Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

” જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો ???


પ્રેષક: અજીત ભગત-લંડન
[ ઇલોક્ટ્રોનિકની હરણફાળ પ્રગતીએ આજના માનવીઓને જેટલા નજદિક લાવ્યા છે તેટલા જ દૂર પણ ધકેલી દીધા છે. આ તો એક સિક્કાની બે બાજુ બરાબર છે. જો કે કુદરત પાસે બધું જ નકામું છે જે જાપાનમાં બની ગયેલી ઘટનાથી એકવાર એકરાર કરી શકાય. આજે અમારા લંડન સ્થિત સ્નેહી શ્રી અજીતભાઇ ભગતે એક સુંદર ઇ-મેલ નિબંધના રૂપમાં એક કટાર મોકલાવેલી છે જેને દરેક માનવી સમજતા હોવા છતાં તેને જડતાની જેમ જકડી રાખી છે. કે જેને ખરેખર તો એને સાપ રૂપી કેફ ગણાવી શકાય ]
એક દિવસ એક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.
નિબંધનો વિષય છે — ” જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો … … ઇશ્વરની પાસે તમે શું માંગશો ??? ”
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધો લખી આપ્યા….
ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા.
સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.
ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.
તેમણે પૂછ્યું, ” કેમ શું થયું??? કેમ રડો છો??? ”
શિક્ષિકાએ કહ્યું, ” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું “
પતિએ સમો ઉત્તર પુછયો કે ” એમાં તો એવું શું બાળકે લખ્યું છે કે તમે રડો છો?”
શિક્ષિકાએ તેમના પતિને નિબંધ લખેલાનો કાગળ આપતા તે બોલ્યાં,“ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ “
તેમના પતિએ નિબંધ વાંચવાનો શરૂ કર્યો. તેમાં તે બાળકે લખ્યું હતું —
નિબંધનું શિર્ષક હતું… ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને … ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે.
હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું.
હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.
જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય.
મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.
અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું.
તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.
જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે.
જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે.
અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મારી અવગણના કરવાને બદલે મને જ જોવા ઝંખે. અને…… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.
હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને….
ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.
તેમના પતિ કાગળ ઉપરનું નામ વાંચ્યા વગર બોલ્યા, ” હે ભગવાન !!! બિચારું બાળક !!!! કેવા ભયાનક માતા-પિતા છે !!!!! ”
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,
” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”
[મિત્રો, આ નિબંધ ફક્ત બાળકોના જ દિલનો પડઘો નથી પણ કુટુંબના દરેક સભ્યો માટે ગણાવી શકાય.]
**********
Advertisements

એપ્રિલ 20, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

4 ટિપ્પણીઓ »

 1. Dear Preetiben

  Thanks for clicking buton ‘Like’ this post

  Praful Thar

  ટિપ્પણી by Praful thar | એપ્રિલ 20, 2011 | જવાબ આપો

 2. Khub Saras Chotdar Vat Kahi Chhe

  ટિપ્પણી by ભરત ચૌહાણ | એપ્રિલ 20, 2011 | જવાબ આપો

 3. શ્રી ભરતભાઇ

  વેબ બ્લોગ પર જઇ પ્રતિસાદ આપવા બદલ આભાર…

  પ્રફુલ ઠાર

  ટિપ્પણી by Praful thar | એપ્રિલ 20, 2011 | જવાબ આપો

  • ગુજરાતિ કવિતાના બ્લોગીસ્ટશ્રી..

   આપના પ્રતિસાદ બદલ આભાર.. સાથે આપનો પરિચય સુંદર લખેલો વાંચ્યો..

   નથી નામ ,અટક કે ગામ ઑળખાણ મારી, દેખાવ કે ચહેરોય નથી ઑળખાણ મારી, મિત્રો આપી શકે ઑળખાણ મારી કદાજ કવિતા કે લખાણ ઑળખાણ બની શકે કદાજ, શુધ્ધ મન અને શુધ્ધ આત્મા એજ ઑળખાણ મારી. સુદર વિચાર અને કામ કરવાની પ્રયત્ન કરુ છુ, દિલ થી કામ લવુ છુ દિમાગ છે ભારી, શહેર કે ગામ ગમતા નથીં, દિલો મા રહેવુ ગમસે મને, *** હુ કોણ છુ? શુ મારો પરીચય ? હુ આત્મા છુ કદાજ જન્મો થી શરીર અને નામ બદલુ છુ. હુ મન છુ કદાજ ચચળ છુ વિચારો મા ભૂટકુ છુ ના હુ કોઇના કાબુમા રહુ. કોઇ ને દુખ હુ આપુ કોઇ ને સુખ હુ આપુ જેમ જેમ જે વિચારે તેને હુ આપુ સુખ….

   લી.પ્રફુલ ઠાર

   ટિપ્પણી by Praful thar | જૂન 6, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: