Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘એક અહેસાસ સ્વતંત્રતાનો’ – પ્રફુલ ઠાર


ખુશીની વાત છે કે સવારે ૧૦.૧૯ કલાકે શ્રી અન્ના હજારે એ અનશન તોડ્યું.સતત ટીવી પરના સમાચાર અને શ્રી અન્ના હજારે અને તેની ટીમની ભ્રષ્ટાચાર સામેની લડત જોઇને ખરેખર જેને મહાત્મા ગાંધીજીની અંગ્રેજો સામેના સત્યાગ્રહની લડત માટેનો ફક્ત ઇતિહાસ વાંચ્યો હતો કે ફિલ્મો જ જોઇ હતી તેની યાદ આંખની સામે તરી આવીઅને એ સ્વતંત્રતાની લડતનો અહેસાસ થયો.

સરકારે આખરે ચર્ચા કરી વાત માની.જેને આપણે જીત કહીયે છીયે તે જીત ભારતના ભ્રષ્ટ રાજકારણીઓ અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવી રહેલા શ્રી અન્ના હજારે અને તેની ટીમની ખરાખરીની લડાઈ અને જંતરમંતરમાં શ્રી અન્ના હજારેએ કરેલા બાર દિવસના ઉપવાસો અને દેશની જનતાનો સત્યાગ્રહૃ રૂપી એક અનોખું જોસ જોઇને મુખ્ય મુદ્દઓને સમર્થન આપી સરકારે શ્રી અન્ના હઝારે ટીમનું સન્માન કર્યું કહેવાય.

છેલ્લા તેર દિવસથી જોતા આપણે આશ્ર્ચર્ય વચ્ચે કહી શકાય કે આ એક ખરેખરો સત્યાગ્રહ હતો કે જ્યાં તોડ-ફોડ,મારામારી કે કોઇ પોલીસનું દબાણ જોવા મળ્યું નહીં.બીજી જોવાની અને સમજવાની વાત તો એ હતી કે બાળકો,સ્ત્રીઓ,નામાંકિત ડૉકટરો,વકીલો, નિવૃત પોલીસ કમિશનરો કે શ્રી અરવિંદ કેજરીવાલ જેવા આ લડતમાં જોડાયા અને સમયનો ભોગ આપ્યો.

આ લડતનો તક્તો ૨-જી સ્પેક્ટ્રમ કેસથી વધુ મજબૂત બન્યો. અમે ૦૫/૦૬/૨૦૧૧ ના રોજે અમારા વેબ બ્લોગમાં ભ્રષ્ટાર વિશેની વાત રજૂ કરી હતી અને ખરેખર વાતની ખૂશી થઇ કે જાડી ચામડીના રાજકરણીઓએ અન્ના અને તેની ટીમનું માન રાખ્યું.છતાં રાજકરણ એટલે રાજકરણ. ક્યારે શું થાય તે કહેવાય નહી પણ હાલ પૂરતો એક સંતોષ ગણી શકાય.

ખૂબીની વાત એ છે કે અન્ના ટીમના દરેકના સંદેશા રૂપીના ભાષણો ખૂબ જ શીષ્ટાચાર ભરેલા અને સંયમી રહ્યા હતા કે જેમાં દેશ દાઝ માટેની ભક્તિ દેખાતી હતી કે જે આપણા સ્વતંત્રતા વીરના લડવૈયાઓમાં હતી.જો પ્રજા આવા જંગના નેતાઓની પડખે મજબૂત બનીને ઊભી રહેશે તો ભ્રષ્ટાચાર સામેના જંગમાં પ્રજાની જીત નક્કી જ રહેશે

જો કે, લોકસભામાં આઠ વખત જન-લોકપાલ બીલ માટેની રજૂઆત કરવામાં આવી હોવા છતા આ બીલને સમર્થન આપવામાં આવ્યું ન હતું કે જે જાણકારી મૂજબ પ્રથમ વખત ૧૯૬૬માં આ વાતને મૂકવામાં આવી હતી. એ પછી ૧૯૯૬,૧૯૯૮ અને ૨૦૦૧માં પણ ચર્ચામાં લાવવામાં આવ્યું હતું. એ પછી ૨૦૦૪માં વડાપ્રધાન ડૉ.મનમોહન સિંઘે વચન આપ્યું હતું કે,આ બીલને સંસદમાં રજૂ કરવામાં આવશે.પણ આમ છતાં સરકારે આ દિશામાં કોઇ પગલુ જ ન લીધુ. ખાસ તો આ બીલની જોગવાઈઓ હેઠળ વડાપ્રધાનનો સમાવેશ કરવો કે નહીં તે અંગે  કોઈ ઉકેલ આવ્યો નહી. જો કે ઘણાં ભ્રષ્ટાચારી લોકસભા અને રાજ્યસભાના રાજકરણીઓ, સરકારી અધિકારઓ કે જે ભલે તઓ ઉચ્ચ કે નીચલા સ્થરના હોય પણ તેની વિરૂદ્ધ પણ તપાસ માટે લોકપાલ કે લોકાયુક્તને મંજૂરી આપવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

ઉપરની બાબતોને ધ્યાનમાં રાખી સરકાર દ્વાર એક લોકપાલ બીલ તૈયાર કરવામાં આવેલું હતું પરંતુ ભ્રષ્ટાચારીઓ સામે તેમાં મૌન સિવાય કઇ જ હતું નહી કે તઓની સામે કોઇ કડક પગલઓ લઇ સજાની જોગવઇ કરવામાં આવી ન હતી

અન્ના હજારેનું નિવેદન છે કે હજી તો અડધી જીત થઇ છે હજી પૂરી જીત બાકી છે.આપણેઆશા રાખીયે કે જીત પુરી થાયઅને ભારત દેશ પૂરા રાષ્ટ્રમાં એક ખરો લોકશાહી દેશ ગણાય.

*********
 
Advertisements

ઓગસ્ટ 29, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | ,

1 ટીકા »

  1. Dear Vinaybhai,Govindbhai Maru and Preetibahen,

    Thanks you like my post.

    Praful Thar

    ટિપ્પણી by prafulthar | ઓગસ્ટ 31, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: