનારા ત્યાંના રોજના ટેવાયેલા રહેવાસીઓ ‘ભાગો મત વહીં ખડે રહો.’ ની બુમ મારશે અને તમો વાંદરાઓની સામે મુખ કરીને સ્થિરપણે ઊભા રહી જશો તો તરત જ તે વાંદરાઓનું ટોળું પણ તમારી સામે ઊભું રહી જશે.અને એક પછી એક વાંદરાઓ ભાગી જશે.‘આ અનુભવે બધાને જ પાઠ શીખવે છે કે કોઈપણ મુશ્કેલી આવે તો તેનાથી ડરીને ભાગવું નહીં, પણ તેની સામે ઉભા રહી જવું.’ જેથી મુશ્કેલીઓનું જોર ઓછું થઈ શકે છે. જો કે આ વાત અધરી છે. કારણકે જેને માથે પડે તેને જ ખબર પડે કારણકે તે વખતે માણસની બુધ્ધિ ખોવાય જાય છે.
તમે મુસિબતમાં હોવ અને કોઇની સામે વાત કરતાં કરતાં આંખમાં જળજળીયા જો આવી જાય તો સામેની વ્યકતિ તરત જ કહેશે ‘ ધિરજ રાખો આ સમય પણ જશે.’ એવું સાંભળવા મળે છે.. આ વાત ઉપર એક સરસ વાર્તા પ્રચલિત છે જે ઘણા બધાએ વાચી હશે કે કોઇક રાજાએ તેને ત્યાં પધારેલા મહાત્માની ખુબ જ મનથી સેવા કરી. તેથી પ્રસન્ન થઈને મહાત્માએ તેને એક માદળીયું આપી ડોકમાં પહેરી રાખવા કહયું અને સમજાવ્યું. કે ‘ જયારે જ્યારે તું ખૂબ મુશ્કેલીમાં આવે તે વખતે અને જ્યારે તું ખૂબ સુખમાં આવી જાય ત્યારે ત્યારે આ તાવીજ ખોલીને વાંચી લેજે.’ ‘તેમાં કંઇક સંદેશ લખેલો છે. જે તને જીવનમાં ડગલેને પગલે કામ લાગશે.’ રાજાએ મહાત્માના આશીર્વાદ રૂપે એ તાવીજનો તેણે બે હાથ જોડીને સ્વીકાર કરી લઇ પોતાના ગળામાં એ માદળીયું પહેરી લીધું. એ વાતનો જતે દહાડે ખાસ્સો સમય વીતી ગયો. એક દિવસ બાજુના રાજ્યના રાજાએ તેના રાજ્ય ઉપર હુમલો કરી, તેને હરાવીને તેનું રાજ્ય લઈ, તેને પકડીને કેદ કરી લેવાની પેરવી કરતા હતા, પણ તે રાજમહેલના કોઇક છુપા ભોયરાંમાંથી જીવ બચાવીને ભાગી ગયો. રાત્રિના અંધકારનો લાભ લઇ એક જંગલમાં આવી પહોંચ્યો. બધું જ ગુમાવી દીધાના વિસામણમા પડી તે હતાશ થઈને આત્મહત્યા કરવા જતો હતો, ત્યાં તેને મહાત્માના શબ્દો યાદ આવ્યા, ‘ખૂબ દુ:ખમાં હો ત્યારે મારો સંદેશો વાંચજે.’ તેણે તે માદળીયું ખોલ્યું. તેમાં બે ચીઠ્ઠી હતી. એકમાં લખ્યું હતું : ‘અતિશય દુ:ખની વેળાએ.’ બીજામાં લખ્યું હતું :‘અતિશય સુખની વેળાએ.’ રાજાએ દુ:ખના સંદેશ માટેની ચીઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું : ‘આ સમય પણ જશે.’ મહાત્માના આ સંદેશ ઉપર રાજાએ વિચાર કર્યો અને તે આત્મહત્યાનો વિચાર માડી વાળ્યો.પછી જંગલમાં જ રહીને તેણે ધીરે ધીરે પોતાના ચુનંદા માણસોને ભેગા કરી તેનું પચાવી પાડેલું રાજ્ય ઉપરાંત એના રાજ્ય ઉપર આક્રમણ કરી એ રાજ્ય પણ મેળવી લીધું. ફરી સુખના દિવસો આવી ગયા.વળી પાછો અતિશય આનંદમાં આવી જતાં, ત્યાં એને મહાત્માની યાદ આવી ગયી. તેણે આનંદના સમયનો સંદેશ વાંચવા ફરી બીજી ચીઠ્ઠિ ખોલી જેમાં પણ એ જ પહેલા જેવો જ સંદેશ હતો, ‘આ સમય પણ જશે.’ રાજાને પહેલાં તો નવાઇ લાગી. પણ પછી ખુબ જ વિચારતા એને સમજાયું કે માણસે સુખમાં છકી ન જવું અને દુ:ખમાં નાસીપાસ ન થઇ જવું. પવન કદીયે એક દિશામાં વાતો નથી. દરિયો કદીયે એક જ કિનારે સ્થિર થતો નથી. ઝરણું કયારેય અટકી જતું નથી. તો પછી સમય કેવી રીતે કાયમ એકસરખો જ રહે ?
કંઇક ન ગમતું કે ખરાબ બને ત્યારે માણસ કહે છે કે, કંઇક સારું થવાનું હશે. રાતની કાળાશની અંતિમ પળ પછી જ સવારના પહેલા કિરણનો જન્મ થતો હોય છે.
મેં કયાંક વાંચેલું કે અમેરીકાના મહાન અબ્રાહમ લિંકનના ઓરડામાં પણ આવાજ સંદેશની એક છબી મઢાવીને રાખી હતી. ‘This too shall pass’ ‘આ પણ ચાલ્યું જશે.’ કહેવાય છે કે આ વિશે તે લોકોને શીખ આપતા તેઓ કહેતા કે જયારે પણ કોઇ મુશ્કેલીઓ આવે છે, ત્યારે હું વિચાર કરતા કરતા કહું છું કે ‘આ પણ પસાર થઈ જશે.’ આથી મુશ્કેલીઓ મને નાસીપાસ કરી દેતી નથી. અને જયાં જયાં સફળતા મળે છે, ત્યારે આ છબી મને અભિમાનના આવરણથી બચાવે છે.‘આ સમય પણ પસાર થઈ જશે.’આ એક જ વાક્ય લિંકનની જેમ હું, તમે અને બધા જ જો આ યાદ રાખીએ તો સારી-નરસી પરિસ્થિતિઓમાં ટકી રહેવાનું બળ મળી રહેવાની શક્યતા નકારી ન શકાય !…. ધીરજ સદાય હુંકાર ભરતી નથી, ક્યારેક એ દિવસના અંતે એક શાંત નાદ હોય છે, એ કહેવા કે હું કાલે ફરી પ્રયત્ન કરીશ.
બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણી લઇએ, નસીબથી મળી છે જીંદગી તો એને જીવી લઇએ..
*********
Advertisements

સપ્ટેમ્બર 27, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

5 ટિપ્પણીઓ »

 1. ખરી વાત આ ક્ષણ પણ જશે જ તે નિઃશંક વાત છે !

  ટિપ્પણી by અરવિંદ અડાલજા | સપ્ટેમ્બર 28, 2010 | જવાબ આપો

 2. Thank you Shri Adalja Saheb
  Praful Thar

  ટિપ્પણી by prafulthar | સપ્ટેમ્બર 29, 2010 | જવાબ આપો

 3. Khub sundar lakhan chhe,thoda ma ghanu kahi didhu chhe,saras bodh malyo chhe

  ટિપ્પણી by neena | ઓક્ટોબર 6, 2010 | જવાબ આપો

 4. i love that sentence.

  ટિપ્પણી by zala kiran | ઓક્ટોબર 16, 2010 | જવાબ આપો

  • શ્રી કિરણભાઇ
   આભાર !
   પ્રફુલ ઠાર

   ટિપ્પણી by prafulthar | ઓક્ટોબર 16, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: