Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સુગંધી ઝાકળ’ – કુમાર મરચન્ટ


સુખની શોધમાં

[સામયિક ‘હસી-ખુશી’ માંથી સાભાર]

માનવી માત્ર સુખની શોધમાં સવાર થી રાત સુધી તેની શોધમાં જ દોડતો જોવા મળશે. પણ સુખ એ ભૌતિક વસ્તુ કે કોઇ લેન્ડમાર્ક નથી કે ક્યાંક જવાથી  કે શોધવાથી મળી જાય. હા, ઉત્તર કે દક્ષિણ ધ્રુવની શોધમાં નીકળીયે તો એ મળે.

સુખ એ એક આપણામાં રહેલી આંતરિક અનુભૂતિઓમાં જ સમાયેલું છે કે જે બીજાને સુખ આપવાથી જ મળે છે. સુખ એ આપણા કર્તવ્યધર્મ સારી રીતે બજાવવાના લીધે ઉત્પન્ન થયેલું ‘બાયોપ્રોડક્ટ’ છે. વૃક્ષ પર ફળ થાય છે પણ કેટલા, કેવા અને ક્યારે ઉગાડવા તે ઇશ્ર્વરના હાથમાં છે તેમ સુખ પણ ક્યારે, કેવું અને કેટલું આપવું તે પણ ઇશ્ર્વરના હાથમાં જ છે.

સુખની અનુભૂતિઓ અનુભવવી હોય તો તે ત્યાગ, સેવા,દાન, કરુણા, દયા, હેતળતા, પ્રેમ, ભોગ, સહનશક્તિ, ક્ષમા, કર્તવ્યપાલન, તલ્લીનતા, બલિદાન અને ફનાગીરીમાં છુપાયેલી જોવા મળશે.

સુખ પેટ ભરીને ભોજન કરવા કરતાં ઉપવાસ કે કોઇકના માટે ભૂખ્યા રહી સંયમ અને ત્યાગમાં અનુભવવા મળશે.

સુખ રચનાત્મક પ્રવૃતિઓ જેવી કે બાગકામ, રંગોળી, ચિત્રકામ, કળા, મૂર્તિસર્જન, ન્રત્ય કે સંગીત દ્વારા પણ પ્રાપ્ત થાય છે.

ઘણીવાર ક્યાંક સ્વૈછિક સેવા, રક્તદાન, સાફ-સફાઇ કે પ્રાર્થના સ્થળમાં મળે છે જે બળજબરીથી કરેલી કે મન વગર કરેલી સેવામાં મળતું નથી.

માણસ ગુપ્તદાન કરી જે સુખ પામે છે તે નામના કે દેખાદેખીએ કે ચર્ચા-ચર્શીમાં કરેલા દાનમાં સુખ પામતો નથી પણ ફક્ત તેનાથી અહંકાર પોષાય છે.

સૌથી શાંતી અને સુખ કુદરતના સાનિધ્યમાં, પક્ષીઓના ગૂંજતા કલરવમાં, નીલગગનનાં વાદળોમાં, ક્ષિતિજ અને આભાઓને નિહાળવામાં, એક્વેરિયમમાં રંગીન માછલીઓને નિહાળવામાં, લીલાછમ વૃક્ષોને નિહાળવામાં નાના ભુલકાઓના ખીલખીલાટ તોફાન અને હાસ્યમાં કે બીજાને હાસ્ય આપવામાં જે સુખ મળે છે તે પૈસા ખર્ચ કરવાથી પણ મળતું નથી.

સંત કબીર  કહેતા આવ્યા છે કે સુખ-આનંદ જાતે સ્વિકારેલી ફકીરી પ્રવ્રૃતિમાં જ છે જે મ્રગજળ જેવી ભૈતિક અમીરી પાછળ દોટ મૂકવામાં નથી.

કબીરજીનો એક દુહો જાણીતો છે કે

દુ:ખ મેં શીમરન સબ કરે.

સુખ મેં કરે ન કોઇ!

સુખ મેં શીમરાન જો કરે

તો દૂ:ખ કાહે કો હોય.

દુ:ખનીઅનુભૂતિઓનું તળિયું દેખાય ત્તારે સમજવું કે સુખની અનુભૂતિની શરૂઆત…

જ્યાં શોક, ભય કે કોઇ પણ જાતની પ્રશંસા કે આભાર જેવા શબ્દો પામવાનો મોહ ન હોય તો તેને જ સુખ મળે છે અને તેને સૂખની શોધમાં રજળવું પડતું નથી!.

*******

Advertisements

જુલાઇ 14, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

 1. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

  ટિપ્પણી by girishparikh | જુલાઇ 22, 2011 | જવાબ આપો

 2. Dear Readers
  Thanks to all who like this post.
  Praful Thar

  ટિપ્પણી by prafulthar | ઓગસ્ટ 30, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: