Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘એક પરિવાર’ લેખક- શ્રી કૃષ્ણકાંતભાઇ ઉનડકટ


[ અભિયાન સામયિકના તંત્રી અને જાણીતા લેખક શ્રી કૃષ્ણકાંતભાઇ ઉનડકટ લેખીત આ  લેખ ઘણાં વેબ બ્લોગમાં પ્રકાશિત થયેલો છે છતાં ઘણાં, આ બોધ રૂપી વાંચનથી વંચિત રહ્યા હોય.ઘણીવાર અચાનક સામે આવી ચઢેલું પ્રેરણાદાયક વાંચન ભટકી ગયેલા માનવીને એક ચિનગારીની જેમ પ્રકાશ ફેલાવી દે છે…..]

‘એક પરિવારની વાત છે’….. આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદો થાય છે આ પરિવારના વડીલને આ વાતનું કારણ પૂછ્યું. તો તેણે સરસ વાત કરી કે, તેઓના પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવાડવામાં આવી છે. એક તો નાનામા નાના માણસને પ્રેમ કરવો. અને બીજી વાત, મોટા હોય તો તેનો ખરા હ્યદયથી આદર કરવો. ઘરની દરેક વ્યકિત આ વાત સારી રીતે સમજે છે અને એ,રીતે જ વર્તન કરે છે.અને આ બે નિયમોથી દરેક લોકોની અપેક્ષાઓ સંતોષાઈ જાય છે.

એ વડીલે વધુ ઉમેરતા કહ્યું કે ઘર હોય કે કામ. જો દરેક વ્યકિતના ભાગની વહેંચણી કરેલી હોય તો પછી વાંધો ન આવે. કે તેણે શું કરવાનું છે ? તેની કેટલી જવાબદારી છે ? એટલું જો તે વ્યકતિ સમજી જાય તો તેને વધુ મુશ્કેલી પડતી નથી.તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે.આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર વધારે નજર રાખતા હોઇએ છીએ. કે એણે આ ખોટું કર્યું. આવું કરીને એણે યોગ્ય નથી કર્યું વગેરે..વગેરે…

બહુ ઓછા લોકો પોતાના કામ ઉપર નજર રાખે છે.અને વિચારતા હોય છે કે તેણે કર્યું એ બરોબર છે ? તે જે કરે છે એ તેને શોભે છે ? આ જવાબો જો માણસ મેળવી શકે તો ઘણા બધા સવાલોના જવાબો હલ થઈ જાય.

આપણે બીજાનો ચોકી પહેરો કરતા આપણે આપણી જાતને તેની ઉપર કેંઢ્રીત કરી દઈએ છીએ. કોઈ જ કામ નાનું હોતું નથી કે કોઈ જ કામ મોટું પણ હોતું નથી.સમજવા જેવી વાત તો એક જ છે કે દરેક કામ મહાન છે, દરેક કામની મહત્તતા હોય છે અને દરેક કામ જરૂરી પણ એટલું જ હોય છે.

એક નાના ઉદાહરણ તરીકે,મશીનમાંનો જો એક બોલ્ટ નીકળી જાય તો જેમ આખું મશીન તૂટી પડે કે અટકી જાય છે.પછી ભલે તે બોલ્ટ દેખાવમાં સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને જોડી રાખવાનું હોય છે. આપણે એવા બોલ્ટ રૂપી નાની વ્યકિતઓની કદર કરીએ છીએ ? 

આપણી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત,નાનાં-મોટાં કામ કરે છે અને જો એ ન હોય તો શું થાય તેનો આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે ? 

ઘર હોય, નોકરી-ધંધો કે સમાજ હોય, માણસે બે વાત યાદ રાખવી જોઈએ. એક તો દરેકના કામનો આદર  કરવો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દેવું સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે..  

અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક રસપ્રદ વાત સરસ રીતે લખીને ઇ-મેલથી મોકલાવેલી છે.કે આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે.તેમનો પુત્ર રાજિત બીમાર પડયો. ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે.બીમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી તેથી સાથે સાથે તેમને એક એવો ડર પેસી ગયો હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે.ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતા હતાં.

જોગાનું-જોગે,રાજિતને બતાવવા ભરતભાઈ અને પત્નિ જાગૃતિબહેન એક દિવસ દવાખાને રાજિતને લઇને ગયા હતા.અને ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા. એવામાં, એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો. તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં. અને તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે ? બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી.તું પાછો આવી ગયો ?ચાલ બહાર નીકળ.તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે..અને વધારામાં બે-ચાર સંભળાવી દીધી.અને બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો.ભરતભાઇથી ન રહેવાયું એટલે તેણે એ બાળકને રિસેપ્સનીસને સંભળાવતા કહ્યું કે,તને આટલી ખરાબ રીતે ખખડાવે છે તો પણ તું શા માટે અહીં આવે છે ?

અણસમજુ દેખાતા એ બાળકે જવાબ આપતા મોટી વાત કરી નાખી કે,તે તેનું કામ કરે છે અને એ બિચારા ભાઇ તેનું કામ કરે છે. તેનું કામ છે અગરબત્તી વેચવાનું,એટલે તે અગરબત્તી વેચે છે. અને તે રિસેપ્સનીસનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ તેને કાઢી મૂકે છે ..

બાળકે વાત આગળ વધારતા કહ્યું કે ભાઇ, તે અપંગ છે. અને ગઈકાલે તેને ઘરે જવામાં મોડું થયું. ઘરે પહોંચ્યો ત્યારે તેની માઁ રડતી હતી.એ જોઇ તેણે તેની માઁને પૂછ્યું કે કેમ રડે છે? તો માઁ એ જવાબ આપ્યો, બેટા, તારી ચિંતા થતી હતી કે તું મોડો થઇ ગયો છે તો શું તને કંઈ થઈ તો નહી ગયું હોય ને ? એટલે તેણે તેની માઁને જવાબ આપતા એટલું જ કહ્યું કે એ કામ તારું નથી. તું ઘરનું ઘ્યાન રાખે છે, બધા માટે જમવાનું બનાવે છે. અને એ જ તારા બદલે તે જમવાનું બનાવે તો તને ગમે ? ના ગમે ને ?

તેની ચિંતા કરવાનું કામ તો ભગવાનનું છે.ભગવાનનું કામ ભગવાનને કરવા દે ને.ભગવાનના કામમાં દખલ  કરીશ તો ભગવાનને પણ કદાચ નહીં ગમે !

ભરતભાઈ લખે છે કે એ બાળક તો આટલી અમથી વાત કરીને ચાલ્યો ગયો પણ તેમને અને રિસેપ્સનમાં બેઠેલા બધાને આખી જિંદગીમાં કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો.  

ભરતભાઇએ લખ્યું છે કે તે બાળકની વાત સાંભળીને સાવ હળવા થઈ ગયા અને તેમને વિચાર આવ્યો કે તે પોતાના દીકરાની ચિંતા ખોટી કરે છે..એ તેનું કામ નથી .તેનું કામ તો છે તેના દિકરાને સારામાં સારી સારવાર અપાવવાનું અને તેના બાળકનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું.તે તેનું કામ કરે અને બીજું કામ જેનું છે એવા પરમાત્મા ઉપર છોડી દીધું.અને ખરેખર ભગવાને તેનું કામ કર્યું.ભરતભાઈ અને જાગૃતિબહેન લખે છે કે એ બાળકની વાત તેઓને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે.

કર્મના સિદ્ધાંતમાં પણ એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે. કે કર્મ કરીએ એટલે તેનુ ફળ તો મળે જ છે.અને સનાતન સત્ય એ જ છે કે સારું કામ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કામ કરીએ તો ખરાબ ફળ મળે. માટે જ, તમારા કામને ઓળખો.અને તમારા કામનો આનંદ લ્યો.બસ એટલું તપાસતા રહો કે તમારે જે ભાગ ભજવવાનો છે એ તમે સરખી રીતે ભજવી રહ્યા છો કે નહીં ?  

છેલ્લો સીન:-ઇશ્વરે તમને જેવા પણ બનાવ્યા હોય એના કરતાં સહેજે પણ ઊતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ સમાયેલું છે. 

*********

Advertisements

સપ્ટેમ્બર 21, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

4 ટિપ્પણીઓ »

 1. ‘એક પરિવાર’ લેખક- શ્રી કૃષ્ણકાંતભાઇ ઉનડકટ
  ઇશ્વરે તમને જેવા પણ બનાવ્યા હોય એના કરતાં સહેજે પણ ઊતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ સમાયેલું છે.
  Good

  -મનોજ આર. ઉનડકટ
  શરૂઆત દૈનિક કાર્યાલય,
  અખબાર ભવન,
  ગિરનાર રોડ,
  જુનાગઢ. (ગુજરાત)
  ફોન : (૦૨૮૫) ૨૬૨૫૪૦૦, ૨૬૫૨૪૦૦
  મો: ૯૮૨૫૨ ૨૦૭૭૧, ૯૪૨૬૭ ૭૬૫૯૮

  ટિપ્પણી by manojunadkat | સપ્ટેમ્બર 22, 2011 | જવાબ આપો

 2. પ્રિય પ્રિતી બહેન અને મનોજભાઇ ઉનડકટ

  પ્રતિભાવો બદલ આભાર,,,

  પ્રફુલ ઠાર

  ટિપ્પણી by prafulthar | સપ્ટેમ્બર 22, 2011 | જવાબ આપો

 3. GOOD ONE

  ટિપ્પણી by neena | સપ્ટેમ્બર 23, 2011 | જવાબ આપો

  • Thanku Nani

   Praful

   ટિપ્પણી by prafulthar | સપ્ટેમ્બર 24, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: