Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘શ્રધ્ધા અને આત્મવિશ્ર્વાસ’-પ્રફુલ ઠાર


એક વ્યકતિ કે જેણે મહેનત કરીને ઘર ઉભું કર્યું હતું અને પોતે એક સારી જ્ગ્યા ઉપર નોકરી કરતો હતો પણ તેનું મન હજી તેના ઘરનાને ઉંચાઇ ઉપર પહોંચાડવાનું હતું તેથી તેણે તે સારી નોકરીને તીલ્લાંજલી આપી ધંધાર્થે જોડાયો કારણકે તેને એક વિશ્વાસ હતો કે તે કંઇ જરૂર કરી શકાશે અને કોઇ ઉંચ પદવી ધરાવનારા સગા-સબંધી કયાંક અટવાઇ જઇશ તો મદદ કરશે એ તેનો અનોખો આત્મવિશ્ર્વાસ હતો.
કમનસિબે તે કોઇ અસાધ્ય બિમારીમાં આવી ચઢયો અને તેણે વિચારેલી યોજના નિષ્ફળ જતા દેખાતી લાગી. અધુરામાં પુરુ પોતાની માંદગીના ખર્ચા, ઘરનાં ખર્ચા, માં ની માંદગીના ખર્ચા વગેરે તેનો પીછો છોડતા નહી. છતાં તેને મનથી એક આત્મબળ હતું કે બધું ભગવાન પાર પાડશે અને હકીકતમાં મુસીબતો આવતી અને ચાલી જતી.
થોડા વખત પહેલાં જ એક પ્રસંગ બન્યો હતો. પત્નીનું એક ઓપરેશન કરવાનો વારો આવ્યો જેનો ખર્ચ મોટો હતો મેડિ-ક્લેમ પણ પૂરો હતો નહી. પણ શ્રધ્ધા અને વિશ્ર્વાસ બંને હતાં કે ‘દેખા જાયેગા મૈ મેરી જો ફરજ પત્ની કે લીયે હૈ વો પુરા કરું’ મનોમન ભગવાનને એક શ્રધ્ધાથી પ્રાર્થના કરતો કે ‘ હે ભગવાન,જેમ નરસિંહ મહેતા પાસે કંઇ જ ન હતું અને તું જેમ પહોંચી જઇ તેની દિકરીનું મામેરું પતાવ્યું તેમ મારું પણ કંઇક કર મારે કોઇની પાસે હાથ લાંબા નથી કરવા.’ ભગવાને પણ જાણે પ્રાર્થના સાંભળી હોય તેમ હિંમત આપી અને એક ભગવાન પર વિશ્ર્વાસ રાખી ઓપરેશન કરાવી લીધું.
ઓપરેશન થયાના ત્રીજા જ દિવસે ઘરની વ્યકતિને બેંકના ખાતાની પાસ બૂક ભરી આવવા જણાવ્યું અને કોઇ ચમત્કાર હોય કે પછી વિશ્ર્વાસ અને શ્રધ્ધા હોય અને તેના ખાતામાં તેની કંપનીમાંથી તફાવતને કારણે પ્રોવિડન ફંડના રૂપિયા જમા કરવામાં આવ્યા જે ઓપરેશનમાં ખર્ચેલા નાણા જેટલા જ રૂપિયા જમા થયા જેનાથી તે પોતે પણ સ્તબ્ધ થઇ ગયો.
બીજો એક પ્રસંગ પણ તેના જીવનમાં બની ગયો કે તેના પુત્રને પરદેશ ભણવા જવાનું હતું પણ થોડી ફી ભરવાની તકલીફ હતી પણ તેને એક વિશ્ર્વાસ હતો કે તે કોઇ બેંક પાસેથી લોન અપાવી શકશે એટલે તેણે તેના પુત્રને લોન માટે એક નામાંકિત બેંકમાં અરજી કરવા કહ્યું જેમાં તેને કોઇ ગેરેંટરની જરૂર હતી એટલે તેને તેના એક સબંધી પર વિશ્ર્વાસ હતો તેથી તેણે તેના પુત્રને તે સબંધી પાસે તેને મોકલ્યો. તેમની પાસે થોડી અડચણ અને લમણાંજીક થઇ પણ તેને તે સબંધીને વિગતવાર સમજણ આપી એટલે તે સબંધીએ ગેરંટીઓ આપીને જોઇતા બધાં જ ડોક્યુમેન્ટો તૈયાર કરી સહી કરી આપ્યા અને પછી તેના પૂત્રની લોન તો પાસ થઇ ગઇ પણ સાથે સાથે કોઇ પણ જાતની રોક ટોક વગર વિસા પાસ થઇ ગઇ અને તે પરદેશ ભણવા ઉપડી ગયો..
શ્રધ્ધા અને વિશ્ર્વાસ એ તો સિક્કાની બે બાજુ બરાબર છે. ભગવાન ઉપરના વિશ્ર્વાસ સાથે આત્મવિશ્ર્વાસ હોય તો બીજા પર વિશ્ર્વાસ રાખી શકે. બાકી તો માણસને કોઇ ગ્રહો કે ઉપગ્રહો નડે છે એના કરતાં પણ વધારે એને માની બેઠેલા પોતાના જ ઘણીવાર નડતા હોય છે. તેથી સફળતા અને અસફળતાનો સામનો કરવાનો આત્મવિશ્ર્વાસ અને કોઇ અપવાદ રૂપે કોઇ અનુભવ થયેથી જ મળે છે કે જે આપણને ગમ્મે તેવી મુસીબતમાં પણ બચાવી લે છે ! અને આપણા હૃદયમાં જો એવી ચમત્કારીક શ્રદ્ધાનો પ્રકાશ પથરાય જાય તો ખરા સમયે બીજા કોઈની પાસે હાથ લાંબો કરવાનો વારો આવતો નથી.
મને ક્યાંક વાંચવામાં આવ્યુ હતું કે  `અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ અને એક વખતના જોમ આપનારા એવા ગાંધીવાદી નેતા સ્વર્ગસ્થ રતનસિંહભાઇ રાજડા, કવિ નર્મદની કળી દોહરાવતા કે ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’…અને ખરેખર એક જોમ આવી જતું.
બાકી તો એવું છે કે જંગલમાં નિકળ્યા હોય અને જો ભૂખ્યો સિંહ જો આપણી પાછળ દોડે ત્યારે જે વિશ્ર્વાસથી માણસ પોતાનો જીવ બચાવવા જે વિશ્ર્વાસથી દોડે છે તેવો જ વિશ્ર્વાસ કેળવવો પડે ! માટે પ્રથમ વિશ્ર્વાસ માટે શરત એટલી કે એણે બીજા પર વિશ્ર્વાસ રાખવો જોઇએ અને બીજા ઉપર વિશ્ર્વાસ રાખવાની શક્તિ એને પોતાનામાં રહેલો આત્મવિશ્ર્વાસમાંથી જ મળે છે. એટલે જ શ્રધ્ધા તે છે કે સફળતા જરૂર મળશે અને વિશ્ર્વાસ એ છે કે તે મદદ કરશે….
માનવીનો આત્મવિશ્ર્વાસ જ માનવી માટે સફળતાનાં દ્વાર ખોલી શકે છે. માનવીનો આત્મવિશ્વાસ એ તમારા કાર્યની, કે પછી લીધેલા નિર્ણયો અને તમારી રજૂઆતની વિશેષ્તાઓ અને અનુમાનની ચોક્કસાઇઓનો પરિચય આપે છે.
માણસમાં આત્મવિશ્ર્વાસ હોય ત્યારે ડરવાની જરૂર હોતી નથી કારણકે મનમાં ડર રહેલો હશે, તો તમે કામમાં પાછળ પડી શકો. હા, થોડો ડર પણ હોવો એ જરૂરી છે કેમ કે તેનાથી ચાલશે, હશે કે વધારે પડતા આત્મવિશ્ર્વાસ જેવી બાબતોથી દૂર રહી શકાય છે.
એટલું તો જરૂર કહી શકાય કે સફળ લોકો ખુરશીમાં આરામ કરતા હોતા નથી પણ તેઓ તેમના આત્મવિશ્ર્વાસને સાથે રાખી કામ કરીને આરામ અનુભવે છે, સ્વપ્નો સાથે સૂવે છે અને તેને પૂરા કરવાના આત્મવિશ્ર્વાસ સાથે ઉઠે છે.
********
Advertisements

ફેબ્રુવારી 15, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

1 ટીકા »

  1. શ્રી પ્રજાપતીભાઇ
    આપના અવારનવારના પ્રતિભાવો બદલ આભાર…
    પ્રફુલ ઠાર

    ટિપ્પણી by Praful thar | ફેબ્રુવારી 16, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: