Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

જીવનમાં અતિઉપયોગી ધીરજ’-અનવર વલિયાણી


[ હસી-ખુશીના તંત્રી અને દૈનિક એવા મુંબઇ સમાચારના મુખ્બિરે ઇસ્લામના કટાર લેખક શ્રી અનવરભાઇ વલિયાણીનો સરસ બોધ આપતો તંત્રી લેખ અહી પ્રકાશીત કરતાં અમોને આનંદ થાય છે. આપ તેમનો સંપર્ક મોબાઇલ નં. ૯૩૨૧૭૭૭૩૦૦ પર કરી શકો છો.]
એક જૂની વાર્તા છે…..
ગામડાગામના એક ઘરે રોજ એક નોળિયો આવે. નોળિયાનાં દર્શન આમેય શુકન ગણાય છે એટલે ઘરની ગૃહિણી એને કંઇ ને કંઇ ખાવા આપે. પછી તો એ નોળિયો ઘરના માણસોનો એટલો તો હેવાયો થઇ ગયો કે ઘર અને ઘરની આસપાસ જ ફર્યા કરે.
એકવાર ગૂહિણી પોતાના લાડકવાયા દીકરાને પારણિયે પોઢાડી પાણી ભરવા ઊપડી. અને હસતાં હસતાં દીકરાનું ધ્યાન રાખવાનું પેલા નોળિયાને કહ્યું.
પાણી ભરીને જ્યારે એ પાછી ફરી ત્યારે ઘરના આંગણામાં નોળિયાને એણે જોયો. એનું મોં લોહીવાળું હતું. તે જોઇને તે બાઇને ધ્રાસ્કો પડ્યો અને વિચાર્યું નક્કી આ નોળિયો મારા દીકરાને કરડ્યો લાગે છે !
એના દિલમા એકદમ જ ક્રોધ વ્યાપિ ગયો અને એણે માથા પરનું ભરેલું બેડું નોળિયા પર પછાડ્યું. કચડાઇ ગયેલો નોળિયો ઘડી તરફડ્યો અને ત્યાં જ જીવ નીકળી ગયો,
બાઇ હાંફળીફાંફળી દોડી જઇ ઘરમાં પ્રવેશી દીકરાના પારણા પાસે આવી તો શું જુએ છે?
દીકરાના પારણા પાસે એક મરેલો સાપ પડ્યો હતો. એના દેહ પર અનેક ઘા હતા. બસ…પસ્તાયેલી બાઇને સમજાયું કે જીવ સટોસટનો ખેલ ખેલી નોળિયાએ સાપને મારી પોતાના દીકરાનો જીવ બચાવ્યો હતો! પણ હવે પસતાયે શું?
આ વાર્તા દ્વારા આપણાં વડવાઓએ આપણા જીવનમાં ધીરજનું મહત્વ શીખવાડ્યું છે. ઘણીવાર સમજ્યા વગર અકળાઈ ઉઠતા આજના માનવી માટેની એક ધીરજ રાખવા માટેની શિખ છે.
આજનો માનવી પરિસ્થિતિનો તાગ કાઢ્યા વગર ઉતાવળિયા નિર્ણય કરી બેસે છે ત્યારે તે બાઇની જેમ આખરે પસ્તાવાનો વારો આવે છે.
ધીરજ માત્ર ઉપરની નોળિયાની વાર્તા ઉપરથી અનેકઆનેક નાના-મોટા ઘર્ષણોમાંથી ઉગરી જાય છે. માટે ઉચક જીવે જો માણસે જીવવું ન હોય તો ધીરજ રાખતા શીખવું જોઇએ….
*******.

ફેબ્રુવારી 14, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos

3 ટિપ્પણીઓ »

 1. સરસ
  એક કહેવત યાદ આવે છે
  ઉતાવળી ઓબા ના પાકે
  ને ધીરજ નો ફળ મીઠો

  ટિપ્પણી by praheladprajapati | ફેબ્રુવારી 15, 2011 | જવાબ આપો

 2. એકદમ સાચી વાત..

  ટિપ્પણી by • » નટખટ સોહમ રાવલ « • | ફેબ્રુવારી 15, 2011 | જવાબ આપો

 3. this story is stone from one English story in which it was a dog who was faithfull to his master but the moral is same

  ટિપ્પણી by sultan shroff | ફેબ્રુવારી 17, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: