Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘નવ જીવન’- લેખક- દુર્ગેશ બી. ઓઝા


[ લીઓ કલબ ઓફ પોરબંદર દ્વારા લેખક દુર્ગેશ બી. ઓઝા લેખીત એક ટુંકી વાર્તા પ્રકાશિત કરવામાં આવી હતી જે અમો અહીં દિવાળીની એક ભેટ રૂપે પ્રકાશિત કરી રહ્યા છે. બોધ આપતુ વાર્તાનું પ્રાધન્ય વિદ્યાર્થીઓ, વાલીઓ તેમ જ સમગ્ર માનવને આશા,શ્રદ્ધા અને હિંમત આપે છે.ઘણા માનવી ઘણીવાર કોઇ કામમાં નિષ્ફળ ગયા હોવા છતાં પોતાનું કામ બે ઘણાં ઉત્સાહથી ચાલુ રાખે છે પણ ઘણાં લોકો એક પ્રચલીત કહેવત પ્રમાણે ‘મીયાભાઇની તંગડી ઉંચી ’કહીને સંભળાવતા હોય છે. હકીકતમાં એ એક ખોટું છે જે આ વાર્તામાથી બોધ મળે છે. ]

રમેશ એક દિવસ અમદાવાદમાં જ્યાં તેનું ઘર હતું તે ઘરનો એક ઓરડો ખોલતા ઓરડામાં ચારેય બાજુ કરોળિયાના ચિત્રો, કેન્વાસ, કાગળની થપ્પીઓ અને તે બધાની વચ્ચે હસ્તા ચહેરા સાથે કામમાં ખુંપેલા વ્યસ્થ તેના પપ્પા બેઠા હતા ! રમેશ બે ઘડી બધું જોઇ રહ્યો અને એટલામાં તેના હાથમાં એક ફાટેલી વાર્તાની પુસ્તિકામાંથી એક પાનું તેના હાથમાં આવી ગયું.રમેશ બે ઘડી તે ઓરડામાં બેસી વાંચવા બેસી ગયો. વાર્તાનું શીર્ષક માનવીને હિમંત આપતું ‘હારો ભલે પણ હિંમત ન હારશો’ એવું હતું.

વાર્તા એમ હતી કે, એક હતી કોયલ, તે એક દિવસ માંદી પડી. તે જાણતી હતી કે માંદગીના કારણે તેના અવાજમાં બદલાવ આવશે.તેની ખબર કાઢવા આવનારા કાગડાભાઇ પણ કહેતા,“અરે મિઠડી, તારો અવાજ બેસી જશે. હવે તારી જીંદગી!!!” કોયલ બિચારી કહેતી, “ભલે અવાજ બેસી જાતો, એતો પાછો ઊભો થઇ જશે.બે-ચાર દી અવાજ બેસી જવાથી આખું જીવન થોડું નકામું થઇ જાય છે?” “અરે કાગડા કાકા, હું કંઈ હિંમત હારું તેમ નથી.” “હું એમ સમજીસ, કે આ વખતની પરીક્ષામાં પેપર નબળા ગયા કાં તો નાપાસ થઇશ !” “ફરી મહેનત કરી પાસ થઇશ આગળ ટહુકો કરતા બોલી, “ કુદરતની કાળઝાળ ગરમીમાં એક વખત જો પાક બળી જાય છે તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ જતી નથી.તે ફરી હરીયાળી થાય જ છે” વધુ આગળ બોલતા કોયલ બોલી, ” આ કરોળીયાને જોશો તો ખબર પડશે કે તે ભોંય પર પડતો રહ્મે છે અને પાછો ઉભો થઇ જાળ બનાવવાનું શરૂ કરી દે છે.”ફરી મિત્રોને જવાબ આપતા કહ્યું,કે હું માંદગીના કારણે બેસી ગયેલા અવાજથી ગભરાઇ જઇ કોઇ નાસી પાસ થઇને અવિચાર્યુ પગલુ નહી ભરું.”અને ખરેખર થોડા દિવસમા કોયલ મસ્તીમાં આવી પહેલાની માફક ટહુકો કરવા માંડી અને બોધ રૂપી બીજાને માર્ગ બતાવતી ગઇ. 

રમેશ વાર્તા વાચીને આનંદમાં આવી ગયો અને મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા ‘વાહ પપ્પા” અને પોતાની ધુનમાં બેઠેલા પપ્પા એકધમ જ ચમક્યા ને રમેશને પુછ્યું “તું કયારે ઓરડામાં પેસી ગયો?” પછી બોલ્યા “ બેટા, એક પુસ્તકના શબ્દોએ મારી આંખ ખોલી નાખી, જેમાં લખેલું હતું કે તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું, કંઇક કરી બતાવો.” આગળ વધતા તે બોલ્યા, “ નાનો હતો ત્યારે હું ઘણી સારી પ્રવૃતિઓ કરતો.પણ છેલ્લા વિસ વર્ષમાં પૈસા કમાવવાની હાય હોય માં બધું જ ભુલી ગયો.પરંતુ મેં  આજે નક્કી કર્યું કે આજકાલ વિધાર્થિ એકાદ પરીક્ષામાં હિંમત ગુમાવી જે જીવન ટૂંકાવી દે છે, તે ન થાય એવો વાર્તા રૂપી કંઇક બોધ આપું. ને દિકરા સાચું કહું? આ વાંચીને દાખલા રૂપી એક શીખ વિધાર્થીને તો મળશે જ પણ સાથે સાથે દરેક મા-બાપને પણ મળશે. જો કે મને પણ અત્યારે જ એક ‘નવજીવન’ મળી ગયું.”

બેટા સાથે વાત કરતાં બોલ્યા, “જો આ ચિત્રો,પહેલા ચિત્રમા કરોળિયો ચઢી રહ્યો છે. બીજામાં પડી રહ્યો છે અને ત્રીજા ચિત્રમાં પાછો ઊપર ચઢી રહ્યો છે અને જાળા રૂપી ઘર બનાવવામાં સફળ થયેલો દેખાય છે.’ રમેશ ચિત્રો જોઇ બહાર નીકળી ગયો.

મોડી સાંજ થતાં રમેશ પાછો ઘરે આવ્યો… અને !અને પપ્પાને વળગીને રડવા લાગ્યો. અને કહેવા લાગ્યો..” પપ્પા, સવારે હું જ્યારે તમને મળવા આવ્યો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ મિત્રો સાથે કાંકરિયા તળાવ ફરવાની જવાની રજા લેવા આવ્યો હતો, પણ સાચું કહું?… હું ત્યાંથી પાછો ફરવાનો જ ન હતો..પણ તમારી વાર્તા અને ચિત્રોનો બોધ વાંચી અને જોઇને મારી આંખ ખૂલી ગઇ અને હું ઘરે પાછો ફર્યો છું.’”

રમેશના પપ્પા ગળગળા અવાજે રમેશના માથા પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યા, “ બેટા, એવા અનેક લોકો છે જે ભણવામાં પાછળ હતાં, છતાં સફળ બન્યા. પરીક્ષાનું મુલ્ય તેની જ ફુટપટ્ટીથી માપી તમારામાં રહેલી કૂશળતાને ઓછી ન માપો.જીવનમાં પરીક્ષા જ આખા જીવનનું માપ કે છેલ્લી તક નથી.એની બહાર પણ એક જીવન છે.”“ક્રિકેટના મેદાનમાં જેમ તેંડુલકર કે બીજા ખેલાડીઓ,ઝીરોમાં આઉટ થવાથી કાયમ માટે ક્રિકેટ રમવાનું છોડી દેતા જોયા નથી અને બીજી મેચોમાં હિંમત દાખવી ઝીરોમાંથી હીરો બની જાય છે.” “હારો ભલે, પણ હિંમત ન હારો” આગળ બોલતા બોલ્યા, “બેટા તું ભલે પરીક્ષામાં કદાચ ના પાસ થા, પણ આજે તો તું ફસ્ટ ક્લાસ પાસ થયો છે તે માટે અભિનંદન.’ અને બન્ને પિતા પુત્ર હર્ષના આસુંઓ સાથે ભેટી પડયા…..

બોધ:-કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે માનવીએ નાસી-પાસ થઇ,મહેનત કરવાનું છોડી દેવું ન જોઇએ કારણકે માનવી સામે આખી જીંદગીની તકો સામે પડેલી હોય જ છે.

***********

 
 
Advertisements

ઓક્ટોબર 24, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

1 ટીકા »

  1. Good

    ટિપ્પણી by Anil Vora | ઓક્ટોબર 24, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: