Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘આત્મવિશ્ર્વાસ’ -અનવર વલિયાણી


[‘ઊઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ માટે મંડી પડો..’ જૂન ૨૦૧૧ ‘હસી ખુશી’ સામયિક  ના તંત્રી શ્રી અનવરભાઇ વલિયાણી એ પોતાના તંત્રીમતમાં સુંદર આત્મવિશ્ર્વાસને જગાડતો લેખ આપેલો છે જે અહીં પ્રકાશિત કરી રહ્યા છે.]

એક ખેડૂત એના ખેતરમાં કૂવો ખોદી રહ્યો હતો. પૂરા ઓગણીસ હાથ જમીન ખોદી, પણ પાણી ના નીકળ્યું. કંટાળી ગયેલા એ ખેડૂતે જમીન પોતાના પાડોશી ખેડૂતને વેંચી દીધી. બીજે-ત્રીજે દિવસે એ ખેડૂતે પેલા ખેડુતનું અધૂરુ મુકેલું કામ કૂવામાં ખોદવાનું કામ ચાલુ કર્યું અને વીસમાં હાથની માટી ખોદાઇ રહેતા સરસર કરતી પાણીની સરવણીઓ ફૂટી નીકળી !

હવે પાણી નહીં જ નીકળે એવી નિરાશા તે ખેતરના પહેલા માલિકને નડી ગઇ. જ્યારે બીજાએ પાણી જરૂર મળશે એવા આત્મવિશ્ર્વાસ સાથે મહેનત કરી જે તેને ફળી ગઇ.

નેપોલિયનનો એક ઉદ્દગાર જગજાહેર છે..’મારા શબ્દકોષમાં અસંભવ-અશક્ય એવો કોઇ શબ્દ જ નથી’

આત્મવિશ્ર્વાસથી છલોછલ છલકાતા આ ઉદ્દગારની પાછળ એવો ઉદ્દગાર ઉચ્ચારનારની પ્રચંડ આત્મશ્રદ્ધાનું પીઠબળ ખડું છે. પોતાની જાત વિશેની, પોતાના વ્યકતિત્વ વિશેની આ શ્રદ્ધાનું એક રોમાંચક ઉદાહરણ પણ દુનિયામાં જાણીતું છે.

એક વાર નેપોલિયનને કોઇ પુસ્તકની જરૂર પડી જે પુસ્તક તેણે ઊંચી અભરાઇ પરથી ઉતારવાનું હતું. નેપોલિયન પોતે એ માટેની કોઇ ગોઠવણ કરે તે પહેલાં એની સેવામાં ઊભેલા સેવકે કહ્યું, ‘સાહેબ, આપ તકલીફ ન લેશો. હું એ ચોપડી ઉતારી આપું છું, હું આપના કરતાં ઊંચો છું ને ?’

નેપોલિયન કરતાં પોતાની શારીરિક ઊંચાઈ વધારે હોવાનું જેને ગૌરવ હતું એ સેવકને નેપોલિયને કહ્યું, ‘તારું વાક્ય સુધાર ! અને કહે હું આપના કરતાં લાંબો છું! સમજ્યો !’

સેવક સમજી ગયો. આ વાતનો મર્મ સૌ કોઇ સમજતા નથી. મહત્વ માણસના લાંબા ટુંકા શરીરનું નથી, મહત્વ તો એમાં ભરેલાં દૈવત-કૌવતનું છે. આ વાત જે સમજ્યા હોય છે તેને આત્મવિશ્ર્વાસનો મૂળ મંત્ર પામી શકે છે.

જેણે પોતાની જાતને બરાબરની કસીને,ઘસી-માંજીને તૈયાર કરી હોય છે એ વ્યક્તિ સહજપણે જ આત્મવિશ્ર્વાસ પ્રાપ્ત કરી શકે છે અને એના જોર પર જ એને જીવનકાર્યોમાં સફફળતા સાંપડે છે. નક્કર આત્મવિશ્ર્વાસની સાથો સાથ વ્યક્તિમાં શ્રધ્ધાની સંપદા પણ હોવી જોઇએ.

જો કે ઘણાં કાર્યોમાં વિઘ્ન સંતોષીઓ કાર્યમાં બાધા નાંખવા આવતા હોય છે પણ પૂરી નિષ્ઠાથી, લગીર પણ દિલચોરી કર્યા વિના હાથમાંના કામને ઉત્તમોત્તમ રીતે કરવા મથનાર માણસનો આત્મવિશ્ર્વાસ ધીમે ધીમે, એ કામ કરતો જાય તેમતેમ વધુ સંગીન બનતો જાય છે. પોતાના પ્રયત્નમાંની એની શ્રદ્ધાની સાથોસાથ મહેનતનું પરિણામ જરૂર સારું આવશે એવો આશાવાદ પણ જો એનામાં હોય તો એના મોટા ભાગનાં કાર્યોમાં એને અચૂક સફળતા સાંપડતી હોય છે. બાકી તો કામ કામને શીખવે એ વાત તો આપણાં શાણા પૂર્વજોએ આપણી ગાંઠે બાંધેલી જ છે….

કોઇપણ કાર્યમાં સફળ થવું હોય કે કંઇક પ્રાપ્ત જ કરવું હોય તો એક ધ્યેય નક્કી કરો કારણકે ધ્યેય વિના બધું પશુ સમાન છે. અને ધ્યેય નક્કી કર્યા પછી નાભીના અંતરના છેડાથી વિચારો કે ‘ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ માટે મંડી પડો..’

‘ખુદા દેગા તો છપ્પર ફાડકે દેગા’ એ ઊક્તિ પર આધાર રાખીને બેસી રહેનારા કાં તો નિર્બળ મનના હોય છે અથવા તો પછી તેમનામાં પરિશ્રમ કરવાની તાકાત હોતી નથી! પ્રારબ્ધ પર આધાર રાખીને બેસી રહેવાથી સફળતા મળતી જ નથી ! ગીતાના બોધ પ્રમાણે પણ ‘કર્મણ્યે વાધિકા રસ્તુ, મા ફલેષુ કદાચન…’ ભગવાન શ્રીકૃષ્ણે પણ કહ્યું છે કે ‘આપણો અધિકાર માત્ર કર્મ પર જ છે. માટે પરિશ્રમ કરો. ફળની આશા રાખવી નહ્મીં. ફળ પર આપણો અધિકાર નથી…’ આપણે તો માત્ર પરિશ્રમ જ કરવાનો છે અને પરિશ્રમ જ આપણા જીવનનો આધાર છે.

Advertisements

મે 31, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos

3 ટિપ્પણીઓ »

 1. વિશ્ર્વાસ નહી પણ વિશ્વાસ. સુધારી લેશો.

  ટિપ્પણી by વિનય ખત્રી | જૂન 1, 2011 | જવાબ આપો

 2. Dear Preetibahen
  Thanks.
  Praful Thar

  ટિપ્પણી by Praful thar | જૂન 1, 2011 | જવાબ આપો

  • Dear Vinaybhai

   Thanks.
   Further, my Gujarati Software is different in which, it is not possible. Please refer my mail on your personal email ID.

   Praful Thar

   ટિપ્પણી by Praful thar | જૂન 1, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: