Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘દિપોત્સવનું સાચું અજવાળું…’-પ્રફુલ ઠાર-મનોરમા ઠાર


મેં થોડા દિવસ પહેલાં જ પ્રકાશિત થઇ ચૂકેલા ‘આશીર્વાદ’ પૂસ્તકમાં શ્રી અનવરભાઇ વલિયાણીએ લખેલો એક લેખ વાંચેલો કે જેમાં તેણે લખેલું કે ઉત્સવો એટલે આનંદ, ઉલ્લાસ અને કોમી એકતાનાં એક જાતના પ્રતીકો ગણાય.
વાત ખરેખર સાચી જ છે કે જ્ઞાતિ, સમાજ કે માનવીને સંગઠિત કરવાનો ઉપાય એટલે ઉત્સવો. સૌ સાથે બેસીને આનંદપ્રમોદ કરે, પ્રેમથી વાતો કરે, ખાય અને ખવડાવે અને મોજ મજા કરે. જે કોઇ મિઠાઈ મોકલાવે છે તેમાં તેમનાં દિલમાં આપણાં પ્રત્યેનો મિઠાસનો ભાવ હોય છે કે જે તેઓ પણ હ્યદયની મિઠાસની આપણાં પાસે અપેક્ષા રાખતા હોય છે. અને તે માટે જ ઉત્સવો મનાવવા અનિવાર્ય છે અને તેથી જ પ્રાચીન કાળથી જ ઉત્સવોને આગવું મહત્વ આપેલું છે.
તમે ભારત દેશનાં કેલેન્ડર પર નજર કરશો તો જોવા મળશે કે વર્ષના ત્રણસો પાંસઠ દિવસમાં દરેક ધર્મના લોકો માટે ઉત્સવો નજરે પડશે. દિપોત્સવ તેમાંનો એક હિન્દુ પંચાંગ પ્રમાણેનો, બારે માસમાંનો છેલ્લો માસ એટલે આસો મહિનો. અને તે માસનો છેલ્લો દિવસ એટલે સહજ અમાસ ગણાય કે જે પૂનમના દિવસે થાળી જેવો દેખાતો ચંઢ્ર તે અમાસના દિવસે અઢ્રસ્ય થઇ જતો જોવા મળે છે અને રાત અંધકારમય થઇ જાય છે. આ આસો મહિનાની અમાવાસ્યાને આપણે અમાસ ન કહેતાં દિવાળી કહિયે છીયે. આનું મુખ્ય કારણ તો હિન્દુઓનું ગુજરાતિ કેલેન્ડર પ્રમાણે વરસ પુરું થયાની ગણતરી હોય છે અને બીજો દિવસ એટલે નવા વરસના પહેલા દિવસનો પ્રારંભ ગણવામાં આવે છે અને તેથી જ છેલ્લો દિવસ એટલે દિવાળી….
દિવાળીને જો ખરા અર્થમાં સમજવી હોય તો રાતના અંધકારમાં કયારેક જો તમને ઊંઘ ન આવતી હોય તો તમે બારીની બહાર ડોક્યું કરશો તો અસંખ્ય આસૂરી તત્વો જેવા કે ઉંદર, બીલાડા, કૂતરા, કે ચોર લૂટેરા વગેરે જોવા મળશે જેને આપણે અંઘકારના પ્રતિનિધીઓ તરીકે ઓળખાવી શકાય.
રામાયણમાં રાવણ અને મહાભારતમાં દુર્યોધનને પણ અંધકાર અને અજ્ઞાનના આસૂરી તત્વના પ્રતિક તરીકે જ ગણવામાં આવેલા છે પણ જ્યારે રામ રાવણને મારીને અને કુરુક્ષેત્રના યુધ્ધ પછી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવામાં આવે છે ત્યારે જે આનંદ ઉત્સવ થાય છે તેને પુરાણોમાં દિપોત્સવ તરીકે ગણાવ્યો છે.
આજના શબ્દોમાં કહીયે તો માનવીના હ્યદયમાં પણ અજ્ઞાન, અંધશ્રધ્ધા, સંકુચિત નિતી, હુંસા-તુસી, અંદરો અંદર ઝગડા, મારા-મારી, લૂચ્ચાઇ વગેરે જેવા અનેકો અંધકારમય આસુરી તત્વો વસેલા હોય છે જેનો માનવીએ નાસ કરી પોતાના દિલમાં જ્ઞાન, બીજા પ્રત્યેની જવાબદારીઓ, લાગણીઓ, કે જે પ્રકાશના પ્રતિક તરીકે ઓળખાય છે કે જે પ્રકાશના પ્રતિકને આપણાંમા એક અજવાળા રૂપે પાથરવાનો દિવસ હોય છે અને તેને જ દિપોત્સવ કહીયે છીએ.
દરેક માનવીમાં શુભ અને અશુભ તત્વો રહેલાં જ હોય છે પણ તેમાનાં અશુભ તત્વોને મારી અંતરમાં ઊંડાણમાં એક પ્રકાશ પાથરવાનો દિવસ એટલે દિવાળી. જેવી રીતે ફટાકડા ફોળી તેના અવાજો અને ધુવાળ્યાથી અંધકારના તત્વો નાશ પામે છે તેમ આપણાં દિલમાં પણ શુભ ભાવના રૂપીના ફટાકડાઓ ફોડી અંતરમાં રહેલા અશુભ વિચારોના તત્વોનો નાશ કરવાનો હોય છે અને ત્યારે જ તાગ મળે અને દિવાળી સાર્થક થઇ ગણાય. બાકી તો દિવસો અને સમયના વહેણના પ્રતિક રૂપેના કેલેન્ડરો છપાતા રહેશે, સંવંતો બદલાતી રહેશે, ઘરમાં નવી વસ્તુઓ, કપડાંઓ વસાવતા રહેશું, કંપાઉન્ડની બહાર અવાજો સાથે ના ફટાકડા ફોડી પૈસાના ધુવાળા કરતાં રહેશું, મિઠાઇ અને ફરસાણ બનાવતા રહેશું હ્યદયના ધ્વારને બદલે ઘરનાં આંગણામાં સપ્તરંગોની રંગોળીઓ અને લાઇટ-બત્તીનો શણગાર કરતાં રહેશું પણ છેવટે આપણે ત્યાંને ત્યાં જ કારણકે સમયનું ઝરણું ક્યાંય રોકાતું જ નથી…..
આપ સર્વે વાચક મિત્રોને અને આપના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા અને દરેકના દિલમાં આપણે અજવાળાં પાથરીએ અને આપ સર્વે અને આપના પરિવારને પણ હંમેશા અજવાળું મળતું રહે તેવી પ્રાર્થના….


**********

Advertisements

નવેમ્બર 3, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

1 ટીકા »

  1. દીપાવલીની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

    ટિપ્પણી by પરાર્થે સમર્પણ | નવેમ્બર 4, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: