Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સુગંધી ઝાકળ’ – કુમાર મરચન્ટ


[પ્રિય વાચક મિત્રો, શ્રી કુમારભાઇ મરચન્ટ ‘હસી ખુશી’ સામયિકના ‘સુગંધી ઝાકળ’ કોલમના એક લેખક અને પત્રકાર છે. અને મુંબઈ ઉપરાંત ઘણાં મોટા શહેરોમાં આવેલી ‘શૂ બઝાર’ ના માલિક હોવા છતાં એક સાહિત્ય પ્રેમી છે. અને વર્ષોથી સાહિત્ય સાથે સંકળાયેલા છે અને એક આગવુ સ્થાન ધરાવે છે. આજે પહેલી વાર ‘હસી ખુશી’ માં પ્રકાશિત થઇ ચુકેલો એક લેખ ‘શું બનવું નેતા કે અભિનેતા?’ અહીં અમારા વેબ બ્લોગમાં મૂકતાં આનંદ થાય છે.]

 શ્રી કુમાર મરચન્ટ

વધુમાં વધુ લોકોને પોતાની ઇચ્છા, ધ્યેય અને માન્યતા પ્રમાણે દોરી જનાર તથા તેમના પર નિયંત્રણ રાખનારને આપણે તેને ‘નેતા’ નુ઼ પદ આપી દઇએ છે.જ્યારે તે જ નેતા ઉપર કોઇ નિયંત્રણ રાખે કે તેમના ઉપર સૂત્રધારી કરે તો તેને તે સામી વ્યકતિ પસંદ હોતી નથી. ખૂદ ઇશ્ર્વર પણ નહિ !

આનાથી ઉલટું અભિનેતાનું હોય છે. કે જે હંમેશા સૂત્રધાર ના કહેવા પ્રમાણે કે ઇચ્છા મુજબ જ ચાલે અને જાત જાતની ભૂમિકાઓ અદા કરે અને એ ભૂમિકાઓનો ચેપ ન લાગે એટલો નિર્લેપ રીતે વિદાય પામે.

જે અભિનેતા નિર્લેપ ન રહી શક્યા તેવા અભિનેતાઓને નેતા બનવાનું મન થયું અને નેતા પણ બન્યા અને પોતાને મહાન માની રાજકરણનો લાભ પણ ઉઠાવ્યો.

ઘણાં અભિનેતા ભલે સૂત્રધાર પ્રમાણે અભિનય કરે પણ તેનું અંગત જીવન તો અંતકરણમાં બેસેલા સૂત્રધારના પ્રમાણે જ ચાલે છે.

જેની પાસે ઉચ્ચ આદર્શો અને ધ્યેય છે તેવા અનેકો જેવાકે રાજા સિધ્ધાર્થમાંથી બુદ્ધ, જિસસ સંત રોહીદાસ, કબીર, વાલિયામાંથી બનેલા વાલ્મિકિ, ગાંધીજી, લિંકન, મધર ટેરેસા, મીરા, સૉક્રેટિસ, હઝરત મહમદ સાહેબ, મહાવીર વગેરે…જો કે સારા આદર્શોના ભોગે તેઓએ આ દુનિયામાં ઘણો ખોફ વહેરવા પડ્યો હતો છતાં આ સૂત્રધારો ઇશ્ર્વરના નિયંત્રણો ઉપર જ ચાલ્યા અને જીવનમાં પોતાની ભૂમિકાઓને ન્યાય આપ્યો.

પૃથ્વીના આ રંગ-મંચ પર અભિનેતા અને નેતાઓને જોઇ અને સાંભળીને લોકો તેને તાળીઓ પાડી વધાવતા હોય છે, જ્યારે ખરો સૂત્રધાર ઇશ્ર્વર, કે જેણે દુનીયા બનાવી તે નિર્લેપ અને અદ્દશ્ય રહીને પોતાની કલાકાર કે નેતા તરીકેની ભૂમિકા ભજવતો રહેતો હોય છે..

ધરતી પર જ્ન્મ લઇને દરેકે પોત પોતાની અલગ અલગ સબંધો ધરાવીને ભૂમિકાઓ અદા કરવાની જ હોય છે દા.ત. ક્યાંક મા-બાપ, મામા, કાકા, દાદા-દાદી, નાના-નાની, ભાઇ-બહેન વગેરે વગેરે અનેક રૂપ હોય છે. અને માટે જ આ બધાનો સૂત્રધાર જે માનવીના અંતકરણમાં બેઠેલો જ હોય છે અને જો તે સૂત્રધાર પ્રમાણે ભૂમિકાઓ ભજવાય તો સર્વશ્રેષ્ઠ નેતા કે અભિનેતા બનવાનો એક લહાવો મળે અને એ સાર્થક ગણાય.

********

Advertisements

મે 20, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

 1. In this present era of 21st century, many things need to be done to keep our Mother-tongue live, to keep our Guju Culture, Rites and Values intact.
  this is a Welcome step of starting a Good Web-site in Gujarati. I Wish all the best to both of you.

  ટિપ્પણી by Rashmi Dave | મે 27, 2011 | જવાબ આપો

 2. પ્રિય રશ્મિબહેન

  આપના પ્રતિભાવ અને શુભેચ્છા બદલ આભાર..આપણી ગુજ્જુની માતૃબાષા જળવાઇ રહે એજ અભિલાષા..

  પ્રફુલ ઠાર

  ટિપ્પણી by prafulthar | મે 27, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: