Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘દિપોત્સવ’- પ્રફુલ ઠાર


અમારા વેબ બ્લોગના દરેક સભ્યો તેમજ દરેકે દરેક ગુજરાતિ સાહિત્યના વેબ બ્લોગિસ્ટો અને વાચક મિત્રોને દિવાળીની શુભકામના સાથે આવતા નવા વર્ષના વધામણા….

દિવાળી એ એક હિંદુ ધર્મના સમાજ માટેનો એક અનોખો ઉત્સવ ગણવામાં આવે છે અને લગભગ આખા દેશમાં બીજા ધર્મના લોકો પણ પોત પોતાની રીતે માણે છે.ભારતિય સંસ્કૃતિ અને હિંદુ શાસ્ત્ર પ્રમાણે નવા વર્ષને આવકારવાનો અવસર.અને લક્ષ્મી અને ચોપડા પુજન.જો કે કોમ્પુટર યુગે ચોપડા પુજનમાં વણાંક લાવ્યો છે કે જે પહેલાં લોકો ચોગડયું જોઇને લાલ-કપડામાં કલમ, સોપારી, ચોખા અને લક્ષ્મીજીનો ફોટો મુકી તેમાં આખા વર્ષમાં લાગતા હિસાબ માટેના ચોપડા મુકી પોત-પોતાની ઓફીસમાં પૂજા કરતાં અને સાથે સાથે કુટુંબ અને ભાઇ મિત્રોને ચોપડા પૂજનને ચોઘડીએ આવવા આમંત્રણ આપતા અને બીજે દિવસે મિતિ નાખવા જતા. મિતિનો અર્થ કે આસો મહિનો પુરો થયો અને કાર્તક મહિનાનો પહેલો દિવસ કે નવું વર્ષ.કે નવા વર્ષની શુભારંભમાં થયેલા વ્યાપારની નોંધ નાખવી.

આ ઉત્સવની શરૂઅત ખાસ તો શ્રીરામ ભગવાનના કાળથી થઇ હતી કે જ્યારે શ્રીરામ વનવાસ ભોગવી અને  રાવણ પર વિજયી થઇ પાછા અયોધ્યા ફરે છે ત્યારે તે વિજયના આનંદ સાથે પ્રજા શ્રીરામને આવકારવા ચારેય બાજુ દિવડાઓ પ્રગટાવી અને અયોધ્યાને પ્રકાશમય વાતાવરણ બનાવી જે આનંદ માણે છે તે એક પુરાણોથી માન્યામાં આવતું એ ‘દિપોત્સવ’….કે જે આસુરી તત્વોનો નાશ કરવો.

દિપોત્સવના દિવડાઓ પ્રગટાવી સમાજે હ્યદયના અંતરના દિવડાઓ પ્રગટાવી આપણાંમાં રહેલા અંધકારને દૂર કરવાનો હોય છે. અને સમાજના કે મિત્રોના પરિવારોને યાદ કરી આનંદ માણવાનો હોય છે કે જે મીઠાઇ કે બનેવેલા ભોજનની આપ-લે કરી આનંદ રૂપી દિવડાઓ પ્રગટાવવાના હોય છે. જ્યારે કામગારોને બોનસરૂપી વધારાના પૈસા આપી જેને ખંતથી તમારે ત્યાં આખું વર્ષ કામ કર્યુ તેની ખુશાલી તેના પરિવારને આપવાની હોય છે.

એક કહેવત મોટેરાંના મુખેથી અચૂક સાંભળવા મળતી હોય છે કે ‘નવે નાકે દિવાળી’એટલે કે આપણે ક્યાંક પણ વ્યવહારમાં ચૂક્યા હોય તો સુધારી નવા વર્ષથી તેને સૂધારી આગળ વધવાનું સૂચન છે.

દિવાળી એટલે આખા વર્ષનું સરવૈયું કે જેવી રીતે જૈન ધર્મમાં સંવત્સરીના દિવસે ગત વર્ષમાં થયેલ ભુલચૂકની માફી માગવી.આવી રીતે જુદી જુદી કોમો જે ઉદાહરણો તરીકે દક્ષિણ ભારત પોંગલ, મહારાષ્ટ્રયનો દશેરા,પંજાબીઓ બૈસાખી, સિધઓ ચૈતી આનંદ મુસ્લિમો ઇદ ઉજવે છે. જયારે દિવાળી જ એ એક એવો પર્વ છે જે બધી જ કોમો વધતે ઓછે અંશે ઉજવતા હોય છે.

વિક્રમ સંવતના વિદાય થઇ રહેલા દિવસે જેમ નફા-ટોટાનું સરવૈયું માંડતી વખતે આપણાંમાં રહેલા અજ્ઞાનરૂપી સેતાનનો છેદ ઉડાડી દિપોત્સવે ફરી ભૂલો ન કરવાનો સંકલ્પ કરવો જોઇએ……

અમારા વેબ બ્લોગના તેમજ અમારા સમાજના સામયિકો વૈશ્વિક મોઢ પરિવાર અને મોઢ મહોદય ના દરેક સભ્યો અને વાચક મિત્રોને સાત્વિક સુખ અને આનંદ મળે એજ પ્રાર્થના…

 ***********
 
Advertisements

ઓક્ટોબર 24, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: