Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘હસો અને હસાવો’-પ્રેષક પીયુષ દામાણી


એક પત્રકાર એક વ્યકતિનો ઇન્ટરવ્યુ લઇ રહયો હતો
‘લગ્ન જીવનનો તમારો અનુભવ કહેશો ?’
‘હા, લગ્ન પહેલાં હું સિંહ જેવો હતો.’
‘તો અત્યારે ?’
અત્યારે પણ સિંહ જેવો જ છું. ?’
‘તો બન્નેમાં તફાવત ક્યાં પડયો ?’
‘ એજ તો સમજાઉં છું કે લગ્ન પહેલાં સિંહ જેવો હતો પણ મારા મનનો. જ્યારે અત્યારે હુઁ સિંહ જેવો છું પણ મારા મનનો નહીં પણ પત્નિના સરકસનો.’
******
પતિએ પત્નીને કહ્યું ‘ તું એક કામ કરે તો?’
‘શું ?’
‘તને ક્રોધ જ્યારે જ્યારે આવે ત્યારે..’
‘ત્યારે શું કરવાનું ?’
‘ત્યારે તારે ૧ થી ૧00 ના આંકડા બોલી જવાના અને પછી ક્રોધ કરવો.’
એનાથી તમને શું ફેર પડશે?’
‘ઘણો બધો ફેર પડશે.’
‘શો ?’
‘તુ આંકડા બોલી રહીશ ત્યાં સુધીમાં કમ સે કમ મને ઘરની બહાર નીકળી જવાનો સમય તો મળી રહેશે ને?’
******
પત્નીએ પતિને પુછ્યું ‘આપણા ઘરમાં જે પણ મહેમાન આવે છે એ બધાંને જ તમે લગ્ન વખતે જે સ્યુટ પહેરેલો તે કેમ બતાવ્યા કરો છો તેનું શું કારણ ?’
પતિએ પત્નિને કહ્યું ‘એ જાણવાનો આગ્રહ ન રાખે તો વધારે સારું’
પત્નિએ જીદ પકડી ‘ના, મારે તો જાણવું જ છે’
પતિએ ઠંડે કલેજે જવાબ આપતા કહ્યું કે ‘તો સાંભળ, દરેક મહેમાનોને સ્યુટ બતાવીને હું અટકી નથી જતો પણ સાથોસાથ અચૂક કહું છું કે મારા જીવનમાં દુ:ખની શરૂઆત આ કપડાં પહેર્યા ત્યારથી થઇ છે.’
******
‘બહેન, તમારી સાથે આ કોણ છે?’ ડૉકટરે પુછ્યું
બહેને જવાબ આપ્યો ‘મારા પતિ છે’
‘એમને અહીં કેમ લાવ્યા છો?’ ડૉકટરે પુછ્યું.
તે બહેને સામો સવાલ કર્યો ‘કેમ તમને શું વાંધો છે?’
ડૉકટરે કહ્યું કે ‘તમને ખ્યાલ તો હશે જ કે આ દવાખાનું સ્ત્રીઓના રોગો માટેનું જ દવાખાનું છે.’
બહેને કહ્યું કે ‘મને એનો ખ્યાલ છે.’
‘તો પછી તમે એમને સાથે કેમ લાવ્યા છો કોઇ કારણ?’
‘હા, સ્ત્રીઓમાં જે રોગ હોય છે કે પેટમાં કોઇ વાત ન ટકવાનો, એ રોગ એમને લાગુ પડ્યો છે.’
******
Advertisements

ફેબ્રુવારી 10, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

  1. The Great Laughter Show !!!!!!!!!

    ટિપ્પણી by Dhiren | ફેબ્રુવારી 11, 2011 | જવાબ આપો

  2. too good…lol

    ટિપ્પણી by Trupti | ફેબ્રુવારી 11, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: