Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘શબ્દોના મધુવનમાં’ પુસ્તકનું વિમોચન – પ્રફુલ ઠાર


પ્રિય વાચક મિત્રો
‘કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી
ભાઇની બહેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી….’
ખૂબ જ સરસ ગીતના મધુર શબ્દોને યાદ કરતાં વર્ષ ૨૦૧૧ જાન્યુઆરીની ૧૧ તારીખે ડાળખીરૂપી લેખિકા બહેન શ્રીમતી મનોરમા અરવિંદ ઠાર નું પ્રથમ પુસ્તક ‘શબ્દોના મધુવનમાં’ નું અનેક નામી મહેમાનો, કુટુંબીઓ અને સાહિત્યકારોની હાજરીમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
અગ્રણી કચ્છી સમાજના શ્રી હેમરાજભાઇ શાહ કે જેઓશ્રી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાડમીના કાર્યધ્યક્ષ હોઇ જેથી તેઓશ્રીના પુસ્તક પ્રકાશન અનુદાન યોજના ના સહયોગથી મુબઇમાં જમનાબાઇ નરશી સ્કુલમાં પ્રકાશન કરવામાં આવ્યું હતું. અને અમો ભાંડરડા પ્રફુલ અને ભાઇ અનંતના દિલ ઊંચે આકાશે ઝૂલવા માંડયું હતું.
પુસ્તકમા,મુંબઇના જાણીતા એવા દૈનિકો જેવા જન્મભુમિ, મુંબઇ સમાચાર કે સામાજીક અંકોમાં પ્રસિધ્ધ થયેલા લલિત નિબંધો, લેખો અને વાર્તાઓને લેખનના શબ્દોથી સજાવવામાં આવ્યું છે.
વર્તમાન સમયની સમસ્યાઓ અને રોજબરોજના પ્રસંગોની માવજત કરતાં કરતાં મનુષ્ય સ્વભાવની એક સૂઝ આપેલી છે અને વાચકને જરા પણ ભાર ન લાગે તેવા શાસ્વત સત્યો અને નીતિ વિષયક પ્રસંગો વણેલા છે.
ક્રોફોર્ડ બેલી એન્ડ કંપનીના સોલિસિટર હેમરાજ આશરે તેના સંદેશામાં વિવિધ પ્રકારના સાહિત્ય તેમ જ બાળસાહિત્ય સમાજને મળે એવી અપેક્ષા સાથે ભાવુક શબ્દોનું ઉપવન સદાય મધમધતું રહે એવી શુભેચ્છા આપી હતી.
આગવી સૂઝ, કાર્ય અને લેખનની નિષ્ઠા જોઇને ‘લેખિની’ ના પ્રણેતા મિનળબહેન દીક્ષિતના દિલમાં પણ વસી ગયા કે જેઓ હંમેશા બહેનને પુસ્તક પ્રકાશિત કરવા પ્રેરણા આપતા.
અમારા ખાસ મિત્ર અને લેખનના પ્રણેતા નિખાલસ હ્યદયના છેલ્લા પાંચ દાયકાથી પ્રસિધ્ધ દૈનિક મુંબઇ સમાચારના મુખ્બિરે ઇસ્લામના કટાર લેખક અને હસી ખુસી સામયિકના તંત્રી શ્રી અનવરભાઇ વલિયાણી પણ હાજર રહી શુભેચ્છા આપી હતી.
આનંદોત્સવના પ્રમુખ શ્રી યશવંતભાઇ ત્રિવેદી પણ હાજર રહ્યા હતાં  અને જન્મભૂમિ ગૃપના મેનેજિંગ એડિટર અને સીઇઓ શ્રી કુન્દનભાઇ વ્યાસ,  ધીરુબહેન પટેલ,  વગેરેઓએ પુસ્તકની પ્રસ્તાવના ધ્વારા શુભેચ્છા પાઠવી હતી.
ડૉ.અસ્મિતા યાજ્ઞિકે આનંદોત્સ સંસ્થાએ આપેલ ‘સરસ્વતિ સન્માન પત્ર’ ને વાંચી સંભળાવ્યું હતું.
અમો ભાંડુળાઓની શુભેચ્છા કે અમારા બહેન શ્રીમતી મનોરમા બહેન લેખન કાર્યમાં આગળ વધતા રહે અને ઠાર પરિવારની મશાલથી લોકોના દિલમાં એક પ્રકાશ પાથરતા રહે….
પુસ્તક પ્રાપ્તિની જાણકારી માટે આપ શ્રીમતી મનોરમાબહેનનો સંપર્ક 022-26485971 અથવા 022-26492224 ના ફોન ઉપર કરી શકો છો.
Advertisements

ફેબ્રુવારી 8, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

7 ટિપ્પણીઓ »

 1. સરસ , અભિનંદન
  ,તમારો સ્વપ્નો ના મધુવન્મો ,વિહાર કરો તેવી શુભેચ્છા

  ટિપ્પણી by praheladprajapati | ફેબ્રુવારી 8, 2011 | જવાબ આપો

 2. Thank you

  Praful Thar

  ટિપ્પણી by Praful thar | ફેબ્રુવારી 9, 2011 | જવાબ આપો

 3. vah..khub khub abhinandan.. very happy to read and know this great news..
  also like to invite you for my 3 books vimochan function at ahmedabad on 18th feb. details are on
  http://paramujas.wordpress.com
  thanks a lot.

  ટિપ્પણી by nilam doshi | ફેબ્રુવારી 10, 2011 | જવાબ આપો

 4. શ્રીમતી નિલમબહેન

  આપના પ્રતિભાવ અને આપના આમંત્રણ માટે આભાર.શક્ય હશે તો જરૂર આવીશ. આ સાથે તમારા નવા ત્રણ પુસ્તકના વિમોચન માટે શુભેચ્છા.

  મનોરમા ઠાર

  ટિપ્પણી by Praful thar | ફેબ્રુવારી 10, 2011 | જવાબ આપો

 5. Dear Bloggers

  Thank you and we pride of it that bloggers liked our post.

  Praful Thar

  ટિપ્પણી by Praful thar | ફેબ્રુવારી 10, 2011 | જવાબ આપો

 6. શબ્દો ના મધુબન માં આપ હંમેશા ખુશ રહો તેવી શુભેચ્છાઓ

  ટિપ્પણી by razia | ફેબ્રુવારી 10, 2011 | જવાબ આપો

 7. પ્રિય રઝિયાજી

  શુભેચ્છા બદલ આપનો આભાર..

  મનોરમા ઠાર

  ટિપ્પણી by Praful thar | ફેબ્રુવારી 10, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: