Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સુગંધી ઝાકળ’– કુમાર મરચન્ટ-સાભાર: ‘હસી-ખુશી’


‘નિસ્બત’

આજનો યુગ એટલે નરી સ્વાર્થવૃતી.કોઇને કોઇના માટે પડી હોતી નથી.જો ભુલથી પણ કોઇ વ્યકતિને ત્રીજી વ્યકતિ માટે કંઇક વાત કે કામ કરવાનું કહેશું તો તરત જ મનમા વિચારશે મારે અને તેને શું ‘નિસ્બત’ કે હું તેનું કામ કરું? અને જો કોઇ વળી આખા બોલો, બીન્ધાસ્ત હશે તો તે મોઢે જ ચોપડાવી દેશે કે “ભાઈ મારે ને તેને શું નિસ્બત કે હું તેનું કામ કરું?”ગુજરાતી ચોખ્ખી ભાષામાં નિસ્બત એટલે કે ‘લેવા દેવા’.
જો કે ઘણી વાર જોતા કે અનુભવતા એવું લાગે કે વાત સાચી પણ છે.કારણકે ઘણીવાર લેવાના દેવામાં માણસ પડી જાય છે અને સારું કરનારાને દોષ આપે છે. પણ ભારતની સંસ્કૃતિ કંઇક નોખી છે કે જેમાના ઘણાં મહાનુભવો દેશના લોકો માટે ઝઝુમીયા અને ગોળી પણ ખાધી.
આપણી સામે ઇતિહાસના પાના ખોલશું તો ખબર પડે છે અને સહેજે એક પ્રશ્ન થાય કે મહાત્મા ગાંધીજી ભારતની પ્રજા માટેની એવી કઇ ‘નિસ્બતા’ના આધારે બેરિસ્ટરી છોડી લાઠી, જેલવાસ અને છેલ્લે ગોળી ખાવા સુધી ઝઝુમતા રહયા?
મધર ટેરેસાના જીવનનો પણ દાખલો લઇશું જાણવા મળશે કે તેઓ ભારતની અજાણી દેશ-પ્રજા, સંસ્કૃતિ અને ભાષાની વચ્ચે રહીને પણ તજી દેવાયેલા બાળકો,કૃષ, બીમાર અને જીવનનાં છેવટના દિવસો ગણાતા, કણસતા, રસ્તે સુતેલા ગરીબોને પોતાના કેન્ઢ્રમાં રાખી શાંતિપૂર્વક મૃત્યુ પામે ત્યાં સુધી બાળકોને ઉછેરી સેવા કરતા! આમા એની કઇ નિસ્બતતા હતી?
આજે અન્ના હઝારે,સાત દાયકા વટાવી ચૂકેલા પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકપાલ બિલના આંદોલન જાગ્રતિ અને લોકમત દ્ધારા સરકાર પર દબાણ માટે લાઠી,જેલ,ગોળીઓ પણ ખાવાની તૈયારી રાખી ઉપવાસો કર્યા અને દેશના પ્રત્યેક ખુણે અહિંસક પ્રભાત ફેરી અને મસાલ સરઘસ નિકળ્યા.આમાં એની કઇ નિસ્બત?
આવા એવા ઘણાં ઉદાહરણો છે કે પાણીના પરબો, પશૂ-પક્ષીઓ માટે બંધાતો હવાડો, ધર્મશાળાઓ, સેનેટરીયમો,ઓછા ખર્ચે કે વગર ફીએ બાંધવામાં આવતી શાળાઓ,હોસ્પિટલો વગેરે સંસ્થાઓ ચલાવાય છે. આમાં એની કઇ નિસ્બત ને આધારે તે બંધાય છે?
જગત પણ કુદરતની પ્રકૃતિ પર ચાલે છે જેમ કે પશૂ,પક્ષી,જળચર,વૃક્ષો,વગેરે પણ ઘટે તો પર્યાવરણ પણ સાયકલના ચક્રની જેમ ખોરવાય જાય અને એની અસર આપણી ભાવી પેઢી પર થાય છે.જેવી રીતે જન્માષ્ટમીની દહીં હાંડી ફોડનાર એ નીચેથી ઉપર સુધી ગોઠવાયેલા,એકાબીજા સાથે ઊપરનો ગોવિદો ન પડે એ નિસ્બતતાથી જોડાયેલા રહે છે.
આ એક ભૌતિક સબંધોના નિસ્બતતાની વાત થઇ,પણ તેવી જ રીતે આધ્યાત્મિક સબંધ ‘નિસ્બત’ જગતના પ્રત્યેક જીવ સાથે સંકળાયેલો છે. કારણકે દરેકના જીવમાં પણ ‘ઈશ્વર’ સંકળાયેલો છે અને પ્રત્યેક જીવ સર્જન સાથે  તેનો ‘નિસ્બત’ છે.
ઘણી વિભૂતઓ જેવી કે જીસસ, મહાવીર, બુદ્ધ, હજરત મહમદ, અબ્રાહમ લિંકન, સોક્રેટીસ, માર્ટીન લ્યુથર કીંગ, વિનોબાજી, નેશ્નલ મંડેલા વગેરે મહાનુભવો-ભગવાનોએ પ્રેમ, દયા, કરૂણા, ત્યાગ, સેવા-દાન,અહીંસા થકી જ નિસ્બતયુક્ત આચરણોથી જ સુગંધ પ્રસારી છે.‘ઈશ્વર’પ્રત્યેકને આવી સુગંધ પ્રગટાવવાની શક્તિ અપે તેવી પ્રાર્થના…
મને મરીઝ અને જલન માતરીની પંક્તિઓ યાદ કરાવી જાય છે કે…
છે એમને જ હક્ક કે એ ચાલી શકે ટટ્ટાર,
જેઓ બીજાનો બોજ અમસ્તો ઉપાડે છે..
મેં જ ઉંચક્યું ને હું જ ઉંચકાયો,
અન્ય બીજું તો ક્યાં હતું કોઇ!
********
 
Advertisements

સપ્ટેમ્બર 24, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: