Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘આપની મૈત્રી છે જિંદગી થી અણમોલ’-પ્રફુલ ઠાર


જે મિત્રોને આપણે આપણા માન્યા હોય છે તેવા મિત્રોના મનમાં પણ ક્યાંક રાગ, દ્વેશ કે રોષ તો હોય જ છે. અને વખત આવે તો કોઇ બની ગયેલી વાતનો બદલો લઇ લેવાની ભેરવીમાં હોય શકે છે.એનાથી ઉલટું, કદાચ ક્યાંક પ્રેમ પણ હોય છે પણ તે પ્રેમ પણ ક્યારેક ઉકળાટ બની જતો હોય છે. એને કંઈક કહેવું હોય છે, પણ એની પાસે ભાષા હોતી નથી. ભાષા કે શબ્દો કદાચ હોય પણ. પણ એને જે કહેવું હોય છે એ તે સારી રીતે તે મિત્ર પાસે વ્યક્ત કરી શકાશે કે નહિ, એની એને શંકા અને મનમાં એક ડર હોય છે. ઘણીવાર શબ્દોથી જ અભિવ્યકતિઓ વ્યક્ત કરવા કરતાં આપણી અંદર રહેલી લાગણીઓ પણ ભાષા બની જાય છે.અને એ જ ઉત્તમ ભાષા ગણાવી શકાય કે જે સાચા મિત્રને એની ખબર પડતી હોવી જોઇએ.

દોસ્તી વિશે એક વિદ્વાને લખેલું તે મેં વાંચ્યું હતું કે, ‘જો તમારે દુશ્મનો જોઈતા હોય તો બીજાથી ચપળ થઈને ટપી જાઓ. પણ જો તમારે મિત્રો જોઈતા હોય તો તેને તમારાથી આગળ થઈ જવા દો’ આજની હરીફાઇના જમાનામાં પૈસા બનાવવા સહેલા છે પણ ખરા મિત્રો બનાવવા અઘરા છે. પૈસાથી દોસ્ત ખરીદી શકાતો નથી અને પૈસાથી ખરીદાયેલો દોસ્ત વખત આવે ત્યારે પીઠ બતાવીને ભાગી જતો હોય છે.

એક ફિલસૂફે સરસ વાત કહ્યી છે કે,‘કશુંક આપવાથી કે તમારી માલિકીની કોઈ ચીજ આપી દેવાથી મિત્ર તો બનાવી શકાય છે પરંતુ હ્યદયપુર્વક જો તમે તમારી આખી જાત મિત્રને સમર્પિત કરો ત્યારે જ સાચો મિત્ર તમને મળી શકે.’ પણ બધાને જ સાચા મિત્રો મળતા નથી. ખરા મિત્રો મેળવવા માટે પોતે ખરા બનવું પડે અને. સાચો મિત્ર એ જ કહેવાય કે બધા દૂર હોય ત્યારે ખરો મિત્ર જ તમારી પાસે હોય છે.હકિકતમાં સાચો મિત્ર એ જ છે કે જે આપણી મૂંઝવણ અને નિરાશામાં કંઈ સલાહ આપવાને બદલે બોલ્યા વગર મૂઝવણનું નિરાકરણ કરી આપે. સમજવાની વાત તો એ છે કે બધા મિત્રો એકબીજાના વિરોધી નહીં, એકબીજાના પૂરક હોવા જોઇએ. તેઓ બધા એકબીજાની પુષ્ટિ, શુદ્ધિ અને પૂર્તિ કરી શકે એવા હોવા જોઇએ. એકના વિકાસમાં બીજાનો વિકાસ છે, એવું એકા-બીજાને લાગવું જોઈએ

મિત્ર એવો હોવો જોઇએ કે તે તમારા હ્યદયના ગુંજતા તારના લયને એક વિશ્વાસ  સાથે ઓળખી શકતો હોય, અને તે જ તમારા હ્યદયના ગુંજતા તારમાંથી નીકળતા સૂર ને યાદ કરાવે કે  જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી ગયા હો…મુશ્કેલી ચાહે ગમે તેવી હોય,પણ જો આપનો ખરો મિત્ર જો આપણી પડખે ઉભો રહે તો આપણે સહજ રીતે જ તે મુશ્કેલીમાંથી પાર પડી જઈએ છે.

મને યાદ છે કે આજથી તેંત્રિસ વર્ષ પહેલાં એક કુટુંબે પહેલ વહેલો પ્રિન્ટિગ પ્રેસનો ધંધો શરૂ કર્યો હતો.ત્યારે તેઓ કામ મજૂરી પર બીજાને આપતાં કારણકે પોતાની પ્રેસ ન હતી.તેથી થોડી તકલીફ પડતી.જે એક દિવસ,ફોર્ટમાં રહેતા ક્ચ્છી સમાજના એવા વેપારી મિત્રો શ્રી પ્રવિણ જેઠમલ દેઢિયા અને શ્રી વસંજી હેમરાજ ગાલા જેવા અનેક મિત્રોએ સાથ આપી વગર લખાણ કે સહી સિક્કા વગર પ્રેસ નંખાવી ચલાવવા આપી દીધી હતી અને હંસરાજ શંભુલાલ શાહ જેવા કાગળના વેપારીએ એક વિશ્વાસ સાથે ઉધારી સાથે માલ આપવામાં સહાય કરી હતી.

આવા જ એક કચ્છિ મિત્ર કે આજના ઝેરોક્ષ લાઇનના રિલાયબલ કુંપનીના માલિક શ્રી કાતિલાલ સત્રાએ પણ એક મિત્ર તરીકેની ફરજ બજાવી હતી જે આજ સુધી તે જ મિત્રતા,અખંડ એક વિશ્વાસ સાથે તે કુટુંબ સાથે જાળવી રાખી છે

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દુનિયાના દરેક ઋણાનુંબંધનોના સંબંધો આપણા જન્મ સાથે જ આવેલા હોય છે, પછી માણસ ઇચ્છે કે ન ઇચ્છે પણ એ જોડાયેલા રહે છે. જેમાનો જે સંબંધ છે તે એક મિત્રતાનો કે જે બહુ જ ઓછું બનતું હોય છે કે જેમને આપણે મિત્ર કહી શકીએ કે જેને મળતા જ આત્મીયતાનો આનંદ થાય છે.આને એ મિત્ર પણ તેવો હોય છે કે જે માણસ પોતાના કુટુંબને કંઇ કહી ન શકતો હોય તે તેના મિત્રને દિલ ખોલીને વાત કરતો હોય છે.

સામાન્ય રીતે આજના લોકોની માન્યતા એવી હોય છે કે જો કોઇ પોતાને કામ લાગે તો તેની મિત્રતા કરી લેવામાં આવે અને કામ પતી ગયા પછી મિત્રને ભૂલી જવામાં આવે છે.

મિત્રતાને મજાક ન બનાવતા જો બીજા લોકો તમારા મિત્ર વિશે કોઈ ઉણપ કે ખરું ખોટુ કહે તો એ વાતની સાથે સંમંતિ આપવાને બદલે તમારા મિત્રનો સાથ આપો.તેની વાતમાં જોડાવાને બદલે વિષય બદલવાનો પ્રયત્ન કરવો જોઇએ કે પછી વાતને કાપી નાખવી વધારે યોગ્ય ગણાય. અને કદાચ ક્યાંક ભૂલ પણ થઇ હોય તો તમે તેને એની ભૂલ વિશે એકાંતમાં જણાવવું વધારે મિત્રતા ભરેલુ ગણાવી શકાય..

અબ્રાહમ લિંકને સરસ વાત કહી છે કે  દુશ્મનાવટી નષ્ટ કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય એ છે કે તેને મિત્ર બનાવી દો.જીવનમાં પગલે પગલે આપણને અલગ-અલગ લોકો મળે છે,કેટલાક લોકો સાથે સારી ઓળખાણ પણ થઇ જાય છે,પણ બહુ ઓછા એવા લોકો હોય છે જેમને આપણે મિત્ર કહી શકીએ છીએ. જેને મળતા જ આત્મીયતાનો અને ખુશીનો અહેસાસ થાય છે.

બાકી સમયના વહેણમાં સમાઇને માણસને બદલાતા વાર લાગતી નથી અને એટલે જ કોઇકે સાચું જ લખ્યું છે…..

સમય ના વહેણ માં  સમાઈ ના જતા,

દિલ ના દરિયા માં ડૂબી ના જતા,

આપની મૈત્રી છે જિંદગી થી અણમોલ,

ક્યાંક આપની આ  મિત્રતા ને ભૂલી ના જતા…

*********

Advertisements

ઓગસ્ટ 6, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

  1. મૈત્ર્રીના શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કર્ણ અને દુર્યોધન અને કૃષ્ણ અને સુદામા ! પેલામાં જ્યારે કૃષ્ણ અને માતા કુંતી કર્ણને પાંડવોના પક્ષમાં આવી જવા દ્રૌપદી સહિત આપવાનું પ્રલોભન આપ છે ત્યારે જવાબમાં કર્ણ કહે છે કે, હું જાણું છું કે દુર્યોધન સાથે અર્થાત કૌરવો સાથે રેહેવાથી મૃત્યુ નિશ્ચિત છે પણ જે વ્યક્તિએ મારું ઘોર અપમાન થઈ રહ્યું હતું ત્યારે મને એક રાજવીનું પદ આપી મૈત્રીનો હાથ લંબાવેલો તેનો દ્રોહ ના થઈ શકે, મને માફ કરો ! આવું જ જ્યારે સુદામાની પત્ની મ્હેણાં ટોણાં મારી સુદામાને દ્વારકા કૃષ્ણ પાસે કંઈક સહાય માંગવા ધકેલે છે ત્યારે કૃષ્ણ સુદામાના આવવાના સમાચાર સાંભળી દ્વાર ઉપર દોડી જઈ પ્રેમ પૂર્વક આલિંગન આપી તાંદુલની પોટલી ઝંટવી પ્રેમથી તાંદુલ આરોગે છે અને સુદામના માંગ્યા સિવાય જ પોરબંદર સુદામના ઘરને મહેલમાં ફેરવી નાખી તમામ સહાય પહોંચાડે છે. મારા મતે કદાચ વિશ્વ ભરના કોઈ સાહિત્યમાં આવી ઉતકૃષ્ઠ મૈત્રીનો ઉલ્લેખ જોવા નહિ મળે ! અસ્તુ !

    ટિપ્પણી by Arvind Adalja | ઓગસ્ટ 6, 2011 | જવાબ આપો

  2. mamu you are great!!!!!!!!!! you have analyzed people very well… below is the fact of present time which you have written in you post…!

    “સામાન્ય રીતે આજના લોકોની માન્યતા એવી હોય છે કે જો કોઇ પોતાને કામ લાગે તો તેની મિત્રતા કરી લેવામાં આવે અને કામ પતી ગયા પછી મિત્રને ભૂલી જવામાં આવે છે.”

    ટિપ્પણી by Dhiren Shah | ઓગસ્ટ 9, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: