Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘આપણે અને ભ્રષ્ટાચાર..’ -પ્રફુલ ઠાર


 મને ભ્રષ્ટાચાર વિશે થોડું લખવાનું મન થયું કે જેથી લોકોમાં કંઇ જાગૃતિ આવે. જો કે મારા માટે આ વિષય પર લખવું મને જરા અઘરું લાગ્યું કારણકે આ એક દૂષણ ચારેય બાજુ એટલું ઘર કરી ગયું છે કે એમાં જાગૃતિ લાવવી અઘરી લાગે છે. જેના વિદ્યાતા સમય આવે ત્યારે બદલાય છે અને જે પકડાય જાય છે તે ચોર અને ભ્રષ્ટાચારી કહેવાય છે અને જે પકડાતો નથી તે વિચાર કરતા કરી દે છે કે તેને કરતા આવડયુ નહી! ઘણાં સાહિત્યકારો સારુ સાહિત્યનો રસથાળ પીરસતા હોવા છતાં લોકોમાં કોઇ ફેરફારો કે લાગણીનો જન્મ થતો નથી તો પછી ભ્રષ્ટાચાર આચરનારો તો સાવ નફ્ફટ જ હોય છે. વાંચીને ઊપરથી બડબડશે આવ્યો મોટો સત્યવાદી હરીશચંઢ્!

જેના લોહીમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયું છે તે કદી બહાર નીકળશે જ નહી અને ખરું પુછો તો ભ્રષ્ટાચારીને  ભ્રષ્ટાચાર બનાવનારા આપણે બધા જ છે કે આપણું કામ કરાવવા આપણે જ લાંચ-રુશ્વત આપી આપણું કામ કરાવતા હોયે છીએ અને તે આપણી જ નબળાઇઓ છે.

બીજું સરકાર અને રાજકરણીઓ  નત્ત નવા કાયદા બનાવે છે જેથી લોકો ત્રાહીત થઇ જાય અને ભ્રષ્ટાચારીઓના પેટ ભરે અને પોતાનું પણ પેટ ભરે. આ જાગૃતિ લાવવા તો કોઇ દેવ પાકે તો જ શક્ય છે પછી ભલે અન્ના હઝારે હોય કે હાલ યોગી રામદેવ હોય. જાડી ચામડીના થઇ ગયેલા ભ્રષ્ટાચારીઓને કોઇ ફરક પડશે નહી…આ બધું આમ જ ચાલ્યું છે.ચાલે છે અને ચાલવાનું.આ ચર્ચાનો વિષય છે નાનો પણ ફરી ફરીને લાંબો થઇ ગયો છે. ખરું ને ?

કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ રૂપિયા કે ભેટ સોદાગરો આપી પોતાનો સ્વાર્થ સાધવા તેનો દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય હોય કે ધંધાકીય સબંધો ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર સામી વ્યક્તિનું કામ કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારત દેશમાં સરકારી કે વ્યાપારિક અધિકારીઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તેલો છે. જો કે દુનિયાના બધા જ દેશ-પરદેશના તારણો કાઢવામાં આવ્યા છે કે ભારતનો નંબર ૧૦૦ ઉપરની સંખ્યા વટાવ્યા પછી આવે છે અને દુનિયાના અનેકો ભ્રષ્ટ દેશોમાં તે સ્થાન ધરાવે છે. ભારત જેવા જ બીજા ઘણાં ભ્રષ્ટ દેશોનો પણ સમાવેશ થાય છે.

સાચું ખોટું તો મને પણ ખબર નથી પણ ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં જ થઇ હતી. અંગ્રજોએ જ તેના મૂળ નાખ્યા હતા તેવુ કહેવાય છે. પણ મારા યુરોપમાં થોડા મહિનાઓના વસવાટ દરમ્યાન એનો અણસાર સુધ્ધા કે કોઇ અનુભવ મને થયો નથી. પણ ત્યાંના નાગરિકો વખાણ કરતાં થોડું બોલતા સાંભળ્યા છે કે ‘ત્યાં પણ ભ્રષ્ટાચાર તો છે જ પણ બધું ઉપરના સ્થર પર છે પણ ભારત જેટલો તો નહીં જ!’

હકિકતમાં ભ્રષ્ટાચારના અનેક કારણોમાં મુખ્ય કારણ છે, શિક્ષણનો અને બીજો છે કાયદાકિય માહીતીનો અભાવ. મુખ્ય તો શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્યે કે કાયદાઓ વિશે માહિતગાર હોતી નથી. જેથી પોતાનું કામ પાર પાડવા લાંચ- રુશ્વત નો સહારો લે છે કે કામ જલદી પતી જાય અને લમણાંજીક ઓછી થાય…

ઉદાહરણ તરીકે એક ઔદ્યોગિક ઇમારત બનાવેલી હોય જેમાં નાના-મોટા મશીનો કે કારખાનાઓ જ કરી શકાય તે યોગ્ય ગણાય પણ પાછી તેમાં અનેકો પીંજણના કાયદાઓ બનાવે કે ફલાણાં ફલાણાં અનેકો જાતની પરવાનગીઓ ઉપલબ્ધ કરવી, અમુક જ પાવર વાપરી શકાય અને વધારે વાપરવા માટે વધારા માટેની પરવાનગીની અરજી કરવી અને વળી એને અરજી કર્યા પછી ધ્ક્કા ખવડાવે વગેરે…વગેરે,, એટલે છેવટે કારખાનું નાખનારને સમય બચાવવા ભ્રષ્ટાચાર કરવાનો સહારો લેવો જ પડતો હોય છે. આનાથી ઉલટું જો ઇમારત બાંધનાર પાસેથી એક સાથે જો સરકાર ઇમારત બાંધતી વખતે જ દરેક જગ્યાના માપ પ્રમાણે પૈસા વસુલ કરી લે અને તે વસાહત બાંધનાર જ જો જગ્યા લેનાર પાસે વસુલ કરી લઇ પરવાનગી સુપ્રત કરી દે તો કેટલો સમય અને શક્તિ બચી જાય ? અને ભ્રષ્ટાચાર રહે જ નહી !

એક બીજા ઉદાહરણ તરીકે આજે ઘણાં ફલેટ ધારકોની સોસાયટીની જમીનની માલિકી ધરાવતા નથી તેથી તે સર્વેને ઘણી બાબતોની મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે કારણકે મકાન બાંધનાર બિલ્ડરો સાચા-ખોટા દસ્તાવેજો રજૂઆત કરી જમીન પર પોતાનો ફાયદો કરી અઢળક આવક કરી નીકળી જતા હોય છે. અને જ્યારે સોસાયટીના ફ્લેટ ધારકો માલિકીફેર (કન્વેયન્સ) માટે સરકારી અધિકારીઓ પાસે જાય છે જે અનેક જાતના દસ્તાવેજો માંગતા હોય છે અને જો દસ્તાવેજો ન હોય તો તે કાઢાવવા લાંચની અપેક્ષા રાખતા હોય છે. એકવાર તે વાતને કદાચ પહોંચી શકાય પણ આવા અનેક કાર્યાલયોમાં જુદા જુદા કાગળો કઢાવવા આવું કરવું પડતું હોય છે. પણ જો એવો સરળ કાયદો જો સરકારે બનાવેલો હોત કે એકવાર સોસાયટી રજીસ્ટર થાય એટલે તે આપો-આપ કન્વેયન્સ ગણાય. તો કોઇ ભ્રષ્ટાચાર આચરવો પડે ખરો ?

આજે સારી કોલેજોમાં પણ એડમીશન લેવું હોય તો ત્યાં પણ અધિકારીઓને કે ટ્રસ્ટીઓને પણ લાંચ પહોંચતી કરવી પડતી હોય છે એની બદલીમાં જો નિયમ દાખલ કરેલો હોય કે અમુક નિર્ધારીત કરેલા માર્ક આવ્યા હોય તેને જ અરજી કરવી અને તેમાં પણ વહેલો તે પહેલો જો રાખવામાં આવે તો ભ્રષ્ટાચારની જરૂર પડે? કે કોઈ રાજકરણીઓની કે લાગતા વળગતાની ભલામણના નોંધની જરૂર પડે ખરી?

આવી જ રીતે એવી ઘણી બાબતો છે કે જે કાયદાથી નક્કી થયેલું હોય તે જ પ્રમાણે નાગરિકો પણ ચાલે અને જ્યાં શક્ય ન હોય ત્યાં શક્ય કરાવવા જતા અટકી જાય તો ત્યાં ભ્રષ્ટાચારનો જન્મ જ નહીવત્ત થઇ જાય !

સરકાર પણ જો કાયદો ઘડે કે શિસ્તબધ આવો અને જોઇતી પરવાનગી મીનીટોની ગણતરીમાં જ આપી દે તો ભ્રષ્ટાચારનો આશરો લેવો પડે?

મુખ્ય વાત જ એવી છે કે જ્યાં કાયદા હળવા રાખવા જેવા હોય ત્યાં સરળતા રાખવી જોઇએ અને જ્યાં જરૂર હોય ત્યાં કડક કાયદાઓ પણ રાખવા જોઇએ પણ આનાથી ઉલટું બધે જ, કાયદાનો ખોટો લાભ લઇ નાગરિકોને દરેક ક્ષેત્રના અધિકારીઓ ત્રાસ આપતા હોય છે અને ભ્રષ્ટાચાર આચરવા પ્રોત્સાહીત કરતા હોય છે.

ખરેખર જો સરકાર નજદીકના સ્થળો ઉપર સરળતાથી કામ ન કરી આપતા હોય તો તેના ઉપર રાખેલા ઉપરી અધિકારીઓને ફોનથી ફરીયાદ કરતાં અગ્નિશામક દળની જેમ ગણતરીની મીનીટોમાં દોડી જઇ તે ભ્રષ્ટાચારી અધિકારીઓ પર તરત જ શિસ્તભંગના પગલા લેવા જોઇએ જેથી બીજા અધિકારીઓ પર એક ફડફડાટ ઉભો થાય અને જતે દહાડે જાગૃતિના પંથે જઇ શકાય…..
Advertisements

જૂન 5, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

 1. nice article

  ટિપ્પણી by Dr. Sudhir Shah | જૂન 6, 2011 | જવાબ આપો

  • ડૉ.સુધીરભાઇ શાહ, ગોવિંદભાઈ મારુ અને ગુજરાતિ કવિતાના બ્લોગિસ્ટ,

   આપ સર્વેના પ્રતિભાવ બદલ આભાર…
   પ્રફુલ ઠાર

   ટિપ્પણી by Praful thar | જૂન 6, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: