Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘વર્ષામિલન’- પૂજનીય દાદા પાંડુરંગ શાસ્ત્રી


[આ લેખ ૧૯૯૪ના વર્ષામિલનમાં પૂજનીય દાદા પાંડુરંગ શાસ્ત્રીએ વ્યકત્ત કરેલા વિચારો જે ‘સદ્વિચાર દર્શન’ દ્વારા ‘તત્વજ્ઞાન’ સામયિકમાં પ્રકાશિત થયેલા પ્રવચનોમાંથી આ એક રસથાળ લીધેલો છે.]

સ્ત્રી, વિત્ત, સત્તા, કીર્તિ આવતાંની સાથે જ માણસ જમીનથી અદ્ધર ચાલવા લાગે, ઉડવા લાગે. પોતાના કાર્યમાં પણ એમ લાગવા માંડે કે ‘હું છું તેથી કાર્ય થાય છે.’કારણકે ચાર લોકો કહેવા લાગે કે ‘’તમે આવ્યા તે પહેલાં કાંઈ ન હતું.તમારા આવવાથી કાર્ય થયું.’તેથી લોકો તમને નમસ્કાર કરવા લાગે. ન કરે તો તેની ભૂલ છે. પણ નમસ્કાર મળવા લાગે કે તરત જ માણસના ધ્યાનમાં આવી જવું જોઇએ કે આ કાર્ય ખરેખર કોણે ઊભું કર્યું? આની પાછળ શક્તિ કોની? જો આ વિચાર ન આવે તો માણસ ઊડવા લાગે.

એક વખત ફાનસે (પ્રકાશ આપતો દિવડો) કહ્યું કે ‘મારી તાકાત કેટલી છે! કે હું અંધકારનો નાશ કરું છું.’ ફાનસનું અભિમાન જોઇ ફાનસમાનો કાચ પણ જોશમાં આવી ગયો. તેણે કહ્યું, ‘હું ન હોઉ તો તું શું અંધકારનો નાશ કરવાનો હતો!’તેની વાત સાંભળી અંદર પ્રગટતી જ્યોત પણ કહેવા લાગી,‘તું શું અંધકારનો નાશ કરવાનો હતો! તે કામ તો હું કરું છું.’ કાચે જવાબ આપ્યો ‘હું ન હોઉં તો કોઇ એક ફૂંક મારે તો તું હોલવઈ જા.’ આમ એકબીજાની ચર્ચા ચાલતી હતી. એટલામાં ધીરે ધીરે તે જ્યોત ઓલવાવા માંડી અને ચારે કોર એક અંધારું છવાઇ ગયું. ત્યારે ફાનસ, કાચ અને જ્યોત, ત્રણેયને સમજાઇ ગયું કે આ તાકાત તેઓ ત્રણેયમાંથી કોઇની ન હતી. પણ અંદર જે તેલ હતું તે ઓછું થઇ જતાં અંધારું ફેલાઇ ગયું હતું.

આપણા કામમાં પણ આવી રીતે ભગવાન રૂપી ગુપ્ત તેલ હોય છે,અને તે છે ભગવાન ‘યોગેશ્ર્વર.’અને તેથી જ તમને લોકો ચાહે છે, વિશ્ર્વાસ રાખે છે કે સાંભળે છે તેનું કારણ વિચાર્યું છે? તેનું કારણ છે, આ જ યોગેશ્ર્વર રૂપી તેલ, અને એ જ શકિત. તેથી તેને ન ભૂલતા કામ કરો. સત્તાના ક્ષણિક મોહમાં તણાઇને પેઢીઓ સુધી યાદ રહે તેવું કામ ન કરવું.

કોઇ પણ કાયદો બનાવી નાખવાથી કામ પુરું થઇ જતું નથી.રાજનીતિજ્ઞોએ કાયદા કર્યા છે કે અસ્પૃશ્યતા એ ગુનો છે. તેમ છતાં હજી પણ ઘણાં ગામડાંમાં સજાગતા આવી નથી.માણસને ઊભો કરવો હોય તો તેને સમજાવવું પડશે કે તારી અંદર રહેલી ભગચદ્શક્તિ તારું જીવન ચલાવે છે. કૃતજ્ઞતા એટલે પ્રભુએ કરેલા પ્રેમને ઓળખવો. એક પિતાનાં સંતાન તરીકે દૈવી ભ્રાતૃભાવ કેળવી, એકબીજાની નજીક આવી તમે અદભુત કામ કરી શકશો.આ મોટો કે તે મોટો,આ વિચારને વચ્ચે લોવશો નહીં.

કોઇની પાસે બુદ્ધિ છે તો કોઇની પાસે કર્તૃત્વ છે.માણસ એકબીજાની નજીક આવે એટલે એકાબીજાના દોષો દેખાવા માંડે, પણ એ દોષોને ભૂલવા પડે.

અર્જુને ભગવાનને ગીતામાં કહ્યું કે ‘હે દેવ! પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધ સહન કરે છે તેવી રીતે તમે પણ મારા અપરાધોને સહન કરવા યોગ્ય છો’.

મા-બાપને સંતાનોના દોષોની ખબર હોય છે પણ તે પાડોશીઓને કહેતા નથી પણ તેના દોષ ઢાંકે છે એટલે જ એકા-બીજાના દોષ ઢાંકવા જોઇએ તો જ એ માનસશાસ્ત્ર ગણાય.

આના અનુસંધાનમાં કહું તો, એક લગ્ન થયા. છોકરી પરણીને સાસરે આવે છે. લગ્ન પછીના બીજા-ત્રીજા દિવસે જમતાં જમતાં યુવાને કઢીનો સબડકો ભર્યો.અને બોલ્યો ‘શું કઢી છે!પણ જરા પાતળી થઇ છે.’ મા બાજુમાં જ બેઠી હતી. તે બોલી ‘આજની કઢી મેં નથી બનાવી, વહુરાણીએ બનાવી છે.

‘એમ?’એ સાથે જ નવવિવાહિત છોકરાએ કઢીનો બીજો સબડકો માર્યો અને બોલ્યો ‘ કઢી પાતળી ભલે હોય પણ સ્વાદિષ્ટ બની છે.’

અરે બનાવી કોણે છે?દોષ જ દેખાય નહી અને જો આ પદ્ધતિથી દરેક એકત્રીકરણ કરે તો એકત્રીકરણ થતાં જ એક શક્તિ વધશે.

મુશ્કેલીઓ આવશે અને સમસ્યઓ પણ હશે પણ આ બધું હોવા છતાં દરેક વળાંકોમાં સાથે હશો તો માર્ગ પણ સુગમ હશે.!!!!

જય યોગેશ્ર્વર……

***********

 

 

Advertisements

સપ્ટેમ્બર 8, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | ,

1 ટીકા »

  1. જય યોગેશ્વર..
    વાહ પ્રફુલ્લ ભાઇ..ખુબ જ સરસ સામગ્રી…

    ટિપ્પણી by nandanpomal | ઓક્ટોબર 28, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: