Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સુગંધી ઝાકળ’ – કુમાર મરચન્ટ


‘મહત્વાકાંક્ષા’

[ સામયિક ‘હસી-ખુશી’ માંથી સાભાર]

ઈશ્વરે મનુષ્યનો જન્મ આપ્યો છે એટલે માનવીમાં મહત્વાકાંક્ષા જ જો ન હોત તો ઉત્ક્રાંતિ થાત ખરી ? અને એટલે જ મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ અને તે ઉચ્ચ સંપર્ક, કેલિબર, ઉચ્ચ છબીને લાયક જ્ઞાન, વ્યવસ્થાશક્તિ, સ્થાન જે વધુ વિશાળ વર્ગને હાથ આપી દુ:ખ દૂર કરી શકે અને શારીરિક શ્રમ ઘટાડી સારા કાર્યો કરી શકે!

મહત્વાકાંક્ષાની પસંદગી માટે માનવીના શરીરમાં જ રામ અને રાવણ બંને બેઠાં છે જે તેના કેન્ઢ્રમાંથી સલાહ આપતા રહે છે પણ એ બેઉમાંથી અચૂક રામની જ સલાહ અપનાવાય કે એક માનવી ફક્ત બીજા માનવીનું જ ફ્કત જીવન સુધારે નહી બલ્કે મુંગા પશૂ-પક્ષી કે જળચર જીવનું પણ ધ્યાન સચવાઇ રહે તેવું મનમાં કેન્ઢ્રિત રાખે.

માણસ પાસે ધણી મહત્વાકાંક્ષાઓ છે પણ તેને પાર પાડવા યોગ્ય પાત્રની જરૂર હોય છે કારણકે તે માટેની જગ્યાઓ તો ઘણી ખાલી જ છે.

માણસે સિકંદર, હીટલર, સ્ટેલીન, રાસ્પુટીન વગેરે જેવા આસુરી તત્વો જેવી મહત્વાકાંક્ષાઓ છોડી એવા અગણિત ક્ષેત્રો છે જેમાં માણસ કંઈક સારું અને જુદા પ્રકારનું કરી શકે છે.

સારી મહત્વાકાક્ષા વગરનો માનવી બેભાન જેવો જ ગણાવી શકાય કારણકે ઈશ્વરે પ્રત્યેકને જુદી જદી યોજના માટેની શક્તિઓ આપેલી જ હોય છે જેવી રીતે અંગૂઠાની મહોર લેશો તો બધાની જુદી જુદી હોય છે.

મહત્વાકાંક્ષી ઑલમ્પિક જેવી રમતોના રેકોર્ડો, નવી શોધ ખોળો, નવા સહાસો વગેરે જીવનમાં થયા છે અને થતાં જ રહેવાના અને એ મહત્વાકાંક્ષા ન હોત તો પશુ, પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો ફરક સમજાત ખરો? જેની પાસે મહત્વાકાંક્ષા હોતી નથી તે સૂકાયેલા ઝાડ જેવો ગણાય.

બાળક જન્મ લે અને બે-ત્રણ વર્ષનો થાય અને પાપા-પગલી કરવાનું શરૂ કરે એટલે તેનામાં પણ કુદરતી નવું જોવાની, કંઇક સ્પર્શવાની, જાણવાની, મેળવવાની, સ્વાદની, બીજા બાળક કરતાં પોતાને મહત્વતા આપવાની કે પછી દાદા-દાદી પાસેથી પરીકથાઓ કે પંચતંત્રની વાર્તાઓ સાંભળીને મકત્વાકાંક્ષાઓ ઉદ્દભવતી હોય છે.

દરેક માનવીને પૃથ્વી ઉપરની દરેકે દરેક વસ્તુઓ પરથી મહત્વાકાંક્ષી થવાની પ્રેરણાઓ મળતી હોય છે જેને લીધે જીવનને માણવાની એક અનોખી સિદ્ધિ મળે છે. અને દરેક માણસે સવારે ઉઠતાંની સાથે જ ‘હું કરી શકું અને કરીશ જ’ ના એક ધ્યેય સાથે ઉઠવું જોઇએ.

ઈશ્વર માનવીના ગૂણો, અવગુણો, વિશેષતાઓ અને ખામીઓ જાણતો હોવા છતાં તે મહત્વાકાંક્ષીની સાધનાને એક ગેબી શક્તિથી મદદ હંમેશા કરતો હોય છે.

ચાલો કંઇક નવું, સારૂ અને ઈશ્વરને ગમે તેવું પોત પોતાના સુઝતા વિષયોની સાધના કરી નવી કેડીઓ કોતરી, નવા માપદંડની મહત્વાકાંક્ષાઓનું ધ્યેય સિદ્ધ કરીએ.

અંધારા જેવી જીંદગીને વિટળાય છે

વેધે છે લક્ષ એજ, સફળ એજ થાય છે.        (જલન માતરી)

નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર !

ચેતવ ઘૂણો ધિખી અંદર, ચેત મછંદર !       (ચંઢ્રકાંત ટોપીવાલા)

આવો તો આ ઉદાસીને, અવસર બનાવીએ

બાકી તો આખી જીન્દગી, અવસર વગર પડી.        (શેખ આદમ)

*******

Advertisements

જૂન 16, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: