Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘શ્રી શત્રુંજયગિરી ૯૯ યાત્રાના આરાધકોની અનુમોદના’- પ્રફુલ ઠાર


કાંદિવલી પૂર્વના પરામાં અશોકગ્રામ સોસાયટીમાં જ્યાં ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્ર્વનાથ ભગવાન બિરાજમાન થયા હોય, જૈન મિત્રો હોય, જ્યાં દિક્ષા મહોત્સવ થતાં હોય અને જયાં સોસાયટીના નાની વયના બાળકો ૯૯ની જાત્રા કરવા પાલિતાણા જતાં હોય તો તે જૈન ધર્મના મંદિરોમાંના મંદિરોની નગરી પાલિતાણાને કેમ ભૂલી શકાય?

મિત્રો સાથે વાત વાતમાં જાણ થઈ કે તેમના ઘરેથી અને કુટુંબમાંથી ભાઇ અને બાળકો તથા અનેક શહેરોમાંથી લગભગ ૧૨૦૦ આરાધકો ૯૯ કરવા પાલિતાણા ગયા છે! જો કે વધારે ઊંડાણમાં ૯૯ વિશેની જાત્રા શું છે તે વિશે મને થોડી ઘણી ખબર હતી પણ જ્યારે મિત્ર શ્રી વિપુલભાઇ બગડીયાની સુપુત્રી કુમારી હિતેક્ષા સાથે થોડી વાતચીત કરી ત્યારે ૯૯ની જાત્રા શું છે તેની મને જાણકારી થઈ. ૯૯ની જાત્રાનું મહત્વ એટલે કે  જેનાથી તરી શકાય-દુ:ખ કલેશમય સંસારસમુદ્રને પાર કરી શકાય. અથવા જે તારે તે જાત્રા તે ૯૯ . ‘તીર્થ’ શબ્દનો અર્થ પવિત્ર થાય છે  અને એટલે જ તિર્થ પર જનારા સ્થાનને તિર્થ-સ્થાન (પવિત્ર સ્થાન) કહેવામાં આવે છે.

જૈન શાસનમાં આવું જ એક તિર્થ-સ્થાન ગુજરાત રાજ્યના ભાવનગરથી થોડા જ કિલોમીટર દૂર શત્રુંજય પર્વતની હારમાળાઓમાં એવું પાલિતાણા જે ૯૦૦ એકર જમીન પર વસેલુ છે જે પહેલા પાદલિપ્તપુર નામે ઓળખાતું હતું. કે જ્યાં ટ્રેન માર્ગે કે હવાઇ માર્ગે ભાવનગર સુધી પહોંચી શકાય છે. એક માહિતી હિસાબે કહેવાય છે કે પાલિતાણામાં હજારો મુનિઓને મોક્ષ પ્રાપ્ત થયો છે અને જૈન શાસ્ત્ર પ્રમાણે તેને શાશ્ર્વત તીર્થ સ્થાન તરીકે માનવામાં આવે છે. અને તેથી શ્રી સિદ્ધાચલ જૈન પ્રમુખ તીર્થ અને એક પવિત્ર ભૂમિ માનવામાં આવે છે. ત્યાંના શત્રુંજય પર્વતનાં શિખરો પર ૧૨૫૦ જેટલા મંદિરો છે જેમાં અનેકો દેરીઓ અને ભગવાનની પ્રતિમાઓ બીરાજેલી છે.

ઘણાં વર્ષો પૂર્વે શત્રુંજય પહાડ પર બે જુદા જુદા શિખરો હતા જયાં વચ્ચે ખીણો આવેલી હતી અને સમય જતાં તે ખીણોને પૂરી દઇ એક જ શિખર કરી દેવામાં આવ્યું જેથી બધા જ મંદિરોના દર્શન દૂરથી પણ એક સાથે કરી શકાય. શિખર પર અનેકો મંદિરો આવેલા છે જેમાં આગમ મંદિર મુખ્ય ગણાય છે.

કુમારી હિતેક્ષાના કહેવા પ્રમાણે ૯૯ (એક જાતની જાત્રા છે.) કરવા ગયેલા એકાસણું ( એક જ વાર વાપરવાનું (જમવાનું) હોય છે ) કરતાં હોય છે એટલે તેઓ ત્યાં આવેલા ૩૫૦૦ જેટલા પગથિયાં કે જેની ઊંચાઇ લગભગ ૬૦૦ મીટર જેટલી થાય છે અને તે લગભગ ૪૫ થી ૬૦ દિવસમાં ૯૯ વખત ચઢીને મંદિરમાં પહોંચ્યા પછી રોજ પૂજા- અર્ચના કરવામાં આવે છે, અને પછી બપોરના બે વાગ્યાના ધુમ તાપમાં નીચે આવી એકાસણું કરે છે. એમ લગભગ વહેલી પરોઢે પગથિયા ચઢવાનું શરું કરે અને બપોરે લગભગ ૨ વાગ્યા સુધીમાં ઘણાં આરાધકો ત્રણ વખત ૩૫૦૦ પગથિયાની ચઢ ઊતર અને પૂજા- અર્ચના કરતા હોય છે. ધન્ય છે એ ભાવુકોને કે ૧૨૦૦ જેટલા ૯૯ યાત્રાના આરાધકોમાંથી ઘણાંએ આ ઉનાળાના ધગધગતા તાપમાં ચોવિયારો છઠ્ઠ એટલે કે બે દિવસમાં સાત જાત્રા અન્ન-પાણી લીધા વગર કરેલી છે. આ ઉપરાંત ૬ ગાંઉની જાત્રા તેમજ શત્રુંજય નદીમાં સ્નાન પણ કરવામાં આવે છે.

આ શત્રુંજય શિખરને ગિરિરાજ કહેવામાં પણ આવે છે અને દરેક જાત્રાળુઓ ચૈતન્ય વંદન કરી પોતાની જાત્રાનો શુભારંભ કરે છે. આજુ બાજુના હરિયાળા હવામાનને લીધે જાત્રાળુ પણ શાતામાં જ રહે છે. આગળ ચઢતાં રસ્તામાં ધનપતસિંહજી લક્ષ્મીપતિસિંહજી દ્વારા બાંધવામાં આવેલું ભવ્ય બાવન જિનાલય તથા ભરત ચક્રવર્તી, નેમિનાથ ભગવાનના ગણધર વરદત્ત, આદિશ્ર્વર ભગવાન, પાર્શ્ર્વનાથ ભગવાનની ચરણ પાદુકાઓ કે અનેકો દેવ દેવીઓના દર્શન કરવા મળે છે. આગળ જતા કુમારપાળ અને શાલાકુંડ આવે છે. દક્ષિણ દિશામાં શેત્રુંજી નદીના પાણી જાણે પહાડીઓને બાંધતી હોય તેવું સુંદર ઢ્રશ્ય લાગે છે. નદીના સામેના છેડામાં શ્રી શાંતિનાથ ભગવાન, નરસિંહ કેશવજી, ચૌમુખી અને આદિનાથ ભગવાનની ટૂંકો આવેલી છે. આ ઉપરાંત રસ્તામાં રામ પોલ, હાથી પોલ અને વાઘણ પોલ આવે છે જયાંથી સૂરજકુંડ, ભીમકુંડ અને ઇશ્ર્વર કુંડો જોવા મળે છે. આ તીર્થનાં ૧૦૮ નામો છે જયાં અનેક આત્માઓએ સિદ્વપદ પ્રાપ્ત કર્યું છે. અને અનેક મુનિઓએ કારતક પૂર્ણિમાએ મોક્ષ મેળવ્યો છે.

ભગવાન આદિનાથ પ્રથમ તીર્થકર થઈ ગયા એટલે તે મંદિરનું આકર્ષણ પણ વધારે છે. આદિનાથ ભગવાનની મૂર્તિને બરાબર નિરખીને જોશો તો દાદાના શાંત અને સુંદર મુખારવિંદના દર્શન થશે.

આદિનાથ મંદિરની જેમ અહિંના ચૌમુખ મંદિરનું પણ મહત્વ ખૂબ છે જે કહેવાય છે કે એક યાત્રાળુએ ઈ.સ. ૧૬૧૮માં સ્થાપના કરાવી હતી. આકર્ષણની વાત એવી છે કે સફેદ પથ્થરોની બંધાયેલા આ મંદિરોનું સ્થાપત્ય અને બેનમૂન કારીગરીવાળું ઉત્કૃષ્ટ કોટિનું શીલ્પ અને કોતર કામ હેરત પમાડે તેવું સુંદર છે. આખા ઝરૂખે પર્વતની ટોચ ઉપર રચાયેલી આ મંદિરોની સુંદરતા દંગ કરે એવી છે. અહીની મૂર્તિઓ ઘડનારા શિલ્પીઓએ એવી રીતે પ્રતિમાઓ બનાવી છે કે જાણે તે ચારેય દિશામાં જોતી હોય એવું લાગે છે. આમ અનેક જૈન ભાવુકો અવાર-નવાર કે દર મહિને પણ ખાસ સમેતશિખર, પાલિતાણા અને શંખેશ્ર્વર અચૂક જતા હોય છે ખાસ કરીને દશમ કે પૂનમે તો જાય જ છે..

છેલ્લે….અમારા વેબ બ્લોગ www.prafulthar.wordpress.com  અને અશોકગ્રામ કોમ્પ્લેક્ષના દરેક ભાવુકો તરફથી કોમ્પ્લેક્ષના આરાધકો……. હિતેક્ષા વિપુલ બગડીયા, ભૂમી ચીરાગ બગડીયા, નિયતી હિતેશ બગડીયા, હંસલ પરાગ બગડીયા અને મિત્ર ચીરાગ પ્રાણલાલ બગડીયાને ખૂબ ખૂબ અભિનંદન અને જય ગિરીરાજ…..

[૯૯ યાત્રાની ભવ્યાતિભવ્ય આરાધના કરનારાઓ આરાધકોના વધામણાંના અનુમોદનના રૂપે

શ્રી લીલાબહેન પ્રાણલાલ નારણદાસ બગડીયા પરિવાર તરફથી.

શ્રી શત્રુંજય ગિરીરાજની ભવ્ય રચના સાથે ભાવયાત્રા તથા સકલ શ્રી સંઘનું સ્વામિવાત્સલ્યનું આયોજન રવિવાર તા-૧૨/૦૬/૨૦૧૧ ને દિવસે સવારે રાખવામાં આવ્યું છે ]
*********
Advertisements

જૂન 10, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: