Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘એકાદ લસરકો ઉજાસનો’ – પ્રફુલ ઠાર


માનવી ભૌતિક સુખ શાંતી માણવા કે આડોશી-પાડોશી, સમાજ, મિત્રો,કે સબંધીઓ સામે ઉચ્ચ સ્થાન જાળવવા કે પછી ઘરનાને સારુ ભોજન કે કપડાંલતા મળે તે માટે રાત-દિવસ જહેમત કરતો હોય છે.જો કે આ સંઘર્ષમાં માનવી પોતાના જીવનને તણાવમાં નાખી જીવનને દુ:ખી બનાવે છે.

જહેમત ઉઠાવી સંઘર્ષ કરવો એ કંઇ ખોટું તો નથી જ પણ સાથે સાથે એવી ઘણી હકીકતો છે જે આપણે જાણવા છતાં તેના તરફ ધ્યાન આપતા હોતા નથી. જેમ કે સમય સાથે ભાગવા, ઉતાવળે ઉતાવળે ચાવ્યા વિના ગળે ખોરાક ઉતારી લેતા હોઇએ છીએ, ટ્રેન કે બસ પકડવા, ઉંચક મન રાખી દોડા દોડ કરી મૂકતા હોઇએ છીએ અને સાંજે ઘરે પાછાં ફરતાં.એટલા લોથ-પોથ થઇ ગયા હોઇએ છીએ કે ઘરના સાથેનાઓ સાથે વાતો કરવાની તાકાત પણ રહેતી નથી અને એક નિત્ય કર્મ હોય તેમ માન માન જમી,પાછો આખા દિવસનો તાળો મેળવવા કે બીજા દિવસના કાર્ય માટેની પરોજણમાં ગૂંથવાય જતા હોય છે.

આપણે આ બધું સુખ મેળવવા કરતાં હોય છે પણ શાંતીથી કુટુંબ સાથે બેસી સકતા નથી, ભોજનનો મીઠો સ્વાદ માણી શકતા નથી ,કોઇ સ્વજનના દુ:ખમાં ભાગ પાડી શકતા નથી,  ઘરની વ્યકતિઓ માટે સમય કાઢી શકતા નથી કે ઘરમાં રહેલાની તબિયતનું ધ્યાન પણ રાખી શકતા નથી.

આપે નિહાળ્યુ હશે કે પંખી પણ સાંજ પડે ત્યારે સમયસર પોતાના માળામાં પહોંચી જાય છે જ્યારે માનવી? માનવીનો તો કોઇ સમય જ હોતો નથી અને આ જીવન બનાવનારા આપણે પોતે જ છે.

સંઘર્ષ જીવનમાં ઘણો જરૂરી છે પણ ક્યાંક એકાંત કોઇક ખૂણાંમાં એકલા બેસીને આપણે આપણાં પોતાના માટે પણ કોઇ દિવસ વિચાર્યું છે? કે મનોમન બે ઘડી વાતો કરી છે કે પોતાને અંદરથી શું સુખ-દુ:ખ છે ? કે તેલવાળા ઘાંચીના બળદની જેમ તેલ પીસ્તા હોય તેમ પોતાનું તેલ કાઢી રહ્યા છે? ખરેખર તો આપણાં માટે એ એક કમનસીબની વાત છે.આ ફ્કત કોઇ એક વ્યક્તિની વાત નથી પણ આ દરેક સમાજમાં અને દરેકના જીવનમાં આ એક દુષણ અને એક જાતનો અજંપો ફેલાયેલો છે.

આપણને ઘણીવાર અનુભવ થાય છે કે સુખની શોધમાં કે શાતી માટે કુટુંબ સાથે કોઈક પ્રવાસમાં નીકળી જઇએ છીએ અને પૈસા ખર્ચીને આનંદ પણ મળે છે પણ ઘરમાં પ્રવેશતાની સાથે જ મોઢામાંથી નીકળી જાય છે…’ગમ્મે ત્યાં જાવ, ફરો પણ ઘર એ ઘર. ઘરે પહોંચ્યા એટલે શાંતી’.  

ખરેખર તો દુનિયાનો સંતોષ આપણાં ઘરના ઉંબરે જ હોય છે જેના ઉજાસનો એક લસરકો જો મળી જાય તો….!!!!!

કવિ મુકેશ વૈદ્યએ એક કવિતાની કળીના શભ્દોમાં સુંદર લખ્યું છે….

પલકારામાં
દિવસ વધીને વરસો થાય – એ વેગમાં
અવિરત ચાલ્યા કરવાનું
ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું
ને ઉઝરડાઓમાંથી વહી રહેલું
અસ્તિત્વ મને દેખાય.

દેખાય વહી જતો સમય ને હું
હું ક્યાં હતો ?

કાળી અંધારી ભોંય ઉપર
આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો
તો ઊઘડે રસ્તો કદાચ…..ઘરના ઉંબરે..

***********

Advertisements

ઓગસ્ટ 5, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

1 ટીકા »

  1. ………….. અને કદાચ એટલે જ કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર !

    ટિપ્પણી by Arvind Adalja | ઓગસ્ટ 6, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: